માસિકધર્મ શરૂ થઈ ગયું છે, હવે કિચનમાં પ્રવેશ બંધ, મંદિરે નથી જવાનું, પૂજા નથી કરવાની, આ દિવસોમાં સફેદ કપડાં નથી પહેરવાના, રમવું, સાઈકલ ચલાવવી બધું બંધ. હકીકતમાં આ બધા પીરિયડ પ્રતિબંધ મહિલાઓની દિનચર્યાને બાધિત કરનારા છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ પ્રતિબંધ નાની બાળકીઓના મન પર સૌથી વધારે નકારાત્મક અસર કરે છે. પીરિયડ સાથે જોડાયેલી કેેટલીય માન્યતા છે, જે પૂરા દેશમાં પ્રચલિત છે. ભલે ને તમે કોઈ પણ શહેરમાં રહો, દરેક પરિવારમાં માસિક સંબંધિત જવાબનું સામ્ય તમને ચોંકાવી દેશે, પરંતુ હવે તે સમય નથી રહ્યો જ્યારે પીરિયડ સાથે જોડાયેલા કડક નિયમકાયદા ચાલી શકે. આ બિનજરૂરી વાત તમને ડિસ્ટર્બ કરવા સિવાય બીજું કંઈ નથી આપી નથી. આ બધી વાતને પાછળ છોડીને આગળ વધવું લાભદાયી રહેશે.

પ્રતિબંધ તથા રોકટોક : એક ભણેલીગણેલી અને મુક્ત વિચારો ધરાવતી મહિલા સાધના શર્મા જણાવે છે, ‘‘કેટલાક પ્રતિબંધ તથા રોકટોક તો અમારા ઘરમાં પણ છે, પરંતુ એટલા કડક નથી કે કોઈ મુશ્કેલી પડે. આ સમસ્યાનો સામનો મેં પ્રથમ વાર ત્યારે કર્યો જ્યારે થોડાં વર્ષ પહેલાં બીજા શહેરમાં અમારા નજીકના એક સંબંધીના ઘરે જવાનું થયું. આ સમય દરમિયાન મને માસિક શરૂ થઈ ગયુ. યજમાન ઘરની મોટી વહુને જાણ થઈ ત્યારે તેણે ડૂઝ એન્ડ ડોંટ્સનું લાંબું લિસ્ટ સમજાવ્યું કે તેમના ઘરમાં આ દિવસોમાં કયાકયા નિયમકાયદાનું પાલન કરવામાં આવે છે, પરંતુ મેં તો આ બધા નિયમકાયદા માનવાનો ઈન્કાર કરી દીધો. મેં સ્પષ્ટ કહી દીધું કે વધારે રોકટોક કરવામાં આવશે તો હું અહીંથી પાછી ચાલી જઈશ. મારી નારાજગીનો હેતુ થોડો ગંભર વિષય હતો. તેથી મારી ધમકી સફળ રહી.’’ ‘‘આ દિવસોમાં અનેક રૂલ્સ લાગુ કરવામાં આવે છે અને તમારી પાસેથી આશા રાખવામાં આવે છે કે ઘરના પુરુષને આ વાતની જાણ ન થવી જોઈએ, પરંતુ મારું માનવું છે કે આટલા બધા નિયમોનું પાલન કરાવશો તો ઘરના પુરુષને તો બાજુમાં રાખો, પાડોશી સુધ્ધાંને જાણ થઈ જશે.

જરૂરી કામ પણ જરૂરી નથી : ઘરે જવાના રસ્તામાં કપડાં પર લોહીના ડાઘ દેખાઈ જવાની અસહજતાથી દેશની લગભગ અડધી વસ્તી પોતાને ઘેરાયેલી અનુ?વે છે. પ્રત્યેક મહિલા જેણે દર મહિને માસિક ધર્મનો સામનો કરવો પડે છે, તેના માટે સ્કૂલ, કોઈ કાર્યાલય અથવા કોર્પોરેટ ઓફિસ વગેરેમાં કોઈ સમાધાન નથી. આ કારણ રહ્યું છે કે માસિકધર્મ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં છોકરીઓ સ્કૂલમાંથી અને નોકરિયાત મહિલાઓ કાર્યાલયમાંથી કોઈને કોઈ બહાના હેઠળ રજા લઈ લેતી હોય છે. લગભગ ૭૦ ટકા મહિલાઓ એવી છે, જેઓ પીરિયડના દિવસોમાં પોતાના રૂટિન કામકાજને પણ બેકસીટ પર મૂકી દેતી હોય છે. ૨૮ વર્ષની અનુરાધા જણાવે છે, રજસ્વલા છોકરી અથવા મહિલા જો અથાણાંનો સ્પર્શ કરે તો ભલા તે ખરાબ કેવી રીતે થઈ શકે? આ માન્યતાને કોઈ સાબિત કરીને તો બતાવે, હું તો તેને સ્વીકારવા તૈયાર નથી. મારી વાત પર દાદી ખૂબ ગુસ્સે થતા હતા. દાદીની હયાતીમાં જોકે માએ પણ કડકાઈથી આ નિયમોનું પાલન કર્યુ, પરંતુ તેમના ગયા પછી આ પ્રતિબંધ દૂર કરી દેવામાં આવ્યા. માસિકધર્મના દિવસોની મુશ્કેલી ઓછી હોય છે કે ઉપરથી આ બધા બિનજરૂરી કાયદાનું પાલન કરવામાં આવે. ૪૦ વર્ષની વંદનાનું કહેવું છે, ‘‘હું સંપૂર્ણ રીતે આઝાદ તો આજે પણ નથી. કેટલાક કાયદાનું પાલન કરીએ છીએ, પરંતુ એટલા નહીં, જેટલા મા અને દાદી પાસેથી સાં?ળ્યા હતા.’’ ‘‘પહેલાંના સમયમાં લગ્ન પહેલાં દીકરીનું માસિકધર્મમાં આવવું સારું ગણાતું નહોતું, તેથી પીરિયડ શરૂ થતા પહેલાં તેના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. તે જમાનામાં મારા લગ્ન ૧૦ વર્ષની ઉંમરમાં કરાવી દેવામાં આવ્યા હતા. આ કહેવું છે ૭૦ વર્ષની માયાદેવી પારીકનું. તેઓ આગળ જણાવે છે, કોલેજમાં અભ્યાસ કરતી પૌત્રી પર અમે એટલા પ્રતિબંધ નથી મૂક્યા, કારણ કે અત્યારે અને તે સમય વચ્ચે દિવસરાતનું અંતર છે. એમ પણ સવારે વહેલા ઊઠીને સ્નાન કરવામાં કંઈ ખોટું નથી. લગ્ન પછી પીરિયડ શરૂ થયા ત્યારે મને બહાર જવા દેવામાં આવતી નહોતી. સૂર્ય નીકળતા પહેલાં સ્નાન કરી લેવું પડતું હતું. રસોઈકામ અને ઝાડુને હાથ લગાવવા દેવામાં આવતો નહોતો. વાસણ સૂકા માંજવા પડતા હતા. એટલું જ નહીં, બધાથી અલગ રહેવું પડતું હતું. ત્યાં સુધી કે કપડાં પણ ફેંકવાની મનાઈ હતી, પરંતુ આજનો બદલાવ સારો છે. તે દિવસોમાં તો પાડોશમાં ૪ ઘરના અંતરે વેફર, પાપડ વગેરે બનતા હતા, ત્યારે પોતાના ઘરની છત પર જવાની મનાઈ હતી, જેથી રજસ્વલાના પડછાયાથી તે ક્યાંક ખરાબ ન થઈ જાય.

ચોંકાવી દેશે હકીકત : આશ્ચર્યની વાત એ છે કે ૭૦ ટકા મહિલાઓ આજે પણ સેનેટરી પેડ ખરીદતી વખતે શરમાતી હોય છે. આજે પણ દુકાનદાર તેમને સેનેટરી પેડ છાપાના કાગળમાં લપેટીને અઅવા તો કાળી થેલીમાં નાખીને આપતા હોય છે. ૪૦ ટકા મહિલાઓ પીરિયડના આ દિવસ દરમિયાન ઘરમાંથી બહાર નથી નીકળતી અને ૬૫ ટકા મહિલાઓ આ દિવસો દરમિયાન પોતાના વાળ ધોવા સુધ્ધાંથી દૂર રહે છે. ભારે અંધશ્રદ્ધા છે કે માસિકના દિવસોમાં અથાણાં, પાપડ, ચિપ્સ, વેફર વગેરે માત્ર તમારા જોઈ લેવા માત્રથી ખરાબ થઈ જાય છે. કિચન અને પૂજાઘરમાં પ્રવેશવાની તો સખત મનાઈ હોય છે, કારણ કે આમ કરવાથી ઘરમાં આશિર્વાદ નથી મળતા અને તથાકથિત ભગવાન કોપાયમાન થઈ જાય છે. ૪૦ ટકા પરિણીત મહિલાઓ એવી પણ છે, જે આ સમય દરમિયાન પતિ સાથે એક રૂમમાં પણ નથી રહેતી. આ ચોંકાવી દેનારા આંકડા સાબિત કરે છે કે તમામ આધુનિકતા અને જાગૃત્તિ હોવા છતાં મહિલાઓની પીરિયડ સાથે જોડાયેલી માનસિકતા ઘરસમાજમાં ઠેરની ઠેર પોતાના મૂળ ઊંડા કરીને પડી છે. પહેલી જવાબદારી માની : લોહી જોઈને કોઈ પણ વિચલિત થઈ શકે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઈજા થતા લોહી વહે છે, તેથી જ્યારે કોઈ કિશોરી માસિક બાબતે યોગ્ય જાણકારીથી અજાણ હોય છે ત્યારે તેના માટે આ અનુ?વ ખૂબ ડરામણો રહે છે. આ સ્થિતિમાં તેને જાણકારીની જરૂર રહે છે કે માસિક ધર્મમાં રક્તસ્રાવ તો સામાન્ય વાત છે અને દરેક યુવતી આ પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે. જયપુરની મહિલા હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર સાવિત્રી જણાવે છે, ‘‘શરૂઆતમાં પીરિયડ સમયે છોકરીઓ ખૂબ તાણમાંથી પસાર થતી હોય છે, કારણ કે તેને આ વિશે કોઈ જાણકારી નથી હોતી અથવા અડધીઅધૂરી હોય છે. તેથી છોકરીઓને જણાવવું ખૂબ જરૂરી બની જાય છે કે માસિકધર્મ એક બિલકુલ નોર્મલ પ્રક્રિયા છે.’’ ‘‘આ સમયગાળા દરમિયાન તેણે એવા પ્રકારના અનેક કામ કરવા જોઈએ, જે શરીર કરી શકે. કોઈ પણ પ્રકારની કોઈ રોકટોક ન હોવી જોઈએ. જોકે આ સમયે તેને ભાવનાત્મક આધારની ખૂબ જરૂર પડે છે અને એક મા તરીકે તમારે તેના સાચા માર્ગદર્શક બનવું જોઈએ. શરૂઆતમાં પીરિયડ થોડા મહિનાના અંતરાળથી પણ થઈ શકે છે, પરંતુ આ સ્થિતિ પણ નોર્મલ છે. તમારા બાળકો સાથે આ વિશે ખૂલીને વાત કરો.

માનસિક રીતે રહો તૈયાર : જે છોકરીઓ પહેલાંથી પીરિયડ માટે તૈયાર હોય છે, તેઓ તેનો સામનો સારી રીતે કરી લેતી હોય છે. તેમને વધારે ડર નથી લાગતો, પરંતુ અભ્યાસ જણાવે છે કે મોટા?ાગની છોકરીઓ માસિક બાબતે બિલકુલ તૈયાર નથી રહેતી. પહેલા પીરિયડને લઈને ૨૩ દેશમાં કરવામાં આવેલા એક રિસર્ચનું પરિણામ જણાવે છે કે જે કિશોરીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, તેમાંની એક તૃતીયાંશ કિશોરીઓનો જવાબ હતો કે તેમને માસિકધર્મ શરૂ થતા પહેલાં તેના વિશે કંઈ જણાવવામાં આવ્યું નહોતું. જયપુરમાં મહિલા અને બાળ વિકાસ પરિયોજના સાથે જોડાયેલા એક જનસંપર્ક અધિકારી મંજુ ચૌહાણ જણાવે છે, ‘‘પીરિયડ વિશે સમાજમાં એ માઈન્ડસેટ હોય છે, જે યુવાવસ્થા તરફ આગળ વધતી આ છોકરીઓના પગલાને જકડી લે છે. આ માન્યતા અને નકામા?મને દૂર કરવા જરૂરી છે. આ સંદમાં છેલ્લા દિવસો દરમિયાન જયપુરની અનેક સ્કૂલમાં કિશોરીઓને જાગૃત્ત અને માહિતગાર કરવા માટે એક ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી, જેમાં પીરિયડ સાથે જોડાયેલી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

– મદન કોથુનિયાં

વધુ વાંચવા કિલક કરો....