તમારા સુધી પહોંચેલી લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ્સથી તમને કોઈ નુકસાન ન થાય, તે માટે કેટલાં પ્રાણીઓએ પોતાના જીવ દાવ પર મૂકવા પડે છે, શું તમે જાણો છો જ્યારે પણ જર્મનીની બનેલી નવી કાર ખરીદવામાં આવે છે, એક રીતે ખરીદદાર તમામ વાંદરા અને માણસના વિકલાંગ હોવા કે મરવા પર સ્વીકૃતિનો હકાર ભણે છે જે કંપનીએ સંશોધન દરમિયાન કર્યો હતો. આ સંશોધન ડીઝલના ધુમાડાથી થતા નુકસાનને તપાસવા માટે હતું. જર્મનીની કાર ઈન્ડસ્ટ્રી ડીઝલના ઉપયોગને યોગ્ય સાબિત કરવા માટે યુરોપિયન રિસર્ચ ગ્રૂપ અને એન્વાયરમેન્ટ એન્ડ હેલ્થના નામે ૨૦૧૨થી સંશોધન કરી રહી છે. જર્મનીની આછેન યુનિવર્સિટી હોસ્પિટલમાં સંશોધન કરવામાં આવ્યું કે ડીઝલના ધુમાડામાં હાજર નાઈટ્રોજન ડાયોક્સાઈડની શું અસર થાય છે. યુનિવર્સિટી હોસ્પિટલે જાતે જણાવ્યું કે પ્રયોગ ડ્રાઈવરો, મિકેનિક અને વેલ્ડરો પર થનારા નુકસાનને તપાસવા માટે કરવામાં આવી રહ્યો હતો.

ક્રૂરતાની હદ : વાંદરાઓને ડીઝલના ધુમાડા ભરેલી ચેમ્બરમાં રાખવામાં આવતા હતા જેથી ખબર પડી શકે કે તેમના મૃત્યુમાં ઝેરી તત્ત્વો કેટલા અને કેવી રીતે જવાબદાર છે. ફોક્સવેગન કંપનીએ તો પ્રજા માફી માંગી છે પણ મર્સિડીઝ અને બીએમડબ્લ્યૂના કર્તાહર્તા જુદીજુદી સ્પષ્ટતા આપતા રહ્યા કે તેમને નહોતી ખબર કે સંશોધનમાં કેવી રીતે પ્રાણીઓ અને માણસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના પ્રયોગ લગભગ દરેક ઉદ્યોગ કરી રહ્યા છે અને સુરક્ષાત્મક ઉત્પાદન બનાવવા માટે પ્રાણીઓ અને માણસોનો બલિ ચડાવવામાં તેમને કોઈ ખોટી વાત લાગતી નથી. ચીની ઉદ્યોગ પણ સંશોધન કરી રહ્યો છે જેથી સાબિત કરી શકાય કે ખાંડનું હૃદયની બીમારી સાથે કોઈ લેવાદેવા નથી. પહેલા હજારો પ્રાણીઓને જબરદસ્તી ખાંડ ખવડાવવામાં આવી અને પછી તેમના હૃદયની ચીરફાડ કરીને જેાવામાં આવ્યું કે શું નુકસાન થયું. ન માત્ર દિલની બીમારી થઈ, લોહીનું કેન્સર પણ જેાવા મળ્યું તો સંશોધન પરિચય દફન કરી દેવામાં આવ્યો. આ જ સંશોધનકર્તાઓએ પછી પ્રયોગ આર્ટિફિશિયલ સ્વીટનર્સ પર કર્યા જેથી સિદ્ધ કરી શકાય કે તેનાથી કેન્સર થાય છે અને કેટલાય તથ્યથી માન્યતા ફેલાવી દેવામાં આવી કે આ તો કેન્સર પેદા કરે છે. આ દરમિયાન પણ હજારો પ્રાણીઓ માર્યાં ગયાં. તમાકુ ઉદ્યોગે હજારો પ્રાણીઓને સિગારેટના ધુમાડામાં રાખીને પ્રયોગ કર્યા. સૌંદર્યપ્રસાધનો બનાવતી કંપનીઓ પ્રાણીઓ પર પ્રયોગ કરે છે તે જેાવા માટે કે તેમના રસાયણ સ્કિન પર કેવી અસર કરે છે. જાણીતી બ્રાન્ડમાં દરેકે લાખો ડોલર આ સંસ્થાઓને આપ્યા જે પ્રાણીઓનો ઉપયોગ કરે છે જેથી તેમની પ્રોડક્ટ ગ્રાહકો માટે સલામત બની શકે. ત્યાં સુધી કે બ્લેડ બનાવતી કંપનીઓ પણ પ્રાણીઓનું શેવિંગ કરે છે જેથી બ્લેડ યોગ્ય અને તેજ બની શકે અને શેવ કરતી વખતે લોકોને નુકસાન ન થાય. જેા તમને પશુઓ માટે પ્રેમ છે તો સાવચેત રહો. તમે કોણ જાણે એવી કઈ વસ્તુ ઉપયોગમાં લઈ રહ્યા છો જેનાથી પ્રાણીઓએ મોતનો સામનો કરવો પડ્યો હશે.

– મેનકા ગાંધી.

વધુ વાંચવા કિલક કરો....