જેા લગ્નબંધન પ્રેમનું બંધન બની રહે તો આ સંબંધથી ઉત્તમ બીજેા કોઈ સંબંધ નથી, પણ ગમે તે કારણસર જે દિલમાં તિરાડ પડે તો ક્યારેય પૂરાતી નથી. ગઈ કાલ સુધી જે લવબર્ડ હતા, તે આજે એકબીજાને નફરત કરેે અને હિંસા કરવા તૈયાર થાય છે. તેથી પતિપત્નીએ પરિવાર બનાવતા પહેલાં પરસ્પરના મતભેદ ઉકેલવા અને વૈચારિક મતભેદને બાળકોની ગેરહાજરીમાં દૂર કરવા ઉચિત છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય. નાનીનાની વાતથી ઝઘડા થાય છે. મોટાભાગના ઝઘડા ખાનદાનને લઈને, ઓછા પૈસાપાત્ર હોવાના મહેણાંના કારણે, સંબંધી, સ્વજનો વિરુદ્ધ અપશબ્દ, ઓછું શિક્ષણ તથા સ્તર, ઓછી સુંદરતા, બાળકોના અભ્યાસ અને ઉછેર, જાસૂસી, અંગત સામાનનો ઉપયોગ, સ્વજનોની મહેમાનગતિને લઈને થાય છે. એટલે કે દંપતીમાંથી કોઈના પણ આત્મસન્માનને ઠેસ પહોંચે ત્યારે ઝઘડા થાય છે, કારણ ગમે તે હોય.

નીચા બતાવવા : ભલે ને પત્ની હોય કે પતિ કોઈ પણ બીજા સાથીદારને દુખી કરી શકે છે. નીતા જણાવે છે કે તેનો પતિ હિમાંશુ તેના મિડલ ક્લાસને લઈને મહેણાં મારે છે. તેને એ ગમતું નથી, પછી તો તે પણ ઉચ્ચ ખાનદાનની શરમજનક વાતનું એક લાંબુ લિસ્ટ સંભળાવી દે છે. તે સમયે હિમાંશુથી સહન નથી થતું અનેે કહે છે કે ખબરદાર, જેા મારા ખાનદાન વિશે એક પણ શબ્દ બોલી છે તો. આ વાત પર નીતા કહે છે કે હું તો બોલીશ, હજાર વાર બોલીશ. મને કંઈ કહેતા પહેલાં પોતાની જાત વિશે વિચારી લેવું જેાઈએ. બસ પછી તો આ જ વાતે હિમાંશુ તેને લાફો મારી દે છે. નીતાના માતાપિતાને અપશબ્દો બોલે છે. ત્યાર પછી તો નીતા પણ વિફરેલી સિંહણ બની જાય છે અને તેની પર નિશાન સાધીને કિચનમાંથી વાસણો ફેંકે છે. જેાકે ૫ વર્ષનો તેનો દીકરો મોનુ પડદા પાછળ છુપાઈને આ બધું જુએ છે. આ ઝઘડા જેાઈને તેનામાં રોજ ખરાબ સંસ્કારનું અજાણતા સિંચન થતું હતું. જેમ કે કોઈને કેવી રીતે નીચા બતાવીને દુખી કરાય, કેવી રીતે મારપીટ કરાય, કેવી રીતે છૂટો સામાન ફેંકીને ઈજા પહોંચાડાય, કેવી રીતે અપશબ્દો બોલીને, બૂમો પાડીને કોઈને ગુસ્સે કરી શકાય વગેરે.

વાત કાપવી અથવા નજરઅંદાજ કરવું : બેંકકર્મી સુદીપ્તા હંમેશાં પોતાના પતિની વાત કાપતી હતી. પતિ જેા કંઈ કહેતો હોય તે વચ્ચે બોલતી કે ના એવું તો નથી. ઘણી વાર જાહેરમાં વીરેશ આ અપમાનના ઘૂંટ પી લેતો હતો. ઘણી વાર ગુસ્સે થઈને હાથ ઉપાડતો હતો ત્યારે તે રિસાઈને પિયરમાં જતી રહેતી. બાળકોની સ્કૂલ છૂટી જાય તેની તેને કોઈ ચિંતા નહોતી. ઈગોની સંતુષ્ટિ જ તેનો એકમાત્ર ઉદ્દેશ રહેતો હતો. ગૃહિણી છાયા સાથે બરાબર આ વાતથી વિપરીત થાય છે. સ્વયંને બુદ્ધિશાળી સમજતા તેના પ્રવક્તા પતિ મનોજ જાહેરમાં તેની મજાક ઉડાવતો હતો. તેના ગુણોને નજરઅંદાજ કરતો રહે છે. તેની ગમે તેટલી સાચી વાતને પણ તે સ્વીકારતો નહોતો. તેની દરેક વાતને તે કાપી નાખતો હતો. તેના વર્તનથી કંટાળેલી છાયા બળવો કરે તો તે મારપીટ કરતો હતો. એક દિવસ લડતી વખતે મનોજ તેના વાળ ખેંચીને તેને રસોડા સુધી ખેંચી લાવ્યો હતો. પછી પોતાને સંભાળતા છાયા દરવાજાની દીવાલ સાથે અથડાઈ અને તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું. તેની નજર કિચનમાં પડેલા ચપ્પુ પર પડી ત્યારે તેણે ચપ્પુ ઉઠાવીને કહ્યું, ‘‘છોડી દો નહીં તો ચપ્પુ મારીશ.’’ ‘‘તું મને ચપ્પુ મારીશ… માર, જેાઉં તો ખરો તારામાં કેટલી હિંમત છે.’’ કહીને મનોજે છાયાને લાત મારી ત્યારે ચપ્પુ તેના પગમાં ઘૂસી ગયું. પગમાંથી લોહી વહેતું જેાઈને છાયા ડરી ગઈ. મમ્મીપપ્પાના જેારજેારથી બોલવાના અવાજ સાંભળીને પોતાના રૂમમાં અભ્યાસ કરતી તમન્ના ત્યાં આવી ગઈ. પપ્પાના પગમાંથી લોહી નીકળતું જેાઈને તે તરત ફસ્ટેઈડ બોક્સ લાવી. પછી પાડોશણ રીમા આંટીને બોલાવવા તેમના ઘરે પહોંચી ગઈ. તે સમયે રીમાના દીકરાએ તમન્નાને ચીડવતા કહ્યું, ‘‘તારા મમ્મીપપ્પા તો કેટલા લડે છે. દરરોજ તારા ઘરમાંથી બૂમોના અવાજ આવતા રહે છે અને પછી ઝઘડો શાંત કરવા માટે મમ્મીને બોલાવવા તું રોજ આવે છે, પણ આજે તો મમ્મી ઘરે જ નથી. હવે તું કોને બોલાવીશ?’’ તમન્ના રડતીરડતી તેના ઘરે પાછી આવી ગઈ. બાળકોમાં ફેલાતી બદનામીથી તેણે ધીરેધીરે તેમની સાથે પાર્કમાં રમવા જવાનું પણ બંધ કરી દીધું. તેના વ્યક્તિત્વનો વિકાસ જાણે રૂંધાઈ ગયો. હંમેશાં હસતીરમતી તમન્ના હવે અલગ પોતાના રૂમમાં પડી રહેવા લાગી.

જિદ્દ, જબરદસ્તી : પતિપત્નીના દિલમાં એકબીજાની ઈચ્છા માટે માન હોવું જેાઈએ, નહીં તો જબરદસ્તી, જિદ્દ ઝઘડા પેદા કરે છે. ત્યાર પછી આ ઝઘડાને ઉગ્ર બનીને હિંસાનું રૂપ ધારણ કરવામાં વધારે સમય નથી થતો, જેનું પરિણામ બાળકોએ ભોગવવું પડે છે. આ જિદ્દ જબરદસ્તી તેમના સંસ્કારમાં ઘર કરી જાય છે અને તેઓ દરેક કામમાં તેના ઉપયોગ દ્વારા સરળતાથી બધું પ્રાપ્ત કરી લેવા ઈચ્છે છે અને સફળ ન થતા ઘણી વાર હિંસક પણ બની જાય છે.

શંકા અથવા જાસૂસી કરવી : પતિપત્ની વચ્ચે એકબીજા પરનો વિશ્વાસ ખૂબ મહત્ત્વ ધરાવે છે. વાતવાતમાં શંકા રાખવી, જાસૂસી કરવી તેમની વચ્ચે અંતર વધારે છે. તેઓ ગમે ત્યારે બાળકોની ઉપસ્થિતિમાં ઘરેલુ હિંસા કરવા લાગે છે. પતિપત્નીમાંથી કોઈ એકની બેવફાઈ પણ ઘણી વાર બીજાને હિંસક બનાવે છે. તેથી જેા થોડી પણ શંકા હોય તો એકબીજા સાથે ખુલ્લા મને વાત કરો અને હિંસા વિના બાળકોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લો.

પૈસા અને પ્રોપર્ટી : મીનલ પ્રાઈવેટ કંપનીમાં સારી જેાબ કરે છે. તેનો પગાર પણ સારો છે. તેણે તેના પતિ શૈલેશથી છુપાવીને ઘણી એફડી બનાવી રાખી છે. તેના પતિ શૈલેશની ઈન્કમ પણ સારી છે. તાજેતરમાં તેણે એક પ્રોપર્ટી મીનલના નામે અને એક બાળકોના નામે ખરીદી છે. અચાનક શૈલેશના પિતાને હાર્ટએટેક આવ્યો અને તરત સર્જરીની જરૂર ઊભી થઈ. જેાકે શૈલેશ પાસે થોડા પૈસા ખૂટી રહ્યા હતા. તેણે થોડા સમય પહેલાં જે બે પ્રોપર્ટી ખરીદી હતી તે વિશે તેણે મીનલ સાથે વાત કરી ત્યારે પહેલા તો તેણે વાતને નજરઅંદાજ કરી દીધી. પછી કહ્યું, ‘‘બાળકોના નામે જે દુકાન ખરીદી છે તેને વેચી કેમ નથી દેતા? મારે પણ ઘણા ખર્ચા થાય છે… મારી પાસે ક્યાંથી પૈસા હોય?’’ ‘‘૪-૫ લાખ રૂપિયા માટે રૂપિયા ૨૫ લાખની દુકાન વેચી દઉં? ઘરનો પૂરો ખર્ચ તો હું ઉઠાવું છું. તું તારા પૈસા ક્યાં વાપરે છે?’’ શૈલેશ પત્નીના સ્પષ્ટ જવાબ પર આશ્ચર્યમાં પડી ગયો. તેને તેની મંશા સમજમાં આવી ગઈ. પછી તેણે દુકાન તો ન વેચી, પણ બહારથી વ્યાજે પૈસાની વ્યવસ્થા કરી, સાથે મકાન જે મીનલના નામે ખરીદ્યું હતું તેના દસ્તાવેજમાંથી મીનલનું નામ દૂર કરીને પોતાનું નામ લખાવવાની વાત કહી ત્યારે પત્નીએ તેને ખૂબ ખરુંખોટું સંભળાવ્યું. પછી તો બંને વચ્ચે ઝઘડા શરૂ થયા અને વાત મારામારી સુધી પહોંચી ગઈ. જેાકે ઘરેલુ હિંસાથી બાળકોમાં અસલામતીની ભાવના પેદા થાય છે, પછી તેઓ પણ ઘણી વાર માતાપિતાની આ હાથચાલાકીને અપનાવતા હોય છે અને અસંસ્કારી તેમજ માથાભારે બની જતા હોય છે. મોટા થઈને ઘણી વાર તેઓ પરિવાર અને સમાજ સાથે તાલમેલ નથી બેસાડી શકતા અને અંતર્મુખી, ઉપદ્રવી, ગુસ્સાવાળા તેમજ ઝઘડાળુ બની જાય છે અને કોઈ પણ ખોટા પગલાં ભરવા તૈયાર થઈ જાય છે. આ સમયે તેમને અટકાવવા ખૂબ મુશ્કેલ બની જાય છે. વાત હાથમાંથી નીકળી જાય અને તીર કમાનમાંથી છૂટી ન જાય તે માટે પતિપત્ની બંનેએ ખૂબ જ સમજદારીથી કામ લેતા મતભેદ અને મુદ્દાને એકાંતમાં બેસીને પરસ્પર ચર્ચા કરીને ઉકેલી લેવા હિતાવહ રહે છે. પતિપત્નીએ માત્ર લગ્ન જ નથી કર્યા, એક ઘરપરિવાર પણ બનાવ્યું છે, બાળકોને જન્મ આપ્યો છે, પરિવારની વૃદ્ધિ કરી છે, તો પછી પોતાના આ હિંસક આચારવિચાર પર અંકુશ મૂકવો પડશે. માતાપિતા દ્વારા પોતાના આચારવિચાર પર અંકુશ મૂકવો બાળકોવાળા ઘરની પ્રથમ શરત છે. માતાપિતાએ પોતાના બાળકોના સર્વાંગી વિકાસ, સંસ્કારી વ્યક્તિત્વ અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે આટલું બલિદાન તો આપવું જ પડશે.

– ડો. નીરજ શ્રીવાસ્તવ ‘નીરુ’

વધુ વાંચવા કિલક કરો....