પ્રત્યેક વ્યક્તિની સુંદર દેખાવાની ઈચ્છા તો હોય જ છે, પરંતુ તેના માટે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડને સમજવો પણ જરૂરી બની જાય છે. કેટલાક ટ્રેન્ડ સમયાનુસાર ચલણમાં હોય છે, અને તેને ફોલો કરનાર ફેશનની દુનિયામાં તો છવાયેલા રહે જ છે, સાથે બદલાતા ટ્રેન્ડ અનુસાર પોતાનો લુક પણ બદલતા રહે છે. તમે પણ તમારો લુક બદલીને ફેશનેબલ રીતે પોતાની ઓળખ બનાવો. અહીં પ્રસ્તુત કરીએ છીએ તેની કેટલીક જરૂરી ટિપ્સ :

(એ) આજકાલ ભીના વાળનો લુક ફેશનમાં છે. વાળમાં જેલ લગાવીને, પાંથી પાડીને ચુસ્ત બાંધવામાં આવે છે. આ લુક ખૂબ જ બોલ્ડ લાગે છે.

(બી) જેા તમે હંમેશાં નાની બિંદી લગાવતા હોય અથવા લગાવતા જ નથી, તો ક્યાંક જતા આવતા મોટી બિંદી લગાવશો તો તમારો લુક બિલકુલ બદલાઈ જશે.

(સી) ભલે ને તમે સામાન્ય પોશાક પહેર્યો હોય, પરંતુ તેની સાથે કર્ણફૂલની અદાથી તમારો પૂરો લુક બદલાઈ જશે. કાનમાં ઝૂલવાળી બુટ્ટી સજાવી લો અથવા તો મોટા આકારના સ્ટડ્સ તમારા સામાન્ય પોશાકમાં પણ ચાર ચાંદ લગાવી દેશે.

(ડી) નાકમાં જૂની ડિઝાઈન ધરાવતી ચાંદીની નાની નથ પહેરવાથી તમારા ચહેરા પર એક અલગ જ આકર્ષણ પેદા થશે.

(ઈ) નાના ડ્રેસની સાથે એક પગમાં નૂપુર જે ‘એંક્લેટ’ના નામથી બજારમાં મળી જશે, તે પહેરો. તેનાથી તમારો પૂરો લુક સમરી અથવા તો બીચ સ્ટાઈલ બની જશે.

(એફ) પદ્માવત મૂવીમાં હીરોઈન દીપિકા પાદુકોણે પોતાની બંને ભ્રમરોને જેાડીને એક નવી ફેશનને જન્મ આપ્યો હતો. પાતળો ચહેરો ધરાવતી મહિલાઓ આ પ્રકારની ભ્રમરો રાખીને પોતાનો લુક બદલી શકે છે.

(જી) ૯૦ના દાયકામાં ફેશનમાં આવેલો પહોળો બેલ્ટ ફરી એક વાર ફેશનમાં આવી ગયો છે. વનપીસ ડ્રેસ પર તમે પહોળો બેલ્ટ પહેરીને તદ્દન લેટેસ્ટ ફેશન લુક મેળવી શકો છો.

  • આજકાલ પહોળી બાય વાળા પ્લાજેા, કુલોટ્સ, ટ્રાઉઝર ફેશનમાં છે. ડેનિમથી લઈને સિલ્ક, ચિકનની કારીગરી સુધ્ધાં જેા તમને ગમતા હોય, તેવા પ્લાજેા અથવા ટ્રાઉઝર ખરીદી શકો છો. તેની સાથે નાના અથવા લાંબા કુરતા, ટોપ, ટી-શર્ટ વગેરે પણ ખૂબ શોભી ઊઠે છે.
  • તમે સાડી પહેરી હોય કે પછી સલવારકુરતા પરંતુ જેા તેની પર એક જેકેટ અથવા પોંચૂ પહેરી લેશો તો ફેશનમાં તમને કોઈ હરાવી નહીં શકે. શ્ર શરારા પણ ફેશનમાં હવે આવી ગયા છે. ઢીલાઢીલા શરારા, સલવાર, રોજબરોજના કુરતા અથવા તો પાર્ટીવેર તમે પ્રસંગ અનુસાર પહેરી શકો છો.
  • કોકટેલ રિંગ ખૂબ જ ફેશનેબલ ઘરેણું છે. તેને તમે ઈન્ડોવેસ્ટર્ન અથવા ઈન્ડિયન એમ બંને પહેરવેશ સાથે પહેરી શકો છો. કોકટેલ રિંગના કારણે તમારો અંદાજ અને દેખાવ જ બદલાઈ જશે.
    – પ્રાચી ભારદ્વાજ.
વધુ વાંચવા કિલક કરો....