સામગ્રી :
૧ કિલો ચણાની દાળ
૨ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ
૧ નાની ચમચી હળદર
૧ નાની ચમચી આદુંની પેસ્ટ
૧ નાની ચમચી લસણની પેસ્ટ
૨ ચપટી જાવંત્રી પાઉડર
૧-૨ ટીપાં ઈત્તર
જરૂર મુજબ ઈલાયચી પાઉડર
કેસર
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૨ ચપટી ચંદન પાઉડર
૪-૫ તમાલપત્ર
૧૦૦ ગ્રામ શેકેલા ચણા
મીઠું સ્વાદ મુજબ.

રીત :
સૌપ્રથમ પેનમાં રિફાઈન્ડ ઓઈલ લઈને ચણાની દાળને શેકી લો. પછી જ્યારે તે ઠંડી થઈ જાય ત્યારે તેને એક વાટકીમાં પાણી સાથે નાખીને તેમાં તમાલપત્ર, લસણ અને આદુંની પેસ્ટ, હળદર, કેસર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખીને ૩૦ મિનિટ પકાવો. પછી પાણી કાઢીને સૂકવી લો અને હાથથી મસળી લો. હવે તેમાં ઈલાયચી પાઉડર, ચંદન પાઉડર અને જાવંત્રી પાઉડર નાખીને ઈત્તર નાખો અને મિક્સ કરો. ત્યાર પછી આ મિશ્રણની પેટી બનાવો અને તવા પર ઘી રેડીને શેકો. તૈયાર થતા પ્લેટમાં સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....