સામગ્રી :
૧ કપ ધોયેલી મસૂરની દાળ
૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ મોટી ચમચી કિચન કિંગ પાઉડર
૧/૪ નાની ચમચી કરી પાઉડર
૧ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ ઈંચ ટુકડા તમાલપત્ર
૧ તેજપત્તા
૧ કપ કોકોનટ મિલ્ક
૪ કપ પાણી
૨ મોટી ચમચી ઘી
મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી વઘારની :
૩ મોટી ચમચી ઘી
૩ મોટી ચમચી ટોમેટો પ્યૂરી
૧ નાની ચમચી કાશ્મીરી મરચું પાઉડર
૨ આખા લાલ મરચાં
૧ નાની ચમચી જીરું
ચપટી હિંગ પાઉડર
સજાવવા માટે થોડી કોથમીર સમારેલી.

રીત :
દાળને સાફ કરીને ૧ કલાક પાણીમાં પલાળી રાખીને પછી પાણી કાઢીને અલગ મૂકો. એક પ્રેશરકુકરમાં ઘી ગરમ કરીને ડુંગળી, આદું અને લસણનો વઘાર કરો. તમામ મસાલા, મીઠું અને દાળ નાખીને ૩ મિનિટ ધીમા ગેસ પર પકાવો. તેમાં ૪ કપ પાણી અને ૧ કપ કોકોનટ મિલ્ક નાખીને કુકર બંધ કરો. ૧ સીટી વગાડીને ગેસ ધીમો કરો. ૫ મિનિટ હજી પકાવો. જ્યારે કુકરની વરાળ નીકળી જાય ત્યારે ઢાંકણું ખોલો, દાળ બની ગઈ હશે. જેા પાણી ઓછું હોય તો ગરમ કરીને પાણી નાખો. વઘાર માટે ઘી ગરમ કરો. તેમાં જીરાનો વઘારો કરો. આખું લાલ મરચું, હિંગ પાઉડર અને મરચું નાખો. ફ્રાય થયા પછી અડધો વઘાર એક બાઉલમાં કાઢો. બાકીનો વઘાર ટોમેટો પ્યૂરીમાં નાખો અને દાળમાં મિક્સ કરો. દાળને સર્વિંગ બાઉલમાં કાઢો. ઉપરથી હિંગ અને જીરાનો વઘાર રેડો અને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....