સામગ્રી :
૧ કપ પાતળા પૌંઆ
૧/૨ કપ ધોયેલી મગની દાળ
૧ નાની ચમચી આદું અને લીલાં મરચાં બારીક સમારેલાં
૧ નાની ચમચી ગાજર છીણેલું
૨ મોટી ચમચી બ્રોકલી છીણેલું
૧/૪ કપ પાલક ઝીણી સમારેલી
૧ નાની ચમચી ચોખાનો લોટ
૨ મોટી ચમચી આલૂ બાફેલા અને મેશ કરેલા
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
કટલેટ શેલો ફ્રાય કરવા માટે સનપ્રાઈડ ઓઈલ
મીઠું, મરચું અને ચાટ મસાલો સ્વાદ મુજબ.

રીત :
મગની દાળને અડધો કલાક પાણીમાં રાખો. પછી પાણી નિતારીને એક કપ પાણીમાં દાળ બાફો. પછી પૌંઆને પાણીમાં ધોઈને ૧/૨ કલાક રાખો, જેથી ફુલી જાય. પૌંઆમાં અડધી મગ દાળ અને બાકીની તમામ સામગ્રી મિક્સ કરો. મનપસંદ આકારની કટલેટ બનાવો. ઉપરથી બાકીની દાળ દરેક કટલેટ પર લગાવો. નોનસ્ટિક પેનમાં થોડું ઓઈલ નાખીને શેલો ફ્રાય કરો. સોસ કે ચટણી સાથે સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....