તમારાં બાળકોને પોષણયુક્ત ભોજન ખાવાની ટેવ પાડીને તમે તેમના માટે સ્વસ્થ જીવનની આધારશીલા મૂકી શકો છો. બાળકોને ૧ નહીં, પરંતુ અનેક પોષક તત્ત્વોની જરૂર પડે છે, જેથી તેમના શરીર અને મગજનો વિકાસ થઈ શકે. ૨ વર્ષ સુધી બાળક માટે સ્તનપાન જરૂરી છે. સ્તનપાન બંધ કરતા તેમને બધા પોષક તત્ત્વોની આપૂર્તિ ખોરાક દ્વારા કરવાની હોય છે. તેમનું શરીર ઝડપથી વિકસિત થઈ રહ્યું હોય છે, તેથી તેમના માટે માઈક્રો તથા માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ બંનેની ખૂબ આવશ્યકતા રહે છે.

માઈક્રોન્યૂટ્રિઅન્ટ :
વિટામિન : વિટામિન તે પદાર્થના સમૂહ હોય છે જેા કોશિકાઓની સામાન્ય ગતિવિધિ અને વિકાસ માટે જરૂરી હોય છે. પ્રત્યેક વિટામિનનું શરીરમાં મહત્ત્વનું કાર્ય કરે છે. બાળકોના શરીરમાં વિટામિનની ઊણપથી કેેટલીય સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે અને તેમનો વિકાસ પણ પ્રભાવિત થઈ શકે છે.

વિટામિન એ : આ વિટામિન હાડકાંના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કોશિકાઓ અને તંતુસમૂહના વિકાસને વધારે છે. તેની ઊણપથી બાળકોના હાડકાંનો વિકાસ પ્રભાવતિ થાય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને ઈંફેક્શનથી શરીરનું રક્ષણ કરે છે. વિટામિન એ આંખનું તેજ જાળવી રાખવા માટે પણ જરૂરી છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : ગાજર, શક્કરિયાં, મેથી, બ્રોકલી, કોબીજ, માછલીનું તેલ, ઈંડાનો પીળો ભાગ અને લીલાં પાંદડાંવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી વગેરેમાં તેની ભરપૂર માત્રા હોય છે.

વિટામિન બી કોમ્પ્લેક્સ : લાલ રક્તકણોના નિર્માણમાં સંમિલિત હોય છે, જેા આપણા પૂરા શરીરમાં ઓક્સિજન લઈ જાય છે. શરીરના પ્રત્યેક ભાગને યોગ્ય રીતે પોતાનું કામ કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, તે મેટાબોલિઝ્મ માટે પણ જરૂરી છે. તેની ઊણપથી બાળકોમાં એનીમિયા થઈ જાય છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : આખું અનાજ, માછલી, સીફૂડ, પોલ્ટ્રી, માંસ, ઈંડાં, દૂધ, દૂધમાંથી બનેલા ઉત્પાદન, લીલાં પાંદડાવાળા શાકભાજી, ફળીઓ વગેરે.

વિટામિન સી : બાળકોનું ઈમ્યૂનતંત્ર કમજેાર હોય છે, તેથી તેઓ ખૂબ જલદી ઈંફેક્શનનો શિકાર બને છે. વિટામિન સીનું સેવન બાળકોના ઈમ્યૂનતંત્રને મજબૂત બનાવીને તેમને ઈંફેક્શનથી બચાવે છે. વિટામિન સી વાળને સ્વસ્થ રાખે છે. તે લાલ રક્તકણોના નિર્માણ અને તેના રિપેરિંગમાં સહાયક છે તથા રક્તકણોને તાકાત આપે છે. આયર્નના અવશોષણમાં પણ સહાયક છે જેા મોટા થતા બાળકો માટે ખૂબ જરૂરી પોષક તત્ત્વો છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : ખાટાં ફળ જેમ કે સંતરાં, સ્ટ્રોબેરી, ટામેટાં, બટાકા, તરબૂચ, ટેટી, કોબીજ, પાલક, પપૈયું, કેરી વગેરેમાંથી પ્રાપ્ત થાય છે.

વિટામિન ડી : વિટામિન ડી બાળકોના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે શરીરમાં કેલ્શિયમના સ્તરને નિયંત્રિત કરે છે, કોશિકાતંત્રની કાર્યપ્રણાલી અને હાડકાંની મજબૂતાઈ માટે જરૂરી છે. વિટામિન ડી શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

ક્યાંથી પ્રાપ્ત કરશો : વિટામિન ડી નો સૌથી સારો સ્રોત છે સૂર્યનાં કિરણો. તદુપરાંત દૂધ, ઈંડાં, ચિકન, માછલી વગેરે પણ વિટામિન ડી ના સારા સ્રોત છે.

વિટામિન ઈ : તે લાલ રક્તકણોના નિર્માણમાં સહાયતા કરે છે. સમય પહેલાં જન્મેલા બાળકમાં જન્મજાત વિટામિન ઈની માત્રા ઓછી હોય છે, તેથી આવા બાળકોને વિટામિન ઈનો વધારાનો ડોઝ આપવો જેાઈએ, જેથી તેમનો વિકાસ પ્રભાવિત ન થાય, કારણ કે તે કંકાલતંત્રના વિકાસ માટે જરૂરી છે. તે એલર્જીને અટકાવવામાં પણ મદદરૂપ બને છે.

વધુ વાંચવા કિલક કરો....