જે મહિલાઓ લગ્ન નથી કરતી કે છૂટાછેડા અથવા પતિના મૃત્યુ પછી એકલી રહે છે, તે મહિલાઓમાં ઉંમર વધવાની સાથે એકલતાની ભાવના ઘર કરવા લાગે છે, તેમનાં ભાઈબહેન, કઝિન અને મિત્રોનાં લગ્ન થાય છે અને તે પોતપોતાના પરિવારમાં બિઝી રહે છે, જેથી તે એકલી પડી જાય છે. તેથી તેમનામાં તાણ વધતી જાય છે, જેથી તે અનેક બીમારીની શિકાર બને છે. તેમનામાં વજન વધઘટ, હાઈ બ્લડબ્રેશર, હૃદય રોગ, તંત્રિકાતંત્ર સંબંધિત સમસ્યા, કેટલાય પ્રકારના કેન્સર થવાની શક્યતા વધી જાય છે. એકલ જીવન વિતાવી રહેલી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જેાઈએ. એવું ન વિચારવું જેાઈએ કે હેલ્થ ચેકઅપ સમય અને પૈસાની બરબાદી છે. જેાકે કેટલીય ગંભીર બીમારીના લક્ષણ પ્રથમ તબક્કામાં નથી દેખાતા, તેથી મેડિકલ ટેસ્ટ જરૂરી છે, જેથી બીમારીની જાણ થતા જ તેનો સમયસર ઈલાજ કરાવી શકાય.

મુખ્ય મેડિકલ ચેકઅપ :
ઓવેરિયન સિસ્ટ ટેસ્ટ :
તમને પેઢુંમાં પીડા થતી હોય કે અનિયમિત માસિક ધર્મ હોય અથવા માસિકધર્મ દરમિયાન વધારે બ્લીડિંગ થતું હોય તો ઓવેરિયન સિસ્ટની તપાસ કરાવો. સામાન્ય પેલ્વિક પરીક્ષણ દરમિયાન સિસ્ટની જાણ થાય, તો એબ્ડોમિનલ અલ્ટ્રાસાઉન્ડ કરાવી શકો છો. નાની સાઈઝના સિસ્ટ તો જાતે ઠીક થઈ જાય છે, પણ ઓવેરિયન ગ્રોથ કે સિસ્ટની સાઈઝ ૧ ઈંચથી વધારે છે તો તમને ઓવેરિયન કેન્સર થવાની શક્યતા છે. આ સ્થિતિમાં ડોક્ટર અન્ય ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

 

મેમોગ્રામ :


આ મહિલાઓ માટે સૌથી મહત્ત્વનો ટેસ્ટ છે. કેન્સર હોવા છતાં કોઈ બહારનું લક્ષણ ન દેખાય ત્યારે આ ટેસ્ટ કેન્સર હોવાની જાણ કરે છે. ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન (સીબીઈ) કોઈ ડોક્ટર દ્વારા કરવામાં આવતું બ્રેસ્ટનું ફિઝિકલ એક્ઝામિનેશન છે. તેમાં બ્રેસ્ટની સાઈઝમાં પરિવર્તન જેમ કે, ગાંઠ, નિપલનું જાડું થવું, પીડા, નિપલમાંથી ડિસ્ચાર્જ થવું અને બ્રેસ્ટની બનાવટમાં કોઈ પણ પ્રકારના પરિવર્તનની તપાસ કરવામાં આવે છે.
કેટલા સમય પછી : સીબીઈ વર્ષમાં ૧ વાર અને મેમોગ્રામ ૨ વર્ષમાં ૧ વાર.

કોલેસ્ટ્રોલ સ્ક્રીનિંગ ટેસ્ટ :

કોલેસ્ટ્રોલ એક પ્રકારનું ફેટી એસિડ હોય છે. આ તપાસ એ જાણવા માટે જરૂરી છે કે તમારા હૃદયની બીમારીની ઝપેટમાં આવવાની કેટલી શક્યતા છે. કોલેસ્ટ્રોલ ૨ પ્રકારના હોય છે – એચડીએલ અથવા હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન્સ અને એલડીએલ કે લો ડેન્સિટી લિપોપ્રોટીન્સ. આ ટેસ્ટમાં બ્લડમાં બંનેના સ્તરની તપાસ થાય છે.
કેટલા સમય પછી : ૩ વર્ષમાં ૧ વાર, જેા તપાસમાં સ્પષ્ટ થાય કે તમારા બ્લડમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્યથી વધારે છે અથવા તમારા પરિવારમાં હૃદયની બીમારીનો ઈતિહાસ રહ્યો છે તો ડોક્ટર તમને દર ૬ થી ૧૨ મહિનામાં આ ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

બ્લડપ્રેશર ટેસ્ટ :

નિયમિત રીતે બ્લડપ્રેશરની તપાસ શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જેા તમારું બ્લડપ્રેશર ૯૦-૧૪૦ થી વધારે કે ઓછું છે તો તમારા હૃદય પર દબાણ આવે છે, જેથી બ્રેન સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડની ફેલ થવાની શક્યતા વધી જાય છે.
કેટલા સમય પછી : વર્ષમાં ૧ વાર, પણ જેા તમારું બ્લડ પ્રેશર સામાન્યથી વધારે કે ઓછું છે તો ડોક્ટર તમને ૬ મહિને ૧ વાર કરાવવાની સલાહ આપશે.

બ્લડ શુગર ટેસ્ટ અને ડાયાબિટીસ સ્ક્રીનિંગ :

બ્લડ શુગર ટેસ્ટમાં યૂરિનની તપાસ કરીને બ્લડમાં શુગરનું પ્રમાણ ચેક થાય છે. ડાયાબિટીસ સ્ક્રીનિંગમાં શરીરના ગ્લુકોઝના શોષણની ક્ષમતાની તપાસ થાય છે.
કેટલા સમય પછી : ૩ વર્ષમાં ૧ વાર. વારસાગત હોય તો દર વર્ષે.

બોન ડેન્સિટી ટેસ્ટ :

બોન ડેન્સિટી ટેસ્ટમાં એક ખાસ પ્રકારના એક્સ-રે દ્વારા સ્પાઈન, કાંડા, કૂલાના હાડકાંની ડેન્સિટી માપીને તેમની શક્તિ જાણી શકાય છે, જેથી હાડકાં તૂટતા પહેલાં જ તેનો ઈલાજ કરી શકાય.
કેટલા સમય પછી : દર ૫ વર્ષ પછી.

પેપ સ્મિયર ટેસ્ટ :

તેના દ્વારા ગર્ભાશયના કેન્સરની તપાસ કરવામાં આવે છે. જેા સમય રહેતા તેની જાણ થાય તો તેનો ઈલાજ સરળતાથી થઈ શકે છે. તેમાં યોનિમાં એક યંત્ર સ્પેક્યુલમ નાખીને સર્વિક્સની કોશિકાના સેમ્પલ લેવામાં આવે છે. આ કોશિકાઓની તપાસ કરવામાં આવે છે કે તેમાં ક્યાંક અસમાનતા તો નથી ને.
કેટલા સમય પછી : ૩ વર્ષમાં ૧ વાર.

– ડો. નુપુર ગુપ્તા.

વધુ વાંચવા કિલક કરો....