સમરમાં ફેસ પર લાંબા સમય સુધી મેકઅપ રહેવો મુશ્કેલ છે. આ સ્થિતિમાં બ્રાઈડ સ્કિનની બરાબર કેર ન કરો અને બ્યૂટિ એક્સપર્ટના ગાઈડન્સમાં યોગ્ય મેકઅપ અને ટ્રીટમેન્ટ ટિપ્સને ફોલો નહીં કરો તો શક્ય છે કે તમે લગ્નના દિવસે એવા સુંદર ન લાગો, જે તમે વિચાર્યું હશે. પ્રસ્તુત છે, કેટલીક ટિપ્સ જે નવવધૂને ગમતો લુક મેળવવા માટે મદદ કરશે : બ્યૂટિ એક્સપર્ટ કોકિલ કપૂર જણાવે છે કે સ્કિનને અટ્રેક્ટિવ અને ગ્લોઈંગ બનાવવાની સૌથી અસરકારક ટિપ્સ પાણી છે, જેા મોટાભાગની યુવતીઓ જરૂરી ન સમજીને મિસ કરે છે અને પછી વિચારે છે કે તેમની સ્કિન ડ્રાય કેમ રહે છે. તમારી સ્કિન હંમેશાં ચમકતીદમકતી રહે, તે માટે પુષ્કળ પાણી પીઓ, એક્સ્ટ્રા અને નેચરલ ગ્લોઈંગ સ્કિન માટે હેલ્ધિ ફૂડ ખાઓ. ફાઈબર યુક્ત ખાણીપીણીનો વધારેમાં વધારે ઉપયોગ કરો, જેથી પાચન સંબંધિત સમસ્યા ન થાય અને પિંપલ્સની સમસ્યાથી દૂર રહો. કેટલીય વાર ફેસ પર ડાર્ક સ્પોર્ટ્સ વધારે દેખાવા લાગે છે, જેથી મેકઅપ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. આ સ્થિતિમાં ડાયટમાં દલિયા સામેલ કરો. લુકમાં વધારે ગેટઅપ લાવવા માટે લગ્નના ૩ અઠવાડિયા પહેલાં તમારી સ્કિન અને વાળને કોઈ નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટને બતાવો, જેથી કોઈ પણ પ્રોબ્લેમ થતા તમને સમયસર ટ્રીટમેન્ટ મળી શકે.

સમર બ્રાઈડલ મેકઅપ :
ક્લીંઝિંગ ધ ફેસ : ઈન્ડિયન બ્રાઈડ્સ બોલ્ડ અને બ્રાઈટ કલર યૂઝ કરવો ગમે છે. જેા તમે લાંબા સમય સુધી તમારા લુકને જાળવી રાખવા ઈચ્છો છો તો સૌપ્રથમ તમારા ફેસને ક્લીન કરીને ટિશ્યૂથી ડ્રાય કરી લો, જેથી ફેસ પર ગંદકી અને ઓઈલ ન રહે.

બેઝ તૈયાર કરો : સૌપ્રથમ સ્કિન ટોન ઈમ્પ્રૂવ કરવા માટે મોઈશ્ચરાઈઝર અપ્લાય કરો અને આંગળીની મદદથી ધીરેધીરે મસાજ કરો, જેથી મોઈશ્ચરાઈઝર સ્કિનની અંદર સુધી જાય.

આંખને સ્મોકી બનાવો : વેડિંગ ડે માં બ્રાઉન અને બ્લૂ લાઈનર લગાવીને એક્સપરિમેન્ટ કરવાની ભૂલ ન કરો, પણ જેટ બ્લેક વોટરપ્રૂફ લાઈનર લગાવો. તેની સાથે આઈલેશિઝને વધારે વોલ્યૂમ આપવા માટે મસકારા લગાવવાનું ન ભૂલો, કારણ કે તે આંખને અમેઝિંગ ટચ આપશે.

ફેસ ફિક્સઅપ : તમે પ્રાઈમર અપ્લાય કરીને તેને સ્કિનમાં મિક્સ કરો. તેનાથી કંસીલર અને ફાઉન્ડેશનને ટકાવી રાખવામાં મદદ મળે છે અને મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે. કંસીલર ફેસના ડાઘધબ્બાને કવર કરે છે અને તમે તમારા સ્કિનટોનને વધારે ઈમ્પ્રૂવ કરવા માંગો છો તો યલો અને ગ્રીન કંસીલરનો યૂઝ કરો. એસપીએફ વિનાનું ફાઉન્ડેશન સ્કિન પર અપ્લાય કરીને તેને મેકઅપ બ્રશ કે સ્પૌંજથી મર્જ કરો. તમે મેટ ફિનિશનું ફાઉન્ડેશન યૂઝ કરશો તો વધારે સારું રહેશે, કારણ કે એસપીએફના ફાઉન્ડેશનથી ફેસ પર ફ્લેશ ઈફેક્ટ આવવાથી ફોટોગ્રાફ પર અસર થાય છે. ગ્લોઈંગ લુક માટે ચિક બોન્સ, નોઝ બ્રિજ, ફોરહેડની વચ્ચોવચ અને કપિડ બો પર હાઈલાઈટર અપ્લાય કરો. તેનું રિઝલ્ટ તમને જાતે જેાવા મળશે. સાથે બ્રોંઝરનો યૂઝ કરીને તમે ફેસને શેપ આપી શકો છો.

લિપસ્ટિકથી સુંદરતા વધારો : જ્યાં સુધી લિપ્સ આકર્ષક ન લાગે ત્યાં સુધી આઉટફિટનો ગેટઅપ ન આવી શકે. આ સ્થિતિમાં સ્લિમ લિપ્સ પર પિંક શેડ અને ભરાવદાર લિપ્સ પર મરૂન કે ડાર્ક શેડ અપ્લાય કરો. ધ્યાન રાખો રેગ્યુલર પેડિક્યોર અને મેનિક્યોર કરવાનું ન ભૂલો. વેડિંગના ૬ અઠવાડિયાં પહેલાંથી ફેસિયલ અને સ્કિન ટ્રીટમેન્ટ લેવાનું શરૂ કરી દો. આ રીતે તમે વેડિંગ ડે પર બ્યૂટિફુલ અને અટ્રેક્ટિવ લાગશો.

– પારુલ ભટનાગર

વધુ વાંચવા કિલક કરો....