જાણ થઈ કે રાજીવને કેન્સર છે. પછી તો જેાતજેાતામાં જ માત્ર ૮ મહિનામાં તેનું મૃત્યુ થઈ ગયું. આમ અચાનક ગૃહસ્થી પર તૂટી પડેલા પહાડને એકલી શર્મિલા કેવી રીતે ઉઠાવતી? જેાકે તેના બંને ભાઈઓએ તેને સંભાળવામાં કોઈ કસર નહોતી રાખી. ભાઈના એક મિત્રએ શર્મિલાને નાનકડી બાળકી સાથે તેને અપનાવી લીધી હતી. શર્મિલાના મમ્મી તેના જીવનને સંભાળી લેવાનો શ્રેય તેના ભાઈઓને આપતી, ‘‘જેા હું એકલી હોત તો મારું અને શર્મિલાનું જીવન વિતાવવા મજબૂર થઈ જાત, પરંતુ તેના ભાઈઓએ તેનું જીવન સંભાળી દીધું.’’ જરા વિચારો, જે શર્મિલાને કોઈ ભાઈબહેન ન હોત અને માત્ર માતાપિતા જ હોત, તો શું તે ખુશીઆંનદમાં પોતાનું બાકીનું જીવન પસાર કરી શકી હોત? ના. એક દુખ રહેતું, એક ખાલીપો રહેતો. માત્ર ભૌતિક સુવિધાથી જીવન સંપૂર્ણ નથી થતું, તેને સંપૂર્ણ બનાવે છે સંબંધ.

ખાલી પિયરની પીડા : સાવિત્રી જૈન રોજની જેમ સાંજે પાર્કમાં બેઠી હતી. એટલામાં રમા પણ ત્યાં ફરવા આવી પહોંચી. વોટ્સએપ પર આવેલો એક જેાક્સ બધાને સંભળાવતા તે મજાક કરવા લાગી, ‘‘ક્યારે જઈ રહ્યા છો બધા. પિયરમાં?’’ બધા ખડખડાટ હસવા લાગ્યા, પરંતુ સાવિત્રી ઉદાસ થતા બોલી, ‘‘કેવું પિયર? જ્યાં સુધી માતાપિતા હતા, ત્યાં સુધી પિયર પણ હતું. જેા કોઈ ભાઈ હોત તો પણ સરનામું રહેત પિયરનું.’’ ખરેખર, એક માત્ર સંતાનનું પિયર પણ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તેના માતાપિતા આ દુનિયામાં હયાત હોય છે. તેમના ગયા પછી બીજું કોઈ ઘર જ નથી રહેતું પિયરના નામે.

ભાઈભાભી સાથે ઝઘડા : સાવિત્રી તમને એ વાતનો અફસોસ છે કે તમારી પાસે ભાઈભાભી નથી અને મને જુઓ મેં અર્થહીન વાતોમાં આવીને ભાઈભાભી સાથે ઝઘડો કરી લીધો. પિયર હોવા છતાં મેં સ્વયં તેના દરવાજા બંધ કરી દીધા, ‘‘શ્રેયાએ પણ પોતાનું દુખ વહેંચતા કહ્યું. સારું જ તો છે. જે ઝઘડા થતા હોય તો સંબંધ બોજારૂપ બને છે અને આપણે તેને માત્ર નિભાવીએ છીઐ. જ્યાં બે વાસણ હોય, ત્યાં તેનું ટકરાવું સ્વાભાવિક છે, પરંતુ આ વાાતની કેટલી અસર સંબંધ પર થવા દેવી જેાઈએ, તે વાતનો નિર્ણય તો તમે જાતે જ કરો.

ભાઈબહેનનો સાથ : ભાઈબહેનનો સંબંધ તો અમૂલ્ય છે. બંને એકબીજાને ભાવનાત્મક બળ પૂરું પાડતા હોય છે. દુનિયાની સામે એકબીજાને પૂરો સાથ આપતા હોય છે. પછી ભલે ને તે એકબીજાની ખામી કાઢીને ચીડવતા રહે, પરંતુ કોઈ બીજું વચ્ચે બોલતા જ તરફદારી પર ઊતરી આવે છે. ક્યારેય એકબીજાને અધવચ્ચે નથી મૂકી દેતા. ભાઈબહેનના ઝઘડા પણ પ્રેમના ઝઘડા હોય છે, અધિકારની ભાવના સાથે થતા હોય છે. જેા ઘરપરિવારમાં ભાઈબહેન હોય છે, ત્યાં તહેવાર ઉજવાતા હોય છે. પછી ભલે ને હોળી, રક્ષાબંધન કે ઈદ હોય.

મા પછી ભાભી : લગ્નનાં ૨૫ વર્ષ પછી જ્યારે મંજુ પિયરથી પાછી આવે છે ત્યારે સ્ફૂર્તિ સાથે જણાવે છે, ‘‘મારા બંને ભાઈ મને પાંપણ પર બેસાડે છે. તેમને જેાઈને હું મારા દીકરાને એ જ સંસ્કાર આપું છું કે આખું જીવન બહેનને આ રીતે જ આવકારજે. આખરે દીકરીનું પિયર ભાઈભાભીથી હોય છે, ન કે લેવડદેવડ કે ભેટથી. પૈસાની અછત નથી હોતી, પ્રેમ મહત્ત્વનો છે.’’ બીજી તરફ મંજૂની મોટી ભાભી કુસુમ કહે છે, ‘‘લગ્ન પછી જ્યારે હું વિદાય થઈ ત્યારે મારી માએ મને શિખામણ આપી હતી કે પરિણીત નણંદ પિયરમાં બાળપણની યાદો તાજી કરવા આવે છે. કેટલું સારું લાગે છે જ્યારે ભાઈબહેન સાથે બેસીને બાળપણની યાદો પર ખુશીથી હસતા હોય છે.’’

માતાપિતાની એકલતાની ચિંતા : નોકરિયાત સીમાની દીકરી યુનિવર્સિટીના અભ્યાસ હેતુ બીજા શહેરમાં ગઈ. આમ થતા સીમા પણ ઘણા દિવસો સુધી એકલતાથી તાણગ્રસ્ત રહી. તેનું કહેવું છે, ‘‘કાશ, મારે બીજું એક બાળક હોત તો આમ અચાનક હું એકલી ન થઈ જતી. એક સંતાનના જતા ધીરેધીરે પરિસ્થિતિ અનુસાર હું મારી જાતને ઢાળી લેતી. પછી બીજું સંતાન પણ ઘર છોડીને જાય તો મને એટલી પીડા ન થતી. આ તો એકસાથે મારું ઘર ખાલી થઈ ગયું. એકમાત્ર દીકરીને લગ્ન પછી માતાપિતાની ચિંતા રહેવી સ્વાભાવિક છે. જ્યાં ભાઈ માતાપિતા સાથે રહેતો હોય, ત્યાં લેશમાત્ર ચિંતા બહેનને સતાવતી નથી. જેાકે આજે પોતાની નોકરીના કારણે ખૂબ ઓછા છોકરા માતાપિતા સાથે રહે છે, પરંતુ જેા ભાઈ દૂર રહેતો હોય છતાં પણ જરૂર પડતા પહોંચી તો જશે જ. જેાકે બહેન પણ પહોંચી જશે, પણ માનસિક રીતે થોડી ફ્રી રહેશે અને પોતાની ગૃહસ્થીનું પણ ધ્યાન રાખશે.

પતિ અથવા સાસરીમાં વિવાદ : સોનમના લગ્નના થોડા મહિના પછી પતિપત્ની વચ્ચે સાસુસસરા બાબતે ઝઘડા શરૂ થયા. સોનમ નોકરિયાત હતી અને ઘરની જવાબદારી સંભાળવી તેને મુશ્કેલ લાગી રહી હતી, પરંતુ સાસરીનું વાતાવરણ એવું હતું કે ગિરીશ તેને મદદ કરતો તો માતાપિતાના મહેણાં સાંભળવા પડતા. આ ડરના કારણે તે સોનમને મદદ કરતો નહોતો.

પિયર આવતા જ ભાઈએ સોનમના હાસ્ય પાછળ છુપાયેલી પરેશાની માપી લીધી. ખૂબ સમજીને તેણે ગિરીશ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. પછી બંને ઘરની બહાર મળ્યા. દિલ ખોલીને વાતો કરી અને એક નિર્ણય કર્યો. થોડી હિંમત બતાવીને ગિરીશે માતાપિતાને સમજાવી દીધું કે નોકરિયાત વહુ પાસેથી પહેલાના સમયની જેમ અપેક્ષા રાખવી અન્યાય છે. તેને મદદ કરવાથી ઘરના કામ પણ સરળતાથી થશે અને વાતાવરણ પણ હકારાત્મક રહેશે. પુણે યુનિવર્સિટીની એક કોલેજના ડાયરેક્ટર ડો. સારિકા શર્મા જણાવે છે, ‘‘મને વિશ્વાસ છે કે જેા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો મારો ભાઈ એવી પ્રથમ વ્યક્તિ હશે જેને હું મારી મુશ્કેલી જણાવીશ. આમ તો પિયરમાં માબાપ છે, પણ તેમની ઉંમર જેાતા તેમને પરેશાન કરવા વાજબી નથી. વળી, તેમની પેઢીના લોકો આજની સમસ્યાને સમજી નથી શકતા. જ્યારે ભાઈભાભી મારી વાતને સમજી શકે છે.’’ ભાઈભાભી સાથે કેવી રીતે સંબંધ નિભાવશો : ભાઈબહેનનો સંબંધ તો અણમોલ હોય છે. તેને નિભાવવાના પ્રયાસ આજીવન કરવા જેાઈએ. જેાકે ભાભીના આગમન પછી સ્થિતિ થોડી બદલાઈ જતી હોય છે, પરંતુ બંને ઈચ્છે તો આ સંબંધમાં ખટાશ ક્યારેય નહીં આવે. સારિકા કેટલી સારી શિખામણ આપે છે, ‘‘ભાઈભાભી ભલે ને નાના હોય, તેમને પ્રેમ અને માનસન્માન આપવાથી સંબંધ ગાઢ બને છે. ના કે જૂના જમાનાના નણંદ જેવા નખરાં બતાવવાથી. હું આખું વર્ષ મારી ભાભીની પસંદની નાનીમોટી વસ્તુ જમા કરું છું અને જ્યારે મળવાનું થાય ત્યારે તેમને પ્રેમથી આપું છું. પિયરમાં તાણમુક્ત વાતાવરણ જાળવી રાખવાની જવાબદારી દીકરીની પણ હોય છે. પિયરમાં જતા હળીમળીને ઘરના કામ કરવાથી મહેમાનનું આવવું ભાભીને પણ કંટાળાજનક નથી લાગતું અને પ્રેમભાવ જળવાઈ રહે છે.’’ કેટલીક સરળ બાબતો સંબંધની મજબૂતાઈ જાળવશે :

  • ભાઈભાભી અથવા મા અને ભાભી વચ્ચે ન બોલો. પતિપત્ની અને સાસુવહુનો સંબંધ ઘરેલુ હોય છે અને લગ્ન પછી બહેન તો બીજા ઘરની થઈ જાય છે. તેમને પરસ્પર તાલમેલ બેસાડવા દો. શક્ય છે કે જેા વાત તમને ખૂંચતી હોય, તે વાત તેમને એટલી અસર ન પણ કરતી હોય.
  • જેા પિયરમાં નાનોમોટો ઝઘડો અથવા મનદુખ થયા હોય તો પણ જ્યાં સુધી તમને સમાધાન માટે કહેવામાં ન આવે, ત્યાં સુધી તમે વચ્ચે ન બોલો. તમારો સંબંધ તમારી જગ્યાએ છે. આ સ્થિતિને જાળવી રાખો.
  • જેા તમારે વચ્ચે બોલવું પડે તેમ હોય તો મીઠાશથી કહો. જ્યારે તમારી સલાહ માંગવામાં આવે અથવા તો કોઈ સંબંધ તૂટવાની અણી પર હોય, ત્યારે શાંતિ અને ધીરજપૂર્વક જેની પણ ભૂલ હોય તેને સમજાવો.
  • તમારું તમારા પિયરની વાતથી દૂર રહેવું યોગ્ય રહેશે. કોણે ચા બનાવી, કોણે ભીના કપડાં સૂકવ્યા, આ નાનીનાની વાતમાં સલાહ આપવાથી ખટપટ થવાની શરૂઆત થતી હોય છે.
  • જ્યાં સુધી કોઈ બાબતમાં તમારી પાસેથી સલાહ માગવામાં ન આવે ત્યાં સુધી કંઈ ન બોલો. તેમણે ક્યાં ખર્ચ કરવો, ક્યાં ફરવા જવું, આવા નિર્ણય તેમને જ લેવા દો.
  • ન પોતાની મા પાસેથી ભાભીની કે ન ભાભી પાસેથી માની ખોદણી સાંભળો. તેમને સ્પષ્ટ કહો કે મારા માટે બંને સંબંધ ખૂબ કિંમતી છે. હું તમારા બંને વચ્ચે કંઈ ન બોલી શકું. તમે બંને સાસુવહુ પરસ્પર વાતચીત કરીને સમાધાન કરી લો.
  • ભલે ને તમે નાના બહેન હોય કે મોટા, ભત્રીજાભત્રીજી માટે ભેટ ચોક્કસ લઈને પિયરમાં જાઓ. તમારી શક્તિ અનુસાર તેમના માટે કોઈ ઉપયોગી વસ્તુ અથવા કોઈ એવી વસ્તુ જેા તેમની ઉંમરના બાળકોને પસંદ આવે તે લઈને જાઓ.

– પ્રાચી ભારદ્વાજ

વધુ વાંચવા કિલક કરો....