આજે તો મહિલાઓ ઘરનો ઉંબરો ઓળંગીને ઊંચામાં ઊંચા સ્થાન પર પહોંચી રહી છે. મિસ વર્લ્ડનો પુરસ્કાર હોય કે પછી મિસ યુનિવર્સનો. કોર્પોરેટ વર્લ્ડમાં નામ કમાવવું હોય કે પછી પુરુષ પ્રધાન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સાબિત કરવી હોય, મહિલાઓ સામાજિક બેડીઓ તોડીને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે. તેમની માનસિકતા બોલ્ડ થઈ ગઈ છે અને સાથે જ તેમના લુક અને વ્યક્તિત્વમાં પણ નિખાર આવ્યો છે. પહેરવેશ હોય કે પછી મેકઅપ બોલ્ડનેસ અને ઈન્ડિપેન્ડન્સી તેમના દરેક પાસામાં નજરે પડે છે. ચર્ચામાં રહેવું ગમે છે તાજેતરમાં દંગલ ફેમ ફાતિમા શેખ પોતાના બોલ્ડ ફોટો શૂટના કારણે છાપામાં રહી હતી. ફાતિમાએ ઈંસ્ટાગ્રામ પર પોતાના ૨ બોલ્ડ ફોટા મૂક્યા હતા. આ ફોટામાં તે બીચ પર સ્વિમસૂટ પહેરેલી દેખાઈ રહી છે. આજે તો મહિલાઓ આ પ્રકારના બોલ્ડ લુક દ્વારા ચર્ચામાં રહેવાથી દૂર નથી રહેતી, પરંતુ એન્જેાય કરે છે. બોલ્ડ લુકનું એક ઉદાહરણ મલાઈકા અરોડા પણ છે, જે હંમેશાં પોતાના બોલ્ડ લુક અને ફેશન માટે ચર્ચામાં રહે છે.

ક્રિએટિવિટીનો ફંડા : આજકાલ છોકરીઓ અને મહિલાઓ ફેશનેબલ અને બોલ્ડ દેખાવા માટે પોતાની એક અલગ સ્ટાઈલ બનાવતી હોય છે. સ્ટાઈલ દ્વારા એટિટ્યૂડ ડેવલપ થાય છે, જેને લોકો હંમેશાં યાદ રાખે છે.

શ્રી લાઈફસ્ટાઈલના જેાઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શીતલ કપૂર જણાવે છે, ‘‘તમે કેવો ફેન્સી ડ્રેસ પહેર્યો છે તેની સાથે લોકોને કોઈ લેવાદેવા નથી હોતી, પરંતુ તમે તેને કેવી રીતે કેરી કર્યો છે તે વાત મહત્ત્વ ધરાવે છે. ડ્રેસ લોકોની નજરમાં આવે અને તેમને ગમવો જેાઈએ, પછી ભલે ને તે ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન. પ્રયત્ન કરો કે એવી સ્ટાઈલ બનાવો જે અલગ હોય, બોલ્ડ હોય અને તમારા પર શોભે પણ ખરી. ‘‘ઉદાહરણ રૂપે જેાઈએ તો સાડી એક પરંપરાગત પરિધાન છે, પરંતુ આજની છોકરીઓ બોલીવુડ હસ્તીઓથી પ્રભાવિત થઈને તેને ગ્લેમરસ ટચ આપવાનું ભૂલતી નથી. સાડી સાથે મેડરિન કોલર બ્લાઉઝ, હોલ્ટર નેક બ્લાઉઝ, લોકટ સ્લીવલેસ બ્લાઉઝ અને નેેટ સ્લીવવાળા બ્લાઉઝ કેરી કરીને ખૂબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ દેખાતી હોય છે.’’ ફેશનની અસર દરેક ઉંમરે હવે મહિલાઓ જ પોતાના પર ઉંમરની અસર દેખાવા નથી દેતી. હાલના સમયમાં આવેલા ફેશનના બદલાવની અસર દરેક ઉંમરની વ્યક્તિમાં જેાવા મળે છે. મા, નાનીદાદી, ફોઈ વગેરે પહેલા સાડીઓ અથવા સલવારકમીઝ ઉપરાંત બીજું કંઈ પહેરતા નહોતા, પરંતુ હવે તેઓ પણ એટલા જ મોડર્ન દેખાવા ઈચ્છે છે, જેટલા કે તેમની દીકરી અને વહુ હવે તેઓ પણ જીન્સ, ટ્રાઉઝર, ટીશર્ટ અને શર્ટમાં પોતાને કંફર્ટેબલ અનુભવે છે અને હંમેશાં યુવાન દેખાવા ઈચ્છે છે. આત્મવિશ્વાસ માટે બોલ્ડ મેકઅપ ગિનિસ રેકોર્ડ હોલ્ડર મેકઅપ આર્ટિસ્ટ ઈશિકા તનેજા જણાવે છે કે મેકઅપ મનુષ્યની માત્ર બાહ્ય સુંદરતાને જ નથી દર્શાવતો, પરંતુ દુનિયા સમક્ષ પોતાને પ્રસ્તુત કરવાનો આત્મવિશ્વાસ પણ પેદા કરે છે. મેકઅપ દ્વારા સુંદર બનીને મહિલાના મનમાં ફિલગુડ ફેક્ટર અને આત્મવિશ્વાસ ભરપૂર ભરાઈ જાય છે. આ આત્મવિશ્વાસની સાથે તે જે કોઈ કામ કરે છે, તેમાં તેની સફળતા નિશ્ચિત બની જાય છે. ઈશિકા જણાવે છે કે બોલ્ડ મેકઅપ તમને ભીડથી અલગ કરે છે. બોલ્ડ દેખાવા માટે આજકાલ બ્લેક અને ટ્રાન્સપેરેન્ટ શેડના મસકારાની જગ્યાએ પિંકથી લઈને ગ્રીન અને યલો શેડના કલરફુલ મસકારા ટ્રાઈ કરવામાં આવી રહ્યા છે. આ કલરફુલ શેડ્સ ન માત્ર તમારી આંખને મોટી અને ખૂબસૂરત બનાવે છે, પરંતુ બ્લેક મસકારાની સરખામણીમાં વધારે આકર્ષક પણ નજરે પડે છે. બોલ્ડ લુકમાં લિપસ્ટિકના ડાર્ક શેડ્સ જેમ કે રેડ અને પિંક ચહેરાને અટ્રેક્ટિવ જ માત્ર નથી આપતા, પરંતુ ડાર્ક કલર ચહેરાને લાંબા સમય સુધી એનર્જેટિક પણ રાખે છે. આ જ રીતે આંખનો સ્મોકી લુક બોલ્ડ મેકઅપ માટે પસંદ કરવામાં આવે છે. આઈબ્રોઝને સંપૂર્ણ રીતે લાંબી કરીને વિના શેપ રાખવામાં આવે છે અથવા તેને બનાવવામાં આવે છે. નખને નવો લુક આપવા માટે નેલ આર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

કોસ્મેટિક સર્જરી દ્વારા બોલ્ડ લુક : આજે તો કોસ્મેટિક સર્જરીએ એવો જાદૂ કરી બતાવ્યો છે કે લોકો માત્ર પોતાના ચહેરાને જ નહીં, પરંતુ બોડી પાર્ટ્સને પણ એક નવો અને બોલ્ડ લુક આપી શકે છે. માત્ર મોટા શહેરમાં જ નહીં, પરંતુ નાના શહેરમાં પણ બોડી કંટૂરિંગ ક્લિનિક ખૂલી ગયા છે. મહિલાઓ શિલ્પા શેટ્ટી જેવા કર્વ, કેટરિના કૈફ જેવા આકર્ષક હોઠ અથવા તો પ્રિયંકા ચોપરા જેવો સેક્સી લુક મેળવવા અને બોલ્ડ દેખાવા માટે અહીં લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી પણ દૂર રહેતી નથી. બીએલકે સેન્ટર ફોર કોસ્મેટિક એન્ડ સર્જરીના ડો. લોકેશકુમાર જણાવે છે કે કોસ્મેટિક સર્જરીથી ઘણા બધા પ્રકારના આકર્ષક અને બોલ્ડ લુક પ્રાપ્ત કરી શકાય છે જેમ કે :

ફેસ લિફ્ટિંગ : ફેસ લિફ્ટિંગ ૨ પ્રકારે કરી શકાય છે. પહેલી છે પરંપરાગત પદ્ધતિ, જેમાં સર્જિકલ પ્રક્રિયાથી ઢીલી સ્કિન અને કરચલીઓને ઠીક કરવામાં આવે છે. જેાકે આ સંપૂર્ણ રીતે એક ઓપરેશન હોય છે અને ૨-૩ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે. સર્જરીથી માંસપેશીઓ અને સ્કિનને ટાઈટ કરી દેવામાં આવે છે. એવી મહિલાઓ જેમને કરચલીઓ નથી, પરંતુ સ્કિન ઢીલી પડવાથી ચહેરો લટકી ગયો હોય, તેમને વિના સર્જરી ફેસલિફ્ટ કરાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ડર્મલ ફિલર દ્વારા વોલ્યૂમને વધારી દેવામાં આવે છે, જેથી સ્કિન ટાઈટ દેખાય છે. બીજી રીત છે, સ્કિનમાં થ્રેડ નાખીને તેને અંદર જ ટાઈટ કરી દેવી, જેથી ચહેરો લિફ્ટ થઈ જાય છે.

બ્રેસ્ટ કંટુઅર્સ : કેટલીક મહિલાઓ પોતાના સ્તનના આકારથી સંતુષ્ટ નથી હોતી. ઉંમરની સાથે સ્તનનું ઢીલા પડી જવું પણ એક મુખ્ય સમસ્યા છે. બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ અને બ્રેસ્ટ ઓગમેંટેશન દ્વારા તેમને ઈચ્છિત આકાર આપી શકાય છે. બ્રેસ્ટ ઈનહોસમેન્ટમાં સિલિકોન ઈંપ્લાંટ સૌથી વધારે ચલણમાં છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી થતી.

લિપ સર્જરી : આ સર્જરી ૨ કારણોસર કરવામાં આવે છે. એક તો જેમના હોઠ પાતળા હોય છે. તેમના માટે ઈનહોસમેન્ટ સર્જરી કરવામાં આવે છે. તેમાં સર્જરીથી હોઠમાં સ્ટફિંગ કરીને તેના આકારને મોટો કરવામાં આવે છે. બીજું, જેમના હોઠ મોટા અને જાડા હોય છે, તેમના માટે લિપ રિડક્શન સર્જરી કરવામાં આવે છે. સર્જરી ઉપરાંત એક નોન-સર્જિકલ રીત પણ છે જેમાં ફિલર્સથી હોઠના લુકમાં બદલાવ કરવામાં આવે છે.

નોઝ શેપિંગ : કેટલાક લોકોના નાક તેમના ચહેરા પર સૂટ નથી કરતા. સર્જરીથી નાકના આકારમાં બદલાવ લાવવામાં આવે છે જેથી તે તેમના ચહેરા પર શોભે. આ સર્જરી માટે જેાકે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે અને રિકવર થવામાં ઓછામાં ઓછા ૨-૩ અઠવાડિયાનો સમય લાગે છે.

ટેટૂ : આજની છોકરીઓમાં પોતાના લુકને કૂલ અને બોલ્ડ દર્શાવવા માટે ટેટૂ વગેરે બનાવવાનો ક્રેઝ છે. કેટલીક છોકરીઓ પોતાના માતાપિતા અથવા પોતાના પરિવારના કોઈ સદસ્યના નામનું ટેટૂ બનાવડાવતી હોય છે. પોતાના બોયફ્રેન્ડના નામનું ટેટૂ બનાવનારની પણ અછત નથી.

– ગરિમા પંકજ

વધુ વાંચવા કિલક કરો....