સ્ટાઈલિશ ડ્રેસ પહેરીને આકર્ષક દેખાવાની દરેક મહિલાની ઈચ્છા હોય છે, જેથી તે તેની સુંદરતાને વધારે નિખારી શકે, પુરુષને આકર્ષિત કરી શકે છે અને તેની સમવયસ્ક સાહેલી અને પાડોશણની ઈર્ષ્યાપાત્ર બની શકે છે. મહિલા કુદરતની બનાવેલી અનોખી ગિફ્ટ છે અને તેને સુંદર રહેવાનો પૂરો હક છે. તેથી બજારમાં છોકરાના કપડાંમાં એટલી વિવિધતા નથી હોતી જેટલી છોકરીઓના કપડાંમાં હોય છે. મહિલા ઈચ્છે તે પહેરી શકે છે, પણ એ વાતનું પણ ધ્યાન રાખવું જેાઈએ કે કપડાં તે જ પહેરવા જેાઈએ, જેમાં કંફર્ટ અનુભવાય. બજારમાં સ્ટાઈલિશ ડિઝાઈનના કપડાં જેાઈને છોકરીઓ અને મહિલાઓ એવી ખોવાઈ જાય છે કે તેમને એ વાતનું ધ્યાન જ નથી રહેતું કે આ કપડાં તેમના શરીર પર કેવા લાગશે, શું તે કપડાં પહેરીને હકીકતમાં સ્માર્ટ લાગે છે કે શારીરિક કમીને ઉજાગર કરે છે ક્યારેક-ક્યારેક ટીવી અથવા છાપામાં આપણે મોડેલ કે હીરોઈનને એવા કપડાંમાં જેાઈએ છીએ કે તે સુંદર લાગે છે. ક્યારેક-ક્યારેક મોડેલ કે હીરોઈનને પણ યોગ્ય કપડાં પસંદ ન કરવાની સ્થિતિમાં શરમિંદા થવું પડે છે, જેમ કે કેટલાક વર્ષ પહેલાં જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાના કેટવોક સમયે સ્ટ્રેપ તૂટી ગઈ અને બધાની સામે ટોપલેસ થઈ ગઈ.

પ્રશંસા કેવી રીતે મેળવવી : એક વીડિયો કેટલાક દિવસ પહેલાં ખૂબ વાયરલ થયો હતો, જેમાં એક સેલિબ્રિટી મિડીમાં હોસ્ટ કરી રહી છે કે તેની જિપ ખૂલી જાય છે. આ રીતે એક શોમાં મહાનાયક અમિતાભ બચ્ચન સામે એક મહિલાનો ડ્રેસ ફાટી જાય છે અને અમિતાભ શરમના માર્યા મોં ફેરવી લે છે. આ તમામ ઘટના યોગ્ય કપડાં પસંદ ન કરવાથી થાય છે, જેથી બદનામી પણ થાય છે અને યુવતી અથવા મહિલાની મજાક પણ ઊડે છે. ગૌહર ખાનના એક ડ્રેસનો બોટમ રેંપ પર ફાટી ગયો હતો અને ફોટોગ્રાફરને સારો એવો મોકો મળી ગયો. મીડિયા પર્સનાલિટીથી મહિલાઓ એટલી પ્રભાવિત થાય છે કે ગમે તેમ કરીને તેમના જેવા બનવા ઈચ્છે છે, પણ તેમાં સૌથી મોટી ભૂલ એ કરે છે કે તે માત્ર ડ્રેસ જુએ છે, કલાકો જિમમાં પરસેવો પાડીને, ડાયેટિંગ કરી અને સર્જરી પછીનું આકર્ષક ફિગર જેાતી નથી. તે લાખો પૈસા ખર્ચ કરીને તેમના જેવા ડ્રેસ તો ખરીદે છે, પણ તેમના બેડોળ ઉભાર છુપાવી નથી શકતી. તમે ઘણી વાર એવી યુવતીઓ કે મહિલાઓને લગ્ન અથવા પાર્ટીમાં જેાયા હશે, જેા મોંઘા સ્લીવલેસ ગાઉન તો પહેરે છે, પણ અંડરઆર્મ્સ સાફ કરવાનું ભૂલી જાય છે. આ સ્થિતિમાં તેમના બગલના વાળ અને અડધી કાળી અડધી સફેદ બાય તેમની સુંદરતાની નહીં, પણ મૂર્ખતાની નિશાની છે. કેટલીક મહિલાઓ શોર્ટ ડ્રેસ પહેરે છે, પણ તેમની સ્થૂળ જાંઘ, કાળા ઘૂંટણ અને સ્ટ્રેચ માર્ક્સ તેમને હાંસીનું પાત્ર બનાવે છે.

મેચિંગ ફૂટવેર : તમે કપડાં તો સારા પહેર્યા, પરંતુ તેને ભળતાં ફૂટવેર પર ધ્યાન ન આપ્યું તો બધું વેસ્ટ જશે. જગ્યા, સમારંભ અને સમય અનુસાર ફૂટવેર પહેરવા જેાઈએ. તમે કોઈ પરંપરાગત પોશાક જેમ કે સૂટ, સાડી કે લહેંગો પહેરી રાખ્યા છે, તો ચમક-દમક વાળા ફૂટવેર પહેરી શકો છો અને જેા તમારે ઓફિસ જવું હોય તો ક્યારેય રંગબેરંગી કે ભડકાઉં રંગના ફૂટવેર ન પહેરો. તે સમયે તમારે શાલીન રંગના ફૂટવેર પહેરવા જેાઈએ, જે ડ્રેસને મેચિંગ હોય અને જેાનારાની આંખને આકર્ષે.

કપડાંની પસંદગી : કેટલીય વાર સ્થૂળ મહિલાઓ નાભિથી નીચે સાડી પહેરે છે અને તેમના પેટ પર ગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેચ માર્ક્સ સ્પષ્ટ દેખાય છે, જેા તેમની આકર્ષક સાડી અને વ્યક્તિત્વને ફિક્કા પાડે છે. કેટલીક મહિલાઓ મોંઘા કપડાં અને ફેસ પર મેકઅપ તો સારો કરે છે, પણ તેમના નખ અનશેપ્ડ અને નેલપેઈન્ટ કરેલા નથી હોતા. તે જ રીતે કોઈકોઈના ઊંચી એડીના સેન્ડલમાંથી ફાટી ગયેલી એડીઓ દેખાય છે. હેવી સ્તન વાળી મહિલાઓ જ્યારે ડીપ નેક પહેરે છે, ત્યારે થોડા પણ નીચે નમતાં તેમના ઉભાર અને બ્રાના બધાને દર્શન થાય છે. કુદરતે બધાના દેહની બનાવટ તેમજ રંગરૂપ એકબીજાથી અલગ બનાવ્યા છે. તેથી જરૂરી નથી કે જે કલર બીજા પર સારો લાગે તે તમારી પર પણ શોભે. કેટલાક કલર ખાસ હોય છે જે બધા પર સારા નથી લાગતા, જેમ કે સૂરજમુખી પીળો, નારંગી, ગુલાબી વગેરે. કોઈ પણ નવો રંગ ખરીદતા પહેલાં પહેરીને જેાઈ લો કે તમારી પર કેવો લાગે છે, નહીં તો તમારા પૈસા પણ નકામા જશે અને લુક પણ સારો નહીં લાગે. કપડાં ખરીદતી વખતે સૌપ્રથમ એ વાત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કે તે તમારા દેહની રચના અને સાઈઝ પ્રમાણે હોય, જે પહેરવામાં આરામદાયક હોવાની સાથેસાથે તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર લાવે.

ફિટિંગનું ધ્યાન રાખો : કપડાં ખરીદતી વખતે સાઈઝ પર ન જાઓ, પરંતુ કપડાંના ફિટિંગ પર ધ્યાન આપો કે તે પહેરીને તમે કેવા લાગો છો. બોડી ટાઈપ અનુસાર સાઈઝ લેવાથી જરૂરી નથી કે તે તમારી પર શોભે. એવા કપડાં ખરીદો જે શરીરની કમી છુપાવીને સુંદરતાને પ્રોત્સાહન આપે. તમે તેમાં કંફર્ટ અનુભવો. ક્યાંક એવું ન થાય કે ફેશનના ચક્કરમાં તમે અસહજ અનુભવો.

બોગસ મેકઅપ : દિવસે હળવો, રાત્રે ડાર્ક મેકઅપ કરવો જેાઈએ. દિવસની ઈવેન્ટમાં ન સમાન અને પાર્ટીમાં ડાર્ક મેકઅપ ચાલે છે. તમે દરેક ફંક્શનમાં એક સરખા કપડાં નથી પહેરતા, તેથી દરેક ફંક્શનમાં એક સરખો મેકઅપ કરવાનો શું અર્થ? દરેક ફંક્શનમાં લાલ રંગની લિપસ્ટિક લગાવવાથી કામ નહીં ચાલે. કેટલાક ફંક્શનમાં હળવા રંગની લિપસ્ટિકની વધારે અસર થશે. સાથે બદલાતા મેકઅપ ટ્રેન્ડથી પણ અપડેટ રહો.

ચમકતા નખ : હંમેશાં નખ ચોખ્ખા રાખો. યોગ્ય શેપ આપીને નેલપેઈન્ટ લગાવો. ઘણી વાર લોકોની નજર નખ પર જાય છે. જેા નખ ગંદા દેખાય, તૂટેલા હોય તો તમને પણ સારું નહીં લાગે. તેથી સુંદરતા વધારવા નખને નજરઅંદાજ ક્યારેય ન કરો. જેા તમે નોકરિયાત મહિલા છો, તો હળવા રંગની નેલપોલિશ લગાવો અને ડાર્ક રંગની નેલ પોલિશ રજાના દિવસે લગાવો.

સુંગધિત રહો : કેટલીય મહિલાઓને પરેસેવો વધારે આવતો હોય છે. ખાસ અંડરઆર્મ્સમાં. તેથી દુર્ગંધ આવવા લાગે છે. લોકો દુર્ગંધથી દૂર ભાગે, તેનાથી સારું છે કે તમે સારા ડિયોડ્રેન્ટનો ઉપયોગ કરો. સમયસર તેને બદલતા રહો, કારણ કે જીવનમાં આવતા અલગઅલગ ઉતારચઢાવમાં દુર્ગંધ વધતી રહે છે.

હેરકલર : વાળ એ મહિલાઓનું ઘરેણું છે. જેા વાળ સાથે સારા પ્રયોગ કરવામાં આવે, તો સુંદરતામાં નિખાર આવે છે, પરંતુ આ પ્રયોગની વિપરીત અસર થાય તો સુંદરતા કદરૂપતામાં ફેરવાઈ જાય છે. તેથી વાળમાં સારો કલર કરવો અને સારા હેરકટ તમને આકર્ષક લુક આપશે. વાળથી તમે નવાનવા લુક અપનાવી શકો છો. જેાકે વાળ પર કલર કરીને તેની દેખરેખ કરવી થોડો કિંમતી સોદો છે, તેથી તમે વાળના કેટલાક ભાગને હાઈલાઈટ કરીને પણ નવો લુક મેળવી શકો છો. બિલકુલ સાચી વાત છે કે સારા કપડાં, મેચિંગ ફૂટવેર અને મેકઅપથી તમે સારા દેખાશો, પરંતુ હાસ્ય વિના બધું અધૂરું છે. તેથી હંમેશાં કોઈને મળતા કે વાત કરતા સ્મિત કરો. લોકો સાથે વાત કરતી વખતે ખુશમિજાજ અને ચીયર ફુલ રહો, જેથી તે આકર્ષાય. જેા તમે દુખી રહેશો તો લોકો તમારાથી દૂર ભાગવા લાગશે. સ્માર્ટનેસની પરિભાષા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તમારા કાર્ય, ચાલઢાલમાં આત્મવિશ્વાસ ન દેખાય. ગમતા કપડાં પહેરવામાં કંઈ ખોટું નથી, પણ આપણને ગમતાં કપડાં આપણા મન અને જીવન બંને પર અસર કરે છે. ગમતા કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે. જેની આપણી વિચારસરણી અને કામ પર સકારાત્મક અસર થાય છે. કોઈ પણ પોશાકથી જાણી શકાય છે કે તે પહેરનાર વ્યક્તિ કેટલી લાગણીશીલ, કેટલી પ્રાઉડી કે નકામી છે અથવા આત્મવિશ્વાસુ, તેથી સાવચેતીથી ફિગર ધ્યાનમાં રાખીને કપડાં પસંદ કરો.

– સપના માંગલિક

વધુ વાંચવા કિલક કરો....