આજના દોડધામભર્યા જીવનમાં મહિલાઓ એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેમની પાસે પોતાના માટે પણ સમય નથી. પરિણામે તેમની ફિટનેસ પર અસર થાય છે. જ્યારે સ્વસ્થ શરીરથી વધારે કિંમતી જીવનમાં કંઈ નથી. બદલાતી જીવનશૈલીમાં ફિટનેસનું મહત્ત્વ આજકાલની જીવનશૈલીમાં મોટાભાગના કામ મશીનથી થાય છે. તેથી શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ છે. ખાસ તો જેમનું કામ આખો દિવસ બેસવાનું હોય છે તેમણે સ્વાસ્થ્યની સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. સ્થૂળતા, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય સંબંધિત બીમારી સામાન્ય વાત છે. નિયમિત વર્કઆઉટ કરતા રહો, તમારી ખાણીપીણીનું ધ્યાન રાખો અને તાણથી દૂર રહો, તો લાંબા સમય સુધી સ્વયંને તંદુરસ્ત અને એક્ટિવ રાખી શકશો. ખાણીપીણીમાં ફેરફાર સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ડાયેટિશિયન નિધિ ધવન જણાવે છે કે દોડધામભર્યા આ જીવનમાં ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ ઝટપટ પેટ ભરવાના સૌથી જાણીતા વિકલ્પ બન્યા છે. તેનાથી પેટ તો ભરાય છે, પરંતુ પોષણ ન સમાન મળે છે. તેમાં કેલરી વધારે પ્રમાણમાં હોય છે, જેા સ્થૂળતા વધારવાનું સૌથી મુખ્ય કારણ બને છે. જેા તમે વ્યસ્તતાને લીધે જમવાનું છોડી દેશો તો રાત્રે વધારે ખાશો. તેથી મેટાબોલિઝમમાં ગરબડ થઈ જાય છે. ૩-૪ કલાકના અંતરે કંઈ ને કંઈ ખાતા રહો. તેથી લોહીમાં શુગરનું પ્રમાણ અસર નહીં કરે, જેની તમારા મગજ અને ઉત્પાદકતા પર નકારાત્મક અસર થાય છે. ઉપરાંત બહારના ખોરાકથી દૂર રહો. તેમાં સોડિયમ શુગર અને ચરબીનું પ્રમાણ વધારે હોય છે. હંમેશાં ઘરના ભોજનને પ્રાથમિકતા આપો. નિયમિત ભોજનમાં જ થોડું પરિવર્તન લાવીને તમે ફિટનેસ જાળવી શકો છો :

  • તમારા ડાયટમાં ફણગાવેલા અનાજ, દાળ, શાક, દૂધ અને દૂધમાંથી બનેલી ચીજવસ્તુ, ફળ અને સૂકા મેવા વગેરે સામેલ કરો.
  • ખાવાની સામાન્ય વસ્તુમાં થોડાક પ્રયત્નોથી પૌષ્ટિકતાનું પ્રમાણ વધારી શકાય છે. ઉદાહરણ, દલિયામાં દાળ અને શાક નાખીને બનાવો. પૌંઆમાં મગફળી, ચણાની દાળ, બીંસ, ગાજર, ફ્લાવર વગેરે નાખીને પૌષ્ટિકતા વધારી શકાય છે. ફણગાવેલા અનાજમાં કાકડી, ટામેટાં, વટાણા ગાજર વગેરે નાખીને ખાઓ.
  • પરોઠામાં સ્ટફિંગ કરીને ખાઓ. ક્યારેક પનીર, ક્યારેક દાળ, ભાજી વગેરે ભરો. તેનાથી ઓછી મહેનતમાં દરેક પ્રકારના પોષકતત્ત્વો શરીરને મળશે.
  • મોટાભાગે ભોજન માઈક્રોવેવમાં જ બનાવો. તેમાં ઓઈલ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે અને પોષકતત્ત્વો પણ નષ્ટ નથી થતા.
  • ભોજનને ક્યારેય ડીપ ફ્રાય ન કરો. ફ્રાઈપેન કે અન્ય નોનસ્ટિક વાસણનો ઉપયોગ વધારે કરો. તેમાં તેલ ઓછું વપરાશે.
  • હંમેશાં શાકના મોટામોટા પીસ સમારો. સમારતા પહેલાં વ્યવસ્થિત ધુઓ.
  • કાકડી, ટામેટાં વગેરે સેલડની વસ્તુ જમતા પહેલાં ખાઓ. તે ભૂખને નિયંત્રિત કરશે અને તમને મજબૂત બનાવશે.
  • ભાત બનાવતી વખતે ક્યારેય પણ ઓસામણ ન કાઢો.
  • વચ્ચેવચ્ચે આમળાં, ગોળ, ખજૂર ખાતા રહો. તેમાં આયર્ન અને અન્ય પોષકતત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
  • સ્નેક્સ માટે ચિપ્સ, બિસ્કિટ વગેરે ખાવાને બદલે મમરા, ચણા વગેરે ખાઓ. કેવી રીતે સ્વયંને મજબૂત રાખશો સ્વયંને મજબૂત બનાવી રાખવા માટે ટિપ્સ :
  • પૌષ્ટિક ભોજન ખાઓ. પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ લો. ચરબીનું પ્રમાણ ઓછું લો. બધાં ફળ અને સેલડનું પૂરતું સેવન કરો. પાણી પુષ્કળ પીઓ.
  • કબજિયાત ન થાય તે માટે ઘઉં, ચણા, સોયાબીન અને જવ મિશ્રિત લોટની રોટલી ખાઓ.

    દિવસની શરૂઆત ૧ ગ્લાસ નવશેકા પાણીથી કરો. શ્ર લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.

  • ઓફિસ કે ઘરમાં આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી ન રહો. વચ્ચેવચ્ચે થોડી વારનો બ્રેક લો. ટહેલતા રહો કે સીડી ચઢઊતર કરો.
  • વીડિયો ગેમ રમવા કે ટીવી જેાવાને બદલે આઉટડોર ગેમ રમો.
  • અઠવાડિયામાં ૫ દિવસ અડધો કલાક ટહેલો અથવા એક્સર્સાઈઝ કરો.
  • સવારે ઊઠીને ભૂખ્યા ન રહો. રાત્રે ઊંઘવાના કમ સે કમ ૨ કલાક પહેલાં ડિનર કરો.
  • ક્યારેય ડાયેટિંગ ન કરો, કારણ કે તેનાથી ઊર્જાનું પ્રમાણ ઘટી જાય છે અને તમે ઊર્જા મેળવવા માટે સમજ્યાવિચાર્યા વિના કેલરીવાળી વસ્તુ ખાવા લાગો છો.

– ગરિમા.

વધુ વાંચવા કિલક કરો....