સામગ્રી આઈસિંગની :
- ૧ કપ ક્રીમ
- ૨ કપ ચોકલેટ ટુકડામાં સમારેલી
- ૧ નાની ચમચી લિક્વિડ ગ્લુકોઝ.
રીત :
એક પેનમાં ક્રીમને ગરમ કરી તેમાં ગ્લુકોઝ નાખો. પછી ચોકલેટ નાખીને ત્યાં સુધી ફીણો જ્યાં સુધી કે તે સોસની જેમ સ્મૂધ ન થાય.
ચાસણી બનાવવાની સામગ્રી :
- ૧/૨ કપ પાણી
- ૨-૩ ચમચી વેનિલા એસેંસ
- ૧ મોટી ચમચી બૂરું ખાંડ
- ખાંડમાં પાણી નાખીને એક બાજુ મૂકો.
અન્ય સામગ્રી :
- ૧ ચોકલેટ કેક
- થોડી વાઈટ ચોકલેટ.
કેવી રીતે બનાવશો ચોકલેટ ટ્રફલ કેક :
ચોકલેટ કેકને ૨ સમાન પ્રમાણમાં કાપીને ચાસણીમાં ડિપ કરો. પછી એક પ્લેટમાં કેકનો એક ટુકડો મૂકીને તેની પર ટ્રફલ આઈસિંગ ફેલાવો. બાકીના કેકના ટુકડા સાથે પણ આ પ્રક્રિયા કરો. કેકના ઉપરના ભાગ અને કિનારીને ટ્રફલ આઈસિંગથી કવર કરો અને ઠંડું કરવા માટે ફ્રિજમાં મૂકો. ગાર્નિશ રેડી કરવા માટે એક પેનમાં વાઈટ ચોકલેટ ઓગાળો. હવે એક પ્લેટમાં બટર પેપર લગાવીને તેની પર ઓગાળેલી ચોકલેટ ફેલાવીને સેટ થવા માટે ફ્રિજમાં મૂકો. ઈચ્છાનુસાર કાપીને ટ્રફલ કેક પર સજાવો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ