સામગ્રી :

  • ૨૦૦ ગ્રામ મેંદો
  • ૨ મોટી ચમચી કોકો પાઉડર
  • ૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
  • ૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
  • ૧૦૦ ગ્રામ માખણ
  • ૧૭૦ ગ્રામ કેસ્ટર શુગર
  • ૧/૨ કપ દહીં
  • ૧ બાઉલમાં ૧ કપ દૂધ, ૧ નાની ચમચી સરકો ને કેટલાક ટીપાં રેડ જેલના
  • ૧ નાની ચમચી વેનિલા એસેંસ
  • મીઠું સ્વાદ મુજબ.

ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગની સામગ્રી :

  • ૨૦૦ ગ્રામ ફીણેલી ક્રીમ
  • ૨૦૦ ગ્રામ ક્રીમ ચીઝ
  • ૧૦૦ ગ્રામ આઈસિંગ શુગર.

રીત :
એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને વ્યવસ્થિત મિક્સ કરીને એક બાજુ મૂકો. પછી માખણ અને ખાંડને વ્યવસ્થિત ફીણો. હવે દહીં, દૂધવાળું મિશ્રણ અને વેનિલા એસેંસને ધીરેધીરે ફીણો. તેમાં સૂકી સામગ્રી પણ નાખો. કેકના સંચા પર ચીકાશ લગાવીને તેમાં મિશ્રણ ભરીને ૧૬૦ ડિગ્રા સેલ્શિયસ પર પહેલાંથી ગરમ ઓવનમાં ૨૫-૩૦ મિનિટ સુધી બેક કરો.

ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ રીત :
ચીઝ ક્રીમને નરમ પડવા સુધી ફીણો. પછી તેમાં આઈસિંગ શુગર અને ક્રીમ નાખીને ફીણીને મિક્સ કરો. પછી તૈયાર મિશ્રણને પાઈપિંગ બેગમાં ભરીને બેક કેકને સજાવો.

વધુ વાંચવા કિલક કરો....