સામગ્રી :

  •  ૪ ઈંડાં ચોકલેટ કેક બનાવવા માટે
  •  ૧૦૦ ગ્રામ ફીણેલી ક્રીમ.

ચાસણી બનાવવાની સામગ્રી :

  •  ૧/૨ કપ પાણી
  •  ૧/૨ નાની ચમચી ખાંડ.

ટ્રફલ આઈસિંગની સામગ્રી :

  •  ૨૦૦ ગ્રામ ક્રીમ
  •  ૨૫૦ ગ્રામ ડાર્ક કુકિંગ ચોકલેટના ટુકડા
  •  ૧/૨ નાની ચમચી કોફી પાઉડર.

ટ્રફલની રીત :
ક્રીમને ધીમા ગેસ પર ગરમ કરો. ધ્યાન રાખો કે તેનો ઉભાર ન આવે. પછી તેમાં કુકિંગ ચોકલેટ અને કોફી વ્યવસ્થિત મિક્સ કરીને એક સાઈડ રાખો.

મોકા લેરની રીત :
૧/૨ કપ ટ્રફલ મિક્સરને ક્રીમ સાથે વ્યવસ્થિત મિક્સ કરીને ફ્રિજમાં રાખો અને બાકીના ટ્રફલ મિક્સરને બહાર જ રાખો. ચોકલેટ સ્પંજ કેકને ૩ સમાન પ્રમાણમાં કાપો. પછી બોટમ લેયરને ચાસણીમાં ડિપ કરીને આરામથી કેક બોર્ડ પર મૂકો. બોર્ડ પર મૂકીને તેની પર થોડીક ચોકલેટ અને ક્રીમ નાખો. હવે કેકના સેકન્ડ લેયરને ચાસણીમાં ડિપ કરીને તેની પર ચોકલેટ ક્રીમ મિશ્રણ રેડો. પછી છેલ્લા લેયરને ચાસણીમાં ડિપ કરી સૌથી ઉપર મૂકો. તેની પર ચોકલેટ અને ક્રીમ મિશ્રણ રેડો. તેને ૧૦ મિનિટ ફ્રિજમાં રાખો. કાઢીને ટ્રફલ મિશ્રણથી સજાવો.

વધુ વાંચવા કિલક કરો....