જ્વેલરી વગર દુલ્હનનો શૃંગાર અધૂરો છે. ભાવિ દુલ્હન અત્યારથી જ્વેલરી શોપિંગનો પ્લાન બનાવતી હશે. આ વખતે બ્રાઈડલ જ્વેલરી ખરીદતા પહેલાં આ અનોખી જ્વેલરી વિશે જણો :

નિઝામી ઝુંમર : નિઝામી ઝુંમર નવાબોના ખાનદાનમાં શોખથી પહેરાતી જ્વેલરી છે, જે માંગટીકાની જેમ માથાના ખૂણામાં પહેરાય છે. તાજેતરમાં ઝુંમરની અનેક ડિઝાઈન ટ્રેન્ડમાં છે, પરંતુ નિઝામી આકર્ષક ડિઝાઈન છે, જેનું બારીક કામ જેાઈને કોઈ પણ દુલ્હન તેની પર ફિદા થઈ જાય છે. નવાબી લુક તેના શૃંગારને આકર્ષક બનાવે છે.

બીડ જ્વેલરી : જેા તમે ટ્રેડિશનલ લુકથી બોર થઈ ગયા છો અને લગ્નમાં મોડર્ન લુક ઈચ્છો છો, તો તમે બીડ જ્વેલરી પહેરો. તેમાં સોનાનું પેન્ડલ લગાવીને મોડર્ન લુક સાથે આપવામાં આવે છે. તે પહેરીને તમને ઈંડોવેસ્ટર્ન લુક મળશે.

ગઢવાલી નથ : ભારતમાં ગઢવાલી મહિલાઓની સુંદરતાની ચર્ચા હંમેશાં રહે છે. પરંપરાગત નથ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે, જેની સુંદરતા સામે બધું ફિક્કું પડી જાય છે. આજકાલ ગઢવાલી મહિલાઓ સિવાય આ નથ દેશના અન્ય સ્થળે પણ મહિલાઓ પહેરે છે. જેા દુલ્હન ફેસને એક નવી જ્વેલરીથી સજાવવા ઈચ્છે છે, તો ગઢવાલી નથ તેમના માટે બેસ્ટ જ્વેલરી છે.

વધુ વાંચવા કિલક કરો....