આમ તો સાડી ડ્રેપ કરવી એક કલા છે, પરંતુ જેા તેની સાથે જેાડાયેલી જરૂરી વાત અને ટ્રિક્સ અપનાવી લો, તો આ કામ સરળ થઈ જાય છે. મુંબઈના ફેમસ સેલિબ્રિટી સાડી ડ્રેપર ડોલી જૈન કેટલાક સરળ ઉપાયથી સાડી ડ્રેપિંગની કલાનો પરિચય કરાવી રહ્યા છે :

  • ડોલી જણાવે છે કે ૩ સ્ટેપમાં સાડી પહેરવામાં આવે છે – સૌપ્રથમ સાડીને બેઝિક ટક કરો. પછી સાડીનો પાલવ બનાવોે. ધ્યાન રાખો કે સાડીનો પાલવ જેટલો લાંબો રાખશો, તમે તેટલા જ લાંબા દેખાશો. ખભા પર પાલવ સેટ કરીને તેને કમર સુધી લાવો અને પછી કમર પર પાટલી વાળીને ટક કરો. આ રીતે તમે પરફેક્ટ સાડી ડ્રેપ કરી શકો છો.
  • જેા તમારે વહેલી સવારે સાડી પહેરીને જવાનું હોય તો રાત્રે જ સાડીનો પાલવ સેટ કરી પિનઅપ કરી દો અને હેંગરમાં લગાવીને મૂકી દો. તેથી સાડી પહેરતી વખતે તમારો અડધો સમય બચી જાય.
  • સિલ્કની સાડી પહેરતા બ્રોડ પાટલી બનાવવી જેાઈએ. જેા તમે નેરો પાટલી બનાવશો, તો તમારું પેટ ફૂલેલું લાગશે, જે તમારો લુક બગાડી દે છે.
  • સ્થૂળ મહિલાઓએ નેટની સાડી ન પહેરવી જેાઈએ. નેટની સાડી શરીરના સંપૂર્ણ શેપને કવર કરી લે છે, જેથી તમે સ્થૂળ દેખાશો.
  • રીતરિવાજ દરમિયાન ગુજરાતી સ્ટાઈલની સાડી તમારા માટે ખૂબ જ કંફર્ટેબલ રહે છે. આ સ્ટાઈલમાં સાડીનો પાલવ આગળ રહે છે, જેથી તમે તેને સંભાળી શકો છો.
  • સાડી સાથે કમરબંધ પહેરવાનો રિવાજ ખૂબ જૂનો છે, પરંતુ આજકાલ સાડી પર લેધર બેલ્ટ અને રાજસ્થાની તાગડી પહેરવાનો ટ્રેન્ડ છે. ડોલી જણાવે છે કે તાગડી એક પ્રકારનો કમરબંધ હોય છે, જેા કમરની એક સાઈડ પર પહેરવામાં આવે છે. ઉપરાંત સાડી સાથે ચાવીનો ગુચ્છો, બ્રોચ અને ડાયમંડ ચેન પણ ખૂબ સુંદર દેખાય છે. સાડી પહેરતા પહેલાં ધ્યાન રાખો આજકાલ યુવતીઓ સાડી સાથે ડિઝાઈનર બ્લાઉઝ પહેરે છે, જેની કિંમત લગભગ સાડી જેટલી જ હોય છે. ડોલીના મત અનુસાર આ મોંઘા બ્લાઉઝનું ધ્યાન રાખવા માટે બ્લાઉઝ પહેરતા પહેલાં અંડરઆર્મ્સ પેડ લગાવવા જેાઈએ. આ પેડ્સ પરસેવો શોષવામાં મદદ કરે છે અને બ્લાઉઝને હલવા નથી દેતા. આ રીતે તમે કંફર્ટેબલ પણ રહેશો અને પરસેવાથી તમારો બ્લાઉઝ પણ ખરાબ નહીં થાય.

– તોષિની

મરમેડ સ્ટાઈલ સાડી ડ્રેપિંગ :

  • ડોલીના મત અનુસાર તાજેતરમાં મરમેડ સ્ટાઈલનો ટ્રેન્ડ વધારે છે. તે એટલે પણ છે, કારણ કે આ સ્ટાઈલ સાડી પહેરવાની પરંપરાગત સ્ટાઈલમાં આધુનિકતાનું મિશ્રણ છે. લગ્નની પાર્ટીમાં મહિલાઓ આ સ્ટાઈલ કેરી કરી શકે છે. આ સ્ટાઈલને ફોલો કરવાના સ્ટેપ નીચે મુજબ છે :
  • સાડીના એક ભાગને ટક કરીને એક ફુલ રાઉન્ડ રેપ કરો.
  • ધ્યાન રાખો કે સાડી ફ્લોરથી લગભગ ૧ ઈંચ ઉપર રહે.
  • હવે સાડીના બીજા છેડેથી પાલવની પ્લેટ બનાવો.
  • પાલવ પ્લેટને પાછળથી આગળની તરફ લાવતા જમણા ખભા પર રાખો.
  • પાલવનો છેડો ફ્લોરથી લગભગ ૫ ઈંચ ઉપર રહેવો જેાઈએ.
  • સાડીના અન્ય ભાગને હવે ટક કરી લો.
  • પ્લેટનો એક બાજુનો છેડો પકડીને કમરની પાછળથી ફેરવતા આગળ લાવો અને કમરથી નીચે પિન કરો. પિન કરેલો છેડો પાલવની નીચે રાખો.
  • આ સ્ટાઈલ માટે કોંટ્રાસ્ટ કલરના પાલવવાળી સાડી પસંદ કરો.
વધુ વાંચવા કિલક કરો....