લગ્નના દિવસે છોકરી સંબંધની એક નવી ગાંઠ પોતાના જીવનસાથી સાથે બાંધીને વર્ષોની યાત્રા પર નીકળી પડે છે. આ જ એ દિવસ હોય છે જ્યારે વધૂ સૌથી વધારે સુંદર અને સૌથી ખાસ દેખાવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે લગ્નમાં બધું જ બિલકુલ વ્યવસ્થિત અને આકર્ષક હોવું જેાઈએ. લગ્નના દિવસે બધાથી અલગ દેખાવા માટે વધૂએ કેટલીય વાતનું ધ્યાન રાખવું પડે છે. હેર સ્ટાઈલથી લઈને મેકઅપ અને લગ્નનો લહેંગો પસંદ કરવા જેવા મુશ્કેલ કામ તેણે કરવા પડે છે, જેના માટે યુવતીઓ હજારો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે. લગ્નનાં કપડાંમાં પાડેલા ફોટા તેના માટે જીવનભરની મૂડી જેવા હોય છે, જેને જેાઈને તે મનોમન આજીવન ખુશ થતી હોય છે. પરંતુ બ્રાઈડલ વેરની પસંદગી કરતી વખતે કેટલીક યુવતીઓ એ વાતને નથી સમજી શકતી કે કયા રંગ, ડિઝાઈન અને પેટર્નના બ્રાઈડલ વેર ખરીદવા. મુંબઈની ડ્રેસ ડિઝાઈનર ઉન્નતિ ગાંધી જણાવે છે કે લગ્નનો દિવસ નવવધૂ માટે ખૂબ ખાસ હોય છે. તેથી માત્ર એ જ વાત જરૂરી બની જાય છે કે તે કેવી દેખાવા ઈચ્છે છે, પરંતુ સાથે એ વાત પણ જરૂરી છે કે તેણે પોતાના બ્રાઈડલ વેરનો રંગ અને તેની ડિઝાઈન પોતાના બોડી શેપ પ્રમાણે પસંદ કરવા જેાઈએ. મુંબઈની ડ્રેસ ડિઝાઈનર નાચિકેત બર્વેનું માનવું છે કે બ્રાઈડનો પહેરવેશ એવો હોવો જેાઈએ, જેનો તે લગ્ન પછી પણ ઉપયોગ કરી શકે. ઘણી વાર યુવતીઓ પોતાના લગ્નનો ડ્રેસ એવો ખરીદે છે, જેને લગ્ન પછી તે નથી પહેરી શકતી. તેથી નવવધૂએ કસ્ટમાઈઝ લહેંગા વિશે પણ વિચારવું જેાઈએ, જેમ કે તેને મિક્સ અને મેચ કરીને બનાવ્યો હોય. ડિઝાઈનર નૈના જૈનનું કહેવું છે કે નવવધૂએ હંમેશાં પોતાના કંફર્ટ વિશે વિચારવું જેાઈએ. ઘણી વાર યુવતીઓ ભારે લહેંગા લેતી હોય છે, જેને લાંબા સમય સુધી પહેરીને તે થાકતી હોય છે. તેથી ધ્યાન રાખો કે લગ્નનો લહેંગો વજનદાર ન હોવો જેાઈએ.

હાઈટ ઓછી હોય તો શોભશે આ પ્રકારનો લહેંગો : ઉન્નતિ ગાંધી જણાવે છે કે યુવતીઓએ પોતાની હાઈટ અનુસાર બનેલા બ્લાઉઝ પહેરવા જેાઈએ. નાની હાઈટ ધરાવતી યુવતીઓએ લાંબા જેકેટ પહેરવાથી દૂર રહેવું જેાઈએ, કારણ કે લાંબા જેકેટ પહેરવાથી તેમની હાઈટ વધારે નાની દેખાય છે. નાચિકેત જણાવે છે કે નાની હાઈટ હોય તો એવા લહેંગા પસંદ કરવા જેાઈએ, જેમાં બ્રોડ બોર્ડર્સ ન હોય. ઉપરાંત એ વાતનું પણ ધ્યાન રાખવું કે લહેંગા પર હેવી એમ્બ્રોઈડરી પણ ન હોય.

લહેંગા માટે રંગની પસંદગી : જ્યારે પણ લગ્નના લહેંગાની વાત આવે છે, ત્યારે મનમાં માત્ર લાલ રંગ જ આવતો હોય છે, પરંતુ લાલ અને લીલા જેવા ટિપિકલ રંગ ઉપરાંત કેટલાક એવા રંગ પણ છે, જે નવવધૂ પર ખૂબ શોભી ઊઠે છે. ઉન્નતિ જણાવે છે કે નવવધૂએ પોતાના લહેંગાના રંગ સાથે એક્સપેરિમેન્ટ કરવા જેાઈએ. સામાન્ય રંગ જેમ કે લાલ અને લીલાને છોડીને પિંક, સ્કાય બ્લૂ તથા એક્વા બ્લૂ રંગ પણ પસંદ કરવો જેાઈએ. ભારતીય સ્કિનટોન પર આમ તો દરેક રંગ શોભે છે, પરંતુ નાચિકેતની સલાહ છે કે નવવધૂએ એવા નિયોન રંગથી દૂર રહેવું જેાઈએ, જેા ખૂબ જ ભડકીલા હોય. આવા રંગ પહેરવાથી તમારો સ્કિનટોન ફિક્કો દેખાય છે. નૈના જૈનના જણાવ્યા અનુસાર નવવધૂએ પોતાના સ્કિન કલર અનુસાર ડ્રેસના રંગને પસંદ કરવો જેાઈએ. ગોરા રંગ પર પેસ્ટલ કલર્સ અને ઘઉંવર્ણ રંગ પર વાદળી, રાણી, ગાજર જેવા મીડિયમ ટોનના રંગ સારા લાગે છે, જ્યારે શ્યામ રંગ પર લાલ મજેન્ટા અને લાઈટ બ્લૂ કલર શોભી ઊઠે છે.

બોડી શેપને જાણી લેવો જરૂરી : ઉન્નતિના જણાવ્યા અનુસાર જેા તમે હેવી લોઅર બોડી ટાઈપના છો, તો તમારી પર ઘેરદાર લહેંગો શોભશે. આ પ્રકારના લહેંગાથી તમારી લોઅર બોડીને શેપ મળશે અને જેા તમે અપર બોડી ટાઈપના હોય તો તમારે ફશ કટ લહેંગો પહેરવો જેાઈએ, જે તમારા શરીરની સુંદરતાને વધારે ઉભારશે. આજકાલ તો ભારતીય લગ્નોમાં પણ વેસ્ટર્ર્ન લુકને પસંદ કરવામાં આવે છે. લગ્નના કેટલાક સમારંભમાં છોકરીઓ ચણિયાચોળીને બદલે ગાઉન પહેરવાનું પસંદ કરે છે. હવે તો નાના શહેરમાં પણ આ ટ્રેન્ડ બની ગયો છે. નાચિકેતનું માનવું છે કે નવવધૂએ પોતાના માટે ગાઉન પસંદ કરતા પહેલાં પોતાના બોડી શેપ અને હાઈટ પર ધ્યાન આપવું જેાઈએ. જેા ગાઉન બોડી શેપ અનુસાર ન હોય તો તે તમારા લુકને બગાડી શકે છે

ટ્રેન્ડમાં છે ગાઉનની આ સ્ટાઈલ : હવે ભારતીય લગ્નોમાં પણ વેસ્ટર્ન લુકને પસંદ કરવામાં આવી રહ્યો છે. માત્ર મોટા શહેરમાં જ નહીં, હવે તો નાના શહેરમાં પણ આ ટ્રેન્ડ વધારે પ્રચલિત થયો છે. આજકાલ તો ઘણા પ્રકારના ગાઉન ચલણમાં છે, જેમાં ડ્રેપ ગાઉન સૌથી વધારે પ્રચલિત છે. આ ઈવનિંગ ગાઉનમાં ૨ પ્રકારના ડ્રેપ જેાઈ શકાય છે. એક સાઈડ ડ્રેપ છે અને જે ફ્રંટ ડ્રેપ. આ ઉપરાંત સાડી ડ્રેપ ગાઉનને પણ યુવતીઓ વધારે પસંદ કરી રહી છે. તેમાં સાડીને ગાઉનની જેમ પહેરવામાં આવે છે. આવા જ ઘેરવાળા ગાઉનમાં સિંડ્રોલા ગાઉન ખૂબ ફેમસ છે, સાથે સ્ટ્રેટ ગાઉન અને કટ આઉટ ગાઉનનું ચલણ પણ ખૂબ વધારે જેાવા મળે છે. કટ આઉટ ગાઉન એવા લોકો માટે છે, જેમની બોડી પરફેક્ટ ટોન શેપમાં હોય છે.

કેવી રીતે કરશો ઈન્ડોવેસ્ટર્ન ડ્રેસની પસંદગી : ડિઝાઈનર ઉન્નતિ ગાંધી જણાવે છે કે જેા નવવધૂ પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરવાની ઈચ્છા ધરાવતી હોય તો તેના સ્ટાઈલ અને લુક વધારે દીપી ઊઠે છે. ઈન્ડોવેસ્ટર્ન પણ એક એવો જ ટ્રેન્ડ છે, જેમાં ટ્રેડિશનલ અને મોડર્ન ટેસ્ટનો સાથે ઉપયોગ કરવામાં આવે છે. નવવધૂ પોતાના લગ્નના કોઈ ફંક્શનમાં ઈન્ડોવેસ્ટર્ન સ્ટાઈલની ધોતી અને તેની સાથે પૈપ્લમ ટોપ અથવા જેકેટ પહેરી શકે છે. હાલના દિવસોમાં ફ્લેપ ધોતી અને સલવાર ધોતીનું ચલણ છે, જેની સાથે ફેશનેબલ ટોપ ખૂબ શોભે છે. જે યુવતીઓની હાઈટ સારી હોય છે. તે રોયલ લુકના પ્લાઝો સાથે ક્રોપ ટોપ અને ફ્લોર લેંથ જેકેટ પહેરી શકે છે. તેની સાથે તાજેતરના દિવસોમાં વનશોલ્ડર ડ્રેસને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે, જેનો લુક બિલકુલ કફતાન જેવો હોય છે.

જેાડની ડિઝાઈન સાથે કરો એક્સપેરિમેન્ટ : જરૂરી નથી કે ચણિયાચોળીને એક જ સ્ટાઈલમાં પહેરવામાં આવે. તેને એ રીતે પહેરવા જેાઈએ કે તેનો લુક બદલાઈ જાય. નવવધૂ પોતાનો દુપટ્ટો અલગઅલગ રીતે ડ્રેપ કરી શકે છે, જેથી તેને ગાઉનનો લુક મળી શકે છે. આ જ પ્રમાણે જરૂરી નથી કે સાડીને એક જ રીતેે પહેરવામાં આવે, સાડીને અલગ રીતે બાંધીને તેને બિલકુલ એક અલગ લુક પણ આપી શકો છો. કોઈ ફંક્શનમાં ધોતી સાડી પણ પહેરી શકો છો. નાચિકેતનું માનવું છે કે નવવધૂએ હંમેશાં એવા લહેંગા લેવા જેાઈએ, જેને તે બીજા કપડાં સાથે મેચ કરીને પહેરી શકે, જેમ કે લગ્નની જેાડના બ્લાઉઝ સાથે સાડી અને લહેંગા સાથે જેકેટ બ્લાઉઝ, જ્યારે જેાડના દુપટ્ટા સાથે પ્લેન સલવારકમીઝ પણ પહેરી શકાય છે. તદુપરાંત ડ્રેસને બોલ્ડ અને બ્યૂટિફુલ લુક આપવા માટે ચોલી સાથે એક્સપેરિમેન્ટ કરી શકાય છે. નાચિકેતના જણાવ્યા અનુસાર વન સોલ્ડર, બેકલેસ બ્લાઉઝ, સ્લૈશ લૈગ્સ, ઓફશોલ્ડર ચોલી જેવી ડિઝાઈનનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ નવવધૂએ માત્ર એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ સ્ટાઈલ તેના બોડી શેપ પર આકર્ષક લાગે છે કે નહીં.

– તોષિની રાઠોડ

વધુ વાંચવા કિલક કરો....