– સોમા ઘોષ

બાળપણથી માઈકલ જેક્સનના વીડિયોમાં તેના મૂવ્સ જેાઈને ડાન્સ શીખીને મોટા થયેલા કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસૂઝા બેંગલુરુના છે. તેમણે ડાન્સ માટે કોઈ ટ્રેનિંગ નથી લીધી, કારણ કે તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી. પછી તેમણે ડાન્સ ક્લાસ શરૂ કર્યા અને લોકોને ડાન્સ શિખવાડવા લાગ્યા. રેમો ડિસૂઝા સૌપ્રથમ ફિલ્મ ‘રંગીલા’ માં એક ડાન્સર તરીકે દેખાયા હતા. તે સમયે તેમના ડાન્સની પ્રશંસા થઈ હતી અને કોરિયોગ્રાફર અહમદ ખાનને આસિસ્ટ કરવા લાગ્યા. એક વર્ષ પછી જ તેમણે સોનુ નિગમના વીડિયો આલ્બમ માટે કોરિયોગ્રાફી કરી અને આ રીતે તે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવામાં સફળ રહ્યા. ત્યાર પછી તેમણે કેટલીય ફિલ્મમાં કોરિયોગ્રાફી અને ડાયરેક્શન કર્યું, જેા બોક્સ ઓફિસ પર ચાલી. રૂપેરી પડદા સિવાય રેમો ડિસૂઝાએ નાના પડદા પર જજ બનીને ઘણું કામ કર્યું છે. તે સૌપ્રથમ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના જજ બન્યા. હમણાં તે સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ ૪’ માં સુપર જજની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રસ્તુત છે, રેમો ડિસૂઝા સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશ :

તમને ડાન્સની પ્રેરણા કેવી રીતે અને ક્યાંથી મળી?
આ બધું અચાનક થયું હતું. હું તે સમયે ૧૫ વર્ષનો હતો અને મેં માઈકલ જેક્સનનો એક વીડિયો જેાયો હતો. તે જેાઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો કે આ વ્યક્તિમાં એવું તે શું છે કે લોકો તેને જેાવા માટે પાગલ થઈ રહ્યા છે. તે સમયે મને થયું કે મારે આ બનવું છે અને મેં તે સમયે ડાન્સની શરૂઆત કરી.

તેમાં પરિવારનો કેટલો સહયોગ રહ્યો હતો?
મારા મમ્મી માધવી અમ્માંનો વધારે સહયોગ રહ્યો હતો, પપ્પા ગોપી નાયર એરફોર્સમાં હતા, તેથી તે નહોતા ઈચ્છતા કે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવું, પણ તેમાં મારો રસ હતો અને હું ઘણા સંઘર્ષ પછી અહીં સુધી પહોંચ્યો છું.

સફળતા અને નિષ્ફળતા આ ૨ શબ્દ તમારા જીવન પર કેવી રીતે પ્રભાવિત કરે છે?
સફળતા જેટલી જરૂરી છે તેટલી જરૂરી નિષ્ફળતા પણ છે. જે હું જીવનમાં ફેલ ન થાત તો કદાચ ક્યારેય સફળ ન થઈ શકતો. નિષ્ફળતામાંથી જ તમે શીખો છો કે સફળતા મેળવવા માટે તમે શું કરો છો. સરળતાથી સફળ થવાથી વ્યક્તિ તેની કિંમત નથી સમજાતી. મારા જીવનમાં બાળપણથી લઈને મુંબઈ પહોંચવા સુધી મને માત્ર નિષ્ફળતા જ મળી હતી. ઉદાહરણ, મારો ચહેરો જેાઈ મને કોઈ પસંદ નહોતું કરતું. મુંબઈમાં આવીને જ્યારે ડાન્સ માટે ઓડિશન આપવા ગયો તો લોકોએ કહ્યું કે આ શું ડાન્સ કરશે, તેનો તો લુક જ ખરાબ છે. મને ક્યારેય સફળતા જ ન મળી, પણ જ્યારે મેં સ્વયંને ગ્રૂમ કર્યો, ત્યારે મને તેનું મહત્ત્વ સમજાયું. મને યાદ છે કે મેં અહમદ ખાનની આસિસ્ટન્ટ સ્મિતાને કહ્યું હતું કે તમે મારો ડાન્સ જેાયા પછી મને ના પાડો, મારા લુક પર ન જાઓ, તે સમયે તેમણે મારો ડાન્સ જેાયો અને મને સિલેક્ટ કર્યો. તે પછી મારી અંદર એક આત્મવિશ્વાસ આવ્યો. તે ઉપરાંત પહેલાંની ફિલ્મમાં હીરો પાછળ ડાન્સ કરનાર છોકરા પણ ગોરા રંગના રહેતા હતા. શ્યામ રંગના છોકરાને પાછળ રાખતા હતા. હું જ્યારથી આવ્યો ત્યારથી બદલાવ આવ્યો. જેની જેવી પ્રતિષ્ઠા છે, તે પ્રમાણે હું તેમને ઊભા કરું છું.

હું કાળાગોરાનો ભેદ નથી રાખતો. આ ભેદભાવથી શું તમે ડિપ્રેશન અનુભવ્યું હતું?
ડિપ્રેશન ઘણી વાર અનુભવ્યું, કારણ કે જ્યારે કામ નહોતું મળતું ત્યારે લાગ્યું હતું કે હવે અહીં કંઈ જ નહીં થાય, પાછું જવું પડશે. તે સમયે હું ૧૯ વર્ષનો હતો, પણ મારી અંદર એક ડર હતો કે જેા હું પાછો જઈશ તો લોકો મને મહેણાં મારશે. આ ડરે મને અહીં રહેવા માટે મજબૂર કરી દીધો. છેવટે હું સફળ રહ્યો.

આજકાલના નવયુવાન ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા ઈચ્છે છે, આ વિશે તમે શું વિચારો છો?
સફળતા માટે ધીરજની જરૂર હોય છે અને જેા તમે સફળ થયા, તો પૈસા આપમેળે જ આવશે.

તમારા ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ એટલી વધારે ન ચાલી, જેટલા તમે એક કોરિયોગ્રાફર તરીકે સફળ થયા છો. તેનું કારણ જણાવો?
મને આજ સુધી સમજાતું નથી કે ફિલ્મ ‘રેસ ૩’ આશા કરતા ઓછી ચાલી, કારણ કે આ ફિલ્મ બનાવવા મેં ખૂબ જ મહેનત કરી હતી. પૈસા તો નીકળી ગયા, પણ સલમાન ખાન હોવા છતાં ફિલ્મ સફળ ન રહી. કદાચ તેમાં સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટરનો મેળ બરાબર નહોતો થયો, કારણ કે તેની સ્ક્રિપ્ટ બીજાની હતી.

તેનાથી તમે શું શિખામણ લીધી?
હું સ્ક્રિપ્ટ પર સૌથી વધારે કામ કરીશ, તેની પર ધ્યાન આપીશ. જ્યાં સુધી સ્ક્રિપ્ટ સારી નહીં હોય, હું કામ નહીં કરું. તમે અનેક બાળકની કોરિયોગ્રાફી અલગઅલગ સ્થળે કરી છે.

શું ભવિષ્યમાં ડાન્સ એકેડેમી ખોલવાનું વિચારો છો?
મારી પાસે સમયની કમી છે. મારે ફિલ્મ મેકિંગ અને કોરિયોગ્રાફી જ કરવી છે, એવામાં કોઈ એકેડેમી શરૂ કરતા તેની પર જાતે ધ્યાન આપવું પડે છે, જે હમણાં શક્ય નથી.

તમે કેવા પ્રકારની ફિલ્મ બનાવવાનું સપનું જુઓ છો?
હું એરફોર્સ પરિવારમાંથી આવું છું, તેથી એવા પ્રકારની ફિલ્મ બનાવવા માંગું છું, જે એરફોર્સ સાથે જેાડાયેલી હોય.

શું તમારા બાળકનો ઝુકાવ ડાન્સ તરફ છે?
તેમનો ઝુકાવ નથી, પણ તે મારા માટે ડાન્સ કરે છે. એક લેખક બનવા ઈચ્છે છે, તો બીજાને ફૂટબોલર બનવું છે.

તમારી આગામી યોજના વિશે જણાવો?
હું એક ડાન્સ બેઝ ફિલ્મ બનાવી રહ્યો છું, જેમાં વરુણ ધવન અને કેટરિના કૈફ હશે. તેની તૈયારીઓ જેારશોરથી ચાલી રહી છે.

કયા એક્ટર વિશે તમે વિચાર્યું છે કે એક દિવસ તેને સારો ડાન્સ કરાવશો?
આમિર ખાન.

ઈન્ડસ્ટ્રીમાં ડાન્સમાં ‘બેસ્ટ પર્ફોર્મર’ કોણ છે?
રિતિક રોશન અને હવે ટાઈગર શ્રોફ આવ્યો છે.

વધુ વાંચવા કિલક કરો....