– સુનીલ શર્મા

હિંદી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ ની ખૂબસૂરત હીરોઈન રકુલ પ્રીત સિંહ જ્યારે થોડા સમય પહેલાં ટેલિવિઝન શો ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા’ માં આવી હતી ત્યારે કપિલ શર્માએ તેના અલગઅલગ નામ વિશે સવાલ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેનું આ નામ તેના પિતા અને માતાના નામના અક્ષરને જેાડીને રાખ્યું છે. ૧૦ ઓક્ટોબર, ૧૯૯૦ ના રોજ દિલ્લીમાં જન્મી રકુલ પ્રીત સિંહની પ્રથમ હિંદી ફિલ્મ ‘યારિયાં’ હતી, જે વર્ષ ૨૦૧૪ માં આવી હતી. આ પહેલાં તે દક્ષિણ ષ્ઠારતીય ફિલ્મમાં કામ કરી ચૂકી હતી અને ફિલ્મ ‘યારિયાં’ કરીને ફરીથી તેની ફિલ્મ તરફ ગઈ હતી. વર્ષ ૨૦૧૮ માં તેણે નીરજ પાંડેની હિંદી ફિલ્મ ‘અય્યારી’ માં પણ કામ કર્યું હતું.

તાજેતરમાં રૂપેરી પડદા પર આવેલી હિંદી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ માં રકુલ પ્રીત સિંહ તેનાથી મોટી ઉંમરના હીરો અજય દેવગણ સાથે ઈશ્ક કરતા જેાવા મળી. તેની સાથે તબ્બુ પણ હતી. જેાકે રકુલ પ્રીત સિંહ દક્ષિણ ભારતની ફિલ્મો કરે છે, તેથી તે હૈદરાબાદમાં વધારે રહે છે. સ્વયંને ફિટ રાખવા માટે તેનામાં ઝનૂન છે. સોશિયલ મીડિયામાં તેના એક્સર્સાઈઝ કરતા ફોટા અને વીડિયો જેાઈ શકાય છે. તે વર્કઆઉટની એટલી તો દીવાની છે કે તેના પોતાના ૩ જિમ છે, ૨ હૈદરાબાદમાં અને એક વિશાખાપટ્ટનમમાં. તે ઉપરાંત રકુલ પ્રીત સિંહ તેલંગાણામાં ‘બેટી બચાવો’ ચળવળ સાથે જેાડાયેલી છે. આ મુદ્દા પર તેનું કહેવું છે કે ટેલિવિઝન પર આ યોજનાનો પ્રચાર કરવામાં આવે છે, પણ દૂરના વિસ્તારમાં તેની ધારી અસર નથી પહોંચી શકતી. રકુલ પ્રીત સિંહે શરૂઆતનો અભ્યાસ દિલ્લીના ધૌલા કુઆંની આર્મી પબ્લિક સ્કૂલમાં કર્યો હતો. ત્યાર પછી તેણે ગણિત સબ્જેક્ટમાં દિલ્લી યુનિવર્સિટીની કોલેજ જીસસ એન્ડ મૈરીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો હતો.

રકુલ પ્રીત સિંહે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ત્યાર પછી તેણે વર્ષ ૨૦૧૧ માં ‘મિસ ફેમિના ઈન્ડિયા’ માં ભાગ લીધો હતો. તે આ એવોર્ડ તો નહોતો જીતી શકી, પણ તેને આ હરીફાઈ દરમિયાન ‘પૈંટાલૂન ફેમિના’, ‘મિસ ફ્રેશ ફેસ’, ‘ફેમિના મિસ ટેલેન્ટેડ’, ‘ફેમિના મિસ બ્યૂટિફુલ’, ‘મિસ બ્યૂટિફુલ સ્માઈલ’, ‘મિસ બ્યૂટિફુલ આઈઝ’ ના એવોર્ડથી નવાજવામાં આવી હતી. રકુલ પ્રીત સિંહે અભ્યાસ પૂરો કર્યા પહેલાં જ ૧૮ વર્ષે મોડલ તરીકે સફર શરૂ કરી દીધી હતી. તે ઉપરાંત તે નેશનલ લેવલની ગોલ્ફ ખેલાડી પણ રહી ચૂકી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં રકુલ પ્રીત સિંહે જણાવ્યું હતું કે તેની પર તેની માની વધારે અસર છે. માએ દરેક સ્થિતિમાં તેને હિંમત આપી છે, ભલે તે મોડલિંગ હોય કે ગોલ્ફ રમવું. જ્યાં સુધી ફિલ્મની વાત છે તો રકુલ પ્રીત સિંહનો એક ઉદ્દેશ છે, સારી ફિલ્મ કરવી, પછી ભલે તે કોઈ પણ ભાષાની કેમ ન હોય, અજય દેવગણ અને તબ્બુ જેવા મોટા કલાકાર સાથે કામ કરીને તેની હિંમત વધી છે, જેા ભવિષ્યમાં આવનારી ફિલ્મમાં શ્રેષ્ઠ કામ કરવા માટે તેનામાં ઉત્સાહ લાવશે. આગામી સમયમાં રકુલ પ્રીત સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘મરજાવાં’ માં પણ જેવા મળશે.

વધુ વાંચવા કિલક કરો....