મોનસૂનમાં ઘણી વાર ગરમીની સાથેસાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ઘણા લોકોને બેક્ટેરિયલ અને ફંગલ ઈંફેક્શન થવાનું જેાખમ રહે છે. જેમની સ્કિન ઓઈલી હોય છે તેમને ખંજવાળ, રેશિસ, ઈંફેક્શન અથવા સ્કિન સંબંધિત અન્ય સમસ્યા લગભગ ૧૦ ગણી વધારે થઈ શકે છે. વરસાદની ઋતુમાં સ્કિનની યોગ્ય સારસંભાળ લેવી ખૂબ જરૂરી બની જાય છે, તેમાં પણ ખાસ પગની આંગળીઓ વચ્ચે, આર્મ પિટ, બ્રેસ્ટની નીચે, ગરદન, પીઠ વગેરે જગ્યા જ્યાં પરસેવાથી ભેજ વધારે રહે છે અને પછી તે ફંગલ ઈંફેક્શન રૂપે સામે આવે છે. આ બાબતે મુંબઈના સ્કિન નિષ્ણાત ડો. સોમા સરકાર જણાવે છે કે વરસાદની ઋતુમાં એન્ટિફંગલ પાઉડર જરૂરી બની જાય છે, કારણ કે વરસાદની ઋતુમાં શરીર અને પગ ભીના થઈ જાય છે. તેથી ભેજવાળા વાતાવરણમાં ફંગસ સરળતાથી ગ્રો થાય છે. વરસાદની ઋતુમાં કોરા રહેવં ખૂબ જરૂરી છે. વળી, આ સ્થિતિમાં એન્ટિફંગલ પાઉડર પણ ખૂબ લાભદાયી રહે છે, કારણ કે તે સ્કિનને સૂકી રાખવામાં મદદ કરે છેે. તેના ઉપયોગથી કોઈ પણ પ્રકારના ફંગસ ઈંફેક્શનથી બચી શકાય છે.

ક્યારે કરવો ફંગલ પાઉડરનો ઉપયોગ :
ફંગલ ઈંફેક્શન થવા પર, યોનિમાં ઈંફેક્શન થવા પર, પગની આંગળીઓની વચ્ચે ખંજવાળ, કમર પર ફંગલ ઈંફેક્શન એથ્લિટ્સ ફૂટની સારવાર માટે અને સ્કિન પર ખંજવાળ વગેરે થવા પર ફંગલ પાઉડરનો દિવસમાં ૨-૩ વાર ઉપયોગ કરી શકાય છે. સવારે સ્નાન કર્યા પછી અંડરઆર્મ્સ, જંઘની વચ્ચે, છાતીની નીચે, ગરદન, પગની આંગળીઓ વચ્ચે જ્યાં પરસેવો વધારે આવતો હોય ત્યાં ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ. ઉપરાંત જ્યારે પણ ગરમીના લીધે ખંજવાળ અનુભવાય ત્યાં તમે પાઉડર લગાવી શકો છો. મેડિકેટેડ સાબુથી હાથપગને બરાબર ધોઈને સૂકવીને ફંગલ પાઉડરનો ઉપયોગ કરવો જેાઈએ.

ફંગલ ઈંફેક્શનના પ્રકાર :
ફંગલ ઈંફેક્શનના અનેક પ્રકાર હોય છે :

  • પગની આંગળીઓ વચ્ચે થતું ફંગલ ઈંફેક્શન કોમન છે. તેમાં આંગળીઓની વચ્ચે પોપડી જમા થઈ જાય છે અથવા કોઈ ભીનાશભર્યો, ઓઈલી પદાર્થ નીકળે છે, જેમાં દુર્ગંધ પણ હોય છે. યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો આ સમસ્યા વધી જાય છે.
  • ટિનિયા કોરપોરિસ અને ટિનિયા ક્રૂરિસ ઈંફેક્શન મહદ્અંશે આર્મ પિટ અથવા છાતીની નીચે થાય છે. તે મહદ્અંશે ભીના કપડાં પહેરવાથી થાય છે. જેાકે તેને ફંગલ પાઉડર લગાવીને સરળતાથી દૂર કરી શકાય છે. હા, જેા આ ઈંફેક્શન વધી જાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ અચૂક લો.

ફંગલ ઈંફેક્શન મહદ્અંશે સ્થૂળતાનો શિકાર બનેલા લોકો, સ્વચ્છતા પર ઓછું ધ્યાન આપનાર અને ડાયાબિટીસના શિકાર લોકોને થાય છે. તેમને ખાસ આ પાઉડર રાખવાની જરૂર પડતી હોય છે. ડો. સોમા જણાવે છે, ‘‘મારી પાસે અનેક એવા દર્દી આવતા હોય છે. જે ફંગલ ઈંફેક્શનને સમજી નથી શકતા અને દાદર સમજીને દુકાન પરથી દવા લેતા રહે છે. ઘણી વાર બંને જંઘના ઘર્ષણથી પણ ખંજવાળ અથવા તો રેશિસ થઈ જાય છે, જેની તેઓ કાળજી નથી લેતા અને આગળ જતા આ સમસ્યા વધી જાય છે. આ પ્રકારના લોકો વરસાદમાં જેા દરરોજ ફંગલ પાઉડરનો ઉપયોગ કરે તો આ સમસ્યાથી બચી શકે છે. કેટલીક મહિલાઓ તો પૂરા શરીર પર ફંગલ ઈંફેક્શન થઈ જાય પછી ડોક્ટર પાસે જાય છે.’’ ‘‘ફંગલ ઈંફેક્શન આજકાલ બાળકોમાં પણ જેાવા મળી રહ્યું છે. તેનાથી પરેશાન લોકોને હું એ જ સલાહ આપું છું કે પોતાના કપડા દરરોજ અને અલગથી ધુઓ, તેને પ્રેસ કરો અને ભીના કપડાં પહેરવાથી શક્ય એટલા દૂર રહો.’’

– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....