જે ઘર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહેતું હોય તો ન માત્ર આપણું મન શાંત રહે છે, પણ ખુશ રહે છે. ઘરને સજાવવા માટે ૨ વસ્તુની જરૂર પડે છે. પ્રથમ સમય અને બીજા પૈસા. સમય તો આપણે કાઢી લેતા હોઈએ છીએ, પરંતુ જેા સૌથી મોટી મુશ્કેલી આવે છે તે છે પૈસાની. આમ પણ આજકાલ જવાબદારી એટલી વધી ગઈ છે કે ઘરની સજાવટ પાછળ વધારે પૈસા ખર્ચવાની હિંમત ચાલતી નથી. આ સ્થિતિમાં અહીં કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જેને ધ્યાનમાં લઈને વધારે પૈસાનો ખર્ચ કર્યા વિના તમે પણ તમારા ઘરને એક નવો અને ફ્રેશ લુક આપી શકો છો :

જૂના ફર્નિચરનો આ રીતે કરો ઉપયોગ
જેા તમે જૂના ફર્નિચરને બદલવા વિચારી રહ્યા હોય તો તેનો ઉપયોગ બેડરૂમમાં સાઈડ ટેબલના રૂપે કરી શકો છો. જેા કેન સ્ટૂલમાં કાણું થઈ ગયું હોય તો તેને ટ્રેથી ઢાંકીને તેના પર રીડિંગ લેમ્પ, ફ્લાવરવાઝ અથવા એલાર્મ ક્લોક મૂકી શકો છો. ડેકોરેશન માટે પ્લેટ્સનો યૂઝ ખાવા ઉપરાંત પ્લેટ્સનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ઘરની દીવાલોને ડેકોરેટ કરવા માટે પણ કરી શકીએ છીએ, પરંતુ તેના માટે થોડી મહેનત કરવાની જરૂર રહે છે. પ્લેટ્સને સ્ટેન્ડ અથવા સેલ્ફમાં મૂકવાના બદલે તેને વાયર પ્લેટ હેંગર્સની મદદથી લટકાવી દો. હવે જુઓ. આ ડ્રામેટિક લુક તમારી પ્લેન અને બોરિંગ દીવાલને કેવી રીતે બદલી નાખે છે. તદુપરાંત તમે વિવિધ આકારના કાચના ગ્લાસિસનો પણ ડેકોરેશન આઈટમ તરીકે ઉપયોગ કરી શકો છો. કુદરત કરતા વધારે ઉત્તમ કશું જ નથી નેચરલ વસ્તુ બધાને ગમતી હોય છે, પરંતુ જેા તેનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરવામાં આવે તો પછી પૂછવું જ શું. ઓછા ખર્ચમાં ઘરને એટ્રેક્ટિવ લુક આપવાની તેના કરતા વધારે સારી રીત કદાચ બીજી કોઈ હોઈ શકે છે. તમે વિવિધ પ્રકારના પ્લાન્ટ્સને ઘરમાં સજાવી શકો છો. આ છોડ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક હોય છે. તદુપરાંત ઘરના કોઈ શાંત ખૂણામાં કોઈ બીચ પરથી લાવવામાં આવેલા કાંકરાપથ્થરને કાચના બાઉલ અથવા ગ્લાસમાં ભરીને મૂકી શકો છો. શંખનો તમે કેન્ડલ સ્ટેન્ડના રૂપે પણ ઉપયોગ કરી શકો છો. આ રોશની છે ખાસ મીણબત્તીનું નામ સાંભળતા જ મનમાં રોશનીનો વિચાર આવી જાય છે, પરંતુ તમને જણાવી દઈએ કે ઘરને ડેકોરેટ કરવા માટે પણ તે એક સારો ઓપ્શન છે. કોઈ ખાલી ટેબલ પર વિવિધ રંગ અને આકારની મીણબત્તી મૂકો. પછી જુઓ કેવો તમારા ઘરનો લુક બદલાઈ જાય છે.

દીવાલોને આપો નવો ઓપ
જેા પોતાના ઘરને બીજાના ઘરની સરખામણીમાં થોડું અલગ બનાવવા ઈચ્છતા હોય તો દીવાલોના ટેક્સ્ચર પર વધારે ધ્યાન આપો. જેાકે તેનો અર્થ એ નથી કે બધી દીવાલો પર ડિઝાઈન હોવી જેાઈએ. કોઈ એક દીવાલ પર કરવામાં આવેલ થોડી સામાન્ય ડિઝાઈન પણ ઘરને ખાસ લુક આપે છે. પ્રોપર લાઈટથી થશે શોભામાં વધારો ન વધારે ન ઓછો, જરૂર અનુસાર ઘરમાં પ્રકાશનું હોવું ખૂબ જરૂરી છે. જ્યાં તમે આરામ કરતા હોય ત્યાંનો પ્રકાશ આંખને શાંતિ આપે તેવો હોવો જેાઈએ. આ જ રીતે જે રૂમમાં તમે અથવા તમારો પરિવાર લખવાવાંચવાનું કામ કરતા હોય ત્યાંની લાઈટ થોડી વધારે હોવી જેાઈએ, જેથી આંખને વધારે શ્રમ ન પડે.

ઘરને સજાવતી વખતે આ વાતોનું પણ રાખો ધ્યાન

શ્ર ડિઝાઈન કરતાં પહેલાં ફ્લોર પ્લાન બનાવવો ખૂબ જરૂરી છે. માની લો કે તમે કોઈ વસ્તુને ખૂબ મહેનતથી બનાવી છે, પરંતુ તે ફિટ નથી થઈ શકતી. તેથી રૂમના ડાઈમેન્શન અને બારીદરવાજાનું માપ અવશ્ય લઈ લો.

શ્ર ટ્રેન્ડના હિસાબે પૂરા ઘરને એક થીમ પર પણ સજાવી શકાય છે અથવા તો દરેક રૂમની અલગઅલગ થીમ પણ રાખી શકાય છે. તમે તેના પર ફોકસ કરવાના બદલે પોતાના કોઈ અલગ પ્રયોગ પણ કરી શકો છો. જેા કિચન મોડર્ન હોય તો બેડરૂમ ટ્રેડિશનલ થીમ પર ડેકોરેટ કરી શકો છો.

શ્ર ડેકોરેશન માટે કોમ્બિનેશન પર વધારે ધ્યાન આપવું જરૂરી છે. તેથી એક જ દિવસે દરેક ચીજવસ્તુના સેટ ન ખરીદો, પરંતુ કઈ વસ્તુ કોઈ સાથે વધારે સારી લાગશે તેના પર ધ્યાન આપો.

શ્ર સજાવટ કરતી વખતે એ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો રહેવો જેાઈએ. સનલાઈટથી ઘરની સુંદરતા વધી જતી હોય છે. ઘરમાં એવા પડદા લગાવો, જેથી જરૂર પડતા પ્રકાશ ઘરની અંદર આવી શકે.

– જ્યોતિ ગુપ્તા

વધુ વાંચવા કિલક કરો....