સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામાં આવેલ ‘વિશ્વ પ્રસન્નતા રિપોર્ટ ૨૦૧૯’ માં ભારતનું સ્થાન ૧૪૦ મું હતું, જ્યારે બે વર્ષ પહેલાં ભારત ૧૩૩ મા સ્થાન પર હતું. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત આપણા ઘણા પાડોશી દેશોના લોકો આપણાથી વધારે ખુશ રહે છે. ફિનલેન્ડને સતત બીજા વર્ષે સૌથી ખુશહાલ દેશ તરીકેનું સન્માન મળ્યું છે. ત્યાર પછી નોર્વે અને ડેન્માર્કનું સ્થાન આવે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ દેશોની ખુશહાલી અને પ્રસન્નતાનું રહસ્ય શું છે? આપણે આ બાબતે પાછળ કેમ છીએ? શું આપણે ખૂલીને હસવાના મહત્ત્વને ભૂલી ગયા છીએ? શું આપણને ખુશ રહેવાની ટેવ નથી કે પછી આપણે વધારે સ્ટ્રેસ લેવા લાગ્યા છીએ? શું તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે ખૂલીને હસ્યા હતા, એવું હાસ્ય જેના લીધે તમારું પેટ હસતાંહસતાં દુખવા લાગ્યું હોય અથવા તો હાસ્ય અટકવાનું નામ નહોતું લઈ રહ્યું? હકીકતમાં, આજકાલની દોડધામભરી જિંદગીમાં કોઈની પાસે એટલો સમય નથી હોતો કે તેઓ પોતાના માટે ૨ મિનિટ પણ ફાળવી શકે, જ્યારે હકીકત એ છે કે હસવું તમને દરેક પ્રકારની બીમારીથી બચાવવાની સાથે તમારી સહનશક્તિને પણ વધારે છે, જીવન જીવવાનો સાચો આનંદ પણ આપે છે.

હાસ્યની અંદર છુપાયેલા સ્વાસ્થ્યના આ રહસ્યે જ હાસ્યને એક ચિકિત્સાનું રૂપ આપ્યું છે. જેા તમે તાણથી પરેશાન છો, તો આ હાસ્ય તમારા દરેક દુખ ચિંતાનો ઈલાજ છે. આ સંદર્ભમાં તુલસી હેલ્થ કેરના ડો. ગૌરવ ગુપ્તા જણાવે છે કે હસવું આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આપણા શરીરમાં કેટલાક સ્ટ્રેસ હોર્મોન હોય છે, જેમ કે કોર્ટિસોલ, એડ્રેનાલિન વગેરે.

જ્યારે કોઈ સમયે આપણે તાણમાં હોઈએ છીએ, ત્યારે આ હોર્મોન શરીરમાં સક્રિય થાય છે. તેનું લેવલ વધતા ગભરામણ થાય છે. વધારે ગભરામણ થતા માથામાં દુખાવો, સર્વાઈકલ, માઈગ્રેન, કબજિયાત વગેરે સમસ્યા થઈ શકે છે. શુગર લેવલ વધી શકે છે. હસવાથી કોર્ટિસોલ તથા એડ્રેનાલિન જેવા સ્ટ્રેસ હોર્મોન ઓછા થાય છે અને એન્ડોર્ફિંસ ફિરોટિનિન જેવા ફીલગુડ હોર્મોન વધી જાય છે. આમ થતા મન ઉલ્લાસ અને ઉમંગથી ભરાઈ જાય છે. પીડા અને એક્ઝાઈટી પણ ઓછી થઈ જાય છે. ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. આપણે જેટલો સમય જેરજેરથી હસીએ છીએ તેટલા સમય સુધી આપણે એક રીતે સતત પ્રાણાયામ કરતા હોઈએ છીએ, કારણ કે હસવા દરમિયાન આપણું પેટ અંદરનદ્બ તરફ ખેંચાય છે. તેની સાથે આપણે સતત શ્વાસ છોડતા રહીએ છીએ એટલે કે શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ બહાર નીકળતો રહે છે. તેથી પેટમાં ઓક્સિજન માટે વધારે જગ્યા થાય છે. મગજને યોગ્ય રીતે કામ કરવા ૨૦ ટકા વધારે ઓક્સિજનની જરૂર પડે છે. ખાંસી, શરદી, સ્કિન પ્રોબ્લેમ જેવી ઓક્સિજનની ઊણપના લીધે વધે છે.

હાસ્ય આ બીમારીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જ્યારે આપણે જેારથી હસીએ છીએ ત્યારે જલદી શ્વાસ બહાર કાઢીએ છીએ. તેનાથી ફેફસાની હવા બહાર નીકળે છે અને ફેફસા વધારે સ્વચ્છ થઈ જાય છે. જિંદગીમાં દિવસરાત, સવારસાંજ સુખ અને દુખ આવતા-જતા રહે છે અને તેનાથી બચી નથી શકાતું, પણ જેા આપણે સતત ખરાબ અને નેગેટિવ વિચારો કરીએ તો મગજ યોગ્ય નિર્ણય નથી કરી શકતું અને મુશ્કેલી વધે છે, જ્યારે ખૂલીને હસવાથી મગજ પૂરી ક્ષમતાથી કામ કરે છે અને આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. હસવાથી શરીરના આંતરિક ભાગોને મસાજ મળે છે જેને ઈન્ટરનલ જેાગિંગ પણ કહેવાય છે.

હાસ્ય કાર્ડિયો એક્સર્સાઈઝ છે. હસવાથી ફેસ, હાથ પગ અને પેટના મસલ્સ તથા ગળાની હળવી એક્સર્સાઈઝ થઈ જાય છે. ૧૦ મિનિટ મુક્તમને ખૂલીને હસવું તેટલા જ સમયની હળવી એક્સર્સાઈઝ બરાબર અસર કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મસલ્સ રિલેક્સ થાય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે કોઈ પણ તકલીફ કે બીમારી ઓછી અનુભવાય છે, કારણ કે જે પ્રકારના વિચાર આપણા મનમાં આવે છે, આપણું શરીર પણ તેવું રિએક્ટ કરે છે. હસવાથી આપણે લગભગ શૂન્યની સ્થિતિમાં આવી જઈએ છીએ એટલે કે બધું ભૂલી જઈએ છીએ.

સ્વાસ્થ્ય માટે ઉત્તમ હાસ્ય :

  • હાસ્ય પેટ, ફેસ, પગ અને કમરની માંસપેશી માટે ઉત્તમ વર્કઆઉટ છે. હાસ્ય બ્લડપ્રેશર ઘટાડે છે. બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. ઓક્સિજનની માત્રાને વધારે છે.
  • હસવાથી ટેન્શન અને ડિપ્રેશન ઘટે છે. હસવાથી સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઘટે છે. આત્મવિશ્વાસ અને પોઝિટિવ દષ્ટિકોણમાં વધારો કરે છે.
  • હાસ્ય ટ્યૂમર અને અન્ય બીમારી સામે લડનાર કોશિકાઓ જેમ કે ગામા ઈન્ટરફેરેન અને ટીસેલની ક્ષમતાને વધારે છે.
  • યાદશક્તિને દુરસ્ત રાખે છે અને શીખવાની ક્ષમતા વધારે છે. શરીરની ઈમ્યૂનિટીને વધારે છે.
  • હાસ્યથી પીડા ઓછી થાય છે અને માંસપેશીઓને આરામ મળે છે. તે એક નેચરલ પેઈનકિલરનું કામ કરે છે.
  • હૃદય સંબંધિત બીમારીથી બચાવવાની સાથે ઉત્તેજના અને ભયથી બચાવે છે. મૂડ સારો રાખે છે અને રોગ સામે લડવાની હિંમત વધારે છે.
  • હાસ્ય શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારે છે, તેથી કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.
  • હાસ્યને આપણે નેચરલ કોસ્મેટિક પણ કહી શકીએ, કારણ કે તેનાથી ફેસ ખૂબસૂરત બને છે. હસો અને હસાવો ઘણા લોકો શરમાળ સ્વભાવના હોય છે. આ કારણસર તે લોકો વચ્ચે જતા નથી. જેા તમે પણ શરમાળ સ્વભાવના છો તો નિરાશ ન થશો. તમે ઘરમાં એકલા બેસીને હસવાની પ્રેક્ટિસ કરી શકો છો. તમે દરરોજ ૧૫ મિનિટ માટે અરીસાની સામે ઊભા રહો અને કોઈ પણ કારણ વિના મનથી ખડખડાટ હસો.
  • હસવાનો ખરો લાભ ત્યારે મળે છે જ્યારે તમે થોડા સમય સુધી સતત હસતા રહો. તે ઉપરાંત બાળકો અને મિત્રોની સાથે સમય પસાર કરવાથી પણ હસવાનું સારું બહાનું મળી રહે છે. ઘણી વાર ડોક્ટર પણ પોતાના દર્દીઓને લાફ્ટર થેરપિની સલાહ આપતા હોય છે. આ થેરપિમાં સૌપ્રથમ પોતાના ફેસ પર હાસ્યને લાવવાનું કહેવામાં આવે છે. હસતો અને ખિલેલો ફેસ ધરાવતા લોકો બીજાની સરખામણીમાં વધારે સ્વસ્થ પણ હોય છે. જ્યારે તમે હસો છો ત્યારે શરીરમાં સારા હોર્મોન્સ પેદા થાય છે, જે તમને ખુશ રાખે છે. આજ કારણસર લોકો કોમેડી શો અથવા મૂવી જેાવાનું પસંદ કરતા હોય છે. આમ કરીને તેઓ રિલેક્સ થતા હોય છે. તે ઉપરાંત હસવાથી મનને ખુશી મળે છે જેથી સ્થિરતા આવે છે. હસવાથી શરીરમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે અને વ્યક્તિ શારીરિક તેમજ માનસિક રીતે સ્ટ્રોંગ બની જાય છે. જ્યારે તમે કોઈ વાત પર ગુસ્સે થઈ ગયા હોય અથવા તો કોઈ વાત પર ચિડાઈ ગયા હોય તો ખૂલીને હસી લો અને સારી પળોને યાદ કરો. એકલા જ હસવાના બદલે સમૂહ હાસ્ય વધારે લાભદાયી રહે છે.

બધાની સાથે હસવાના પ્રસંગો આ રીતે શોધો :

  • કોઈ મજા આવે તેવી ફિલ્મ અથવા ટીવી શો સાથે મળીને જુઓ.
  • લાફ્ટર ક્લબના સભ્ય બની જાઓ.
  • આનંદી, હસમુખા લોકોને મળવાનું રાખો.
  • પાલતુ પ્રાણીઓ સાથે રમો.
  • બાળકોની સાથે થોડો સમય પસાર કરો.
  • જેાક્સ સાંભળો અને સંભળાવો.
  • સારું ખાઓ અને હંમેશાં હસતા રહો.
  • કોઈ કોમેડી ક્લબમાં જાઓ.
  • મજાકભર્ર્યાં પુસ્તકો વાંચો.
  • ક્યારેક-ક્યારેક મૂર્ખામી પણ કરી લો. બધા સાથે પોતાને પણ હસવાની તક આપો.
  • ખાસ ટિપ્સ :
  • હસતી વખતે શ્વાસની ગતિ પર ધ્યાન આપો. શ્વાસની ક્રિયા યોગ્ય ન થવા પર હાસ્યથી શરીરને લાભ નહીં મળે.
  • નવરાશની પળોમાં મજેદાર જેાક્સ, અનુભવ અને રોમાંચક સંસ્મરણોને યાદ કરીને તમે ખૂલીને હસી શકો છો.
  • કોઈ બીમારીથી પીડિત થતા હ્યૂમર થેરપિ લેતા પહેલાં હ્યૂમર થેરપિસ્ટ પાસેથી જાણકારી જરૂર લો કે તમારા માટે કયું હાસ્ય કેટલા સમય માટે યોગ્ય રહેશે. હ્યૂમર થેરપિની સાથેસાથે દવા લેવાનું ચાલુ રાખો.
વધુ વાંચવા કિલક કરો....