તમારું ઘર સુંદર છે અને સાફ છે તેમજ સજાવેલું છે, પરંતુ ફ્રેશ નથી, તો ઘરે આવતા મહેમાનોનું ધ્યાન સજાવટ પર નહીં, પણ ઘરમાં આવતી વિચિત્ર સ્મેલ પર જશે તો ત્યાં બેસવું અઘરું થશે. તમે આ સ્થિતિથી બચવા ઈચ્છો છો અને રાસાયણિક રૂમ ફ્રેશનર નહીં, પણ ઘરેલુ ફ્રેશનરથી ઘર મહેકાવવા ઈચ્છો છો તો આ ટિપ્સ પર અમલ કરો :

હોમમેડ ફ્રેશનરની વાત છે અલગ :
ઘરને મહેકાવવા માટે આમ તો બજારમાં અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે, પરંતુ હોમમેડ પ્રાકૃતિક ફ્રેશનરની વાત જ કંઈક અલગ છે, કારણ કે તે મૂડને ફ્રેશ બનાવવાની સાથે વાતાવરણને પણ સુગંધિત બનાવે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન નથી થતું. તેની પ્રાકૃતિક ખુશબૂ એટલી લલચામણી હોય છે કે તનમન તાજગીથી ખીલી ઊઠે છે.

બેકિંગ સોડા અને લીંબુ :
એક વાટકીમાં પાણી ભરીને તેમાં કેટલાંક ટીપાં લીંબુ રસ લો. લીંબુ રસમાં એવી તાકાત હોય છે, જે આસપાસની સ્મેલને કવર કરે છે. તે ઉપરાંત એક કાચ કે બોટલમાં બેકિંગ સોડા અને લીંબુના નાનાનાના ટુકડા કરીને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. પૂરા ઘરમાં ખુશબૂ રહેશે અને ફ્રેશનેસ જળવાઈ રહેશે.

કપૂર :
આમ તો કપૂરનો ઉપયોગ હવન સામગ્રીમાં ખૂબ કરવામાં આવે છે, પરંતુ તે ઘરને ફ્રેશ કરવાનું કામ કરે છે, કારણ કે કપૂર હવાના સંપર્કમાં આવે છે, તો તે ઊડવા લાગે છે અને ઘરને મહેકાવે છે, તેથી તેને હોમ ફ્રેશનર તરીકે ઉપયોગ કરી શકાય અને તેને બનાવવું ખૂબ સરળ છે. તેના માટે તમારે એક જારમાં કપૂર, બેકિંગ સોડા, લીંબુની છાલ અને ગુલાબની પાંખ નાખવી છે અને કાચની જારને કોઈ સુંદર નેટથી કવર કરી દો. તે જ્યારે પણ હવાના સંપર્કમાં આવશે ત્યારે તેનાથી સુગંધ ઊડવા લાગશે, જેથી ઘરની દુર્ગંધ દૂર થશે.

ફ્લોરલ સ્પ્રે :
તાજા ફૂલ ઘરને સુંદર બનાવવા અને મહેકાવાનું કામ કરે છે, પણ શું તમને ખબર છે કે સૂકા ફૂલ પણ તમારા ઘરને મહેકાવે છે. હા, જે ફૂલો સુકાયા પછી તમે ફેંકી દો છો, તે પણ ઘરને ખુશબૂદાર બનાવી શકે છે. ઘર મહેકાવવા માટે આ ફૂલો સાથે તમારેે વધારે મહેનત પણ નથી કરવાની. બસ ફ્રેશ ગુલાબની પાંખ અને સૂકા ફૂલ બાંધીને ઘરની કોઈ બારી અથવા ટેબલની વચ્ચે રાખો, જેથી જ્યારે પણ પંખો ચાલુ કરો તો હવાથી તેની સુગંધ પૂરા ઘરમાં ફેલાય. તમે ઈચ્છો તો ફૂલોથી એર ફ્રેશનર સ્પ્રે પણ બનાવી શકો છો. તમારી પસંદના સુગંધિત ફૂલ લઈને તેમની પાંખને લગભગ અડધા કલાક સુધી પાણીમાં ઉકાળો અને પછી તે પાણી ગાળીને સ્પ્રે બોટલમાં ભરી લો. ઠંડું થતા ઘરમાં સ્પ્રે કરો.

ઓરેન્જ પીલ કેન્ડલ :
તમને સંતરાની સુગંધ રિફ્રેશિંગ લાગે છે અને ઘરના ખૂણેખૂણામાં તેની મહેક ઈચ્છે છે તો સંતરાની છાલ યૂઝ કરીને ઓરેન્જ પીલ કેન્ડલથી ઘરને સુગંધિત બનાવી શકો છો. તમારે માત્ર એટલું કરવાનું છે કે આ છાલમાં થોડો લીંબુનો રસ અને જેતૂનનું તેલ નાખો, સાથે ૧૦ ટીપાં એસેન્શિયલ ઓઈલ પણ નાખો.

ગુલાબજળ :
ઘરમાં ગુલાબની સુગંધ ઈચ્છો છો તો તમારા ઈન્ડોર પ્લાન્ટ અને બાલ્કનીમાં રહેલા છોડમાં ગુલાબજળ છાંટો. હવાની સાથે તેની મહેક પૂરા ઘરમાં ફેલાશે, જે હોમ ફ્રેગરેન્સનું કામ કરશે.

કોફી કેન્ડલ :
આપણે જ્યારે કોફી શોપમાં જઈએ છીએ, તો ત્યાં આવતી કોફીની સુગંધ આપણને એટલી પ્રભાવિત કરે છે કે તે કોફી શોપથી બહાર નીકળવાનું મન નથી કરતું. જે તમે તેવા જ છો, તો કોફી કેન્ડલનો ઉપયોગ કરો. તમે આ કેન્ડલ ઘરે બનાવી શકો છો. કેટલીક ટી લાઈટ કેન્ડલ ઓગાળીને એક જેલી જારમાં ભરો અને તેના નીચેના ભાગમાં કોફી પાઉડર નાખી સેટ થવા દો. તમે મહેનત કરવા નથી ઈચ્છતા તો ૧ કપમાં કોફી બીન્સ ભરીને ઘરના કોઈ ખૂણા અથવા સેન્ટર ટેબલ પર મૂકી દો કે પછી કોઈ જૂના મોજામાં કોફી ભરીને બારીમાં લટકાવી દો.

એર ફ્રેશનર જેલ :
આ એર ફ્રેશનર જેલ ટોક્સિનફ્રી હોય છે, તેથી ઘર માટે સારું રહે છે. તે ઘરે બનાવવું ખૂબ સરળ છે. જિલેટિનમાં પોતાની પસંદના કોઈ પણ એસેન્શિયલ ઓઈલ જેમ કે લવેન્ડર, બેસિલ, ઓરેન્જ, રોજમેરી વગેરે યૂઝ કરી શકાય, જેથી ઘરનો ખૂણેખૂણો મહેકી ઊઠે છે.  *

વધુ વાંચવા કિલક કરો....