ડ્રાયફ્રૂટ બનાના સ્મૂધિ

સામગ્રી :
૫ ખજૂર
૫ બદામ
૧ નાની ચમચી કિસમિસ
૫ કાજુ
૫ પિસ્તા
૧ કેળું કાપેલું
થોડું ગરમ પાણી
૧ કપ ઠંડું દૂધ
૧ નાની ચમચી સ્વીટનર.

રીત :
ડ્રાયફ્રૂટને ગરમ પાણીમાં ૧૦-૧૫ મિનિટ માટે પલાળી રાખો. પછી બ્લેન્ડરમાં ડ્રાયફ્રૂટ સાથે બાકીની તમામ સામગ્રી નાખીને સ્મૂધ મિશ્રણ બનાવો. પછી તેને અટ્રેક્ટિવ સર્વિંગ જારમાં સર્વ કરો.

વેજિટેબલ સૂપ

સામગ્રી સ્ટોકની :
૫૦ ગ્રામ ડુંગળી ઝીણી સમારેલી
૫૦ ગ્રામ ગાજર સમારેલાં
૫૦ ગ્રામ લીલી ડુંગળી બારીક સમારેલી
૫૦ ગ્રામ કાળાં મરી
૧ તમાલપત્ર
૫૦૦ એમએલ વેજિટેબલ સ્ટોક

સામગ્રી સૂપની :
૨૦ ગ્રામ ગાજર
૨૦ ગ્રામ ગ્રીન બીન્સ
૨૦ ગ્રામ ગ્રીન તૂરિયા
૨૦ ગ્રામ યલો તૂરિયા
૨૦ ગ્રામ મશરૂમ શ્ર થોડો કાળાં મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
વેજિટેબલ સ્ટોક સાથે ડુંગળી, ગાજર, લીલી ડુંગળી, કાળાં મરી અને તમાલપત્ર નાખી ૨૦ મિનિટ ઉકાળો. પછી બાકીના શાકભાજીને બારીક સમારીને એક બાજુ મૂકી રાખો. હવે સ્ટોકને ગાળીને ફરીથી ગેસ પર મૂકીને અડધું થવા દો. પછી તેમાં બાકીના શાકભાજી અને મીઠું નાખીને થોડી વાર પકાવો. કાળાં મરીનો પાઉડર નાખીને ગરમાગરમ સર્વ કરો.

સોજી પુડિંગ

સામગ્રી :
૨ કપ સોજી
૧-૧/૨ કપ મોટી ચમચી ઘી
૧ કપ ખાંડ
૧ નાની ચમચી ઈલાયચી પાઉડર
૨ કપ દૂધ
જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ ટુકડામાં.

રીત :
નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને સોજીને સોનેરી થવા સુધી સતત શેકો. હવે દૂધ અને ખાંડ નાખો અને થોડી વાર ઢાંકણું બંધ કરીને પકાવો. પછી ઢાંકણું લઈને ધીમા ગેસ પર ઈલાયચી પાઉડર, થોડું ઘી અને ડ્રાયફ્રૂટ નાખો. ડ્રાયફ્રૂટથી ગાર્નિસ કરીને પીરસો.

કોકોનટ દાળ કરી વિથ ઘીનો વઘાર

સામગ્રી :
૧ કપ ધોયેલી મસૂરની દાળ
૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ મોટી ચમચી કિચન કિંગ પાઉડર
૧/૪ નાની ચમચી કરી પાઉડર
૧ નાની ચમચી હળદર પાઉડર
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ ઈંચ ટુકડા તમાલપત્ર
૧ તેજપત્તા
૧ કપ કોકોનટ મિલ્ક
૪ કપ પાણી
૨ મોટી ચમચી ઘી
મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી વઘારની :
૩ મોટી ચમચી ઘી
૩ મોટી ચમચી ટોમેટો પ્યૂરી
૧ નાની ચમચી કાશ્મીરી મરચું પાઉડર
૨ આખા લાલ મરચાં
૧ નાની ચમચી જીરું
ચપટી હિંગ પાઉડર
સજાવવા માટે થોડી કોથમીર સમારેલી.

રીત :
દાળને સાફ કરીને ૧ કલાક પાણીમાં પલાળી રાખીને પછી પાણી કાઢીને અલગ મૂકો. એક પ્રેશરકુકરમાં ઘી ગરમ કરીને ડુંગળી, આદું અને લસણનો વઘાર કરો. તમામ મસાલા, મીઠું અને દાળ નાખીને ૩ મિનિટ ધીમા ગેસ પર પકાવો. તેમાં ૪ કપ પાણી અને ૧ કપ કોકોનટ મિલ્ક નાખીને કુકર બંધ કરો. ૧ સીટી વગાડીને ગેસ ધીમો કરો. ૫ મિનિટ હજી પકાવો. જ્યારે કુકરની વરાળ નીકળી જાય ત્યારે ઢાંકણું ખોલો, દાળ બની ગઈ હશે. જેા પાણી ઓછું હોય તો ગરમ કરીને પાણી નાખો. વઘાર માટે ઘી ગરમ કરો. તેમાં જીરાનો વઘારો કરો. આખું લાલ મરચું, હિંગ પાઉડર અને મરચું નાખો. ફ્રાય થયા પછી અડધો વઘાર એક બાઉલમાં કાઢો. બાકીનો વઘાર ટોમેટો પ્યૂરીમાં નાખો અને દાળમાં મિક્સ કરો. દાળને સર્વિંગ બાઉલમાં કાઢો. ઉપરથી હિંગ અને જીરાનો વઘાર રેડો અને સર્વ કરો.

નૂડલ ફ્રિટર્સ

સામગ્રી :
૧/૪ કપ ગાજર છીણેલું
૧ કપ નૂડલ્સ બાફેલી
૨ બટાકા બાફેલા
૪ મોટી ચમચી કોર્નફ્લોર
૧ નાની ચમચી લીંબુનો રસ
૪ મોટી ચમચી કોથમીર સમારેલી
ચપટી ઓરેન્જ ફૂડ કલર
૪ મોટી ચમચ તેલ શેલો ફ્રાય માટે
લાલ અને લીલું મરચું સ્વાદ મુજબ
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ નાની ચમચી જીરું પાઉડર
૨ મોટી ચમચી મેંદો
મીઠું સ્વાદ મુજબ.

રીત :
૧ ચમચી મેંદો અને ૧ ચમચી કોર્નફ્લોરની પેસ્ટ બનાવીને તેમાં કલર અને મીઠું નાખો. બટાકા, કોર્નફ્લોર, મેંદો, મીઠું, ધાણા પાઉડર, લીંબુનો રસ, કોથમીર, મરચું, જીરું પાઉડર, નૂડલ્સ અને ગાજરને મિક્સ કરો. પછી તેના નાનાનાના બોલ્સ બનાવીને હાથથી દબાવો. પેસ્ટમાં ડિપ કરીને મૂકો. ફ્રાઈંગપેનમાં તેલ ગરમ કરીને ફ્રિટર્સને પેનમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી દહીં કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

નૂડલ્સ સૂપ વિથ વેજ

સામગ્રી :
૧૦૦ ગ્રામ નૂડલ્સ
૨૫ ગ્રામ કોબીજ
૨૫ ગ્રામ ફ્લાવર
૧ ટામેટું
૪-૫ ફ્રેન્ચ બીંસ
૨ બેબી કોર્ન
૨૫ ગ્રામ બ્રોકલી
૨૫ ગ્રામ વટાણા
૧ ડુંગળી સમારેલી
કાળાં મરી સ્વાદ મુજબ
૪ ચમચી ક્રીમ
૧ નાની ચમચી લસણની પેસ્ટ
૧ મોટી ચમચી માખણ
૧ નાની ચમચી લીંબુનો રસ
૩ લીલાં મરચાં
૨૫ ગ્રામ ગાજર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
તમામ શાકભાજીને બારીક સમારો. ૪ ગણું પાણી નાખીને બાફો. થોડું મીઠું નાખો. જ્યારે શાકભાજી બફાઈ જાય ત્યારે તેને ઠંડા થવા દો. મિક્સરમાં ક્રશ કરીને ગાળી લો. તેના પાણીનો જ ઉપયોગ કરો. નૂડલ્સ બાફવા માટે ૮ કપ પાણી ગરમ કરો. પછી તેમાં નૂડલ્સ નાખીને ૮ મિનિટ પકાવો અને પછી પાણી ગાળીને ઠંડી થવા દો. તેમાં ૧ ચમચી તેલ કે ઘી લગાવો, જેથી ચોંટે નહીં. હવે એક ફ્રાઈંગપેનમાં ઘી કે માખણ ગરમ કરીને લસણની પેસ્ટનો વઘાર કરો. પછી ડુંગળી નાખો. હવે શાકભાજીની પેસ્ટ નાખીને પકાવો. પછી નૂડલ્સ નાખો. ઉપરથી ક્રીમ, કાળાં મરી અને લીંબુનો રસ નાખીને ગરમાગરમ સર્વ કરો. – કમલેશ સંધૂ

પાલ્મેટો નૂડલ્સ

સામગ્રી :
૧૫૦ ગ્રામ નૂડલ્સ બાફેલી
૫૦ ગ્રામ માખણ
૧ ડુંગળી બારીક સમારેલી
૧ નાની ચમચી ઓરિગેનો
૧ કપ કોળું છીણેલું
૩ આખા લાલ મરચાં
૫-૬ કળી લસણ
૪ નાની ચમચી મેયોનીઝ
૪ નાની ચમચી કોથમીર સમારેલી
૧૦-૧૨ કોળાની સ્લાઈસ
૧ નાની ચમચી લીંબુનો રસ
લાલ મરચું ફ્લેક્સ સ્વાદ મુજબ
૨ ચપટી કાળાં મરી પાઉડર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ફ્રાઈંગ પેનમાં માખણ ગરમ કરીને કોળાની સ્લાઈસ શેલો ફ્રાય કરીને અલગ રાખો. માખણમાં આખા મરચાં, લસણની પેસ્ટ અને ડુંગળી નાખીને ફ્રાય કરો. કોળું મિક્સ કરીને પકાવો. તેમાં દૂધ, મરચું, મીઠું કે કાળાં મરી પાઉડર નાખીને પકાવો. ગેસ બંધ કરીને મેયોનીઝ, નૂડલ્સ નાખો. ઉપરથી ઓરિગેનો, મરચું ફ્લેક્સ અને લીંબુનો રસ નાખીને કોળાના ટુકડા નાખો અને ગરમાગરમ સર્વ કરો.

બેક્ડ વેજિટેબલ લજાનિયા

સામગ્રી :
૧-૧/૨ કપ મિક્સ વેજિટેબલ સમારેલા (ગાજર, ફ્રેન્ચબીંસ, કોબીજ, વટાણા)
૨ ડુંગળી સમારેલી
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
કેપ્સિકમ સમારેલાં
૨ ટામેટાં સમારેલાં
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
ચપટી ગરમમસાલો
થોડી કોથમીર સમારેલી
થોડું લો ફેટ પનીર
૧-૧/૪ કપ ટોમેટો પ્યૂરી
૧/૨ મોટી ચમચી ઓઈલ
૬ લજાનિયા શીટ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં ઘી ગરમ કરીને ડુંગળી અને આદુંલસણની પેસ્ટ નાખીને વઘાર કરો. પછી તેમાં કેપ્સિકમ અને ટામેટાં નાખીને પકાવો. હવે મિક્સ વેજિટેબલ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું અને કોથમીર નાખીને પકાવો. ત્યાર પછી બેકિંગ ટ્રે પર લજાનિયા શીટ લગાવીને ૨ લેર તૈયાર કરો. પછી ઉપરથી પનીરના ટુકડા નાખો અને ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ૧૦ મિનિટ બેક કરીને ગરમા ગરમ સર્વ કરો.

રાહરા પનીર લજાનિયા

સામગ્રી :
૧ મોટી ચમચી ઓલિવ ઓઈલ
૧ ટામેટું સમારેલું
૧ નાની ચમચી જીરું
૧ ડુંગળી સમારેલી

સામગ્રી પેસ્ટની :
૧ મોટી ચમચી આદુંલસણની પેસ્ટ
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૨ મોટી ચમચી જીરું
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૩૦૦ ગ્રામ પનીરના ટુકડા
૫-૬ લજાનિયા શીટ
૧ કપ પ્રોસેસ્ડ ચીઝ છીણેલું
૨ મોટી ચમચી ટોમેટો સોસ
૧ નાનું ટામેટું સમારેલું
સજાવવા માટે કોથમીર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
પેનમાં તેલ ગરમ કરી જીરું અને ડુંગળીનો વઘાર કરો. હવે પેેસ્ટની તમામ સામગ્રી એકસાથે મિક્સ કરી તેમાં થોડું મીઠું નાખીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મસાલો ચડી ન જાય. તેમાં ટામેટા નાખીને ફરી પકાવો. હવે પનીર મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લો. લજાનિયા શીટ પર પનીર મિક્સર કરો. ઉપરથી ચીઝ સ્પ્રેડ કરીને ટોમેટો સોસ ફેલાવો. ટામેટાના ટુકડા પણ મૂકો. અન્ય લજાનિયા શીટથી કવર કરીને બાકીનું ચીઝ નાખો અને ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ પર ચીઝ પીગળવા બેક કરો. કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

ચપાતી ચીઝ સેન્ડવિચ

સામગ્રી :
૪ નાની ચપાતી
૧/૪ કપ ટોમેટો કેચઅપ
૧/૨ કપ પિઝા ચીઝ
૧/૪ કપ ડુંગળી સમારેલી
૧/૪ કપ કેપ્સિકમ સમારેલા
૧/૪ કપ મકાઈના દાણા બાફેલા
૧ મધ્યમ આકારના આલૂ બાફેલા
૧ નાની ચમચી મિક્સ ઈટાલિયન હર્બ્સ
૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝ છીણેલું
૧ મોટી ચમચી માખણ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચપાતી પર ટોમેટો કેચઅપ લગાવીને ઉપરથી ચીઝ લગાવો. પછી ડુંગળી, કેપ્સિકમ, કોર્ન, બટાકા તેની પર મૂકો. ત્યાર પછી ઈટાલિયન હર્બ્સ, મીઠું અને ચીઝ ભભરાવો. પછી એક રોટીને બીજી રોટીથી કવર કરીને તવા પર થોડું માખણ લગાવીને સેન્ડવિચને બંને તરફથી ક્રિસ્પી થવા સુધી ગ્રિલ કરી સર્વ કરો. ૫.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો