અજમો પનીર ટિક્કા

સામગ્રી :
૨૦૦ ગ્રામ પનીર
૩ મોટી ચમચી હંગ કર્ડ
૧ નાની ચમચી આદું-લસણની પેસ્ટ
૧-૧ ચમચી હળદર, લાલ મરચું અને ધાણા પાઉડર
૧ મોટી ચમચી ગરમ મસાલો
૨ નાની ચમચી અજમો
૨ નાની ચમચી કસૂરી મેથી પાઉડર
૨ મોટી ચમચી વેસણ
૧ મોટી ચમચી લીંબુનો રસ
૧ મોટી ચમચી સરસવનું તેલ મેરિનેટ કરવા માટે
ફ્રાય કરવા માટે ઓઈલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક પેનમાં વેસણ લઈને સુગંધ આવે ત્યાં સુધી શેકો. ગેસ બંધ કરીને ઠંડું થવા દો. પનીરના નાના ટુકડા કરો. પછી એક બાઉલમાં શેકેલું વેસણ, દહીં, લીંબુનો રસ, સરસવનું તેલ અને બાકીની સામગ્રી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી તેને પનીરના ટુકડામાં રગદોડીને ૩૦ મિનિટ મેરિનેટ થવા દો. પછી એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં પનીર ફ્રાય કરી તેની પર ચાટ મસાલો અને લીંબુનો રસ નાખીને લીલાં શાકભાજીથી સજાવીને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

ઈલેક્ટ્રિક શોક

સામગ્રી :
૧ મોટી ચમચી લીંબુનો રસ
૨ મોટી ચમચી શુગર સિરપ
૩ મોટી ચમચી બ્લૂ લગૂન સિરપ
ટબેસ્કો સોસના ટીપાં
૫-૬ આઈસ ક્યૂબ
સોડા જરૂર મુજબ.

રીત :
સોડા સિવાય તમામ સામગ્રી બ્લેન્ડથી ચર્ન કરી મોકટેલ મિક્સરમાં શેક કરો. હવે સોડા સાથે મિક્સ કરીને સર્વ કરો.

મોઈતો મિંટ

સામગ્રી :
૮-૧૦ ફુદીનાનાં પાંદડાં
૧ મોટી ચમચી લીંબુનો રસ
૩ મોટી ચમચી શુગર સિરપ
૧ મોટી ચમચી મોઈતો સિરપ
૫-૬ આઈસ ક્યૂબ
સોડા જરૂર મુજબ.

રીત :
સોડા સિવાય તમામ સામગ્રીને બ્લેન્ડથી ચર્ન કરી મોઈતો મિક્સરમાં મિક્સ કરો. તેમાં સોડા મિક્સ કરીને ફુદીનાનાં પાંદડાંથી ગાર્નિશ કરીને સર્વ કરો.

કીવી સ્મૂધિ

સામગ્રી :
૧ કીવી
૧ સફરજન
૨ મોટી ચમચી મધ
૨ મોટી ચમચી હંગ કર્ડ
૨ મોટી ચમચી દૂધ
૩-૪ આઈસ ક્યૂબ.

રીત :
કીવી અને સફરજનની છાલ ઉતારીને તમામ સામગ્રીને એકસાથે એક જારમાં નાખી બ્લેન્ડ કરો અને તમારું રિફ્રેશિંગ ડ્રિંક્સ તૈયાર ઠંડું કરી સર્વ કરો.

ખસ પંચ

સામગ્રી :
૩ મોટી ચમચી ખસ સિરપ
૩૦૦ એમએલ સોડા
૨ મોટી ચમચી શુગર સિરપ
૫ મોટી ચમચી ક્રશ્ડ આઈસ
૧ ચમચી કેવડો.

રીત :
તમામ સામગ્રીને એક જારમાં નાખી મિક્સ કરીને બ્લેન્ડમાં ચર્ન કરો અને તમારું રિફ્રેશિંગ ડ્રિંક્સ ઠંડુંઠંડું સર્વ કરો.

મિસ્સી રોટી કેસાડિયા

સામગ્રી :
૪ મિસ્સી રોટી
૧/૨ કપ કોથમીર સમારેલી
૧ કપ ચીઝ છીણેલું
૧ કપ બીન્સ
૨ ટામેટાં સમારેલાં
૨ મોટી ચમચી રિફાઈન્ડ ઓઈલ
કાળાં મરી પાઉડર
ગરમ મસાલો
૧/૨ કપ મકાઈના દાણા
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મિસ્સી રોટીના અડધા ભાગ પર ચીઝ લગાવો. તેની પર બીન્સ મકાઈના દાણા, ટામેટા અને કોથમીર મૂકો. હવે ચીઝ ગ્રેટ કરો અને રોટીને ફિલ કરો. નોનસ્ટિક પેન ગરમ કરીને થોડું તેલ મૂકો અને રોટીને બંને બાજુથી શેકીને ગરમાગરમ સર્વ કરો.

પીના કોલાડા

સામગ્રી :
૨-૩ મોટી ચમચી પાઈનેપલ ક્રશ
૨૦૦ એમએલ સ્પ્રાઈટ
૫-૬ આઈસ ક્યૂબ્સ.

રીત :
પાઈનેપલ ક્રશ અને આઈસ ક્યૂબને મોકટેલ મિક્સરમાં શેક કરીને ગ્લાસમાં પીરસો. હવે સ્પ્રાઈટ નાખીને પાઈનેપલ સ્લાઈસથી ગાર્નિશ કરીને સર્વ કરો.

ઓરિયો મિલ્ક શેક

સામગ્રી :
૫ ઓરિયો બિસ્કિટ
૩/૪ કપ ઠંડું દૂધ
૨ સ્કૂપ વેનિલા આઈસક્રીમ
૧ નાની ચમચી સ્વીટનર પાઉડર.

રીત :
તમામ સામગ્રીને બ્લેન્ડરમાં હલાવીને સર્વિંગ બાઉલમાં કાઢો અને ઉપરથી ક્રીમ અને ઓરિયો બિસ્કિટના ટુકડાથી સજાવીને સર્વ કરો.

મેંગો પન્ના કોટા

સામગ્રી મેંગો લેરની :
૧ નાની ચમચી જિલેટિન
૨ મોટી ચમચી ગરમ પાણી
૨ કપ મેંગો પ્યૂરી

સામગ્રી ક્રીમ લેરની :
૧ કપ ફુલ ક્રીમ દૂધ
૧ નાની ચમચી જિલેટિન
૧/૨ કપ સ્વીટનર પાઉડર
૧ કપ ક્રીમ
૧ નાની ચમચી વેનિલા એસેંસ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મિક્સિંગ બાઉલમાં ગરમ પાણીમાં જિલેટિન નાખીને મિક્સ કરો. તેમાં ૨ કપ મેંગો પ્યૂરી નાખીને હલાવો. એક બાઉલમાં સર્વિંગ ગ્લાસને થોડો વાંકો મૂકો અને મેંગો પ્યૂરીને કિનારી સુધી ભરીને ૨ કલાક માટે ફ્રિજમાં સેટ થવા મૂકો. દૂધમાં નાની ચમચી જિલેટિન નાખીને ધીમા ગેસ પર હળવું ગરમ કરો. ગેસ પરથી ઉતારીને તેમાં ૧ કપ ક્રીમ નાખીને મિક્સ કરો. પછી તેમાં સ્વીટનર પાઉડર, વેનિલા એસેંસ અને મીઠું નાખીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તમામ વસ્તુ મિક્સ ન થાય. હવે તેને મેંગો પ્યૂરી ગ્લાસમાં નાખીને ફ્રિજમાં સેટ થવા માટે મૂકો. ઠંડું થતા મેંગોના ટુકડાથી સજાવીને સર્વ કરો.

એગલેસ ચોકલેટ લાવા કેક

સામગ્રી :
૧ કપ મેંદો
૧/૪ કપ કોકો પાઉડર
૧/૨ કપ આલૂ બાફેલા અને મેશ કરેલા
૧ નાની ચમચી વેનિલા એસેંસ
૧૨ ચોકલેટના પીસ
૧/૨ નાની ચમચી બેકિંગ પાઉડર
૩/૪ કપ દૂધ
૪ એલ્યુમિનિયમ મોલ્ડ્સ
૧ મોટી ચમચી સ્વીટનર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મેંદો, કોકો પાઉડર, સ્વીટનર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ચપટી મીઠું નાખીને ગાળી લો. પછી તેમાં વેનિલા એસેંસ અને ઓઈલ નાખીને મિક્સ કરો. આ મિશ્રણને અડધો કપ દૂધ નાખીને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી બેટર સ્મૂધ ન થાય. જરૂર પડે તો વધારે દૂધ નાખો. પછી એલ્યુમિનિયમ મોલ્ડ્સ પર ઓઈલ લગાવીને તેની પર કોકો પાઉડર છાંટો અને પછી ૩/૪ બેટર ભરો. ચોકલેટને કપની વચ્ચોવચ સેટ કરો. પછી ચમચીથી ચોકલેટને આરામથી બહાર કાઢીને તેની પર વધારે બેટર લગાવો. ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર પહેલાંથી ગરમ ઓવનમાં ૧૫ મિનિટ સુધી બેક કરો. ઠંડું થતા કાઢીને ચપ્પુથી પરફેક્ટ શેપ આપો. પ્લેટમાં મૂકી વેનિલા આઈસક્રીમ સાથે સર્વ કરો.

વાંચવા માટે અમર્યાદિત વાર્તાઓ-લેખોસબ્સ્ક્રાઇબ કરો