વાર્તા - નીરજકુમાર મિશ્રા
સિંદુરાશાહ, બેંગલુરુ શહેરમાં રેસ્ટોરન્ટના બિઝનેસનું એક ઊભરતું નામ હતું. તે એક મહત્ત્વાકાંક્ષી મહિલા હતી અને બીજા શહેરમાં પણ પોતાની રેસ્ટોરન્ટ ખોલવા ઈચ્છતી હતી.
સિંદુરા એક મોટી બિઝનેસ આઈકોન બનવા ઈચ્છતી હતી, પરંતુ તે જાણતી હતી કે પુરુષપ્રધાન આ દુનિયામાં પુરુષોની વચ્ચે રહીને તેમને પછાડવા કેટલા મુશ્કેલ છે અને તેના માટે માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ તેને સફળતા મેળવવા માટે તેની પાસેની દરેક વસ્તુનો ઉપયોગ કરતા આવડવો જેાઈએ.
રેસ્ટોરન્ટના બિઝનેસના ગુરુમંત્ર તેને પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યા હતા અને તેના દ્વારા સિંદુરાએ પોતાની એકમાત્ર રેસ્ટોરન્ટને ૨ અને ત્યાર પછી ૩ માં ફેરવી નાખી હતી.
સિંદુરા શાહ ૪૫ વર્ષની અપરિણીત મહિલા હતી. તેણે લગ્ન કેમ ન કર્યા તેનો જવાબ સિંદુરા સિવાય બીજું કોઈ જાણતું નહોતું. કદાચ તેને કોઈ લાયક પુરુષ મળ્યો નહીં હોય, પરંતુ આ ઉંમરમાં પણ સિંદુરા ખૂબ આકર્ષક દેખાતી હતી. તેની તાજગી અને સુંદરતા જેાઈને લોકો આશ્ચર્યમાં પડી જતા હતા. ગોરો રંગ, ઊંડાણભરી કાળી આંખો અને આકર્ષક નાક. પોતાના ગોરા શરીર પર જ્યારે સિંદુરા સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી અને સાડીને નાભિની નીચેથી પહેરતી ત્યારે તે ખૂબ આકર્ષક દેખાતી હતી.
આ સુંદરતાનો પોતાના વ્યવસાયની પ્રગતિ માટે ખૂબ ઉત્તમ રીતે ઉપયોગ કરતી હતી સિંદુરા. સાડીના પાલવને પોતાના ખભા પર સજાવતા તેને આવડતું હતું તો સાથે તેને સરકાવીને પોતાના શરીરનું થોડું પ્રદર્શન કરીને તેનો કેવી રીતે લાભ ઉઠાવવો તે પણ ખૂબ સારી રીતે આવડતું હતું.
સિંદુરા તે રેસ્ટોરન્ટ જેવી બીજી એક રેસ્ટોરન્ટ શહેરની બહાર જતા હાઈવે પર ખોલવા ઈચ્છતી હતી અને તેના માટે તે હાઈવે પર જમીન ખરીદવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ દરેક સમયે તેને નિરાશા જ મળતી હતી, કારણ કે આ એરિયાનો પ્રોપર્ટી ડીલર શુભાંગસિંહ જમીન વેચવા ઈચ્છતો નહોતો. સિંદુરાએ ઘણી વાર પોતાના માણસોને શુભાંગ પાસે મોકલ્યા, પરંતુ કોઈ લાભ થયો નહોતો. આ પ્રોપર્ટી ડીલર જમીન વિષયે કોઈ વાત કરવા ઈચ્છતો નહોતો, કારણ કે તે સારી રીતે જાણતો હતો કે આ મોકાની જમીનને જેટલી મોડી વેચશે તેટલી તેની કિંમત
વધવાની છે.
જ્યારે સિંદુરાને કોઈ માર્ગ ન સૂઝ્્યો, ત્યારે તેણે શુભાંગને ડાયરેક્ટ મળીને વાત કરવાનું વિચાર્યું અને ત્યાર પછી એક દિવસે તે સીધી શુભાંગની ઓફિસે પહોંચી ગઈ.
શુભાંગસિંહ એક ૩૮ વર્ષનો પરિણીત અને ખૂબ આકર્ષક માણસ હતો, જે ઓફિસમાં પોતાની રિવોલ્વિંગ ચેર પર બેસીને કામ કરી રહ્યો હતો. તેણે આંખો પર ચશ્માં પહેરી રાખ્યા હતા અને પોતાના ખભા સુધીના લાંબા વાળને ઉપરની તરફ ખેંચીને એક જૂડાની જેમ બાંધ્યા હતા. જે રીતે તેણે સિંદુરાને ઉપરથી નીચે સુધી ધ્યાનથી જેાઈ, ત્યારે સિંદુરા પણ સમજી ગઈ કે શુભાંગ સુંદરતાનો ચાહક છે અને હવે પોતાનું કામ સરળ થઈ જશે.





