પિગમેન્ટેશન ત્યારે થાય છે જ્યારે તમારા ફેસ અથવા બોડીના કોઈ ખાસ ભાગની કોશિકા મરવા લાગે છે અને તેને પોષક તત્ત્વો મળવાના બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં સ્કિન બ્લેક થવા લાગે છે. કેટલીય વાર મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ પરિવર્તનના લીધે પણ એવું થાય છે. કીમોથેરપિ પછી પણ પિગમેન્ટેશનની સમસ્યા થાય છે.
નવી દિલ્લીના નજફગઢ વિસ્તારમાં પાર્લર ચલાવતા વીણા જણાવે છે, ‘‘સ્કિન પિગમેન્ટેશન ત્યારે વધારે થાય છે, જ્યારે મેલાનિન વધારે બનવા લાગે છે. મેલાનિન તે છે, જેનાથી સ્કિન, આંખો અને હેરને પોતાનો રંગ મળે છે. તે સૂર્યના કિરણોથી સ્કિનને નુકસાન થતા બચાવે છે. મેકઅપ દ્વારા ફેસના પિગમેન્ટેશન છુપાવી શકો છો, પણ તમે હંમેશાં મેકઅપ નથી કરી શકતા. એવામાં તમારે પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે તેનો પરમેનન્ટ ઈલાજ કરાવવો જેાઈએ.’’
પિગમેન્ટેશન થવું સામાન્ય છે, પરંતુ તે થવાથી તમારી સુંદરતા પર અસર થાય છે. તમે ઉંમરથી મોટા દેખાવા લાગો છો. સ્કિન પોતાનો ગ્લો ગુમાવી દે છે. તમે ઈચ્છો છો કે પિગમેન્ટેશનના લીધે તમારો કોન્ફિડન્ટ ઓછો ન થાય તો તમારે આ ખાસ વાતનું ધ્યાન રાખવું જેાઈએ :
સનસ્ક્રીનનો ઉપયોગ કરો
પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે જ્યારે પણ તમે સૂર્યપ્રકાશમાં બહાર નીકળો છો ત્યારે ૩૦ એસપીએફવાળું સનસ્ક્રીન લગાવો. આ સૂર્યના હાનિકારક કિરણોથી તમારી સ્કિનને બચાવો. સનસ્ક્રીન લગાવવાથી સ્કિન ડ્રાય નથી થતી, જેથી તમારો ફેસ પિગમેન્ટેશનની સમસ્યાથી બચી શકે છે. સનલાઈટથી બચવા માટે તમે મામાઅર્થ અલ્ટ્રાલાઈટ ઈન્ડિયન સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. જે એસપીએફ ૫૦ સાથે આવે છે. જે ઈન્ડિયન સ્કિન ટોન માટે સારું સનસ્ક્રીન છે.
વિટામિન સી સીરમ ફાયદાકારક
પિગમેન્ટેશનથી બચવા માટે તમે વિટામિન સી સીરમનો ઉપયોગ કરો. તે તમારી સ્કિનને પોષણ આપે છે અને ટાયરોસિનેસનું મુખ્ય કામ છે મેલાનિનનું નિર્માણ કરવું. જેા રોજ વિટામિન સી સીરમનો ઉપયોગ કરશો તો હાઈપર પિગમેન્ટેશનની સમસ્યા ધીરેધીરે દૂર થશે.





