વધતા શહેરીકરણના લીધે લોકોમાં ગામડું જેાવા અને સમજવાનો ક્રેઝ વધવા લાગ્યો છે. તેના લીધે ગ્રામીણ ટૂરિઝમમાં લોકોનો રસ વધ્યો છે. હવે લોકો ફરવા જાય છે તો મુખ્ય સ્થળે રોકાવાના બદલે આજુબાજુના ગામડામાં બનેલી હોટલમાં રહે છે. તેના કેટલાય લાભ છે. એક તો અહીં શહેરો જેવી ભીડ નથી હોતી, અહીંનો પ્રાકૃતિક માહોલ ગમે છે અને સ્વાદિષ્ટ ભોજન મળે છે. ગામડાનો માહોલ મળતા મનને શાંતિ મળે છે. સૌથી મોટી વાત શહેરોની સરખામણીમાં ત્યાં ઓછો ખર્ચ હોય છે. ફેમિલી અને મિત્રો સાથે અહીં ફરવા આવવું રસપ્રદ છે.
રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીર જ નહીં, હવે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ગામડામાં પણ લોકો આ પ્રકારની હોટલ બનાવવા લાગ્યા છે. જ્યાં લોકો આવીને રહે છે. આવી જગ્યા કેટલાય પર્યટક સ્થળોની આસપાસ બનવા લાગી છે, જેથી પર્યટકો ત્યાં રોકાઈને ફરવાનો આનંદ માણી શકે. રાજસ્થાનમાં જૂની હવેલીને હોટલ તરીકે ઉપયોગ કરવાનો ટ્રેન્ડ જૂનો છે.
હવે ઉત્તર પ્રદેશ સરકાર પણ જૂની હવેલી અને રાજાઓના મહેલોને હોટલ બનાવવાની શક્યતા શોધી રહી છે. હવે યુવાવર્ગ પણ પર્યટન વેપારમાં આગળ આવી રહ્યો છે. કેટલાય રિસોર્ટ અને રેસ્ટોરન્ટ એવા છે જેને છોકરીઓ સંચાલિત કરી રહી છે. પહાડી વિસ્તારમાં જ્યાં ગરમીમાં પર્યટકો વધારે જાય છે ત્યાં મેદાની વિસ્તારમાં બહારથી આવનારા પર્યટકો ઓક્ટોબરથી એપ્રિલ સુધી આવે છે. વધારે ગરમી અને વરસાદમાં અહીં ફરવા ઓછા આવે છે. વાઈલ્ડ લાઈફ જેાનારા મધ્ય પ્રદેશ જવાનું પસંદ કરે છે.

પન્નાનું ‘નાહર બાગ રાજગઢ’
મધ્ય પ્રદેશમાં પન્ના જિલ્લા પન્ના ટાઈગર રિઝર્વની સાથેસાથે વોટરફોલ અને મંદિરો માટે પણ પ્રખ્યાત છે. અહીં નજીકમાં ખજુરાહો પણ છે. પર્યટનની નજરમાં પન્ના પર્યટક સ્થળ માનવામાં આવે છે. અહીં ‘નાહર બાગ રાજગઢ’ રિઝોર્ટ છે. તેને રાવી સિંહે બનાવ્યો. વારાણસીની રહેવાસી રાવી સિંહની રુચિ વાઈલ્ડ લાઈફમાં છે. તેને અહીં ફરવું ગમતું હતું. પોતાની રુચિને પોતાની કરિયર બનાવવા માટે રાવી સિંહે ટૂરિઝમ એન્ડ ટ્રાવેલ્સમાં એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર પછી ‘નાહર બાગ રાજગઢ’ શરૂ કર્યું. તેના દ્વારા તે પર્યટકોને વિલેજ અને વાઈલ્ડ લાઈફ ટૂરિઝમ સાથે જેાડવા માંગે છે.
‘નાહર બાગ રાજગઢ’ માં ૧૦ રૂમ છે, જેમાંથી ૪ ટેન્ટ છે. અહીં પર્યટકોને ગામડાનો માહોલ જેવા મળે છે. પાક કેવી રીતે થાય છે. કેટલીય વાર લોકો એ જેાઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે બટાકા, ટામેટા જેવી વસ્તુના છોડ નથી જેાયા. તેમના કિચન ઓર્ગેનિક પાક પર આધારિત છે. પર્યટકોની માગણી મુજબ તેમને જગ્યા બતાવવામાં આવે છે. તેના માટે વિલેજ વોક, નેચર વોક અને લંચ વિથ લોકલ કરાવવામાં આવે છે. બુંદેલખંડી ભોજન અને કલાસંસ્કૃતિ જેાઈ પર્યટક ખૂબ ખુશ થાય છે. રાવી સિંહ જણાવે છે, ‘‘અમારી સાથે ૧૭ લોકોનો સ્ટાફ કામ કરે છે. જે ગામડા સાથે જેાડાયેલા લોકો છે. પન્ના ટાઈગર્સ અને ખજુરાહો નજીક હોવાથી લોકો અહીં આવે છે, જે લોકો એક વાર અહીં આવે છે તેઓ ફરીથી આવે છે અને તેમના ઓળખીતા લોકોને પણ અહીં મોકલે છે. અમારો ઉદ્દેશ ગામડાનો વિકાસ અને શહેરના લોકોને ગામડાના જીવન સાથે જેાડવાનો છે. તેના માટે અમે તેમને એક સુવિધાજનક માહોલ આપવાનું કામ કરીએ છીએ.’’

હોમ સ્ટે પર્યટનને પ્રોત્સાહન આપે છે
ઉત્તરાખંડમાં દર વર્ષે દેશી અને વિદેશી પર્યટક હજારોની સંખ્યામાં જાય છે. હોમ સ્ટે યોજના સાથે જેાડાઈને ગામડાના લોકો પણ પર્યટન વેપારનો લાભ લે છે. તેના માટે ઉત્તરાખંડ સરકાર ટ્રેનિંગ અને ૨ લાખ રૂપિયા સુધીની લોન આપવાનું કામ કરે છે. તેના દ્વારા પર્યટન વિસ્તારમાં રહેતા ગ્રામીણોને રોજગાર આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હોમ સ્ટે સાથે જેાડાવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે, તેની ફી રૂપિયા ૫૦૦ નક્કી કરવામાં આવી છે. તેના માટે બેંકમાં ખાતું જરૂરી છે. તેના માટે અભ્યર્થીએ ૨ વર્ષ સુધીનું લાઈસન્સ મળશે. નવું હોમ સ્ટે બનાવવા માટે અભ્યર્થીને ૩૦ લાખ સુધીની લોન મળશે. તેમાં ૫૦ ટકા મૂળ સબસિડી તથા ૫૦ ટકા વ્યાજ સહિત સબસિડીની વ્યવસ્થા કરવામાં આવી છે. પહાડોની આબોહવા અને ગ્રામીણ પરિવેશના પરિચય માટે પર્યટકોની રૂચિ હોમ સ્ટે તરફ વધી રહી છે. કેટલાય પર્યટકો શહેરના કોલાહલથી દૂર ગ્રામીણ ક્ષેત્રના હોમ સ્ટેમાં જ રહેવાનું પસંદ કરે છે. ટિહરી જિલ્લાના તિવાડગામ હોમ સ્ટે માટે પ્રખ્યાત છે. અહીં ભોજનમાં પહાડી વાનગીની સાથેસાથે વેસ્ટર્ન ફૂડ પણ મળે છે.

હોટલની સરખામણીમાં ખૂબ સસ્તું
ટ્રાવેલ બિજ નામના ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા સોનિયા ગુલાટી ‘હોમ સ્ટે’ વિશે જણાવે છે, ‘‘પહાડ પર હોમ સ્ટે ખૂબ પ્રચલિત છે. અહીં રોકાવાનો ખર્ચ હોટલની સરખામણીમાં ખૂબ સસ્તો છે. જે આજુબાજુની હોટલમાં ૨ થી ૩ હજારનો ખર્ચ થાય તો હોમ સ્ટેમાં ૫૦૦ થી ૧૦૦૦ સુધીનો ખર્ચ આવે છે. અહીં ખાવા માટે લોકલ ફૂડ મળે છે. રહેવા માટે આ જગ્યાએ આરામદાયક રૂમ મળી રહે છે. લોકો હોમ સ્ટે ઓફ ઈન્ડિયા વેબસાઈટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે. તેની સાથે ગામડાની પંચાયત અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં પણ તેની માહિતી રહે છે, જેથી કોઈ જરૂરિયાત સમયે મદદ મળી શકે. ટૂર પેકેજ ચલાવનારને પણ આવા હોમ સ્ટેની જાણકારી હોય છે. કાશ્મીરમાં પાકિસ્તાન બોર્ડરના છેલ્લા ગામ ચકવાલ પાસે ‘સુકૂન હોમ સ્ટે’ છે. આ પુલૈલા વેલી વિસ્તારમાં આવેલો છે. મોટાભાગના પર્યટક ભારતપાકિસ્તાન બોર્ડરને નજીકથી જેાવા માટે અહીં આવે છે અને અહીં કેટલીય વાર રોકાય છે. ગામવાળા માટે આ પર્યટક મહેમાન હોય છે. તેની સાથેસાથે આ ગામનો આર્થિક આધાર પણ હોય છે. પરિણામે હોમ સ્ટે ચલાવતા લોકો પોતાના મહેમાનોનું પૂરું ધ્યાન રાખે છે.

તાજ હવેલી રિસોર્ટ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી ૧૨૦ કિલોમીટર દૂર બહરાઈચ જિલ્લો છે. અહીંથી ૬૦ કિલોમીટર દૂર શ્રાવસ્તી પર્યટન સ્થળ છે. આ બૌદ્ધ પરિપથમાં આવે છે. અહીં દર વર્ષે હજારો લોકો ફરવા આવે છે. શ્રાવસ્તીમાં ફરવા આવતા લોકોની રોકાવાની જગ્યા છે. બહરાઈચથી ૩૦ કિલોમીટર દૂર પયાગપુર નામની જગ્યા છે, તેની પાસે ખૂબ જાણીતું બધેલ તાલ છે. જે લગભગ ૪૮ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. તેને સરકારે વેટલેન્ડ જાહેર કર્યું છે. અહીં નજીકમાં વિકાસ શાહી નામના ખેડૂતે પોતાની ‘તાલ હવેલી’ બનાવી છે. વિકાસ શાહીએ લગભગ ૩ એકરમાં ‘તાલ હવેલી’ નામનો એક રિસોર્ટ બનાવ્યું છે. તેમાં એક રેસ્ટોરન્ટ છે. ડબલબેડના રૂમ અને મોટો હોલ છે. સાથે તળાવ અને ખેતર છે. તળાવમાં માછલી ઉછેર અને બોટિંગ થાય છે.

વિકાસ શાહી જણાવે છે, ‘‘અમે એગ્રો ઈકો ટૂરિઝમની શરૂઆત કરી છે. મેં જેાયું કે હવે પર્યટકો ગામના માહોલને સમજવા માટે અહીં રહેવા માંગે છે. અમે પર્યટકોને ખેતર, માછલી ઉછેર, બાગબગીચા બતાવવાની સાથેસાથે આ પ્રાકૃતિક માહોલને જેાવાસમજવાની તક આપતા તેમને ઘર જેવો અનુભવ કરાવીએ છીએ. ધીરેધીરે હવે ઉત્તર પ્રદેશ આવનારની રુચિ પણ ગ્રામીણ ટૂરિઝમ બાજુ વધી રહી છે.

એવામાં અમે પણ અમારા રિસોર્ટને તેમને અનુકૂળ તૈયાર કરી રહ્યા છીએ. અમારે અહીં સોલર લાઈટ, વીજળી અને ઈમર્જન્સી માટે જનરેટરની પણ વ્યવસ્થા છે, જેથી રોકાનારને મુશ્કેલી ન પડે. અમે સોશિયલ મીડિયા દ્વારા પર્યટકો સાથે જેાડાયા છીએ. તેની સાથે જે એક વાર અહીં આવે છે તે પોતાના ઓળખીતાને પણ જણાવે છે. ત્યાર પછી તેઓ પણ અહીં આવે છે.
– શૈલેન્દ્ર સિંહ.

વધુ વાંચવા કિલક કરો....