મારા પપ્પાની ઉંમર ૬૨ વર્ષ છે. તેમની એક કિડની ૭૦ ટકા કામ કરી રહી છે અને બીજી લગભગ ૨૦ ટકા. હું જાણવા ઈચ્છુ છું કે શું તેમના માટે ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર સારવાર છે?
ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર ત્યારે પડે છે જ્યારે કિડની ફેલ્યોર થઈ ચૂકી હોય. કિડની ફેલ્યોર શબ્દાવલીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે બંને કિડની કામ કરવું બંધ કરે છે. જેા એક કિડની યોગ્ય રીતે કામ કરી રહી હોય તો પણ સામાન્ય જીવન જીવી શકાય છે. જેમને કિડની સંબંધિત બીમારી હોય, તેઓ એક્સર્સાઈઝ, ડાયટ અને દવાઓથી તેને નિયંત્રિત કરીને કિડની ફેલ્યોરનું જેાખમ ઓછું કરી શકાય છે અને સામાન્ય જિંદગી જીવી શકાય છે. તેથી ખૂબ જરૂરી છે કે તમારા પપ્પાની એક કિડની ઠીક રીતે કામ કરી રહી છે અને તેને સ્વસ્થ રાખવા માટે બધા જરૂરી ઉપાય કરો, જેથી તેમને ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે.

હું એક સેલ્સગર્લ છું. ડ્યૂટિના લીધે મારે ઘણા બધા કલાકો સુધી ઊભા રહેવું પડે છે. પગમાં દુખાવાના લીધે ઘણું ખરું હું પેન કિલર્સ લઈ લઉં છું. મેં સાંભળ્યું છે કે પેન કિલર્સ કિડનીને નુકસાન પહોંચાડે છે. શું આ વાત સાચી છે?
એ વાત સાચી છે કે કઈ સમજ્યાવિચાર્યા વિના પેન કિલર્સનો ઉપયોગ કિડની સંબંધિત બીમારીનું કારણ બની શકે છે. અમેરિકાના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશન અનુસાર સતત પેન કિલરનો હાઈડોઝ લેવો પૂરા વિશ્વમાં એક્યૂટ કિડની ફેલ્યોરનું સૌથી મોટું કારણ છે. બ્રૂફેન નામની પેન કિલરને ૧૦-૧૫ દિવસ પણ લઈ લો તો કિડની ખરાબ થઈ શકે છે. તેથી પીડાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એનાલજેસિક્સો (પેન કિલર) નું સેવન ડોક્ટરની સલાહ વિના ન કરો. પગના દુખાવાને દૂર કરવા માટે પેન કિલર્સના બદલે ઘરેલુ નુસખા અજમાવો.

મારી મમ્મીની ઉંમર ૬૨ વર્ષ છે અને તેમની કિડની ફેલ થઈ ગઈ છે. અમે ડાયાલિસિસથી પરેશાન થઈ ગયા છીએ. શું આ ઉંમરમાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સંભવ છે?
મોટાભાગના લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકતા હોય છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે દર્દીની ઉંમર કેટલી છે. આ પ્રક્રિયાએ બધા લોકો માટે ઉપલબ્ધ છે જેમને એનેસ્થેસિયા આપી શકાય તેમ હોય અને કોઈ એવી બીમારી પણ ન હોય જે ઓપરેશન પછી વધી જાય. જેમ કે કેન્સર વગેરે. એવી દરેક વ્યક્તિ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે જેના શરીરમાં સર્જરીની અસરોને સહન કરવાની ક્ષમતા હોય. કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો દર બીજા ટ્રાન્સપ્લાન્ટની સરખામણીમાં સારો હોય છે. જેમને ગંભીર હૃદયરોગ, કેન્સર અથવા એઈડ્સ હોય તેમના માટે પ્રત્યારોપણ સુરક્ષિત અને પ્રભાવશાળી નથી.

મને છેલ્લા ૧૦ વર્ષથી ડાયાબિટીસ છે. છેલ્લા થોડા દિવસથી મને હાથ, ઘૂંટણ અને પંજામાં સોજાની સમસ્યા થઈ રહી છે. તેનુ કારણ શું હોઈ શકે છે?
હકીકતમાં, ડાયાબિટીસ માત્ર એક રોગ નથી, પરંતુ મેટાબોલિક સિંડ્રોમ છે, જેની અસર કિડની સહિત શરીરના પ્રત્યેક અંગ અને તેની કાર્યપ્રણાલી પર થાય છે. હાથ, ઘૂંટણ અનં પંજામાં સોજાની સમસ્યા ડાયાબિટિક નેફ્રોપેથીના લીધે થઈ શકે છે. ડાયાબિટીસથી પીડિત ૩૦ થી ૪૦ ટકા લોકોમાં ડાયાબિટિક નેફ્રોપેથીના લીધે કિડની ખરાબ થાય છે, તેથી સૌપ્રથમ તમે તમારા યૂરિનની તપાસ કરાવો. યૂરિનમાં એલ્બ્યૂમિનનું આવવું અને શરીરમાં ક્રિએટિનિન વધવું ડાયાબિટિક નેફ્રોપેથીના સંકેત છે. જે યૂરિનમાં માઈક્રો એલ્બ્યૂમિન આવી રહ્યું ન હોય તો કિડની પર અસર નથી થઈ. ડાયાબિટિક નેફ્રોપેથીને સંપૂર્ણપણે ઠીક નથી કરી શકાતું, પરંતુ સારવારથી તેના ગંભીર થવાની પ્રક્રિયાને બંધ અથવા ધીમી કરી શકાય છે. સારવારમાં લોહીમાંના શુગરના સ્તર અને બ્લડપ્રેશરને જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને નિયમિત યોગ્ય દવાથી નિયંત્રિત કરી શકાય છે.

ડાયગ્નોસિસમાં જાણ થઈ છે કે પતિની કિડની ખૂબ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. હું જાણવા ઈચ્છુ છું કે કિડની ફેલ્યોર શું છે?
કિડની ફેલ્યોર ત્યારે થાય છે, જ્યારે કિડની તમારા લોહીમાંથી નકામા પદાર્થોને ફિલ્ટર કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિમાં કિડની લોહીને ફિલ્ટર કરવાની ક્ષમતા ગુમાવી દે છે અને શરીરમાં નકામા પદાર્થો ભયજનક સ્તર સુધી એકઠા થઈ જાય છે તેમજ લોહીમાં કેમિકલ્સનું સંતુલન ખોરવાઈ જાય છે. એક્યૂટ કિડની ફેલ્યોરને એક્યૂટ રીનલ ફેલ્યોર પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ થોડા કલાક અથવા થોડા મહિલામાં વિકસિત થઈ શકે છે. જેાકે ખૂબ વધારે બીમાર વ્યક્તિમાં થોડા કલાકમાં કિડની ફેલ્યોર થઈ જાય છે. જ્યારે બંને કિડની પોતાની સામાન્ય કાર્યપ્રણાલીને ૧૫-૨૦ ટકા ઓછી કરી શકતી હોય તેને કિડની ફેલ્યોર કહેવામાં આવે છે. આ સ્થિતિને એન્ડ સ્ટેજ રીનલ ડિસીસ કહેવામાં આવે છે. આ સમસ્યાનો સામનો ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટથી કરી શકાય છે.

કિડની સંબંધિત સમસ્યાના વધી રહેલા કિસ્સાને જેાતા હું જાણવા ઈચ્છુ છું કે કિડનીને સ્વસ્થ રાખવા માટે શું પગલાં ભરી શકાય ?
વિશ્વની લગભગ ૧૦ ટકા વસ્તી કિડની સંબંધિત કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી બની જાય છે. પોતાની જીવનશૈલીમાં થોડા જરૂરી પરિવર્તન લાવીને કિડની સંબંધિત બીમારીના જેાખમ ઘટાડી શકાય છે. તેમાં સંમિલિત છે – સંતુલિત અને પોષક ભોજનનું સેવન કરવું, નિયમિત રીતે એક્સર્સાઈઝ કરવી, લોહીમાં શુગરના સ્તર અને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવું, સ્થૂળતાથી બચવું તેમજ દારૂ તથા ધૂમ્રપાનથી પણ દૂર રહેવું હિતાવહ છે.
– ડો. જિતેન્દ્રકુમાર.

વધુ વાંચવા કિલક કરો....