સામગ્રી :
૨ કપ ક્રીમ ફીણેલી
૧૫૦ ગ્રામ પ્લેન ચોકલેટ કેક ક્રંબ્સ
૧/૨ કપ બીજ વિનાની કેન્ડ ચેરી
૧૦૦ એમએલ ચેરી જ્યૂસ
૨ મોટી ચમચી ચોકલેટ પાઉડર
૫ ગ્રામ એલચી પાઉડર
૧૫ ગ્રામ અખરોટ
ગાર્નિશિંગ માટે ચેરી.

રીત :
ચેરીને એલચી પાઉડર સાથે મિક્સ કરીને એક બાજુ મૂકો. પુડિંગ ગ્લાસમાં ક્રીમનું લેયર લગાવો. તેની પર કેક ક્રંબ્સનું લેયર સેટ કરો. તેની પર ચેરી જ્યૂસ રેડો. તૈયાર ચેરી-એલચીના મિશ્રણથી લેયર તૈયાર કરો. તેની પર નટ્સ અને ચોકલેટ સજાવો. ફરીથી તેની પર ક્રીમનું લેયર બનાવો અને ઉપરથી નટ્સ, ચોકલેટ અને ચેરીથી સજાવીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....