વાર્તા – શારદા ત્રિવેદી.

પાર્ટીમાં અનુપમનો ઉત્સાહ જેાઈને શુભા તેને આશ્ચર્યથી જેાતી જ રહી ગઈ. તે વિચારતી હતી, શું આ તે જ અનુપમ છે જે હંમેશાં કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહે છે, જે વહેલી સવારે બધા ઊંઘતા હોય ત્યારે એક વાર જઈને બંધ સ્થળે ચાલતા નિર્માણકાર્યનું નિરીક્ષણ કરીને આવતો.
રાત્રે ભોજન કર્યા પછી ડ્યૂટિ કરનારને જેાવા માટે તે કાર્યસ્થળે જતો, ત્યારે જઈને તેની દિનચર્યા પૂરી થતી. કામમાં કોઈ સમસ્યા આવી જાય તો તેને પૂરું કરીને રાત્રે ૨ વાગે ગયા.
તે પાર્ટીમાં અનુપમને ઉત્સાહમાં જેાઈ શુભા આશ્ચર્યચકિત હતી. તે તેના ભાઈ મનોજ સાથે હસીહસીને વાત કરતો હતો. શુભા અનુપમ દ્વારા તેને કરેલા અભિવાદનની સ્ટાઈલ પર ગદ્ગદ હતી.
કોલેજ જતા પહેલાં શુભા સવારે વહેલા ઊઠતી, નહાઈધોઈને મમ્માની આજ્ઞા પ્રમાણે ધ્યાન કરવા બેસતી, તાજેતરમાં તે આંખ બંધ કરતી ત્યારે અનુપમનો તે જ સ્મિત કરતો ચહેરો તેની બંધ આંખ સામે તરવરતો અને તે ગભરાઈને આંખો ખોલી દેતી.
તે હળવા પ્રકાશમાં આંગણાની પાછળનો દરવાજેા ખોલીને બગીચામાં ટહેલવા જતી અને તેની નજર ક્ષણપ્રતિક્ષણ અનુપમના દરવાજા તરફ જતી. કાન તેની જીપના અવાજ બાજુ જ રહેતા. તે વિચારતી, અનુપમ હમણાં નોકરી જશે અને જિપ ચાલુ થવાનો અવાજ આવે કે તે તેની એક ઝલક જેાઈ સ્મિત કરતી જાણે તેને કોઈ ખજાનો મળ્યો હોય. તેના ગયા પછી તે ગભરાઈને વિચારતી, આખરે તેને શું થઈ રહ્યું છે?
સાંજે અનુપમ ક્યારેક-ક્યારેક મનોજ સાથે પાછો આવે છે. ક્યારેક ૨ મિનિટ શુભાના ઘરે રોકાતો. ક્યારેક બહારથી જ મનોજને છોડીને ચાલ્યો જતો. શુભાનું મન નિરાશ થઈ જતું. તે સ્વયંને ઠપકો આપતી કે અનુપમથી સાથે તેને શું લેવાદેવા?
અનુપમ તે રાત્રે પાડોશના મિત્રને ત્યાં ડિનર પર ગયો હતો. શુભાને બગીચામાંથી તેના હસવાબોલવાનો અવાજ સંભળાયો તો તે ઘરની બાજુના બગીચામાં ટહેલતી રહી. તેને લાગ્યું જાણે કે અનુપમ મિત્ર સાથે નહીં, તેની સાથે વાત કરી રહ્યો છે. તે મોડા સુધી ઘરે જવાની રાહ જેાતી રહી. રાતના અંધારામાં તેને બગીચામાં ડર નહોતો કે ક્યાંક કોઈ જીવજંતુ નીકળીને ડંખી લે.
જ્યારે અનુપમ મિત્રના ઘરેથી નીકળીને પોતાના ઘરે જતા દેખાયો તો શુભા ખુશ થઈ ગઈ. અનુપમની પીઠ જેાઈને તેને લાગ્યું કે તેણે બધું મેળવી લીધું છે. તે વિચારવા લાગી કે કાશ, આ ચાંદની રાતમાં અનુપમ એક વાર વળીને પાછળ જુઓ, પણ અનુપમ સીધેસીધો ઘરે ગયો. તેને શું ખબર હતી કે કોઈની આંખ તેનો પીછો કરી રહી છે.
બીજા દિવસે અનુપમ મનોજ સાથે શુભાના ઘરે આવ્યો. મનોજે બૂમ પાડી, ‘‘શુભા જેા, આજે મારી સાથે અનુ ભાઈ આવ્યો છે. તેં નાસ્તામાં જે પણ બનાવ્યું છે, જલદીથી લઈ આવ.’’
અનુપમે શુભાએ બનાવેલી વસ્તુની ખૂબ પ્રશંસા કરી. તે ખુશીખુશી કહી રહ્યો હતો, ‘‘તમે આટલી સ્વાદિષ્ટ વસ્તુ બનાવો છો. તેથી મનોજ બહાર જવાનું નામ નથી લેતો. મનોજ ભાઈ, તું ખુશનસીબ છે, જે તને આવી હોશિયાર બહેન મળી.’’
જમ્યા પછી અનુપમે પ્રસ્તાવ મૂક્યો, ‘‘મનોજ, આજે મમ્મા અને શુભાને બંધ સ્થળનું કામ બતાવી લાવીએ. ત્યાંના મશીન અને દિવસરાત ચાલતું કામ જેાઈને તેમને સારું લાગશે. આપણે ત્યાંનું કામ જેાતા આવીશું. મારે હજી એક વાર રાત્રે જવાનું છે.’’
શુભાને ડર હતો કે ક્યાંક તેના મનની વાત ભાઈ અને અનુપમ સામે તો નથી આવી ગઈ. તેથી તેણે ન જવા માટે પરીક્ષાનું બહાનું બનાવી લીધું, પણ અનુપમ અને મનોજ સામે તેની એક ન ચાલી.
અનુપમે તેને બંધ પર થતા કાર્ય વિશે બધું જણાવ્યું અને બતાવ્યું ક્યાં બંધ બનશે, નદીના પ્રવાહને ક્યાંથી વાળી દીધો છે, પાયાના પાણીને પંપથી કેવી રીતે કાઢવામાં આવે છે તથા ક્યાં બંધના પાયા ભરવા માટે કોંક્રીટના પથ્થર તૈયાર થઈ રહ્યા છે.
ઝડપથી ચાલતું કામ તથા અનુપમનું તેમાં યોગદાન જેાઈને શુભા મનોમન તેના પ્રત્યે વધારે આકર્ષિત થઈ ગઈ.
અનુપમે કહ્યું, ‘‘આવો, તમને એકદમ નજીકથી તે નદી બતાવી લાવું, જેની પર બંધ બની રહ્યો છે.’’
તે બધા નાનકડી હોડીમાં બેસીને નદીની પેલે પાર પહોંચી ગયા. ત્યાં રાત થઈ ગઈ. બધા નદીકિનારે બેસીને નદીના શીતળ જળમાં પગ મૂકીને બંધનું ચાલતું કામ તથા ચાંદની રાતનો પ્રકાશ નિહાળતા રહ્યા. વાત કરતા બધાએ નદીમાં દૂર સુધી પથ્થર ફેંકવાની પ્રેક્ટિસ કરી.
અનુપમનો ફેંકેલો પથ્થર સૌથી દૂર ગયો. શુભા મનોમન કહેતી કે અહીં પણ તું જ સૌથી આગળ નીકળ્યો.
તે દિવસે અનુપમની જિપ બગડી ગઈ હતી. તેથી કાર્યસ્થળે જવા માટે તે મનોજની મોટરસાઈકલ લેવા આવ્યો. શુભાએ કલ્પના કરી કે અનુપમ થોડી વાર ઘરે રોકાશે, પણ એવું ન થયું અને મોટરસાઈકલ લઈને તરત કાર્યસ્થળે જવા નીકળી ગયો. શુભાને મન થયું કે તે તેને થોડી વાર બેસવાનું કહે, પણ તે સંકોચવશ કહી ન શકી. અનુપમના જવાથી તેનું મન ઉદાસ થઈ ગયું. તે વિચારવા લાગી કે આ તે કેવો પુરુષ છે, જેને પોતાના કામ આગળ બીજું કંઈ યાદ જ નથી રહેતું.

૨ દિવસ સુધી શુભાએ પોતાની પાસે પત્ર રાખ્યો. અનુપમને પત્ર આપવાનું સાહસ ન કરી શકી. એક દિવસ કોલેજ જતા પત્ર અનુપમના ઘરની બહાર ટપાલ બોક્સમાં નાખતી ગઈ…

શુભાની કોલેજમાં વાર્ષિકોત્સવ હતો. તેમાં શુભાની સંગીત સ્પર્ધા પણ હતી. શુભાએ મનોજને અનુપમને લઈને ઉત્સવમાં આવવાનું વચન લીધું હતું. મનોજ કાર્યક્રમ શરૂ થતા પહેલાં આવી ગયો, શુભાએ જેાયું, પણ ભાઈ સાથે અનુપમને ન જેાઈને તે ઉદાસ થઈ ગઈ. તે વિચારી રહી હતી કે અનુપમ કામમાં વ્યસ્ત હશે અને પછી તેને શુભાની સ્પર્ધા સાથે શું લેવાદેવા. તે ગીત ગાઈને સૌથી પાછળ આવીને સાહેલીઓ સાથે બેસી ગઈ.
અનુપમ ન આવવાથી તે ઉદાસ હતી. સાહેલીઓ સાથે વાત કરતા તેણે પાછળ ફરીને જેાયું તો અનુપમ તેની આંખમાં અસીમિત પ્રશંસા સાથે તેને જ જેાઈ રહ્યો છે.
કાર્યક્રમ પૂરો થતા બહાર આવતા અનુપમે કહ્યું, ‘‘તમારો અવાજ તો ખૂબ મધુર છે. હું થોડી વાર માટે તમારા મધુર ગીતમાં ખોવાઈ ગયો હતો. તમે આટલું સારું ગાઓ છો મને ખબર જ નહોતી.’’
હવે રોજ સાંજે અનુપમ મનોજ સાથે શુભાના ઘરે આવતો હતો. શુભા રોજ નવીનવી વસ્તુ બનાવી રાખતી અને ભાઈ તેમજ અનુપમ તેની બનાવેલી વસ્તુની પ્રશંસા કરતા.

ઉનાળો ચાલુ થઈ ગયો હતો. તે ત્રણેય બગીચામાં ઘાસ પર બેસીને મોડા સુધી વાતો કરતા. રાત્રે અંધારામાં શુભાને લાગતું કે અનુપમની નજર તેના ચહેરા પર કોણ જાણે શું શોધી રહી છે અને તે ડરીને બીજી બાજુ જેાવા લાગતી. અનુપમના સ્મિતથી વાતાવરણ મહેકવા લાગતું. દિવસો કેટલા ઝડપથી પાંખો લગાવીને પસાર થવા લાગ્યા. સાંજ ઢળતા જ શુભા અનુપમની રાહ જેાતી.
અનુપમની આંખમાં પ્રેમના નિમંત્રણને શુભા ઓળખી ગઈ. તે પણ તેની કેટલી નજીક આવી ગઈ હતી, પણ તે આ બધું અનુપમને કેવી રીતે જણાવે. શુભાએ વિચાર્યું, અનુપમને બધું જણાવી દઉં. તે અંધારામાં કેમ રહે. તે દિવસે શુભાએ હિંમત કરીને અનુપમને એક પત્ર લખ્યો :
‘‘તમે આકાશમાં ખિલેલા એક નક્ષત્ર છો અને હું એક સામાન્ય યુવતી છું, જે ક્યારેય ઉપર ઊઠવાનું સાહસ નથી કરી શકતી. હું તમારા યોગ્ય નથી. હું એક વિધવા છું, જેને આપણા સમાજમાં ન પ્રેમ કરવાનો અધિકાર છે કે ન લગ્ન કરવાનો. તેમ છતાં તમારા આ પ્રભાવશાળી વ્યક્તિત્વને આ જીવનમાં ભૂલવું શક્ય નથી.’’
૨ દિવસ સુધી શુભાએ પોતાની પાસે પત્ર રાખ્યો. અનુપમને પત્ર આપવાનું સાહસ ન કરી શકી.
એક દિવસ કોલેજ જતા પત્ર અનુપમના ઘરની બહાર ટપાલ બોક્સમાં નાખતી ગઈ. તેણે પત્ર તો નાખી દીધો, પણ તે વિચારોમાં ખોવાયેલી રહી.

૨ દિવસ સુધી અનુપમ ઘરે ન આવ્યો. તેથી શુભા વિચારોની માળામાં ગૂંચવાઈ ગઈ. તેણે વિચાર્યું, અનુપમ પર તે પત્રની કોણ જાણે શું પ્રતિક્રિયા થઈ હશે… કદાચ તે હવે ક્યારેય તેના ઘરે ન આવે અને ક્યાંક પત્ર ભાઈને ન આપી દે? તે ડરી ગઈ. ભાઈનો કેવી રીતે સામનો કરશે? મમ્મા તેને કંઈ જ નહીં કહે. તેણે તો મરી જવું જેાઈએ. અનુપમ નહીં આવે તો તે તેને ભૂલી શકશે? તેના વ્યક્તિત્વથી તે અભિભૂત થઈ ગઈ હતી. અનુપમને પત્ર નથી જ ગમ્યો, તેથી તે ૨ દિવસથી ન આવ્યો.
૨ દિવસ પછી સાંજે અનુપમ શુભાના ઘરે આવ્યો ત્યારે તે ગંભીર દેખાતો હતો. શુભા તેનો ચહેરો જેાઈને ડરી ગઈ. તે આવતા જ બોલ્યો, ‘‘શુભા માફ કરજે. વધારે કામ હોવાથી તે ન આવી શક્યો. હું મારી જાતને ખુશનસીબ માનું છું કે મને તારા જેવી વિવેકશીલ યુવતીનો પ્રેમ મળ્યો છે… હું મનોજ પાસે તને મારા માટે માંગવા ઈચ્છુ છું.’’
‘‘આ શું કહે છે, અનુપમ?’’ શુભા બોલી, ‘‘આ અશક્ય છે. આવું ક્યારેય નહીં થાય. આપણો હિંદુ સમાજ ક્યારેય તેની મંજૂરી નહીં આપે. મમ્મા પણ ક્યારેય નહીં માને. ભાઈનું દિલ તૂટી જશે. તમે આટલા યોગ્ય છો, આટલા ઊંચા પદ પર છો કે તમને સુંદર અને યોગ્ય પત્ની મળી જશે. મારામાં શું છે?’’
‘‘તું સમજે છે, શુભા કે તું યોગ્ય નથી? તું સ્વયંને જાણતી નથી. હું આટલા દિવસમાં તને સારી રીતે ઓળખી ગયો છું. આપણા વિચારો, સ્વભાવ અને રૂપિયા સમાન છે. આપણે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. હું સમજુ છું કે આપણું દાંપત્ય જીવન મધુર રહેશે.’’
‘‘હાલના આ પ્રગતિશીલ યુગમાં કોઈ અજાણ છોકરી સાથે લગ્ન કરવા અંધારામાં તીર મારવા જેવું છે. તું વિધવા છે એ હું પહેલાંથી જાણતો હતો. તેમાં તારો કોઈ ગુનો નથી.’’

શુભા અને અનુપમની વાત સાંભળીને મમ્મા બહાર આવી ગઈ. તે ગુસ્સામાં બોલી, ‘‘થોડીક તો શરમ કર, કેમ મોટા ભાઈની આબરૂ ગુમાવવા બેઠી છે, જે તને જીવથી પણ વધારે પ્રેમ કરે છે. તેનું ઘર વસવા દઈશ કે પછી તારું ઘર ઉજાડીને હવે તેનું પણ ઘર ન વસવા દેવાનો ઈરાદો છે?’’
ત્યાં સુધીમાં મનોજ પણ બહાર આવી ગયો. સ્મિત કરતા બોલ્યો, ‘‘અનુપમ, તું મમ્માની વાતનું ખોટું ન માનતો, તેમને માફ કરી દે. મેં શુભાના લગ્ન માટે જાહેરાત આપી દીધી હતી.’’
મમ્માની સામે જેાતા મનોજ બોલ્યો, ‘‘મમ્મા, તું આ શું વિચારે છે? શું હું મારી બહેનના લગ્ન કરતા પહેલાં મારા લગ્ન કરીશ? ના, ક્યારેય નહીં. હું શુભાના લગ્ન માટે પરેશાન હતો. તે વિધવા છે તો શું તેનું મન પણ મરી ગયું છે? હજી તેની ઉંમર જ શું છે? પૂરું જીવન પડ્યું છે તે કેવી રીતે જીવશે?’’
મમ્માની વાત સાંભળીને શુભા પાંખો કપાયેલા પક્ષીની જેમ મજબૂર થઈને ત્યાં જ ઊભી હતી. ભાઈની વાત સાંભળીને તેનામાં સાહસ વધ્યું. ભાઈના ઉદાર દષ્ટિકોણ પર તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
મમ્મા આશ્ચર્યચકિત થતા બોલી, ‘‘મનોજ, તેં મને કંઈ પૂછ્યું. અત્યાર સુધી આપણા કુળમાં આવું કોઈએ નથી કર્યું.’’
‘‘મમ્મા, હું સમજુ છું કે હું જે કરી રહ્યો છું. તે બિલકુલ યોગ્ય છે. તેથી મને તારી સલાહ લેવાની જરૂર ન લાગી. તું અનુપમ અને શુભાને ખુશીખુશી સુખી થવાના આશીર્વાદ આપ. આ જીવન સુધારવાનો મંગળમય પર્વ છે.’’
‘‘આવ અનુપમ, ચાલ અંદર બેસીએ શુભા માટે તારા જેવો યોગ્ય અને પ્રતિભાશાળી યુવક મેળવીને હું આજે ખૂબ ખુશ છું. તેં મારા મન પરથી એક મોટો બોજ ઉતારી દીધો. આપણા સમાજને તારા જેવા પ્રગતિશીલ યુવકની જરૂર છે. તારી પર મને ગર્વ છે.’’

વધુ વાંચવા કિલક કરો....