વાર્તા શ્ર ડો. અનીતા સહગલ વસુંધરા.

પુનિત અગ્રવાલ આજે બી.એ. ફર્સ્ટ યરની પરીક્ષા આપ્યા પછી પહેલી વાર ડિગ્રી કોલેજ ગયો હતો. તે બી.એ. સેકન્ડ યરમાં આવી ગયો હતો. પુનીત મિલનસાર અને વ્યવહારિક વિદ્યાર્થી હતો. પોતાની કોલેજમાં તે સૌથી હોશિયાર હતો. ભણવામાં અને રમવામાં તેનો મુકાબલો કરનાર કોઈ નહોતું. તે જ દિવસે કોલેજમાં પ્રોફેસર અથવા ટીચરની ૨૬ જાન્યુઆરી બાબતે એક મીટિંગ પ્રિન્સિપાલ સાહેબે બોલાવી હતી. તેમાં કેટલાક હોશિયાર વિદ્યાર્થીને પણ બોલાવ્યા હતા, જેમાં પુનીતનું પણ નામ હતું.
લગભગ ૨ વાગે સિલેક્ટ કરેલા વિદ્યાર્થીઓએ પુનીત સાથે કોલેજની મીટિંગ હોલમાં પ્રવેશ કર્યો. તમામ શિક્ષણગણ પણ ધીરેધીરે આવી ગયા અને ૨૬ જાન્યુઆરીને ભવ્ય રીતે ઊજવવાની વાત પ્રિન્સિપાલને જણાવીને તેની પર ચર્ચા કરી. કેટલાય શિક્ષકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા. પ્રિન્સિપાલ સાહેબે પુનીતનું નામ લેતા કહ્યું કે પુનીત બેટા તું પણ તારું મંતવ્ય આપ. પુનીતે ઊભા થઈને કહ્યું કે આ વખતે સર ધ્વજારોપણ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલાં કરાવવામાં આવે પછી લોકો કવિતા અને વક્તવ્ય રજૂ કરશે.
હોલમાં કેટલીય વિદ્યાર્થિનીને પણ મીટિંગમાં બોલાવી હતી, તેમાં સ્નેહા અગ્રવાલ જે બી.એ. ફર્સ્ટ યરની વિદ્યાર્થી હતી તેને તેની બી.એ. સેકન્ડ યરની સાહેલી સાથે લઈને આવી હતી. બધા સાથે સ્નેહાનો પરિચય કરાવ્યો અને તેને પણ ગણતંત્ર દિવસના કાર્યક્રમ માટે પોતાનું મંતવ્ય આપવા કહ્યું. સ્નેહા પણ હોશિયાર વિદ્યાર્થિની હતી. તેણે ઈન્ટર કોલેજમાં પ્રથમ અને કોલેજમાં ટોપ કર્યું હતું તથા તે સંગીત અને નૃત્યની પણ વિદ્યાર્થિની હતી. તેણે કહ્યું કે સર ઠીક છે. અમે લોકો પણ એક સાંસ્કૃતિક કાર્યક્રમ ૨૬ જાન્યુઆરીએ પ્રસ્તુત કરીશું.
બધા ઉપસ્થિતજનનો આભાર પ્રિન્સિપાલ સાહેબે વ્યક્ત કરતા કહ્યું કે હજી એક મહિનો બાકી છે. તમે લોકો તૈયારી શરૂ કરો. કોલેજનો અભ્યાસ પણ શરૂ થઈ ગયો હતો અને સંગીત ક્લાસ પણ શરૂ થઈ ગયો હતો. સ્નેહાએ પહેલી વાર સંગીતાના ક્લાસમાં એક સુંદર ગીત પ્રસ્તુત કરીને સંગીતના ટીચરનું મન જીતી લીધું. તેનો ક્લાસ પૂરો થયો ત્યારે છોકરીઓ બહાર નીકળવા લાગી.
સ્નેહા જેવી બહાર નીકળી, પુનીત મિત્રો સાથે સામે આવી ગયો. સ્નેહાએ નમસ્તે કહ્યું તો પુનીતે પૂછ્યું, તમે બી.એ. ફર્સ્ટ યરમાં છો? સ્નેહાએ હામાં માથું હલાવ્યું અને સાહેલીઓ સાથે જતી રહી. સ્નેહા ખૂબ સુંદર હતી અને ભણવામાં હોશિયાર હતી. સ્નેહાએ આગળ જઈને પાછળ ફરીને જેાયું તો પુનીત તેને જ જેાઈ રહ્યો હતો, અચાનક તેને પોતાની સામે જેાતા સ્નેહા ગભરાઈ ગઈ અને પડતાંપડતાં માંડ બચી. સાહેલીઓએ શું થયું કહેતા તેને સંભાળી લીધી.
ધીરેધીરે પુનીત અને સ્નેહાની મુલાકાત લગભગ રોજ થવા લાગી હતી અને સતત વાતચીત થતી હતી. ઘણી વાર બંનેની મુલાકાત કોલેજ લાઈબ્રેરીમાં થતી. છેવટે બંને ભણવામાં હોશિયાર હતા. સ્નેહાએ પણ પુનીત વિશે જાણકારી મેળવી તો તેને ખબર પડી કે અભ્યાસમાં પુનીત ખૂબ હોશિયાર છે અને કોલેજની વોલીબોલ ટીમનો કેપ્ટન છે તથા બેડમિન્ટન પણ સારું રમે છે. સ્નેહા પણ બેડમિન્ટન પ્લેયર હતી. ક્યારેક-ક્યારેક સ્નેહા પણ બેડમિન્ટન ફીલ્ડ પર જતી હતી.
એક દિવસ સ્નેહાને બેડમિન્ટન ફીલ્ડમાં મેચ જેાતા જેાઈ, ત્યારે પુનીત જે બેડમિન્ટન ફીલ્ડમાં મિત્રો સાથે બેડમિન્ટન રમતો હતો, રમત છોડીને સ્નેહા પાસે આવી ગયો. સ્નેહાને પુનીતે પૂછ્યું કે સ્નેહા તું પણ બેડમિન્ટન રમે છે?
સ્નેહાએ હામાં જવાબ આપ્યો તો પુનીતને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે અરે વાહ આ તો સારી વાત છે અભ્યાસની સાથેસાથે રમતમાં પણ રુચિ ગુડ અને હસીને તેને પણ એક રેકેટ આપી દીધું. હવે સિંગલ પ્લેયર તરીકે બંને રમવા લાગ્યા. સ્નેહાને રમતી જેાઈને પુનીત સમજી ગયો કે સ્નેહા પણ બેડમિન્ટનના નિયમો જાણે છે. તે દિવસે સ્નેહાનો પહેલો દિવસ હતો, નવી કોલેજમાં ગેમના મેદાનમાં હોવાથી તે થોડી નર્વસ હતી. પુનીતે ત્રીજી ગેમ પણ જીતી લીધી.
બીજી સ્નેહાએ જીતી હતી. પહેલી અને ત્રીજી ગેમ જીતવાથી પુનીતને વિજયી જાહેર કર્યો. સ્નેહાએ પણ તેને શાબાસી આપી. ૨૬ જાન્યુઆરી નજીકમાં જ હતી. આજે ૨૩ જાન્યુઆરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી સંપૂર્ણ રીતે સ્નેહા પર આવી ગઈ હતી. તે દિવસે તેણે લગભગ ૭ છોકરી સાથે મળીને પોતાનું પ્રદર્શન સંગીત ટીચર સામે સુંદર રીતે પ્રસ્તુત કર્યું. બીજી બાજુ પુનીતે મિત્રોને ૨૬ જાન્યુઆરીએ ક્લાસમાં સ્પીચ આપી, જેની પર તાળીઓનો ગડગડાટ થયો અને ૨-૩ મિત્રોએ પણ પોતપોતાની સ્પીચ તૈયાર કરી લીધી હતી.
આ ગાળા દરમિયાન ક્લાસમાં પ્રોફેસર મકવાણાનું આગમન થયું. કોઈને યાદ જ નથી રહ્યું કે આ પીરિયડ પ્રોફેસર મકવાણાનો છે. બધા તેમને જેાતા જ પોતપોતાની જગ્યા પર બેસી ગયા. અડધો ક્લાસ હોવા છતાં બધાએ પોતપોતાની સ્પીચનું પ્રદર્શન પ્રોફેસર સાહેબ સામે કર્યું.
પ્રોફેસર મકવાણાએ બધાને અભિનંદન પાઠવ્યા. આજે સાંજે બપોર પછી કોલેજમાં વોલીબોલની મેચ રમાવાની હતી. તમામ વિદ્યાર્થી ધીરેધીરે વોલીબોલની મેચ જેાવા મેદાનમાં એકત્રિત થવા લાગ્યા. પુનીત પણ બધા છોકરા સાથે વોલીબોલ મેદાનમાં પહોંચી ગયો. વરસાદ લગભગ બંધ થઈ ગયો હતો તેથી ફીલ્ડ પર દૂરદૂર સુધી ક્યાંય પાણી ભરાયું નહોતું. તમામ ખેલાડી કપડાં ઉતારીને હાફ પેન્ટ અને બનિયાનમાં ફીલ્ડ પર આવી ગયા. બંને બાજુથી ૬-૬ છોકરા પોતપોતાની ટીમ જાહેર કરી ઊભા થયા. એમ.એ. ના વિદ્યાર્થીઓ રામનગીના સિંહે હાથમાં સીટી લઈને પોલની બાજુમાં ઊભા રહીને સીટી વગાડી.

એટલા માં સ્નેહા પણ પોતાની સાહેલીઓ સાથે ગેમ જેાવા આવી ગઈ. પુનીતને ઈશારામાં હેલો કહ્યું અને પછી તે સિમેન્ટની બનેલી બેંચ પર બેસી ગઈ. ગેમ શરૂ થઈ ગઈ. બંને ટીમના ખેલાડી મહેનતથી રમવા લાગ્યા. તક મળતા પુનીત સ્નેહા સામે જેાતો હતો. ૩ ગેમ રમાઈ જેમાં એક વીરેન્દ્ર સિંહની ટીમ જીતી અને ૨ ગેમમાં પુનીતની ટીમ વિજેતા બની. બહાર નીકળીને તમામ વિદ્યાર્થી પોતપોતાના કપડાં પહેરવા લાગ્યા. પુનીતના કપડાં તે જ બેંચ પર મૂક્યા હતા જ્યાં સ્નેહા બેઠી હતી. તેની સાહેલીઓ જતી રહી હતી, પણ સ્નેહા હજી ત્યાં જ બેઠી હતી.
પુનીતને શર્ટ વિના પોતાની બાજુ આવતા જેાઈને સ્નેહા શરમાઈ ગઈ. તેને ખબર નહોતી કે જે બેંચ પર તે બેઠી છે ત્યાં જ પુનીતના કપડાં મૂક્યા છે. પુનીતે નજીક આવીને કપડાં બાજુ ઈશારો કર્યો અને પછી બેંચ પર મૂકેલા પોતાના કપડાં ઉઠાવીને પહેરવા લાગ્યો. પુનીતે કપડાં પહેરીને સ્નેહાને ચાલવાનું કહ્યું. બંને વાત કરતાંકરતાં કોલેજના દરવાજા પર આવી ગયા અને ત્યાંથી પોતપોતાના ઘરે જવા રવાના થયા.
આજે મોસમમાં ઠંડક હતી. તડકો નહોતો નીકળ્યો. મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં દેખાતા નહોતા. લેક્ચર પણ ઓછા હતા. પુનીત આજે એકલો હતો.
બીજી બાજુ સ્નેહા પણ આજે એકલી આવી રહી હતી. બંનેએ ખબર પડી કે આજે બંનેના ક્લાસ નથી. બંને વાત કરતાં કોલેજની કેન્ટીનમાં ચા પીવા આવ્યા. પુનીતે સ્નેહાને તેના ઘરના ખબરઅંતર પૂછ્યા અને ઘરમાં કેટલા સભ્યો છે વગેરેની માહિતી લેવા લાગ્યો.
સ્નેહાએ જણાવ્યું કે મારા મમ્મીપપ્પા સિવાય એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. તેમની ચોકમાં કપડાની મોટી દુકાન વિજય વસ્ત્રાલયના નામે છે.
પુનીતે જણાવ્યું કે તમારી દુકાનમાંથી જ અમારા લોકોના અહીં કપડાં ખરીદાય છે. દુકાનની ઉપર સ્નેહાનું ઘર હતું જ્યાં તે રહેતી હતી. પુનીતના પપ્પા પણ એજી ઓફિસમાં સેક્સન ઓફિસર હતા. આ વાત જાણીને સ્નેહાને ખુશી થઈ અને પુનીતના ભાઈબહેન વિશે પૂછ્યું તો પુનીતે જણાવ્યું કે એક નાનો ભાઈ અને એક નાની બહેન છે જે જુનિયર હાઈ સ્કૂલના વિદ્યાર્થી છે.
પુનીત અને સ્નેહા બંને એક જ જ્ઞાતિના હતા. એટલે બંને અગ્રવાલ ફેમિલીમાંથી હતા, તેથી તેમાં વધારે ઘનિભતાની વાત થવા લાગી. પુનીત કેન્ટીનનું પેમેન્ટ કરીને સ્નેહા સાથે ઘરે જવા નીકળ્યા, કારણ કે બંનેના ઘરમાં અડધો કિલોમીટરનું જ અંતર હતું. પહેલા સ્નેહાનું ઘર હતું પછી પુનીતનું. સ્નેહાનું ઘર આવી ગયું હતું. સ્નેહાની દુકાનની બાજુમાંથી ઉપર જવાની સીડી હતી.
સ્નેહાએ પુનીતને મમ્મીને મળવાની ઓફર આપી તો પુનીત ના ન પાડી શક્યો અને સ્નેહા સાથે તે પણ ઉપર ચાલ્યો ગયો. ઘરમાં પહોંચતા જ સ્નેહાએ પુનીતનો પરિચય કોલજના હોશિયાર વિદ્યાર્થી તરીકે કરાવ્યો.
સ્નેહાની મમ્મીએ પુનીતની આગતાસ્વાગતા કરી અને ચાનાસ્તો કરાવ્યો. ત્યાર પછી સ્નેહાની મમ્મીએ પુનીતના મમ્મીપપ્પાનું નામ પૂછ્યું. જ્યારે પુનીતે મમ્મીપપ્પાનું નામ જણાવ્યું તો સ્નેહાની મમ્મીએ કહ્યું કે તારા મમ્મી તો સમાજસેવિકા છે, હું તેમને પહેલાંથી ઓળખું છું અને તારા પપ્પા એજી ઓફિસમાં ઓફિસર છે અને વસંત પંચમી પણ થોડા દિવસ પછી આવવાની હતી તો સ્નેહાની મમ્મીએ કહ્યું કે હું વસંત પંચમીના દિવસે તારા ઘરે આવીશ. તું તારા મમ્મીને જણાવી દેજે. પુનીતે તેમના ચરણસ્પર્શ કરતા સ્નેહા સાથે નીચે આવી ગયો. પુનીતે સ્નેહાને કહ્યું કે મમ્મી સાથે તું પણ આવજે. તે દિવસે રવિવાર છે. સ્નેહાએ કહ્યું સારું અને પછી પુનીત પગપાળા ચાલી નીકળ્યો.

બીજી બાજુ સ્નેહા પણ આજે એકલી આવી રહી હતી. બંનેએ એકબીજા સામે જેાતા ખબર પડી કે બંનેના ક્લાસ નથી. બંને વાત કરતાં કોલેજની કેન્ટીનમાં ચા પીવા આવ્યા…

૨૬ જાન્યુઆરીએ સવારે ૭ વાગે જ પુનીત અને સ્નેહા કોલેજ પહોંચી ગયા. સવારે ૯ વાગે ધ્વજારોહણનો કાર્યક્રમ પૂર્ણ થયો અને પછી બધા હોલમાં આવી ગયા. હોલ ખૂબ વિશાળ હતો. તમામ ખુરશીઓ ભરાઈ ગઈ. પહેલાં સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો. સ્નેહા અને તેની સાહેલીએ સુંદર દેશભક્તિનું ગીત સંભળાવ્યું. ત્યાર પછી સ્પીચનો કાર્યક્રમ શરૂ થયો. પુનીતે ગણતંત્ર દિવસ નિમિત્તે ખૂબ સુંદર અને અદ્ભુત સ્પીચ આપી. તેના માટે તેને પણ પ્રતીકચિહ્નથી સન્માનિત કરવામાં આવ્યો. ઉપરાંત વોલીબોલની મેચ શરૂ થઈ અને પુનીતની ટીમે સતત ત્રણ મેચ જીતી.
તમામ સ્પર્ધકોને પ્રિન્સિપાલ સાહેબે શાબાશી આપી અને પ્રતીકચિહ્ન આપીને સન્માનિત કર્યા. આ રીતે ૨૬ જાન્યુઆરીનો દિવસ આનંદોલ્લાસ સાથે ઊજવવામાં આવ્યો. બપોર પછી કોલજનો સમય પૂર્ણ થયો. બધા શિક્ષક અને વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે ગયા. પુનીત અને સ્નેહા પણ પગપાળા ચાલીને ઘરે જવા નીકળ્યા.
રસ્તામાં સ્નેહાએ પુનીતને કહ્યું કે સારી કોલેજ છે અને પ્રિન્સિપાલ સાહેબ અને શિક્ષકગણ વિદ્યાર્થીઓ સાથે સારો વ્યવહાર કરે છે. પુનીતે કહ્યું કે આપણી કોલેજ આપણા વિસ્તારની એક સારી કોલેજ માનવામાં આવે છે. સ્નેહાએ ઘરે પહોંચીને પુનીતને કહ્યું કે આવ ચા પીને જજે, પણ મોડું થઈ ગયું હતું એટલે પુનીતે કહ્યું કે પછી ક્યારેક.

પુનીત રસ્તામાં વિચારી રહ્યો હતો. તેને સ્નેહાનું ગીત મધુર લાગ્યું હતું. ક્યાંક ને ક્યાંક પુનીત સ્નેહાને મનોમન પ્રેમ કરવા લાગ્યો હતો, કારણ કે તેની નજરમાં સ્નેહા એક હોશિયાર વિદ્યાર્થિની હોવાની સાથેસાથે મુક્ત વિચારો ધરાવતી યુવતી હતી.
આજે રવિવારનો દિવસ હતો એટલે વસંત પંચમીનો. બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. લગભગ ૧૧ વાગે સ્નેહા તેના મમ્મી સાથે પુનીતના ઘરે આવી. દરવાજા પર ડોરબેલ રણક્યો તો પુનીતના નાના ભાઈએ દરવાજેા ખોલ્યો અને તેમને હોલમાં બેસાડ્યા. પુનીતની મમ્મીએ આવીને પ્રસન્નતાપૂર્વક નમસ્કાર કર્યા અને હાલચાલ પૂછવાની સાથે દીકરીને ચા-પાણી લાવવાનું કહ્યું.
સ્નેહાએ આદર-સત્કાર સાથે પુનીતની મમ્મીના ચરણસ્પર્શ કરતા આશીર્વાદ લીધા. થોડી વારમાં પુનીત પણ હોલમાં આવી ગયો. ન ઈચ્છવા છતાં પુનીતની નજર સ્નેહા પરથી હટતી નહોતી. આજે સ્નેહા ખૂબ સુંદર લાગતી હતી યલો સલવારસૂટમાં. થોડી વાર પછી પુનીતની મમ્મીએ પુનીતને કહ્યું કે સ્નેહાને તારા રૂમમાં લઈ જા, ઘર વગેરે બતાવ. સ્નેહા પુનીત સાથે ગઈ.
બીજી બાજુ વાતચીત દરમિયાન સ્નેહાની મમ્મીએ હાથ જેાડીને કહ્યું કે બહેન, આપણે લોકો કેટલાય દિવસથી એકબીજાને ઓળખીએ છીએ, સાહેલી છીએ, કેમ ન આ સંબંધ સંબંધી બનીને નિભાવવામાં આવે. હું મારી દીકરી સ્નેહાના લગ્ન તમારા પુનીત દીકરા સાથે કરાવવા ઈચ્છુ છું.
એટલામાં પુનીતના પપ્પા પણ હોલમાં આવી ગયા અને નમસ્તે કર્યા પછી તે પણ બેસીને તે લોકો સાથે ચા પીવા લાગ્યા. પુનીતની મમ્મીએ તેના પપ્પાને સ્નેહાની મમ્મીની ઈચ્છા જણાવી તો તેઓ આ વાત સાંભળીને ખુશ થયા, કારણ કે તેઓ પણ પુનીત માટે એક સુંદરસુશીલ ભણેલીગણેલી છોકરી શોધતા હતા. સ્નેહાને પહેલાં પણ મહોલ્લામાં જેાઈ હતી. પુનીતની મમ્મીની વાત સાંભળીને તરત જ હા પાડી દીધી અને હાથ જેાડીને સ્નેહાની મમ્મી સામે જેાતા બોલ્યા કે બહેન અમને અમારા દીકરા પુનીત માટે તમારી સ્નેહા જેવી છોકરી જ જેાઈતી હતી. અમને આ સંબંધ મંજૂર છે.
વાત થઈ રહી હતી કે પુનીત અને સ્નેહા પણ રૂમમાં આવી ગયા અને રૂમમાં આવતી વખતે તે બંનેએ લગ્નની વાત સાંભળી લીધી. બંનેએ એકબીજા સામે જેાયું તો સ્નેહા જાણે શરમથી લાલ થઈ ગઈ. બંનેએ પણ એકબીજાને પોતાની મંજૂરી આપી દીધી અને એકબીજાને જેાઈને સ્મિત કરવા લાગ્યા.

નવરાત્રિ માં જ પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ કરી અને નવેમ્બર મહિનામાં બંનેના લગ્ન પણ ધામધૂમથી થયા. પુનીત અને સ્નેહાના લવ મેરેજમાં તેમની કોલજના બધા મિત્રો, શિક્ષકગણ, પ્રોફેસર સર બધા સામેલ થયા. પુનીત અને સ્નેહા વરવધૂ તરીકે ખૂબ જ સુંદર લાગતા હતા. બંને ખૂબ ખુશ હતા. તેમની આ ખુશીને જેાતા ત્યાં એકત્રિત કોલેજના બધા લોકોમાંથી પ્રોફેસર મકવાણા સરે કહ્યું કે કોઈ પણ કોલેજને આદર્શ કોલેજ બનાવવામાં વિદ્યાર્થીઓનું મોટું યોગદાન હોય છે.
તેમની આ વાત સાંભળીને પુનીત અને સ્નેહા એકસાથે બોલ્યા કે સર આપણી કોલેજ છે જ સારી, જ્યાં આટલા સારા લોકો મળે છે, કહેતા પુનીતે સ્મિત કરતા સ્નેહા સામે જેાયું. તેની આ વાત પર ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા. સ્નેહા પણ મંદમંદ સ્મિત કરવા લાગી.

વધુ વાંચવા કિલક કરો....