વાર્તા – નિધિ માથુર.

તિતિક્ષા પરિવારની સુસંસ્કૃત અને શિક્ષિત છોકરી હતી. યુનિવર્સિટીમાં ટોપ કરીને શહેરની સૌથી સારી સ્કૂલમાં ઉચ્ચ માધ્યમિક વર્ગને ભણાવતી હતી. એક દિવસ તેના માટે એક સારા સંભ્રાંત પરિવારમાંથી જયનો સંબંધ આવ્યો.
જયે તિતિક્ષાને એક સારી વાત કહી, ‘‘મને આત્મનિર્ભર છોકરી પસંદ છે, તેથી હું ઈચ્છુ છું કે લગ્ન પછી પણ તું સ્વયંને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખ. હું પણ ઓફિસથી ઘરે મોડા આવું છું. તું કામ કરીશ તો આજુબાજુના ચુગલખોરથી બચી જઈશ.’’ કહીને જય હસવા લાગ્યો.
તિતિક્ષાને જય ગમી ગયો અને જયને તિતિક્ષા. તિતિક્ષાને લાગ્યું કે જય એક સમજદાર અને મજકિયો છોકરો છે. સારું મુહૂર્ત જેાઈને બંનેના ધામધૂમથી લગ્ન કરી દીધા.
તિતિક્ષા અને જય દાંપત્યજીવનમાં સોનેરી સપનાં જેાતાં આગળ વધી રહ્યા હતા. જય અને તેનો પરિવાર તિતિક્ષાને ખૂબ પ્રેમ કરતો હતો. તિતિક્ષા પોતાને નસીબદાર સમજતી હતી, કારણ કે સાસરીમાં બધા સાથે તેને ફાવતું હતું.
તિતિક્ષાના સાસુ ઈચ્છતા હતા કે ક્યાંક ઘરે બેસીને તેનું શિક્ષણ વ્યર્થ ન કરે, પણ તેનો સદુપયોગ કરે. તેમણે એક દિવસ તેને કહ્યું, ‘‘તિતિક્ષા દીકરી, મેં તારા માટે ૨-૪ સ્કૂલમાં નોકરી માટે અરજી કરી છે. મારા મિત્ર મંડળમાં કહી દીધું છે કે જેા કોઈ સ્કૂલમાં જગ્યા હોય તો તારી નોકરી માટે વાત કરે.’’

એક દિવસ શહેરની એક સારી સ્કૂલમાંથી તિતિક્ષા માટે ઈન્ટરવ્યૂનો કોલ આવ્યો અને ઉચ્ચ માધ્યમિક વર્ગને ભણાવવા માટે તેની પસંદગી થઈ. વધારે વ્યસ્ત હોવાથી જય અને તિતિક્ષા એકબીજા સાથે સમય વિતાવવા શનિવાર અને રવિવારે ફરવા જતા કે પછી પિક્ચર જેાવા જતા અથવા કોઈ સંગીત સમારોહમાં દેશના જાણીતા સંગીતકારને સાંભળવા જતા. બંનેની વ્યવસ્થિત જિંદગીમાં બધું સારું જ ચાલતું હતું.
સમયનું ચક્ર ફર્યું અને જય અને તિતિક્ષાની પ્રગતિ થઈ. તેમના ખુશહાલ જીવનમાં નાનું બાળક આવી ગયું. હવે તિતિક્ષા અને જયને લાગ્યું કે તેમનો પરિવાર બાળક આવવાથી સંપૂર્ણ થઈ ગયો.
ધીરેધીરે શાશ્વત સ્કૂલે જવા લાગ્યો. બધું પૂર્વવત્ જ હતું. તિતિક્ષાએ નોકરી છોડીને બાળકને પૂરો સમય સમર્પિત કરી દીધો હતો.
એક દિવસે તિતિક્ષા કમ્પ્યૂટર પર કામ કરતી હતી, જ્યારે તેણે તેનો મેલ ચેક કર્યો, ત્યારે તેણે જેાયું કે તેની પાસે અલગઅલગ ઈમેલ આઈડીથી ધમકીભર્યા મેલ આવ્યા હતા.
એકમાં લખ્યું હતું, ‘‘તું જિન્સમાં ખૂબ સુંદર લાગે છે.’’ બીજા મેલમાં લખ્યું હતું, ‘‘તારું ભલું ઈચ્છે છે તો ઘમંડનો ત્યાગ કર, નહીં તો તારા ગર્વને હું તારા ઘરે આવીને તોડી નાખીશ.’’ ત્રીજામાં લખ્યું હતું, ‘‘તારા જેવા લોકોને જીવવાનો કોઈ હક નથી. તારા જન્મદિવસે તને એક ખરાબ સમાચાર મળશે અને તે પણ તેના કોઈ ઘરના સભ્ય વિશે.’’
તિતિક્ષા આ મેલ વાંચીને અંદરથી ધ્રૂજી ગઈ. તે ઘરની બહાર વધારે નીકળતી નહોતી, કારણ કે તેનો પૂરો સમય દીકરા શાશ્વત સાથે પસાર થઈ જતો હતો. તેથી તેને લાગ્યું કે કદાચ કોઈ તેની ગતિવિધિ પર ધ્યાન રાખે છે અને તેને ડરાવીને નુકસાન પહોંચાડવા માંગે છે. જેાકે તેનો દીકરો નાનો હતો, તેથી તે વધારે ડરી ગઈ. તેને સમજાતું નથી કે તેના જેવી સીધીસાદી ગૃહસ્થ મહિલાને કોણ અને કેમ ધમકી આપે.
તિતિક્ષાએ રાત્રે આ બધી વાત જયને જણાવી તો તે પણ પરેશાન થઈ ગયો. તેને પણ લાગ્યું કે કોઈ વ્યક્તિ તિતિક્ષા પર નજર રાખી રહી છે. તે બોલ્યો, ‘‘મારું માન તો ૨-૪ દિવસ ઘરમાંથી બહાર જ ન નીકળ અને સોશિયલ મીડિયા બિલકુલ બંધ કરી દે. આ કોઈ અપરાધિક પ્રવૃત્તિની વ્યક્તિનો પ્રયાસ છે, પણ કેવી રીતે ખબર પડશે?’’
તિતિક્ષા એક હોશિયાર છોકરી હતી. તેણે સમય ન ગુમાવતા સાયબર ક્રાઈમ સેલમાં તે મેલ મોકલીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી કે કોઈ તેને ધમકીભર્યા મેલ મોકલી રહ્યું છે. તેની ફરિયાદ નોંધાવતા પોલીસે તરત કાર્યવાહી કરી અને તેનું કમ્પ્યૂટર ચેક કરતા ૨ પોલીસકર્મી તેના ઘરે આવ્યા. અઠવાડિયા પછી જ્યારે તેમણે શોધખોળ કરી ત્યારે તેમને ખબર પડતા જય અને તિતિક્ષાને પૂરી વાત જણાવતા તેઓ દંગ રહી ગયા.
હકીકતમાં આ કામ કોઈ અપરાધીનું નહીં, પણ નજીકના શહેરમાં રહેતા જયના પિતરાઈ ભાઈનું હતું. જયનો ભાઈ શેખર મુશ્કેલીથી ૧૦ મું ધોરણ પાસ કરી શક્યો હતો. તે ૧૯ વર્ષનો હતો અને તેણે અભ્યાસ છોડી દીધો હતો. તે ઘરમાં નોકરીધંધા વિના રહેતો હતો. તેનો ઘરપરિવાર સામાન્ય હતો. જયના કાકાએ પણ ક્યારેય કોઈ કામ નહોતું કર્યુ. શેખર તેમના ઘરે આવતોજતો રહેતો હતો.
શેખરે જેાયું કે જય મહેનત કરીને ઉપર આવી ગયો અને તિતિક્ષા જેવી પત્ની મેળવીને તેનો ઘરસંસાર મહેકી ઊઠ્યો, તો તે મનોમન પોતાના ઘરની સરખામણી જય સાથે કરવા લાગ્યો. તેના મનમાં હીનભાવના ઘર કરી ગઈ. તેણે તેમને પરેશાન કરવાનું વિચાર્યું. ઈર્ષામાં શેખર ભૂલી ગયો કે ભલે ને જય અને તિતિક્ષા તેના સગાં ભાઈભાભી નથી, પરંતુ તેમણે હંમેશાં શેખરને માનસન્માન આપ્યું. હંમેશાં તેને મોંઘી ભેટસોગાદ આપતા. તેની આર્થિક રીતે મદદ પણ કરતા હતા. આ બધું કરવા છતાં શેખરે એક વાર પણ પિતરાઈ ભાઈભાભીની સજ્જનતા વિશે ન વિચાર્યું.

એક દિવસ એક નવયુવાન, ચશ્માં પહેરીને તેની સામે આવીને ઊભો થયો. તેની સાથે એક સુંદર યુવતી હતી અને તેના ખોળામાં ૨ વર્ષની નાની છોકરી હતી…

બીજી બાજુ જય અને તિતિક્ષાને ખબર પડી, ત્યારે તેમને ખૂબ દુખ થયું, કારણ કે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, તેથી પોલીસ શેખર પર કાર્યવાહી કરવા માટે દબાણ આપી રહી હતી, પણ કહેવાય છે ને કે જેનો સ્વભાવ સારો હોય, તે બીજા સાથે ક્યારેય ખોટું નહીં કરે. જયને વિધવા કાકી માટે ખરાબ લાગ્યું. તેને ભાઈની માનસિકતા પર દયા આવી. તિતિક્ષા અને જયે ઘરમાં વાત કરીને નક્કી કર્યું કે તે તેમની ફરિયાદ પાછી લેશે.
તિતિક્ષાને સાસુએ કહ્યું, ‘‘આપણે તે પરિવાર સાથે સંબંધ તોડી નાખવો જેાઈએ. મને તો તેમને સંબંધી કહેવામાં પણ શરમ આવે છે. હું તિતિક્ષા સાથે ક્યારેય આંખ નહીં મિલાવી શકું.’’
જેા આ વાત જગજાહેર થાય તો શેખરનું ભવિષ્ય બગડી જાત. તેથી તિતિક્ષા અને જયે પરસ્પર ચર્ચા કરીને શેખર સાથે વાત કરવાનું વિચાર્યું.
જ્યારે તે શેખરને મળ્યા ત્યારે શેખરે ઈન્કાર કર્યો કે તેણે એવું કઈ જ નથી કર્યુ, ‘‘હું આવું કેમ કરીશ. મારા માટે તમે લોકો જ સર્વસ્વ છો.’’
જયે ગુસ્સામાં તેને તે પુરાવા બતાવ્યા, જે સાઈબર ક્રાઈમ સેલે તેને આપ્યા હતા. ત્યારે જઈને શેખરે ગુનો કબૂલ્યો.

શેખર ની મા આ વાત સાંભળીને રડવા લાગી. તેમને આ રીતે રડતા જેાઈને તિતિક્ષા અને જય પરેશાન થઈ ગયા. તેમણે કાકીને કહ્યું કે તેમનો આ હેતુ નહોતો કે તે શેખરને ડરાવે. તે બંને ઈચ્છતા હતા કે શેખર માફી માંગીને જીવનમાં આગળ વધે અને કંઈક બને. આ સાંભળીને શેખર ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યો. તેણે વચન આપ્યું કે તે ઈર્ષા કર્યા વિના જીવનમાં કંઈક કરશે. તેણે તિતિક્ષાને વિશ્વાસ અપાવ્યો કે તે બંનેને ફરિયાદ કરવાની તક નહીં આપે.
જયે શેખરને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જણાવ્યું. તે ખુશીખુશી અભ્યાસ કરવા તૈયાર થઈ ગયો. જય અને તિતિક્ષાનો તેની પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો, પરંતુ શેખરના આશ્વાસન આપ્યા પછી તેમણે પોલીસ ફરિયાદ પાછી લીધી. ભાઈભાભીએ સગાંસંબંધીમાં આ વાત જાહેર ન કરી ફરિયાદ પાછી લઈને શેખર પર મોટું અહેસાન કર્યું, નહીં તો તે તેનું આગળનું જીવન જેલમાં વીતી જતું, તેથી તેણે સમજદારી બતાવતા સાચો રસ્તો અપનાવ્યો.
આ વાતને થોડો જ સમય થયો હતો, પરંતુ તિતિક્ષાના મનમાંથી આ વાત નીકળતી નહોતી. તેને લાગ્યું કે તે ક્યારેય કોઈ પણ સંબંધી પર વિશ્વાસ નહીં કરી શકે. તેણે શેખરને માફ તો કરી દીધો, પણ તેના મગજમાં હંમેશાં એક વાત આવતી કે તેની શું ભૂલ હતી. શેખરને તેના ભાઈ સામે ફરિયાદ હતી, તો તેને ઈમેલ મોકલવાનો શું અર્થ હતો. તે શરૂઆતથી જ સાસરીમાં ભળી ગઈ હતી.
તિતિક્ષાને લાગ્યું કે સાસરી છોકરીનું ઘર ક્યારેય નથી બની શકતું. સાસરીવાળા કદાચ વહુને ક્યારેય અપનાવી નથી શકતા. પરિવારમાં રહીને પણ તિતિક્ષા પરિવારથી દૂર થઈ રહી હતી. તેને લાગ્યું કે તેના પ્રેમ, તેના વિશ્વાસ, તેના સદ્વ્યવહાર કોઈ પણ વસ્તુની કિંમત નથી. તેણે શેખર અને કાકા સાથે હળવામળવા અને વાત કરવાનું બંધ કરી દીધું હતું. જય ક્યારેક-ક્યારેક તેમના ખબર-અંતર મેળવી લેતો હતો, પણ તે તિતિક્ષા માટે પરેશાન હતો.
એક દિવસે મનમાં ચાલી રહેલા દ્વંદ્વની વાત તિતિક્ષાએ જયને જણાવી, ‘‘હું શું કરું, હું શેખરને માફ કરવા ઈચ્છુ છું, પણ મારું મન નથી માનતું, જેને મેં આટલા માનસન્માન અને પ્રેમ આપ્યા. તેણે સમજ્યાવિચાર્યા વિના ખોટા મેલ મોકલ્યા.’’
જય બોલ્યો, ‘‘આ રીતે તો પૂરી ઉંમર તું આ દ્વંદ્વમાંથી બહાર નહીં આવી શકે. એક વાર શેખરને માફ કરીને તેની અને કાકી સાથે સંબંધ જેાડી લે.’’
તિતિક્ષાને વિશ્વાસ ન થયો કે જય આટલી સરળતાથી બધું કેવી રીતે ભૂલી ગયો.
જય બોલ્યો, ‘‘હું જે બોલી રહ્યો છું તારા ભલા માટે જ છે. જ્યાં સુધી તું શેખરને માફ નહીં કરે, ત્યાં સુધી તું અંદરથી શાંત નહીં થાય. મનોમન પરેશાન થઈશ અને પછી તે કડવાશ તારા વ્યવહારમાં આવી જશે. તું પણ જીવનમાં કંઈક નવું કર, જેથી આ ઘટનાને અહીં જ વિરામ મળે.’’
તિતિક્ષા બોલી, ‘‘તે તમારો ભાઈ છે, તેથી તેનો પક્ષ લઈ રહ્યા છો ને જય?’’

જયે તેને પ્રેમથી સમજવ્યું, ‘‘તને ખબર છે કે હું ક્યારેય ખોટાનો સાથ નથી આપતો. હું તારા મનની શાંતિ માટે આ બધું કહી રહ્યો છું. તું જેટલું વિચારીશ તારા મનમાં એટલી જ કડવાશ વધતી જશે. તેનાથી સારું તો એ છે કે તું તારા મનમાંથી આ વાત બહાર કાઢીને ફેંક અને પોતાના માટે નવા રસ્તા ખોલ.’’
તિતિક્ષાને જયની વાતથી સાંત્વના મળી. તે સમજી ગઈ કે મનોમન તે પરેશાન રહેશે. તેણે જયને કહ્યું, ‘‘જય હું વિચારી રહી છું કે કોચિંગ ક્લાસ શરૂ કરું. આ રીતે મારું મન પણ લાગશે અને શાશ્વતને સાચવી શકીશ.’’
જય બોલ્યો, ‘‘હા, કેમ નહીં. હવે તારી પાસે અનુભવ પણ છે.’’
આ રીતે તિતિક્ષાએ પોતાની એક અલગ ઓળખ બનાવી.
આ રીતે કેટલાય વર્ષ વીતી ગયા. શાશ્વત મોટો થઈ ગયો, પરંતુ તિતિક્ષા હજી કોચિંગ ક્લાસ લેતી હતી. હા તેના માનસન્માન વધી ગયા હતા, કારણ કે તે સારી શિક્ષિકા હતી કે બાળકો તેનાથી ખુશ થઈને પોતાના મિત્રોને પણ ક્લાસમાં લાવતા હતા. આજુબાજુના વિસ્તારમાં તે લોકપ્રિય થઈ ગઈ હતી.
એક દિવસ એક નવયુવાન, ચશ્માં પહેરીને તેની સામે આવીને ઊભો થયો. તેની સાથે એક સુંદર યુવતી હતી અને તેના ખોળામાં ૨ વર્ષની નાની છોકરી હતી. એક ક્ષણ માટે તિતિક્ષા ઓળખી ન શકી.

એટલામાં પાછળથી જયનો અવાજ સાંભળીને જેાયું. જયે હસીને કહ્યું, ‘‘ના ઓળખી શકી ને? આ શેખર છે અને તેના પત્ની અને આ શહેરનો જણીતો વેપારી છે.’’
તિતિક્ષા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત રહી ગઈ. શેખર અને તેની પત્નીએ તેના ચરણ સ્પર્શ કર્યા. શેખરની પત્ની મણિએ આંખમાં આંસુ સાથે કહ્યું, ‘‘ભાભી, આજે આ જે કઈ પણ છે, કારણ કે તમે તેના દુષ્કર્મ માટે તેને માફ કરી દીધો, નહીં તો આજે હું તેની સાથે એક સુખદ દાંપત્યજીવન ન વિતાવી શકતી. આ તમારી ભેટ છે. તેણે તેને બધું જણાવી દીધું, તેથી હું તમને મળવા ઈચ્છતી હતી, જેથી તમને જીવનને નવી દિશા આપવા માટે આભાર કહી શકું.’’
તિતિક્ષા અને જયે જ્યારે શેખર સામે જેાયું ત્યારે તેની આંખમાં પસ્તાવો હતો. તેણે શરમથી માથું ઝુકાવી લીધું.
તિતિક્ષાએ કહ્યું, ‘‘શેખરે સજા ભોગવી લીધી. મનથી પસ્તાવું કોઈ જેલથી ઓછું નથી હોતું. તું પૂરા દિલથી પસ્તાય છે અને આ બધું મણિને પણ જણાવ્યું. હવે અતીતને ભૂલીને મણિ સાથે એક સુખમય જીવન વિતાવો.’’
જય પણ બોલ્યો, ‘‘મણિ, તારા જેવી પત્ની મળતા શેખર ધન્ય થઈ ગયો. હવે જૂની વાતો છોડો, કારણ કે અમે તે બધું ક્યારના ભૂલી ગયા છીએ. તે શેખરનું બાળપણ હતું. આજથી એક નવા અને સદ્ભાવપૂર્ણ સંબંધની શરૂઆત કરો.’’
તિતિક્ષાને લાગ્યું કે તે સમયે જેા તે શેખરને માફ ન કરતી તો ન પોતે આગળ વધી શકતી કે ન શેખર. એક વાર ફરીથી તેને પતિ જય પર ગર્વ થયો.
તે ગર્વથી તેની સામે જેાવા લાગી. ખડખડાટ હસતા લોકોને જેાઈને આજે તેને સાચી શાંતિની અનુભૂતિ થઈ રહી હતી.

વધુ વાંચવા કિલક કરો....