લગ્ન પછી મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે નોકરી છોડી દે, કારણ કે ઘરમાં રહેતી મહિલાને આ સમાજ સંસ્કારી મહિલાની સંજ્ઞા આપે છે, જે બિલકુલ યોગ્ય નથી. હકીકતમાં આ સમાજ મહિલાઓને ચાર દીવાલમાં કેદ કરવા ઈચ્છે છે. આ સ્થિતિમાં મહિલાઓએ લગ્ન પછી પણ નોકરી ચાલુ રાખવી ષ્ટેઈએ, જેથી ઘરમાં રહેતી સંસ્કારી મહિલાની છબિ તોડી શકાય. આ સમાજ લગ્ન પછી મહિલાઓ પર ઘરેલુ બનવાનું દબાણ કરતો રહે છે, કારણ કે તે ઈચ્છે છે કે મહિલાઓ ઘર સુધી જ સીમિત રહે. સમાજને લાગે છે કે ઘરમાંથી બહાર નીકળતા મહિલાઓ પોતાના અધિકારો વિશે જણશે અને વર્ષોથી ચાલતી રૂઢિવાદી પરંપરાઓ માનવાનો ઈન્કાર કરશે. આ એક પ્રકારની બગાવત જ થશે સમાજના તે કોન્ટ્રાક્ટ વિરુદ્ધ જે દાયકાથી મહિલાઓનું કોઈ ને કોઈ રીતે શોષણ કરે છે. મહિલાઓને જેાઈએ કે તે સ્વયંને આવા શોષણ કરતા લોકોથી બચાવે.
આ ક્ષેત્રમાં સૌપ્રથમ મહિલાઓએ લગ્ન પછી નોકરી કરવી જરૂરી છે. પરિણીત મહિલાઓએ પોતાના ભવિષ્ય વિશે વિચારવું જેાઈએ. તેમણે સમજવું જેાઈએ કે નોકરી તેમના માટે કેટલી જરૂરી છે. આ ન માત્ર તેમના ઘરમાંથી બહાર નીકળવાનું માધ્યમ છે, પણ તેમને આત્મનિર્ભર પણ બનાવે છે. તેમણે પોતાની યોગ્યતાનો ઉપયોગ કરવો જેાઈએ. તેમણે વિચારવું જેાઈએ કે જેા તેઓ શિક્ષણનો ઉપયોગ ન કરી શકે તો શું ફાયદો.

આખરે કારણ શું છે
આ સમાજ હંમેશાંથી ઈચ્છે છે કે મહિલાઓ ઘર સુધી સીમિત રહે. તેના માટે સમાજે કિચનનું નિર્માણ પણ એવું કર્યું કે તેમાં એક વારમાં એક વ્યક્તિ જ કામ કરી શકે. મહિલાઓએ સમાજની આ માનસિકતાને તોડવી જેાઈએ કે રસોઈ માત્ર મહિલાઓનું ક્ષેત્ર છે. તેના માટે સૌપ્રથમ ઓપન કિચનનું નિર્માણ કરો અથવા તો કિચનનું સેટિંગ એ રીતે કરો કે ત્યાં ઓછામાં ઓછા ૨ લોકો કામ કરી શકે. જ્યારે છોકરી પિતાના ઘરે હોય છે ત્યારે તે સરળતાથી નોકરી કરે છે, પરંતુ લગ્ન પછી મહિલાઓ નોકરી કેમ નથી કરતી? તેનું એક કારણ એ છે કે તેનો ભાવિ પતિ અથવા સાસરીયા તેની પરવાનગી નથી આપતા. મહિલાઓનું લગ્ન પછી નોકરી ન કરવાનું બીજું કારણ મહિલાઓ દ્વારા જલદી બાળક પ્લાન કરવાનું છે. આ સ્થિતિમાં બાળકના જન્મ માટે ૯ મહિનાનો સમય લાગે છે અને ત્યાર પછી આગામી ૩ વર્ષ સુધી તેની દેખરેખ રાખવાની જરૂર હોય છે.
આ સંજેાગોમાં મહિલાઓ તેમાં બંધાઈને રહી જાય છે, તેથી જરૂરી છે કે છોકરીઓ લગ્ન પહેલાં ફેમિલી પ્લાનિંગ વિશે પહેલાંથી પતિ સાથે ચર્ચા કરીને સ્પષ્ટતા કરે. લગ્ન પહેલાં ભાવિ પાર્ટનર સાથે મુક્ત મનથી વાત કરો. તેમને જણાવો કે લગ્ન પછી પણ તમે નોકરી કરવા ઈચ્છો છો.

પરિવાર સાથે સ્પષ્ટ વાત કરો
કેટલીય મહિલાઓ લગ્ન પછી પોતાના સપનાનું ગળું દબાવી દે છે. તે તેની સારી કરિયર સુધ્ધાં છોડી દે છે. તેથી લગ્નનો નિર્ણય સમજીવિચારીને લો અને એવો પાર્ટનર પસંદ કરો, જેા તમને કરિયરમાં આગળ વધવાની પ્રેરણા આપે. જે છોકરીઓ કરિયર ઓરિએંટેડ હોય છે અને લગ્ન પછી નોકરી કરવા ઈચ્છે છે, તેણે આ વિશે પાર્ટનર અને પરિવાર સાથે સ્પષ્ટ વાત કરવી જેાઈએ. તેથી તે લોકોના જવાબથી મહિલાઓને નિર્ણય લેવામાં સરળતા રહેશે.
મહિલાઓ પોતાના ભાવિ પતિને પૂછી શકે છે કે લગ્ન પછી તેમની કરિયરને પ્રોત્સાહન આપવા માટે તે કેવી રીતે સપોર્ટ કરી શકે છે? શું તે ઘરેલુ જવાબદારીમાં તમારી મદદ કરશે કે પછી પરિવાર વધવા છતાં શું તે તેમની કરિયરની ગંભીરતા સમજશે? જેા પરિવારના લોકો નોકરી છોડવાનું કહે તો શું તે તમને સમજવાની કોશિશ કરશે? આ રીતે કેટલાક સવાલો પૂછીને મહિલાઓ પોતાના માટે યોગ્ય પાર્ટનર પસંદ કરી શકે છે.

પરિણીત મહિલા સમયનું ધ્યાન રાખે
પરિણીત મહિલાએ પોતાના સમયનું ખાસ ધ્યાન રાખવું જેાઈએ. તેના માટે તેણે આગામી દિવસના લંચની તૈયારી રાત્રે જ કરી લેવી, જેમ કે શાક સમારીને ફ્રિજમાં મૂકવું, રાતે કપડાં પ્રેસ કરીને મૂકો, બેગ તૈયાર કરી લો, આ રીતે મહિલાઓ પોતાના કામના સમયને બચાવી શકે છે.
દિલ્લીની રહેવાસી ૨૮ વર્ષની અનુ જણાવે છે કે તેના લગ્નને ૨ વર્ષ થયા છે. શરૂઆતમાં લગ્ન પછી નોકરી કરવામાં તેને ખૂબ સમસ્યા આવી, પછી તેણે પોતાની સેલરીનો એક ભાગ આપીને કામવાળી રાખી લીધી. હવે તે ઘર અને ઓફિસ બંનેનું કામ સરળતાથી કરે છે. તેણે જણાવ્યું કે તે તેની સેલરીનો કેટલોક ભાગ કામવાળી શાંતાને આપે છે, પરંતુ તેને તેનું કોઈ દુખ નથી, કારણ કે તે સમજે છે કે નોકરી દરેક મહિલાએ કરવી જેાઈએ અને તેણે લગ્ન પછી ચાલુ પણ રાખવી જેાઈએ.
નોકરિયાત મહિલાએ ઘર અને ઓફિસ બંને કામ કરવા પડે છે. એવામાં તે પોતાના કામને નાનાનાના ભાગમાં વહેંચી દે. પરિવારના દરેક સભ્યએ તેની જરૂરિયાતનું ધ્યાન રાખવું જેાઈએ, ખિસ્સા ચેક કર્યા પછી ગંદા કપડાને બકેટમાં મૂકવાનું કહો, જમ્યા પછી તેમને પોતાની ડિશ જાતે ઉઠાવવા માટે કહો, પાર્ટનરને ટેબલ અને બેડ લગાવવા કહો, તેમને પાણીનો જગ ભરવા જેવા નાનાનાના કામ કરવા દો.
પુરુષે પણ સમજવું જેાઈએ કે તે માત્ર મહિલાઓનું કામ નથી, કારણ કે એક નોકરિયાત મહિલા તરીકે ઓફિસ અને ઘર બંને સારી રીતે સંભાળે છે, તેથી બંનેઐ ઘરના કામમાં મદદ કરવી જેાઈએ, તમારા પાર્ટનરને ભોજન બનાવતા આવડે છે તો તેમને કહો કે તે પણ ભોજન બનાવે. જેા પરિવારમાં અન્ય સભ્યો છે તો બધાને વિનમ્રતાથી તમારી વાત સ્પષ્ટ જણાવો કે તમે એક નોકરિયાત મહિલા છો અને તમે નોકરી કરો છો, તેથી બધાએ મળીને કામ કરવું જેાઈએ.

ધર્મ શું ઈચ્છે છે
દરેક ધર્મ ઈચ્છે છે કે મહિલા કમજેાર રહે, તેથી ધર્મના દગાબાજ અનેક રીત અપનાવે છે. તેઓ કહે છે કે પૂજાપાઠથી ઘરમાં બરકત આવે છે, બાળક થાય છે, છોકરીને સારો વર મળે છે, બીમાર ઠીક થાય છે, આ બધા માટે પુરુષ પોતાનો સમય ઓછો લગાવે છે, જ્યારે મહિલા વધારે સમય લે છે. વર્કિંગ મહિલાએ આ ષડ્યંત્ર સમજવું જેાઈએ અને ધર્મમાં સમય ન લગાવવો જેાઈએ.
તીર્થસ્થાનોના બદલે મનોરંજક સ્થળે જાઓ. જ્યાં કાર્યક્રમ તમારી ઈચ્છા મુજબ નક્કી થાય, મંદિરના દરવાજા ખૂલવા અથવા પંડિતના આપેલા સમય મુજબ નહીં. મંદિરની લાઈનમાં સમય બરબાદ ન કરો, કોઈ દરિયા કિનારે અથવા જંગલનો આનંદ માણો.
ઘરમાં પૂજાપાઠના નામે કલાકો આંખ બંધ કરીને બેસવાના બદલે વ્યવસાય કરો. છોડ વાવો, ઘરની દેખરેખ કરો, જેથી કોઈ કહી ન શકે કે ઘર છે કે ભંગારખાનું.
એક સર્વેમાં આ વાત સામે આવી છે કે એક બાળકને મમ્મીની સૌથી વધારે જરૂર માત્ર ૩ વર્ષ સુધી હોય છે, ત્યારપછી જેમજેમ તેનો વિકાસ થાય છે તેનું ઓછું ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન મહિલાઓ પોતાના બાળક માટે બેબી સિટર અથવા તો બેબી કેર અપોઈન્ટ કરી શકે છે અને ત્યાર પછી મહિલાઓ નોકરી ચાલુ રાખી શકે છે.
મહિલાએ આ વાતથી પાછળ ન રહેવું જેાઈએ કે તેની સેલરી બેબી કેર અને કામવાળીમાં નીકળી જશે. તેમણે તે સમયે બસ ધ્યાન રાખવાનું છે કે તે નોકરી ચાલુ રાખે, કારણ કે આ જ એક માધ્યમ છે જે તેમને બહારની દુનિયા સાથે જેાડીને રાખશે અને પુરુષના ખભાથી ખભો મિલાવીને ચાલવાની તક આપશે.
મેઘા વ્યવસાયે ડોક્ટર છે. તેને ૨ બાળક છે. એવામાં બાળકને એકલું છોડીને ક્લિનિક જવું તેના માટે એક મુશ્કેલ નિર્ણય હતો. તેથી તે તેની નોકરી છોડવાનું વિચારી રહી હતી. તેની એક મિત્રએ સલાહ આપી કે તે એક ફુલટાઈમ બેબી સિટર રાખી લે. મેઘાએ એવું જ કર્યું. ત્યાર પછી મેઘા ટેન્શન ફ્રી થઈને ક્લિનિક જતી.

જમાનો બદલાઈ ગયો છે
આવી જ એક કહાણી દિલ્લીના પટેલ નગરમાં રહેતી નીતિ જણાવે છે. તે કહે છે કે તે એક ન્યૂઝ ચેનલમાં નોકરી કરે છે. તે પોતાનો અનુભવ જણાવે છે કે તેને હંમેશાં ડર હતો કે બાળક થયા પછી શું તે નોકરી કરી શકશે? પણ કામવાળી અને બેબી સિટરની મદદથી તે ઘર અને નોકરી બંનેને સારી રીતે સંભાળે છે. તે કહે છે કે મહિલાઓએ હંમેશાં પોતાના પગ પર ઊભા થવાની કોશિશ કરવી જેાઈએ. તેના માટે જરૂરી છે કે તે લગ્ન પછી પણ નોકરી કરે.
મહિલાઓ માટે નોકરી કરવી અને તેની સાથેસાથે ઘર અને બાળકની જવાબદારી સંભાળવી સરળ કામ નથી, પરંતુ નવા જમાનાની મહિલા તેને સારી રીતે નિભાવે છે. મહિલાઓએ પોતાના પાર્ટનરને જણાવવું જેાઈએ કે ઘર અને બાળક બંનેના છે, તેથી જવાબદારી પણ બંનેની છે, કોઈ એકની નથી.
તે લોકો જે સમજે છે કે નોકરિયાત મહિલાઓ ઘરનું સારી રીતે ધ્યાન નથી રાખતી તેમને શુગર કોસ્મેટિકની કો-ફાઉન્ડર વિનીતા અગ્રવાલ અને મમા અર્થની ઓનર કાજલ અલઘનું નામ ન ભૂલવું જેાઈએ. બીજી બાજુ મીડિયા ઈન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો ઉચ્ચ પદ પર કામ કરતી મહિલાઓ જેમ કે અંજના ઓમ કશ્યપ પણ પરિણીત છે, તેમ છતાં તે ઘર અને નોકરી બંને સારી રીતે સંભાળી રહી છે.
ભારતના અનેક રાજ્ય અને શહેરમાં એવી મહિલાઓ છે, જેમણે ફૂડ સ્ટોલ લગાવીને પોતાને આત્મનિર્ભર બનાવી છે. તે ન માત્ર પોતાનો ખર્ચો ઉઠાવે છે, પણ પોતાના પરિવારની જરૂરિયાતનું પણ ધ્યાન રાખે છે.
આવો જ એક સ્ટોલ દિલ્લીના લાજપત નગરમાં એક મહિલા ચલાવે છે જે મોમોઝ માટે ફેમસ છે. તે ‘ડોલમા આંટી’ નામથી ઓળખાય છે. આપણને આપણી આજુબાજુ રસ્તે ચાલતી એવી કેટલીય મહિલાઓ દેખાય છે, જે લીંબુ પાણી, જ્યૂસ, લસ્સી અને ચાનો સ્ટોલ લગાવે છે. આ તે મહિલાઓ છે જેનાથી આપણને પ્રેરણા મળે છે. આ મહિલાઓ તે બધી મહિલાઓ માટે ઉદાહરણરૂપ છે જે લગ્ન પછી નોકરી છોડીને સ્વયંને ઘરગૃહસ્થીમાં વ્યસ્ત કરી લે છે અને પોતાની કરિયર દાવ પર લગાવે છે.
એવા કેટલાય કામ છે જે પરિણીત મહિલાઓ પાર્ટટાઈમ કરી શકે છે. આ કામ ઘરે બેઠા પણ કરી શકો છો. સામાન્ય રીતે આ કામ ગણતરીના કલાકોના હોય છે જેમ કે રાઈટિંગ, પ્રૂફરીડિંગ, એડિટિંગ, ટાઈપિંગ વગેરે. પાર્ટટાઈમ કામ કરવા માટે જરૂરી છે કે તમારી પાસે તે કામ સંબંધિત વિષય વસ્તુ હોય જેમ કે પ્રૂફ રીડિંગ અને રાઈટિંગ માટે ટેબલખુરશીની જરૂર હોય છે.

નોકરિયાત મહિલાના લાભ
નોકરિયાત મહિલાના અનેક લાભ છે જેમ કે નોકરિયાત મહિલાઓ આર્થિક રીતે સક્ષમ હોય છે. તે વધારે કોન્ફિડેન્ટ હોય છે, કારણ કે તે સજીધજીને રહે છે, તેથી તેની પર્સનાલિટી પણ સારી હોય છે. નોકરિયાત મહિલાઓ ખુશમિજાજ હોય છે અને સાથે જીવનને એક નવા દષ્ટિકોણથી જેાવામાં પણ વિશ્વાસ રાખે છે.
તે ઉપરાંત અનેક લાભ છે :
આર્થિક રીતે સક્ષમ : આર્થિક રીતે સક્ષમ નોકરિયાત મહિલાઓની સમાજમાં એક અલગ પ્રતિભા હોય છે. આર્થિક રીતે સક્ષમ હોવાથી તે તેના આર્થિક નિર્ણય જાતે લઈ શકે છે. તે જે પણ ઈચ્છે તે ખરીદી શકે છે. તેના માટે તેણે પતિ પર નિર્ભર રહેવાની જરૂર નથી. જે મહિલાઓ લગ્ન પછી નોકરી નથી કરતી તો તેણે નાનીનાની જરૂરિયાત માટે પતિનું મોં જેાવું પડે છે. આ તે મહિલાઓને અસહજ અનુભવ કરાવે છે જે લગ્ન પહેલાં નોકરી કરતી હતી. સ્વયંને આ અસહજતામાંથી બહાર કાઢવા માટે તેણે લગ્ન પછી પણ નોકરી કરવી જેાઈએ. આર્થિક રીતે સક્ષમ હોવાથી તે તેના બાળકોને સારો ઉછેર આપે છે. તે ઉપરાંત આવકનો એક સોર્સ વધવાથી ઘરમાં સેવિંગ થાય છે, જે તેના ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે.
વધારે અટ્રેક્ટિવ : પરિણીત નોકરિયાત મહિલાઓ વધારે અટ્રેક્ટિવ હોય છે, કારણ કે તે દુનિયા સાથે જેાડાયેલી હોય છે. તેને ખબર હોય છે કે ફેશનમાં શું ચાલે છે, તેથી તે પતિનો વધારે પ્રેમ મેળવી શકે છે. નોકરિયાત મહિલાઓના પતિ વધારે રોમેન્ટિક હોય છે. તેથી તેમની વચ્ચે રોમાન્સ વધારે હોય છે. બીજી બાજુ ઘરેલુ મહિલાની વાત કરવામાં આવે તો તે ઓછી અટ્રેક્ટિવ હોય છે, કારણ કે તે ફેશનથી લગભગ દૂર હોય છે. તેમની આઝાદી માત્ર ઘર સુધી સીમિત રહી જાય છે. તેથી તેમની વચ્ચે રોમાન્સ ઓછો હોય છે.
વધારે કોન્ફિડન્ટ : નોકરિયાત મહિલાઓના કોન્ફિડન્ટની દોરી ખુલ્લા આકાશમાં લહેરાય છે. આ કોન્ફિડન્ટ તેમને ચાર દીવાલમાંથી બહાર નીકળીને આવે છે. બીજી બાજુ ઘરેલુ મહિલાઓની વાત કરીએ તો તેમનો પૂરો સમય વાસણ, ઝાડુપોતામાં નીકળી જાય છે. આ સ્થિતિમાં બહારની દુનિયા સાથે તેમનો સંબંધ લગભગ તૂટી જાય છે. ૩૨ વર્ષની સુપ્રિયા એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરે છે. તેનો કોન્ફિડન્સ તેની વાત પરથી સ્પષ્ટ દેખાય છે. બીજી બાજુ જેા ઘરેલુ મહિલાની વાત કરીએ તો તે લોકો સાથે વાત કરતા સંકોચાય છે.
અંગત સંબંધમાં નિખાર આવે છે : આ વાત અનેક સર્વેના માધ્યમથી સામે આવી છે કે નોકરિયાત મહિલાઓ પોતાના ક્ષેત્રમાં વધારે સફળ હોય છે. તેમનું અંગત જીવન વધારે ખુશનુમા હોય છે.
વધારે ખુશમિજાજ : લોકોનું માનવું છે કે બહાર કામ કરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ સત્ય એ છે કે જેા ઘરમાં કોઈ ખાસ કામ ન હોય તો મહિલાએ બહાર નીકળીને નોકરી કરવી જેાઈએ. તેનાથી ન માત્ર તે આત્મનિર્ભર બનશે, પરંતુ તાણમુક્ત રહેશે. તાજેતરમાં થયેલા એક સ્ટડી મુજબ, નોકરિયાત મહિલાઓમાં ગૃહિણીઓની સરખામણીમાં ઓછી તાણ જેાવા મળે છે. લોકોનું માનવું છે કે નોકરિયાત મહિલાઓ ઘરેલુ મહિલાઓની સરખામણીમાં વધારે ખુશમિજાજ હોય છે.
આદર્શ મહિલાઓ : નોકરિયાત મહિલાઓનું પોતાના બાળક સામે એક આદર્શ રૂપ નિખરે છે. કોઈ ઘરપરિવારમાં આર્થિક સમસ્યાને લઈને તાણ જેાવા મળે છે તો આ સ્થિતિમાં મહિલાઓ બહાર નીકળીને નોકરી કરીને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે. આ વાતની અસર બાળકની માનસિક સ્થિતિ પર થાય છે અને આગળ જતા તે તેનાથી પોતાના વિચારોમાં મજબૂતી
મેળવે છે.
દષ્ટિકોણ બદલાય છે : ઘરની બહાર નીકળીને કામ કરતી મહિલાઓની માનસિકતાનો દષ્ટિકોણ ઘરેલુ મહિલાઓની માનસિકતાથી વધારે અલગ હોય છે, કારણ કે તે બહાર નીકળીને પુરુષોના ખભાથી ખભો મિલાવીને ચાલે છે. આ સ્થિતિમાં નોકરિયાત મહિલાઓ પુરુષોના કામને સારી રીતે સમજે છે. નોકરિયાત મહિલાઓ પોતાના પરિવારના હિતમાં જે પણ નિર્ણય લે છે. તે ખુલ્લા દિલ અને દિમાગથી હોય છે.

આપણે બોલીવુડની ફિલ્મ ‘કી એન્ડ કા’ થી પ્રેરણા લેવી જેાઈએ. ફિલ્મમાં બતાવ્યું છે કે કરીના કપૂર એક કરિયર ઓરિએન્ટેડ એમ્બિશન ધરાવતી છોકરી છે, જે માને છે કે જરૂરી નથી કે મહિલાઓ કિચનમાં જ કામ કરે. તે કોર્પોરેટ ઓફિસમાં સારી રીતે કામ કરી શકે છે. બીજી બાજુ અર્જુન કપૂરની તેના પિતાના બિઝનેસમાં કોઈ રુચિ નથી. તે માને છે કે એક છોકરો પણ સારી રીતે કિચન સંભાળી શકે છે. આપણે આ ફિલ્મમાંથી શીખવું જેાઈએ કે ઘરપરિવારની જવાબદારી મહિલાપુરુષ બંનેની છે. મહિલાઓએ સમજવાની જરૂર છે કે આ સમાજ તેમને બસ ઘરમાં કેદ કરવા માંગે છે. તેના માટે તે અલગઅલગ ઉપાય અજમાવે છે. જેમ કે ઘર સંભાળવું, બાળકની દેખરેખ, આદર્શ વહુ બનવું અને કોણ જાણે શું-શું. મહિલાઓએ આ વાતને હાંસિયામાં ધકેલીને કરિયર વિશે વિચારવું જેાઈએ. તેમણે એ વાત ઈગ્નોર ન કરવી જેાઈએ કે તેમનું આત્મનિર્ભર થવું કેટલું જરૂરી છે.
– પ્રિયંકા યાદવ.

વધુ વાંચવા કિલક કરો....