તુર્કીના ઈસ્તંબૂલથી દિલ્લી આવતી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં એક પેસેન્જર અને એરહોસ્ટેસ વચ્ચે લંચના ઓપ્શનને લઈને વિવાદ થયો. સમાચાર મુજબ, ઉડ્યન દરમિયાન થયેલા આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટના ૧૬ ડિસેમ્બરની છે. સમાચાર મુજબ, વીડિયોમાં એક પેસેન્જરને ઈન્ડિગોની એરહોસ્ટેસને કહેતા સાંભળ્યો કે તમે પેસેન્જરના નોકર છો, જેની પર વિમાન પરિચારિકાએ કહ્યું કે હું કર્મચારી છું, તમારી નોકર નથી. વીડિયો લગભગ ૧ મિનિટનો છે. વીડિયોમાં એક વાર પેસેન્જરે એરહોસ્ટેસને કહ્યું કે તમે બૂમો કેમ પાડી રહ્યા છે? શટ અપ.
આ વીડિયો ફ્લાઈટ દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિએ બનાવ્યો. ઈન્ડિગોના મતે, મામલો કેટલાક પેસેન્જર્સ દ્વારા ભોજનનો ઓપ્શન પસંદ કરવા સાથેનો હતો. ડીજીસીએના એક વરિભ અધિકારીના મતે નિયામક આ ઘટના જેાઈ રહ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરશે. જેટ એરવેજના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ કપૂરે ક્લિપ વિશે ટ્વીટ કર્યું કે તેમણે કેટલાય વર્ષમાં લોકોને ચાલક દળના સભ્યોને થપ્પડ મારતા અને ફ્લાઈટ દરમિયાન અપશબ્દો કહેતા જેાયા છે. તેમણે કહ્યું કે શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર અથવા અપમાન સ્વીકાર્ય નથી.

આ શરમજનક છે
જેટ એરવેજના સીઈઓ સંજીવ કપૂરે વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વિટર પ્રોફાઈલ પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે ચાલકદળના લોકો પણ માણસ છે. આ એરહોસ્ટેસને આ બ્રેકિંગ પોઈન્ટ પર આવવામાં સમય લાગ્યો હશે. તેમણે એરહોસ્ટેસ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતા જણાવ્યું કે કેવી રીતે કેટલાક યાત્રી દુર્વ્યવહાર અને અપશબ્દોથી કેબિન ક્રૂના આત્મવિશ્વાસને ડગમગાવી દે છે. તે ઉપરાંત ક્રૂને થપ્પડ ખાતા અને ગાળો સાંભળતા તેમણે જેાયા. ક્યારેક-ક્યારેક તેમને નોકર સુધ્ધાં કહેવામાં આવે છે. તેમણે આગળ લખ્યું કે મને કેટલાય વર્ષ પહેલાંની એક ઘટના યાદ છે, જ્યાં માત્ર ૧૯ વર્ષની ઉંમરની એક નવી ક્રૂને એક યાત્રી દ્વારા એટલે થપ્પડ માર્યો, કારણ કે તે વ્યક્તિની પસંદનું ભોજન ફ્લાઈટમાં નહોતું. તે દિવસ પછી તે છોકરીએ દુખી થઈને જેાબ છોડી દીધી.
આવી ઘટના કેટલીય વાર સાંભળવા મળે છે. પોતાના અનુભવ વિશે સપના વર્મા જણાવે છે કે મુંબઈથી વારાણસી એર ઈન્ડિયા ફ્લાઈટમાં એક વ્યક્તિ વારંવાર બટન દબાવીને એરહોસ્ટેસને હોટ વોટર માટે બોલાવતી. એરહોસ્ટેસ કેટલીય વાર ગરમ પાણી આપી ગઈ, પરંતુ તેની હરકત જેાઈને એરહોસ્ટેસે કહ્યું કે તેણે બધાનું ધ્યાન રાખવાનું છે. તે વ્યક્તિ થોડી વાર ચુપ રહી, પરંતુ ફરી બટન દબાવતા તેની બાજુમાં બેસેલી વ્યક્તિ ગુસ્સે થઈ અને તેણે તેવું ન કરવા રિક્વેસ્ટ કરી. તેથી તે વ્યક્તિ માની ગઈ અને આગામી ૨૦ મિનિટમાં બધા વારાણસી પહોંચી ગયા.

ધ્યાન આપો
ફ્લાઈટમાં સફર કરવી બધાને ગમે છે. આ સફરમાં આપણી મદદ અને સર્વિસ માટે એરહોસ્ટેસ હોય છે. એક એરહોસ્ટેસ પોતાની ડ્યૂટિ દરમિયાન હજારો પેસેન્જરને મળે છે. એરહોસ્ટેસ જેાબ દરમિયન પર્સનલ ટેન્શનને નજરઅંદાજ કરી પેસેન્જરને સર્વિસ પૂરી પાડે છે, પરંતુ એવી કેટલીય બાબત છે, જે તેમને ગમતી નથી, તે શું છે આવો જાણીએ :
એરહોસ્ટેસ કે ફ્લાઈટ અટેન્ડન્ટને જે સૌથી વધારે ખરાબ લાગે છે તે છે યાત્રીઓનું તેમને વેટર સમજવું, જ્યારે તેમની જેાબ મુશ્કેલ હોય છે. તેમણે હંમેશાં ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. ટ્રેનિંગમાં પાસ ન થાઓ તો રદ કરી દેવામાં આવે છે. ફ્લાઈટ અટેન્ડન્ટને ટ્રેનિંગમાં ટેક્નિકલની સાથે સેફ્ટી ટ્રેનિંગ પણ શિખવાડવામાં આવે છે.
એરહોસ્ટેસ યાત્રીઓના કપડાં પર હંમેશાં ધ્યાન આપે છે, શોર્ટ્સમાં ભલે યાત્રા કરવી કંફર્ટેબલ હોય, પરંતુ સારી ટ્રીટમેન્ટ જેાઈએ, તો તમારે ફ્લાઈટમાં સારા કપડાં પહેરવા પડશે. કેટલાક લોકો એવા કપડાં પહેરે છે, જેથી લાગે છે કે તે એક પોઝિટિવ ઈફેક્ટ ફેલાવા માંગે છે. કેટલાક લોકો એ રીતે આવે છે જાણે તેમણે ફરસ પરથી કપડાં ઉઠાવ્યા હોય અને ઘરેથી ભાગીને આવ્યા હોય.
એરહોસ્ટેસને કોઈ પણ સમયે બોલાવવા યાત્રીઓની સીટ ઉપર બટન આપવામાં આવે છે, પરંતુ એરહોસ્ટેસને બોલાવવા માટે એક જ યાત્રી વારંવાર બટન દબાવે તો તેમને બિલકુલ ગમતું નથી. તમે તેમને બોલાવી શકો છો, કારણ કે આ તેમની ટ્રેનિંગનો ભાગ છે, પરંતુ કેટલાક લોકો ફ્લાઈટને અંગત વ્હીકલ સમજી લે છે અને નાનીમોટી વસ્તુ માટે બટન દબાવે છે.
લાંબી લાંબી આંતરરાષ્ટ્રિય યાત્રામાં હંમેશાં ફ્લાઈટ અટેન્ડન્ટને ફ્રેશ રહેવું પડે છે. તેથી આ ફ્લાઈટમાં એરહોસ્ટેસ માટે સ્પેશિયલ કેબિન આપવામાં આવે છે. સીડી દ્વારા અહીં પહોંચી શકાય છે. અહીં એરહોસ્ટેસને આરામ કરવાની જગ્યા મળી જાય છે.
એરહોસ્ટેસનું શિડ્યૂલ કોઈ ફિક્સ નથી હોતું. શિડ્યૂલ બદલાતું રહે છે. મોટાભાગનો સમય તેમણે ઘરથી બહાર રહેવું પડે છે. તેમના શિડ્યૂલ અને જીવન પર કોઈ કંટ્રોલ નથી હોતો. તે લોકો સાથે પણ કામ કરવું પડે છે, જે પસંદ નથી હોતા.
– સોમા ઘોષ.

વધુ વાંચવા કિલક કરો....