મારી ઉંમર ૪૩ વર્ષ છે. મારા લગ્નને ૧૮ વર્ષ થઈ ગયા છે, પરંતુ હું હજી સુધી મા નથી બની શકી. હવે મને અને મારા પતિને બાળકની ખૂબ ખોટ અનુભવાય છે. શું મેનોપોઝ પછી પણ આઈવીએફ દ્વારા મા બનવું શક્ય છે?
કોઈ પણ મહિલા મેનોપોઝની સ્થિતિમાં ત્યારે પહોંચે છે જ્યારે તેના અંડાશયમાં ઈંડા સમાપ્ત થઈ ગયા હોય, પરંતુ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિકે મેનોપોઝ પછી પણ મા બનવાને શક્ય બનાવ્યું છે. આ સ્થિતિમાં જેા કોઈ એગ ડોનર પાસેથી ઈંડા લેવામાં આવે છે અને તેને પતિના શુક્રાણુ સાથે પ્રયોગશાળામાં ફલિત કરીને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આ ભ્રૂણને ગર્ભાશયમાં ઈમ્પ્લાંટ કરી દેવામાં આવે છે. આમ આઈવીએફના ઉત્તમ પરિણામ ૩૫ વર્ષથી નાની મહિલામાં મળે છે, પછી ભલેને પોતાના એગ હોય કે પછી ડોનરના. અહીં તમારી ઉંમર ૪૩ વર્ષ છે, પરંતુ જેા તમે શારીરિક રીતે ફિટ હોય તો સકારાત્મક પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.

હું ૨૬ વર્ષની નોકરિયાત મહિલા છું. ૩ મહિના પછી મારા લગ્ન થવાના છે. મને છેલ્લા ૪ વર્ષથી ફાઈબ્રોઈડની સમસ્યા છે, શું હું ક્યારેય મા નહીં બની શકું?
ના, એવું બિલકુલ નથી કે જે મહિલાઓને ફાઈબ્રોઈડની સમસ્યા હોય તે ક્યારેય મા ન બની શકે. સૌપ્રથમ એ તપાસ કરવામાં આવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. આમ ફાઈબ્રોઈડ ઘણા બધા પ્રકારની હોય છે. જ્યારે ફાઈબ્રોઈડનો આકાર ખૂબ મોટો થઈ જાય છે અને સ્થિતિ ગંભીર બની જાય છે, ત્યારે તેને ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં ફાઈબ્રોઈડ કાઢી નાખ્યા વિના ગર્ભધારણ કરવું શક્ય બની જાય છે. તેથી તમે બિલકુલ તાણ ન અનુભવો.

મારી ઉંમર ૩૪ વર્ષ છે. મને ૪ વાર ગર્ભપાત થઈ ગયો છે. શું હું ક્યારેય મા બની શકીશ?
તમારી ઉંમર ૩૦ વર્ષ કરતા વધારે છે, તેથી પોતાના ડાયગ્નોસિસ અને સારવારમાં બિલકુલ મોડું ન કરો. સૌપ્રથમ વારંવાર થતા ગર્ભપાતનું કારણ જાણી લો, ત્યાર પછી સ્પષ્ટ થશે કે તમારા ગર્ભાશયમાં ભ્રૂણ ૯ મહિના સુધી રહી શકશે કે નહીં. જ્યારે તમારા માટે કુદરતી રીતે મા બનવું શક્ય નહીં બને, ત્યારે આઈવીએફનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આઈવીએફમાં ભ્રૂણને તૈયાર કર્યા પછી તેનું જેનેટિક સ્ક્રીનિંગ કરવામાં આવે છે. પછી માત્ર સ્વસ્થ ભ્રૂણને ગર્ભાશયમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવે છે. તેનાથી ગર્ભાવસ્થાનો દર પણ વધી જાય છે, પરંતુ એવું નથી કે આઈવીએફમાં ગર્ભપાતનું જેાખમ નથી હોતું. પહેલા ૩ મહિનામાં જેાખમ વધારે રહે છે.

હું આઈવીએફથી મા બનવા ઈચ્છુ છું, પરંતુ મેં સાંભળ્યું છે કે આ પ્રક્રિયા દ્વારા ગર્ભધારણ કરવાથી હૃદય સંબંધિત રોગ અને બીજી કેટલીક ગંભીર સ્વાસ્થ્ય મુશ્કેલીનું જેાખમ વધી જાય છે?
ના, આ વાત સંપૂર્ણપણે ખોટી છે. આઈવીએફ પછી કેટલીક મહિલાઓને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થઈ જાય છે, પરંતુ તેનું કારણ આઈવીએફ નહીં, તેમની વધતી ઉંમર હોય છે, કારણ કે આઈવીએફના વિકલ્પને પસંદ કરનાર મોટાભાગની મહિલાઓ ૩૫-૪૦ વર્ષની હોય છે. આઈવીએફમાં કૃત્રિમરૂપે (મેડિકલ પ્રોસિજર દ્વારા) ગર્ભધારણ કરવામાં આવે છે અને મેડિકલ પ્રોસિજરમાં થોડીક સાઈડ ઈફેક્ટ પણ જેાવા મળી શકે છે. આઈવીએફ કરાવ્યા પછી જેા કોઈ અસામાન્ય લક્ષણ જેાવા મળે તો તરત ડોક્ટરને જણાવો.

મારી દીકરીની ઉંમર ૩૧ વર્ષ છે. તેની બંને ફેલોપિયન ટ્યૂબ બ્લોક છે. શું તે ક્યારેય મા નહીં બની શકે?
બંને ફેલોપિયન ટ્યૂબ બ્લોક થવા પર કુદરતી રીતે ગર્ભધારણ કરવું અશક્ય છે, કારણ કે આ સ્થિતિમાં ઈંડાનું ફલન અથવા ગર્ભાશય સુધી ભ્રૂણનું પહોંચવું શક્ય નથી બનતું, પરંતુ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક (એઆરટી) એ આવી મહિલાઓ માટે સંતાનપ્રાપ્તિને શક્ય બનાવી છે. તમારી દીકરીની ઉંમર ૩૦ વર્ષ કરતા વધારે છે, તેથી આઈવીએફની પ્રક્રિયાને શરૂ કરવામાં મોડું ન કરો. મહિલાની ઉંમર જેટલી વધશે, તેટલી જ તેના ઈંડાની ગુણવત્તા ખરાબ થશે અને આઈવીએફથી ઉત્તમ પરિણામ મળવાની શક્યતા ઓછી થવા લાગે છે.
તમારી દીકરીના અંડાશયમાંથી ઈંડાને કાઢીને પ્રયોગશાળામાં તેના પતિના શુક્રાણુ સાથે ફલિત કરવામાં આવશે. તેનાથી તૈયાર થયેલા ભૂ્રણને સીધા દીકરીના ગર્ભાશયમાં ઈમ્પ્લાન્ટ કરી દેવામાં આવશે, જેમાં ફેલોપિયન ટ્યૂબની જરૂર નહીં પડે.

હું અને મારા પતિ ફેમિલી પ્લાનિંગ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ મારા પતિને ડાઉન સિન્ડ્રોમ છે. અમે આઈવીએફનો સહારો લેવા ઈચ્છીએ છીએ, જેથી અમે પણ એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકીએ. શું આ વાત શક્ય છે?
એવા ઘણા દંપતી છે જે વંધ્યત્વના શિકાર નથી, પરંતુ તે એવા જીન્સના સંવાહક છે જેા કોઈ આનુવંશિક રોગના કારણ છે, જેમ કે થેલેસેમિયા, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, હનટિંગ્ટન ડિસીઝ વગેરે. આ પતિપત્ની જે આનુવંશિક રોગના કરિયર છે, તેમના શુક્રાણુ અને અંડાણુથી ભ્રૂણને વિકસિત કર્યા પછી તેની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવે છે. પ્રીઈંપ્લાંટેશન જેનેટિક ડાયગ્નોસિસ (પીજીડી), ભ્રૂણના સ્ક્રીનિંગની સૌથી વિશ્વસનીય રીતમાંની એક છે. આ ટેક્નિક આનુવંશિક રીતે સ્વસ્થ બાળકને જન્મ આપવામાં સહાયતા કરી રહી છે.
– ડો. કાવેરી બેનર્જી.

વધુ વાંચવા કિલક કરો....