પૂરા ઘરમાં પોતાના રૂમ સાથે દરેકને, ખાસ યુવાનોને જરૂર કરતા વધારે લગાવ હોવો કુદરતી વાત છે. રૂમની બહાર જિંદગી અનેક ભાગમાં વહેંચાયેલી રહે છે, પરંતુ જ્યારે આપણા રૂમમાં હોઈએ છીએ ત્યારે આ નાના એરિયામાં આઝાદી અને શાંતિનો અહેસાસ થાય છે. દિવાળીમાં ઘરની સાફસફાઈ થાય છે જેના વિશે કહેવામાં આવે છે કે મોસમ છે, તક છે અને સમય પણ છે. વરસાદના લીધે ઘર ભેજવાળું થઈ જાય છે, જેથી તેનાથી છુટકારો મેળવવા માટે ઠંડીની શરૂઆતમાં જ રૂમ સાફ કરવો સ્વાસ્થ્યની ગેરન્ટી છે. દિવાળીના દિવસોમાં બધા સાફસફાઈ અને રંગરોગાનમાં વ્યસ્ત રહે છે તો તમે કેમ રહી જાઓ? એક દિવસ પોતાના રૂમને આપો. તેને દિલથી ચમકાવો અને પૂરા વર્ષનો કચરો બહાર કાઢીને ફેંકો. આ કામ સરળ છે અને રસપ્રદ પણ કે તમને તમારો રૂમ પરફેક્ટ પસંદ છે તો તેને તમારી રીતે સજાવો, જેથી ચમકતા ઘરથી તમારો રૂમ ફિક્કો ન લાગે. તેના માટે પહેલા તમારા રૂમને ચમકાવવાની જવાબદારી જાતે લો અને પછી એક વાર તેને ધ્યાનથી જુઓ કે શું-શું ખામીઓ છે અને કેવી રીતે કરશો. સામાન્ય રીતે બેડરૂમ મોટા નથી હોતા. તેને ચમકાવવા માટે વધારે ખર્ચ નથી થતો અને વધારે મહેનત નથી થતી.

તમારો રૂમ ચમકાવવા માટે સૌપ્રથમ દિવાળીના રંગ પર ધ્યાન આપવું જરૂરી છે જે એક મુશ્કેલ કામ છે કે પેઈન્ટ કયા કલરનું હોય. તમારા રૂમની દીવાલનો રંગ લાઈટ રાખો, કારણ કે તેનાથી લાઈટિંગ ઈફેક્ટ વધારે રહે છે. જેાકે આ રૂમ જ બેડરૂમ હોય છે, પોતાનો ડ્રોઈંગ, લિવિંગ અને સ્ટડી રૂમ પણ હોય છે. તેથી દીવાલ પર ડાર્ક કલર શોભતા નથી અને દરેક કામ માટે સૂટ નથી કરતા. ચારમાંથી કોઈ એક દીવાલ પર તમારી પસંદ અને ડિઝાઈન મુજબ વોલપેપર લગાવી શકો છો, જેનો પડતરખર્ચ ૩ હજાર રૂપિયાની આસપાસ થાય છે. આજકાલ હજારો પ્રકારના આકર્ષક અને ડિઝાઈનર વોલપેપર બજારમાં ઉપલબ્ધ છે, જેને સમયસર સાફ કરી શકો છો. પેઈન્ટ કરાવ્યા પછી નંબર આવે છે ફર્નિચરનો, જેને લઈને બધા કંફ્યૂઝ રહે છે. પ્રયત્ન કરો કે તમારા રૂમમાં માત્ર ઉપયોગી ફર્નિચર જ હોય, કારણ કે વધારે ફર્નિચરથી રૂમ ભરાયેલો લાગે છે અને સાફસફાઈ કરવામાં તકલીફ પડે છે. એક સોફાસેટ અથવા ચાર ખુરશીટેબલ હોવા જેાઈએ. રૂમ ત્યારે જ ચમકશે જ્યારે તેમાં જગ્યા વધારે દેખાશે. રૂમ સાફ રાખવા અને જગ્યા બચાવવા માટે બંધ પેટીપલંગ સારા રહે છે, જેમાં બદલાતી મોસમ મુજબ સામાન રાખી શકો છો.

રૂમના કોઈ એક ખૂણામાં એક ડિઝાઈનર શેલ્ફ ન માત્ર આકર્ષક લાગે છે, ઉપયોગી પણ રહે છે, જેમાં નાનીમોટી આઈટમ મૂકી શકાય છે. આ રીતે તિજેારી પણ સાઈઝ પ્રમાણે ગોઠવો. વધારે મોટી તિજેારી રૂમની ચમકને ફિક્કી કરે છે. હા, રૂમ જેા મોટો હોય તો તિજેારી પણ મોટી રાખી શકો છો. એક ખૂણામાં બોનસાઈ સજાવવાથી રૂમની ચમક વધી જાય છે અને રૂમની અંદરની હરિયાળી મન-મગજને શાંતિ આપે છે. ફર્નિચર પછી લાઈટિંગ પર ધ્યાન આપવું જરૂરી છે જેનું રૂમની ચમકદમકમાં અલગ મહત્ત્વ છે. આ દિવાળીમાં લાઈટની કેટલીક નવી આઈટમ ખરીદીને તમે રૂમની ચમકમાં ચાર ચાંદ લગાવી શકો છો. રૂમની વચ્ચોવચ નાનું ઝૂમર એક સારો આઈડિયા છે. તે ઉપરાંત ખૂણામાં ઝૂલતા લેમ્પ પણ ચમક વધારે છે, પરંતુ વધારે લાઈટની આઈટમ આંખ અને મગજને નુકસાન પહોંચાડે છે, તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરો. ઈલેક્ટ્રિક સ્વિચ પલંગ પાસે હોય તો તેને ઓપરેટ કરવામાં સરળતા રહે છે. રૂમમાં આકર્ષક વોલ ક્લોક રાખો.

રૂમમાં સામાન એ રીતે ગોઠવો કે રોજિંદી સાફસફાઈમાં તકલીફ ન પડે અને રૂમમાં ધૂળ જમા ન થાય. દિવાળીના કેટલાક દિવસ પહેલાં પૂરો સામાન સાફ કરીને એ રીતે ગોઠવો કે ઘરના લોકો તમારી પસંદ અને મહેનતના દીવાના થઈ જાય અને કહો કે પૂરા ઘરમાં આ જ એક રૂમ છે જે સૌથી વધારે ચમકે છે. રૂમ માત્ર દિવાળી જ નહીં, પરંતુ પૂરું વર્ષ ચમકે, તેના માટે નિયમિત સાફસફાઈ કરવી જરૂરી છે. મહિનામાં એક દિવસ તમારા રૂમની સફાઈ કરશો તો દિવાળીમાં ઓછી મહેનત થશે અને ધૂળ, ગંદકી અને ભંગાર ઓછો નીકળશે.

રૂમને જાતે સાફ કરવો એક રસપ્રદ કામ છે, જેનાથી સ્વયંને સંતોષ મળે છે. ભોપાલની એક બેંકકર્મી સાનિધ્યાનું માનો તો જેા લેટબાથ અટેચ હોય તો તે પણ ચમકાવતા રહો. હોટલ જેવા રૂમની કલ્પના બધા કરે છે, પણ પોતાના જ રૂમને હોટલ જેવો રાખવાની કોશિશ ખૂબ ઓછા લોકો કરે છે. દિવાળી શરૂઆત કરવાની પહેલ છે. કોઈ પણ કોલોનીમાં તે ઘર અલગ દેખાય છે જેનું રંગરોગાન નથી થયું હોતું. તેમાં રહેતા લોકોમાં શરમિંદા પેદા કરે છે. આ વાત તમારા રૂમ પર લાગુ પડે છે કે પૂરું ઘર ચમકતું હોય તો ધૂળમાટી વાળો રૂમ તમને ગમશે.
– ભારત ભૂષણ.

વધુ વાંચવા કિલક કરો....