એક વાતમાં કોઈ શંકા નથી કે પ્રજનનકાળ અને આધેડ ઉંમરની મહિલાઓ સ્થૂળતા પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. આ શક્ય હોર્મોનના સ્રાવના વધવા-ઘટવાથી થાય છે. એટલું જ નહીં, પુરુષોની સરખામણીમાં મહિલાઓ તેના પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. તે મહિલાઓ જેમના શરીરમાં ચરબીનું પ્રમાણ ૩૦ ટકાથી વધારે હોય છે, તેમને સ્થૂળતાનો શિકાર માનવામાં આવે છે. આજે સ્થૂળતા પૂરી દુનિયાના ડોક્ટરો માટે પડકારરૂપ બની ગઈ છે, કારણ કે તેનાથી ઘણા બધા પ્રકારની શારીરિક તથા માનસિક બીમારી થવાની શક્યતા રહે છે. તેમાં સ્તન, અંડાશય, માસિકચક્રમાં અનિયમિતતા, પિત્તાશયની બીમારીની સાથેસાથે માનસિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ સામેલ છે. તે ઉપરાંત હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશરથી લઈને ડાયાબિટીસ જેવા ગંભીર રોગ થવાની શક્યતા વધારે રહે છે.

કેન્સર અને સ્થૂળતા
તાજેતરમાં ઓનલાઈન બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર મહિલાઓમાં થતા અડધાથી વધારે પ્રજનન અંગો અને અન્નનળીમાં થતા કેન્સરનું કારણ સ્થૂળતા અથવા વજનનું વધારે હોવું જણાવવામાં આવ્યું છે. આ જર્નલે સંયુક્ત રાષ્ટ્રના સંબંધમાં પહેલી વાર શોધ?અને અભ્યાસ કર્યા પછી વિસ્તૃત રીતે કેન્સર બાબતે એક વિશ્વસનીય રિપોર્ટ પ્રકાશિત કરવાનો દાવો કર્યો છે.
રિપોર્ટમાં એ વાત પણ પૂરા તથ્યાત્મક પ્રમાણની સાથે જણાવવામાં આવી છે કે મધ્યમવય તથા ઉંમરલાયક મહિલાઓમાં થતા કેન્સરના ૬ ટકાનું કારણ સ્થૂળતા હોય છે અને દર વર્ષે લગભગ ૬ હજાર મહિલાઓ તેનો શિકાર બનતી હોય છે. બીજેા એ દાવો કરવામાં આવ્યો છે કે બીજા ઘણા એવા અંગ છે, જેમાં કેન્સરની શક્યતા રહે છે, જેમ કે કિડનીનું કેન્સર, બ્લડકેન્સર, પેન્ક્રિયાઝ, ઓવરી વગેરેનું કેન્સર, સ્તન અને પાચનતંત્રના કેન્સરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રના આ કેન્સર રિસર્ચે પૂરી દુનિયાની સૌથી મોટી શોધ હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે સર્વેના સમયગાળા દરમિયાન ૧૦ લાખથી વધારે મહિલાઓ પર અભ્યાસ કરવામાં?આવ્યો અને ૭ વર્ષ દરમિયાન ૪૫ હજાર કેન્સર પીડિતોની જાણકારી મળી, જેમાં લગભગ ૧૭ હજાર કેન્સર પીડિતોના મૃત્યુ થયા.
કેન્સર રિસર્ચ યૂકે ઈપિડેમિયોલો, ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રમુખ ડો. ગિલિયન રિબ્સના જણાવ્યા અનુસાર, પ્રતિ વર્ષ સંયુક્ત રાષ્ટ્રમાં લગભગ ૧ લાખ ૨૦ હજાર મહિલાઓ નવા કેન્સરના રોગથી પીડિત હોય છે, જેમાં વધારે વજન અને સ્થૂળતાના લીધે થતા કેન્સરની પીડિતાની સંખ્યા લગભગ ૬ હજાર હોય છે.
તે ઉપરાંત બે તૃતીયાંશ દર્દી પ્રજનન અંગ અને સ્તન કેન્સરના હોય છે જે એક મિડલ એજ ગ્રૂપના હોય છે અથવા આધેડ ઉંમરના. અનુસંધાન પરથી એ વાત પણ જાણવા મળે છે કે વધારે પડતા વજનનો વધારે પ્રભાવ કેન્સરની શક્યતા પર પડ્યો છે, જ્યારે બીજી સમસ્યા ઓછી જેાવા મળે છે.

બોડી માસ ઈંડેક્સ અને કેન્સર
બોડી માસ ઈંડેક્સનો સંબંધ કેન્સર સાથે છે કે નહીં, તેની ચર્ચા પહેલાં એ જાણવું જરૂરી છે કે આ બોડી માસ ઈંડેક્સ છે શું અને તેનો સંબંધ સ્થૂળતા અથવા વજન સાથે કેવો છે?
કોઈ પણ વ્યક્તિના કિલોગ્રામમાં વજનને મીટરમાં લંબાઈને બેગણી કરીને વિભાજિત કરીને તે વ્યક્તિના બોડી માસ ઈંડેક્સની ગણતરી કરવામાં આવે છે અને વજન તેમજ સ્થૂળતાનું નિર્ધારણ પણ તે પ્રમાણે કરવામાં આવે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ૨૫-૨૯ બીએમઆઈની મહિલાઓને વધારે વજન અને ૩૦ કરતા વધારે બીએમઆઈ ધરાવનારને સ્થૂળતાની શ્રેણીમાં મૂકવામાં આવી છે.
આ રિસર્ચમાં બીજી એક મહત્ત્વની વાતની પણ જાણકારી મળી છે. કેન્સરનો સંબંધ માત્ર બોડી માસ ઈંડેક્સ સાથે નથી, ઉંમર સાથે પણ ખાસ સંબંધ છે. વજન વધવાની સાથે સ્તન કેન્સરની શક્યતા મેનોપોઝ પછી વધી જાય છે, જ્યારે આંતરડાનું કેન્સર મેનોપોઝ પહેલાં થાય છે. સંશોધન પરથી એ વાતની જાણકારી મળી છે કે શરીરમાં ચરબી વધવાથી અન્ય બીમારી અને સમસ્યા થાય છે, જેમાં ડાયાબિટીસ અને હાર્ટએટેક પણ સામેલ છે.
સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય ઈંફર્મેશન કેન્સર રિસર્ચના ડાયરેક્ટર હોર્મોન અનુસાર, આ રિપોર્ટ એ વાતનું પણ નક્કર પ્રમાણ રજૂ કરે છે કે વધારે વજન અને સ્થૂળતાના લીધે કેન્સર ફેલાય છે અને આ બીમારીથી ખૂબ મોટી સંખ્યામાં દર્દીના મૃત્યુ પણ થાય છે.
મેનોપોઝમાં આવી ગયેલી મહિલાઓમાં થતા ૫ ટકા કેન્સરનું કારણ સ્થૂળતા અને વધારે વજન હોય છે અને તેના લીધે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિવર્ષ લગભગ ૬ હજાર મહિલાઓના મોત આ કારણથી થાય છે. ગર્ભાશય અને અન્નનળીનું કેન્સર થવાના કારણોમાં સ્થૂળતા અને વધારે વજનનું હોવું મુખ્ય કારણોમાંથી એક છે. એટલું જ નહીં, મેનોપોઝ પછી થતા બધા કેન્સરમાંથી અડધા કરતા વધારેનું કારણ આ જ હોય છે.
એ વાતમાં શંકા નથી કે પૂરી દુનિયાના વિકસિત દેશોમાં સ્થૂળતાથી પીડિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને એક સર્વે અનુસાર ઈંગ્લેન્ડમાં ૨૩ ટકા મહિલાઓ સ્થૂળતાનો શિકાર છે, જ્યારે ૩૪ ટકા મહિલાઓ વધારે વજનનો. જેાકે સ્થૂળતાના લીધે આમ તો ઘણી બધી બીમારી થાય છે અને આ જ કારણસર દર્દીના મૃત્યુ પણ થાય છે, પરંતુ તેના લીધે કેન્સર પણ થાય છે તેની જાણકારી હજી સુધી થઈ શકી નહોતી.

પ્રજનન અંગોનું કેન્સર
મહિલાઓમાં હોર્મોન સંબંધિત કેન્સર જેમાં સ્તન અને ઈંડોમિટ્રિયલનું કેન્સર સામેલ છે, તેનો સીધો સંબંધ બોડી માસ ઈંડેક્સ સાથે હોય છે, જે મેનોપોઝ પહેલા અને પછીની મહિલાઓને અલગઅલગ રીતે પ્રભાવિત કરે છે. ડેટાના વિશ્લેષણ પરથી એ વાત સાબિત થઈ છે કે મેનોપોઝ પહેલા એટલે કે પ્રજનનકાળમાં મહિલાઓમાં બોડી માસ ઈંડેક્સના વધવાની સાથે સ્તનકેન્સરની શક્યતા ઓછી હોય છે, જ્યારે મેનોપોઝ પછી સ્થૂળતા સાથે તેના હોવાની શક્યતા વધી જાય છે, જ્યારે આ મહિલાઓએ ક્યારેય પણ હોર્મોનનું સેવન કરેલું નથી હોતું.
કેન્સર થવાના કારણની બાબતમાં એવું સમજવામાં આવે છે કે આ સ્થિતિ શરીરમાં સેક્સ હોર્મોનની સાંદ્રતા વધવાથી થાય છે. તેનાથી વિપરીત મેનોપોઝ પહેલાંની મહિલાઓ સાથે આવું નથી થતું, કારણ કે તેમના લોહીમાં સેક્સ હોર્મોનનું સ્તર સામાન્ય હોય છે.
ફેટનો સીધો સંબંધ ઈંડોમિટ્રિયલના કેન્સર સાથે હોય છે. તેના માટે સેક્સ હોર્મોનને પણ જવાબદાર માનવામાં આવે છે. કેટલાક અભ્યાસકર્તાનું માનવું છે કે ઈંડોમિટ્રિયલ કેન્સરની સાથે મેનોપોઝનો કોઈ સંબંધ નથી કે ન મેનોપોઝ પહેલા તેમજ ન મેનોપોઝ પછી, પરંતુ હા, તેનો સીધો સંબંધ બીએમઆઈ સાથે જરૂર છે. મેનોપોઝ પછી બીએમઆઈના વધવાથી ઈંડોમિટ્રિયલ કેન્સરના વધવાની પ્રબળ શક્યતા રહે છે.
પરંતુ મેનોપોઝ પહેલા એવું જેાવા નથી મળતું. જેાકે આવું એસ્ટ્રોજનની સાંદ્રતાના વધવાથી થાય છે. જ્યારે મેનોપોઝ પહેલાં ઈંડોમિટ્રિયલ કેન્સર થવા પાછળ પ્રોજેસ્ટેરોનની ઊણપને જવાબદાર માનવામાં આવે છે. અંડાશયના કેન્સરના સંબંધમાં કેટલાક અભ્યાસકર્તાનું માનવું છે કે આવું બીએમઆઈના વધવાથી થાય છે, જેની અસર મેનોપોઝ પહેલાં વધારે થાય છે, ત્યાર પછી નહીં.
આ રીતે મહિલાઓમાં પ્રજનન અંગમાં થતા કેન્સર, જેનો સંબંધ સીધેસીધો બોડી માસ ઈંડેક્સ સાથે હોય છે, જે હોર્મોનના પરિવર્તનના લીધે થાય છે અને તેનો પ્રભાવ મેનોપોઝ પહેલાં અને પછી અલગઅલગ રૂપે પડે છે.

બીજા અંગોનું કેન્સર
સ્થૂળતા અને બોડી માસ ઈંડેક્સના પ્રભાવના લીધે પુરુષોમાં કોલોરેક્ટલ કેન્સર થવાના મજબૂત પુરાવા છે, પરંતુ મહિલાઓમાં પ્રજનન અંગોને બાદ કરતા અન્ય અંગોમાં થતા કેન્સરમાં વિભિન્ન લોકોની માન્યતામાં પણ ભિન્નતા જેાવા મળે છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેનો સંબંધ સ્થૂળતા સાથે છે, જ્યારે કેટલાક લોકો આ વાતને નકારે છે. કેટલાક લોકોનું એ પણ માનવું છે કે યુવાવસ્થામાં થતા કેન્સરનો સીધો સંબંધ યુવાવસ્થામાં થતા કેન્સરનો સીધો સંબંધ સ્થૂળતા સાથે છે. પહેલાંના અભ્યાસ અને અનુસંધાનના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે બોડી માસ ઈંડેક્સના લીધે મેનોપોઝ પછીની આધેડ ઉંમરની સ્થૂળ મહિલાઓમાં પાચનતંત્રના કેન્સરની શક્યતા વધારે રહે છે.
આ જ કારણે કોલો રેક્ટલ કેન્સરના લીધે ૫૦-૬૪ વર્ષની ઉંમરની મહિલાઓમાં મૃત્યુદર વધારે હોય છે. તેની સાથે મલ્ટિપલ માઈલોમા તથા લ્યૂકેમિયા સાથે પણ આ વાત જેાડાયેલી છે. બોડી માસ ઈંડેક્સના વધવાની સાથે તેના થવાની શક્યતા વધતી જાય છે. આ જ સ્થિતિ અન્નનળી અને કિડનીના કેન્સર સાથે પણ છે. પેન્ક્રિયાઝના કેન્સરની બાબતમાં પણ આ વાતના મજબૂત પુરાવા છે કે દૂબળીપાતળી મહિલાઓની અપેક્ષાએ સ્થૂળ મહિલાઓમાં તેના થવાની પૂરી શક્યતા રહે છે. મેલિગ્નેન્ટ લિંફામાનો સંબંધ બીએમઆઈ સાથે છે, જેાકે કેટલાક વૈજ્ઞાનિક આ વાત સાથે સહમત નથી. કેટલાક લોકોનું એ માનવું છે કે તેનો પ્રભાવ મહિલા અને પુરુષમાં સમાન રૂપે પડે છે.
આ રીતે આપણે જેાઈ શકીએ છીએ કે મહિલાઓમાં સ્થૂળતાનો કેન્સર સાથે સીધેસીધો સંબંધ છે. જેાકે એ વાત અલગ છે કે તેની અસર અલગઅલગ ઉંમરની મહિલાઓમાં અલગઅલગ રૂપે થાય છે.
– ડો. દીપક પ્રકાશ.

વધુ વાંચવા કિલક કરો....