વાર્તા – રિતુ વર્મા

ડ્રોઈંગ રૂમમાંથી નિતિનનો જેારજેારથી બૂમો પાડવાનો અવાજ આવી રહ્યો હતો, ‘‘શું હું પાગલ છું, મૂરખ છું કે છેલ્લા ૫ વર્ષથી કોર્ટ કેસ પર પૈસા બરબાદ કરી રહ્યો છું અને સિયા પાછળથી રાઘવ સાથે પ્રેમની મોજમસ્તી કરી રહી છે.
એટલામાં નિતિનની મમ્મી બોલી, ‘‘બેટા, છેલ્લા ૫ વર્ષથી વનવાસ ભોગવી રહી છે તારી બહેન. જવા દે, હવે તેને જવું છે તો…’’
નિતિન ખૂબ ગુસ્સામાં બોલ્યો, ‘‘પહેલા પણ તેને કોણે રોકી હતી?’’
સિયા અંદર રૂમમાં બેઠીબેઠી ગભરાઈ રહી હતી. તેણે નિર્ણય લઈ લીધો હતો, પરંતુ આ નિર્ણય શું તેના માટે યોગ્ય સાબિત થશે તેની તેને ખબર નહોતી.
સિયા ૨૮ વર્ષની એક સામાન્ય યુવતી હતી. ૫ વર્ષ પહેલાં તેના લગ્ન આઈઆઈટી એન્જિનિયર રાઘવ સાથે થયા હતા.
સિયાના પિતાનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું હતું. પછી સિયાના મોટાભાઈ નિતિન અને રોનકે સિયા માટે રાઘવની પસંદગી કરી હતી. જ્યારે રાઘવ સિયાને જેાવા માટે આવ્યો હતો ત્યાર દૂબળોપાતળો રાઘવ સિયાને થોડો અટપટો લાગ્યો હતો. રાઘવ અને સિયા વચ્ચે જેાકે કોઈ વાતચીત થઈ નહોતી. સિયાની મોટીમોટી આંખો અને શરમાળ હાસ્ય રાઘવને તેના પ્રત્યે પાગલ બનાવી ગયા હતા.
રાઘવે આ સંબંધ માટે હા કહી દીધી હતી. સંબંધ નક્કી થતા સિયાના મમ્મી ખૂબ ખુશ થઈ ગયા હતા કે એક સામાન્ય ગ્રેજ્યુએટને આટલો ભણેલોગણેલો પતિ મળી ગયો, પરંતુ સિયાને લગ્ન સમયે પણ લાગ્યું હતું કે તેનો સાસરી પક્ષ આ સંબંધથી વધારે ખુશ નથી. તે વિચારવા લાગી કે કદાચ રાઘવના પરિવારજનોને તેમની આશા મુજબની ભેટસોગાદ નથી મળી. જ્યારે સિયા વરમાળા માટે રાઘવ તરફ જઈ રહી હતી, ત્યારે તેના કાનમાં કાકીનો ગણગણાટ સંભળાયો, ‘‘અરે છોકરો ઠીંગણો છે અને પાતળો પણ એટલો જ છે, જાણે કોઈ નાનું બાળક ન હોય.’’
રાઘવ વાસ્તવમાં સિયાની બરાબર હતો, વળી સિયા પણ ક્યાં વધારે લાંબી હતી. એક તરફ સિયાની ૫ ફૂટની હાઈટ તેના કદને નાનું દર્શાવતી હતી, જ્યારે બીજી તરફ રાઘવનું ૫ ફૂટનું કદ તેને બિલકુલ ઠીંગણો દર્શાવી રહ્યું હતું.
જૂતા સંતાડવાની વિધિ સમયે પિતરાઈ બહેન પીહૂ બોલી, ‘‘અરે જીજાજીના જૂતામાં કદાચ હીલ હશે, ખૂબ ધ્યાનથી જેવું પડશે.’’
આ મજાક સાંભળીને સિયા શરમ અનુભવવા લાગી, જ્યારે રાઘવનો ચહેરો પણ પોતાના અપમાનથી લાલ થઈ ગયો હતો. જ્યારે સિયા વિદાય લઈને રાઘવના ઘરે આવી ત્યારે ત્યાંનું વાતાવરણ ખૂબ તાણગ્રસ્ત દેખાઈ રહ્યું હતું.
ઊડતીઊડતી વાતો સિયાના કાનમાં પહોંચી હતી કે તેના બંને ભાઈએ તેને તેમની સાથે દગો કર્યો હતો. સારુંસારું બોલીને પોતાની સામાન્ય ભણેલી બહેનને તેમના ગળે વળગાડી દીધી હતી.
રાઘવની મમ્મી પોતાની દેરાણીને કહી રહી હતી, ‘‘અરે રાઘવના ખૂબ સારાસારા કરોડપતિના માંગા આવી રહ્યા હતા. માત્ર થોડી ઊંચાઈ ઓછી છે રાઘવની, નહીં તો મારો દીકરો લાખોમાં એક છે. શું હું મારા દીકરા માટે એવી છોકરી ન લાવી હોત જે સામાન્ય ગ્રેજ્યુએટ હોય?’’
સિયા પોતાના આંસુને છુપાવીને બેઠી હતી. તેને જાણ નહોતી કે વાસ્તવિકતા શું છે? શું પોતાના ભાઈએ આવું કર્યું હતું?
રાત્રે રાઘવે પણ સિયા સાથે ખૂબ રૂક્ષ વ્યવહાર કર્યો. તેણે સિયાની સામે આંખ ઊંચી કરીને પણ ન જેાયું. દૂધ પીધા પછી રાઘવે સિયાને કહ્યું, ‘‘જ્યારે તને હું ઠીંગણો અથવા વિચિત્ર લાગતો હતો તો પછી તને કોણે કહ્યું હતું મારી સાથે લગ્ન કરવા?’’
સાંભળીને સિયાની આંખમાંથી ટપટપ આંસુ વહેવા લાગ્યા. પછી ખચકાટ સાથે બોલી, ‘‘શું છોકરીની ઈચ્છાને ક્યારેય પૂછવામાં?આવે છે?’’
રાઘવે કટાક્ષ કરતા કહ્યું, ‘‘તું તોતડી પણ છે. તેથી તારો પરિવાર તારા માટે વર નહોતા શોધી રહ્યા, પરંતુ ખરીદી રહ્યા હતા, પરંતુ કિંમત પણ ક્યાં ચૂકવી છે તેમણે મારી.’’
સિયા બોલી, ‘‘તમે તમારો ગુસ્સો મારી પર કેમ ઉતારી રહ્યા છો?’’
રાઘવે ચિડાઈને કહ્યું, ‘‘મહારાણી મેં નહીં, તેં મારી જિંદગી કેમ બરબાદ કરી છે? કોઈ લાંબા છોકરાને ખરીદી લેવો હતો ને?’’
સિયાની સમજમાં આવી રહ્યું સમજાતું નહોતું કે કેમ રાઘવ તેની સાથે આ રીતે આવી વાત કરી રહ્યો છે. પછી જ્યારે કંઈ સમજમાં ન આવ્યું તો તે રડવા લાગી અને રાઘવ પણ ગુસ્સામાં તકિયો ઉઠાવીને વરંડામાં જઈને ચાદર ઓઢીને ઊંઘી ગયો.
સવારે સિયાની મોટી નણંદ પૂજા હસતીહસતી ખુશી સાથે ચાની ટ્રે લઈને આવી અને સિયાની લાલ આંખો જેાઈને ચોંકી ગઈ. પછી માત્ર એટલું જ સિયાને કહ્યું, ‘‘થોડી ધીરજ રાખજે સિયા, બધું ઠીક થઈ જશે.’’
પરંતુ બધું ઠીક ક્યાં થઈ શક્યું હતું. પગફેરા માટે જ્યારે સિયાના ભાઈ નિતિન અને રોનક આવ્યા ત્યારે વાત ખૂબ વધી ગઈ.
પૂજાએ સિયાને જણાવ્યું કે રાઘવને એ વાતથી ગુસ્સો આવ્યો હતો કે રાઘવના માતાપિતાએ તેને જૂઠું કહ્યું હતું કે સિયા ગ્રેજ્યુએટ છે. હવે તે સિવિલ સર્વિસની તૈયારી કરી રહી છે. જેાકે રાઘવને લગ્નના દિવસે જાણ થઈ હતી કે સિયા એક ઘરેલુ છોકરી છે અને રાઘવના પરિવારે સારા લગ્નની અવેજમાં સિયાને પસંદ કરી હતી.
સિયાની સાસુ કલ્પના સિયાના પરિવારને કોણ જાણે શું શું બોલી રહી હતી.

બીજી તરફ સિયાનો ભાઈ નિતિન જવાબમાં કહી રહ્યો હતો, ‘‘તમે સારા લગ્ન માટે કહ્યું હતું, તેથી અમે પણ અમારા બજેટથી વધીને ખૂબ ખર્ચ કર્યો હતો. તમારે જેા કેશ જેાઈતી હતી તો મોં ખોલીને કહી દેવું હતું. અમે બીજા ખર્ચના બદલે ઘરેણાં, કપડાં પર ઓછો ખર્ચ કરતા.’’
રાઘવ બોલ્યો, ‘‘બહેન માટે વર ખરીદવા કરતા સારું એ હતું કે તમારે તેને સારી રીતે ભણાવવી હતી. ઓછામાં ઓછું આવા ભાવતાલ ન કરવા પડતા ને.’’
સિયાને તેની સાસરીમાંથી ખોટા સિક્કાની જેમ પરત તેના ઘરે મોકલી દેવામાં આવી હતી.
પિયરમાં આવતા બંને ભાભીએ લેક્ચર આપવા શરૂ કરી દીધા હતા, ‘‘જેા પહેલા ભણવામાં પૂરતું ધ્યાન આપ્યું હોત તો આ સ્થિતિ સાથે ન આવી હોત.’’
જેાકે સિયા બિલકુલ અભણ નહોતી, પરંતુ તેની પાસે કોઈ એવી પ્રોફેશનલ ડિગ્રી નહોતી, જેના જેારે તેને કોઈ સારી નોકરી મળી શકે. ગ્રેજ્યુએશન પછી સિયાએ બેકરી, ટેક્સટાઈલ ડિઝાઈનિંગ અને બેઝિક મેકઅપ જેવા કોર્સ અવશ્ય કર્યા હતા, પરંતુ તેની પાસે એવા કોઈ ડિપ્લોમા કે ડિગ્રી નહોતા જેનાથી તેને સારી નોકરી મળી શકે.
સિયાને અહીં ૨ મહિના વીતી ગયા હતા. તે ચુપચાપ પોતાના રૂમમાં બેસી રહેતી હતી. નિતિન અને રોનકે સિયાની અનિચ્છા હોવા છતાં રાઘવ પર ભરણપોષણ, ઘરેલુ હિંસા અને ડિવોર્સનો કેસ દાખલ કરી દીધો.
બંને ભાભીએ પણ પોતપોતાના પતિના નિર્ણય સાથે સંમત થતા મંજૂરી આપી દીધી અને કહ્યું, ‘‘આ પગલું રાઘવ સામે ભરવું પડશે.’’
સિયાને રાઘવ જેવા પથ્થર દિલ માણસ પાસેથી કંઈ જ જેાઈતું નહોતું, પરંતુ તે વિવશ હતી. સિયા મનોમન વિચારવા લાગી કે કમ સે કમ એક વાર રાઘવ સાથે વાત કરવી જેાઈતી હતી, પરંતુ તેણે સ્વયં રાઘવને આરોપી જાહેર કરીને પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો અને તે પણ એવા અપરાધ માટે જે ક્યારેય તેણે કર્યો નહોતો.

‘‘કોર્ટ માં કેસ ચાલી રહ્યો હતો. દરેક તારીખ પછી બીજી તારીખ આપી દેવામાં?આવતી હતી. ધીરેધીરે ભાઈનું જેાશ અને ગુસ્સો બંને ઓછા થઈ ગયા હતા. બીજી તરફ ભાભીએ પણ ધીરેધીરે પોતાના કામકાજ સિયાને સોંપી દેવાના શરૂ કરી દીધા હતા. જેાકે સિયાની માની ચિંતા વધી રહી હતી. તેમને સમજાતું નહોતું કે તેમના ન હોવા પર સિયાનું શું થશે?
તે પોતાના દીકરા પર આરોપ મૂકતા હતા કે તેમણે આ સંબંધ નક્કી કરતા પહેલાં રાઘવના પરિવારજનો સાથે ખૂલીને વાત કરવી જેાઈતી હતી. જવાબમાં દીકરા કહેતા, ‘‘મા અમે બધું તમને પૂછીને કર્યું હતું અને હવે તમે અમને દોષિત ઠેરવી રહ્યા છો.’’
સિયાને આ બધું જેાઈને લાગતું હતું કે તેના લીધે ઘરના વાતાવરણમાં તાણ વધી ગઈ છે. એક દિવસે સિયાના લીધે તેના ભાભી અને મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. સિયાએ ન જાણે શું વિચારીને ફેસબુક પર રાઘવને મેસેજ કરી દીધો, ‘‘મારે તમને મળવું છે. હું કોર્ટ કેસ વિશે તમારી સાથે થોડીક ચર્ચા કરવા માંગું છું.’’
સિયાએ ૧ કલાક પછી જેાયું તો રાઘવે હજી સુધી તેનો મેસેજ વાંચ્યો નહોતો. તેને લાગ્યું કે કદાચ રાઘવ ફેસબુકનો વધારે ઉપયોગ નહીં કરતો હોય.
થોડી વારમાં સામેથી મેસેજ આવ્યો, ‘‘ઠીક છે, સંડે મળી લઈએ, સમય તું જણાવી દેજે.’’
સિયાએ કહ્યું, ‘‘૧૨ વાગે રંગોલી રેસ્ટોરન્ટ પર.’’
રાઘવે કહ્યું, ‘‘ઠીક છે. મારો આ નંબર સેવ કરી લેજે. જેા શોધવામાં મુશ્કેલી પડે તો મને ફોન કરી લેજે.’’
સિયાએ મળવા માટે કહી દીધું હતું, પરંતુ હવે તેને ડર લાગી રહ્યો હતો. તે મનોમન વિચારી રહી હતી કે જે રાઘવ પોતાના ઘરના લોકોને પોતાની સાથે લઈને આવશે તો તેનું ખૂબ અપમાન થશે.
પછી વિચારવા લાગતી કે તે જશે જ નહીં. તે એમ પણ વિચારતી કે જે રાઘવ તેના મેસેજનો સ્ક્રીન શોટ તેના ભાઈને મોકલી દેશે તો કોણ જાણે શું થશે.
શનિવારની પૂરી રાત સિયા પડખા બદલતી રહી. પછી રવિવારે તેણે પોતાના ઘરના લોકોને કહી દીધું કે તે પોતાની સાહેલીના ઘરે લંચ પર જઈ રહી છે.

જ્યારે સિયા તૈયાર થવા લાગી ત્યારે તેની સમજમાં ન આવ્યું કે તે શું પહેરે? પહેલા મરૂન રંગનો ડ્રેસ પહેર્યો ત્યારે તેને તે ખૂબ ભડકીલો રંગ લાગ્યો, પછી સફેદ રંગનો ડ્રેસ પહેર્યો ત્યારે લાગ્યું કે રાઘવને લાગશે કે તે તેને ગુમાવવાનો શોક મનાવી રહી છે. પછી લાંબો સમય વિચારીને સિયાએ હળવા આસમાની રંગનો કુરતો પહેર્યો, સાથે ચાંદીની બુટ્ટી, કાળી નાનકડી બિંદી અને હળવો મેકઅપ કર્યો, જે તેને સૌમ્યતા પ્રદાન કરી રહ્યા હતા.
જ્યારે સિયા રંગોલી રેસ્ટોરન્ટ પહોંચી ત્યારે રાઘવ પહેલાંથી જ ત્યાં બેઠો હતો. સિયાને જેાતા જ તે ઊભો થઈ ગયો. સિયા હસીને તેની પાસે આવી. બંને ૫ મિનિટ સુધી ચુપચાપ બેસી રહ્યા. બંનેની સમજમાં નહોતું આવી રહ્યું કે વાત ક્યાંથી શરૂ કરવી.
એટલામાં વેઈટરે આવીને તેમના મૌનને તોડ્યું અને મેનુ કાર્ડ આપી દીધું.
રાઘવે સિયાને કહ્યું, ‘‘તું ઓર્ડર આપી દે.’’
સિયાએ વેજિટેબલ ઈડલી અને કોલ્ડ કોફીનો ઓર્ડર આપી દીધો.
રાઘવે ખોંખારો ખાતા કહ્યું, ‘‘આગળ શું વિચાર્યું છે?’’
સિયા બોલી, ‘‘ખબર નહીં, પહેલા ઘણું બધું વિચાર્યા કરતી હતી, પરંતુ હવે કંઈ જ નથી વિચારતી.’’
રાઘવે કહ્યું, ‘‘જેા સિયા, આપણે ભલેને કાગળ પર હોઈએ, પરંતુ હજી પણ પતિપત્ની છીએ. તારા ભાઈએ મારી પર જે કેસ દાખલ કર્યો છે તેમાં મૂકવામાં આવેલા આરોપ ખોટા છે. શું તને દુખ નથી થતું કે તે મને કારણ વિના પરેશાન કરી રહ્યા છે? આ કેસના લીધે મારી નોકરી જતી રહી.’’
સિયાએ કહ્યું, ‘‘રાઘવ હું શું કરું. હાલમાં માત્ર મારા ભાઈ મારી પડખે ઊભા છે.’’
રાઘવ બોલ્યો, ‘‘તેઓ તારી સાથે નહીં, પરંતુ પોતાના અહંકાર સાથે ઊભા છે.’’
સિયા બોલી, ‘‘કોઈ સહારો જેાઈએ ને મારે.’’
સાંભળીને રાઘવે ગુસ્સામાં કહ્યું, ‘‘શું તું અપંગ છે? બિલકુલ સ્વસ્થ છે અને દેખાય છે પણ ઠીકઠાક.’’
સિયા બોલી, ‘‘પરંતુ તમારા જેવી નથી ને કે કોઈ નોકરી કરી શકું.’’
રાઘવે કહ્યું, ‘‘તું ગ્રેજ્યુએટ છે, કંઈ ને કંઈ કરી શકે છે. મેં સાંભળ્યું હતું કે તું ખૂબ પ્રતિભાશાળી છે.’’
‘‘મેં બેકરી, મેકઅપ વગેરેના કોર્સ કરેલા છે, પરંતુ તેનાથી શું મને નોકરી મળશે?’’
‘‘સિયા, બાળપણથી હું પણ મારા નાના કદના લીધે એટલો બધો હીનભાવનાથી ભરાઈ ગયો હતો કે અભ્યાસ સિવાય સ્વયંને આગળ રાખવાનો મને બીજેા કોઈ માર્ગ ન દેખાયો.’’ રાઘવે કહ્યું, ‘‘હું માત્ર એક ભણેલીગણેલી અને મને પ્રેમ કરનાર સાથી ઈચ્છતો હતો, પરંતુ મારા પરિવારજનો અને તારા પરિવારજનોએ મારી જિંદગી બરબાદ કરી નાખી.’’
સિયા બોલી, ‘‘તમે સાચું કહી રહ્યા છો, મારી જિંદગી આબાદ છે.’’
‘‘તારી સાથે તારો પરિવાર છે, જ્યારે મારી સાથે કોઈ નથી. બિલકુલ એકલો પડી ગયો છું અને મિત્રોની વચ્ચે પણ મજકનું પાત્ર બની ગયો છું. બધાને એવું લાગે છે કે મારા નાના કદના લીધે મારી પત્ની મને છોડીને જતી રહી છે.’’
‘‘આ બિલકુલ ખોટું છે. હું પૂરા ડ્રામામાં માત્ર એક કઠપૂતળી છું.’’ સિયા બોલી.
રાઘવે કહ્યું, ‘‘કેમ કઠપૂતળી છે, ઊઠ, હવે પોતાના માટે મજબૂતાઈથી ઊભી થતા શીખ.’’
થોડી વાર પછી સિયાના ઘરેથી ફોન આવ્યો ત્યારે બંનેને સમયનું ભાન થયું અને જવા ઊભા થઈ ગયા, પરંતુ આ મુલાકાત પછી સિયા અને રાઘવની વચ્ચે અવારનવાર વાતચીત થવા લાગી.
સિયાને હવે રાઘવ રૂપે એક સારો મિત્ર મળી ગયો હતો, જ્યારે રાઘવને લાગતું હતું કે તે સિયા વિશે કેટલું ખોટું વિચારતો હતો. સિયા પાસે ભલેને એન્જિનિયરિંગની ડિગ્રી નથી, પરંતુ તે ખૂબ ટેલેન્ટેડ છે.
રાઘવની સલાહ પર સિયા ઘરે બેઠા બેકિંગ ક્લાસિસ શરૂ કરી દીધા હતા. જેાકે શરૂમાં ઈન્કમ ઓછી હતી, પરંતુ આત્મસન્માન વધારે હતું. સિયાને વિશ્વાસ વધી ગયો હતો કે તે પણ એક સ્વતંત્ર જીવન જીવી શકે છે. પરજીવીની જેમ તેને બીજા કોઈના સહારાની જરૂર નથી.
હવે સિયાનું મન રાઘવ તરફ ઝૂકવા લાગ્યું હતું, પરંતુ તે જાણતી હતી કે તે રાઘવને લાયક નથી. બીજી તરફ રાઘવ જેટલું સિયાને મળતો તેટલો જ વધારે ને વધારે તેની તરફ ખેંચાઈ રહ્યો હતો.

રાઘવે એક દિવસ સિયાને મેસેજ કર્યો અને લંચ માટે બોલાવી. લંચ કરતી વખતે રાઘવે હસીને કહ્યું, ‘‘સિયા, તું ઘરે શું કહીને આવે છે?’’
સિયાએ શરમાઈને કહ્યું, ‘‘સાહેલીને ત્યાં જઈ રહી છું.’’
થોડું અટકીને રાઘવે કહ્યું, ‘‘શું તું આપણા આ સંબંધને ફરી એક તક આપવા ઈચ્છે છે, પરંતુ તને ઠીક લાગતું હોય તો જ. હું પણ તારા વિશે ખોટું વિચારતો હતો. તું ખૂબ ટેલેન્ટેડ અને વ્યવહારુ છોકરી છે. શું તું ફરીથી મારી જિંદગીની સાથી બનવાનું પસંદ કરીશ?’’
સિયા બોલી, ‘‘રાઘવ, પરંતુ જેા મારા ભાઈ કેસ ચાલુ રાખશે તો?’’
રાઘવે કહ્યું, ‘‘જેા તું તૈયાર હોય તો હું બીજું બધું સંભાળી લઈશ.’’
સિયાએ પોતાની મમ્મીને જ્યારે આ વાત જણાવી ત્યારે તેમણે કહ્યું, ‘‘શું તને વિશ્વાસ છે કે રાઘવ તને પૂરો સાથ આપશે. હાલમાં તારા ભાઈ તારી સાથે ઊભા છે, બાદમાં જેા કંઈ બોલચાલ થશે કે વિવાદ થશે તો તેના માટે તું સ્વયં જવાબદાર હશે.’’
જેાકે સિયાએ પોતાનો નિર્ણય લઈ લીધો હતો. પહેલા ઘરના લોકોને કંઈ જ પૂછ્યા વિના રાઘવને તેણે પસંદ કરી લીધો હતો અને આજે કોર્ટ કેસ પછી ફરીથી રાઘવ સાથે સમાધાન કરવા જઈ રહી હતી.
આ વાત સાંભળતા સિયાના બંને ભાઈ ખૂબ ગુસ્સે થયા, પરંતુ સિયા પોતાના નિર્ણય પર અડગ રહી.
બીજી તરફ રાઘવનો પરિવાર પણ આ વાત માટે તૈયાર નહોતો, પરંતુ રાઘવે કોઈની પણ ચિંતા ન કરી અને સિયાના ઘરે પહોંચી ગયો.
સિયાના બંને ભાઈ આગળ હાથ જેાડીને રાઘવે કહ્યું, ‘‘મારી ભૂલ હતી કે મેં સિયા સાથે ખૂલીને વાત કર્યા વિના તેને પિયરમાં મોકલી દીધી હતી. અમે બંને છેલ્લા ૫ વર્ષથી વનવાસ વેઠી રહ્યા છીએ, પરંતુ આજે તમે મારી સિયાને ખુશીખુશી મારી સાથે વિદાય કરો, જેથી અમે પણ વનવાસમાંથી મુક્ત થઈને અમારા ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરી શકીએ.’’

વધુ વાંચવા કિલક કરો....