સામગ્રી :
* ૨ મોટા બટાકા
* ૧-૨ લીલા મરચાં બારીક સમારેલા
* ૧ મોટી ચમચી ક્રીમ
* ૧/૨ મોટી ચમચી માખણ
* ૨ મોટી ચમચી ચીઝ
* ૧ નાની ચમચી આદું અને લસણની પેસ્ટ
* ૩ મોટી ચમચી દહીં
* ૧ મોટી ચમચી બેસન
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક બાઉલમાં દહીં, ક્રીમ, આદું અને લસણની પેસ્ટ, બેસન, મીઠું, લીલા મરચાં?અને મીઠું નાખીને બરાબર ફીણી લો. બટાકાને ધોઈ અને છીણીને ગોળાકાર સ્લાઈસમાં કાપી લો. પછી ઊકળતાં મીઠાવાળા પાણીમાં ૧-૨ મિનિટ સુધી મૂકો. બેકિંગ ટ્રેને માખણથી ગ્રીસ કરીને પોટેટોની સ્લાઈસ ૧-૧ કરીને ટ્રેમાં મૂકો. તેની પર ચીઝનું મિશ્રણ મૂકો અને પછી ૧૮૦ ડિગ્રી પર ઓવનમાં ૮થી ૧૦ મિનિટ બેક કરો.

વધુ વાંચવા કિલક કરો....