બ્રેકફાસ્ટ લાઈક ધ કિંગ’, ‘લંચ લાઈક ધ પ્રિન્સ’ અને ‘ડિનર લાઈક ધ પૂઅર’ આ બધી કહેવતો તમે સાંભળી તો હશે. આ કહેવત વાંચીને તમે પણ સમજી ગયા હશો કે બ્રેકફાસ્ટ આપણા મીલનો કેટલો મહત્ત્વપૂર્ણ ભાગ છે, તેથી ન્યૂટ્રિશસ્ટિ ‘બ્રેકફાસ્ટ લાઈક ધ કિંગ’ ની સલાહ આપે છે, કારણ કે રાત્રિના લાંબા બ્રેક પછી સવારનો બ્રેકફાસ્ટ આપણને ગ્લુકોઝ પૂરો પાડવાનું કામ કરે છે, જેનાથી આપણા શરીરમાં એનર્જી બૂસ્ટ થાય છે. પરંતુ આટલું બધું જાણ્યા પછી પણ ઘણી વાર આપણે આપણી ખરાબ લાઈફસ્ટાઈલના લીધે બ્રેકફાસ્ટ સ્કિપ કરીએ છીએ અને સીધા લંચ કરી લેવાના ઓપ્શનને ચૂઝ કરીએ છીએ, ત્યારે ઘણી વાર જાણકારીના અભાવે આપણે સ્લિમ થવાના ચક્કરમાં બ્રેકફાસ્ટ સ્કિપ કરીએ છીએ, જે આપણા મેટાબોલિઝમને વધારે સ્લો બનાવીને શરીરને ફુલાવવાનું કામ કરે છે. તો ઘણી વાર આપણે દરરોજ બ્રેકફાસ્ટ કરીએ છીએ, પરતુ હેલ્ધિ નહીં, જેનાથી ન તો આપણા શરીરને પ્રોપર ન્યૂટ્રિશંસ મળી શકે છે. તેના લીધે પૂરો દિવસ આપણને થાક લાગ્યા કરે છે, જે આપણી ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઘટાડવાનું કામ કરે છે. આ સ્થિતિમાં આપણા માટે જાણવું જરૂરી છે કે આપણે મોટાભાગે બ્રેકફાસ્ટ સાથે એવી તે કઈ ભૂલો કરીએ છીએ, જે આપણને ભારે પડી શકે છે.

સ્કિપ ધ બ્રેકફાસ્ટ
લેટ નાઈટ ડિનર કરવાની હેબિટ અને તે પણ હાઈ કેલરી ડિનર, જેના લીધે મોટાભાગે બ્રેકફાસ્ટ એમ વિચારીને સ્કિપ કરવો કે આમ કરીને આપણે રાત્રે લીધેલી કેલરીને કંટ્રોલ કરી શકીશું, પરંતુ આ માનસિકતા બિલકુલ ખોટી છે, કારણ કે રાત્રે લાંબા ફાસ્ટિંગ પછી સવારનો બ્રેકફાસ્ટ આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરીને આપણા વજનને કંટ્રોલમાં રાખે છે, સાથે આપણા ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરીને આપણને પૂરો દિવસ સ્ટ્રેસથી દૂર રાખવામાં મદદ કરે છે, પરંતુ આ ભૂલ ન માત્ર આપણા મેટાબોલિઝમ પર ભારે પડે છે, સાથે તેના લીધે બ્લડ કોલેસ્ટ્રોલ, હૃદયની બીમારી તથા ટાઈપ-બી ડાયાબિટીસનું જેાખમ પણ ખૂબ વધી જાય છે. તેથી બ્રેકફાસ્ટને સ્કિપ કરવાની ભૂલ બિલકુલ ન કરો અને જે પણ બ્રેકફાસ્ટ કરો તે હાઈ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોવું જેાઈએ.

ફેક્ટ : જે લોકો બ્રેકફાસ્ટ સ્કિપ કરે છે તેમનામાં જેાવા મળ્યું છે કે તેઓ લંચ હેવી લંચ લેવાની સાથે વધારે કેલરી લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી, સાથે આ લોકામાં પૂરો દિવસ આળસ જેાવા મળે છે એટલે કે તેઓ વધારે સ્ફૂર્તિથી કામ કરવામાં અસમર્થ રહે છે.

ટિપ : બ્રેકફાસ્ટમાં પ્રોટીનનું વન એક્સચેન્જ જરૂર લેવું જેાઈએ એટલે કે એપ્રોક્સ ૭-૮ ગ્રામ પ્રોટીન. તેના માટે તમે બ્રેકફાસ્ટમાં ૧ બાઉલ સ્પ્રાઉટ્સ, ૪૦ ગ્રામ પનીર, ૪૦ ગ્રામ ટોફુ, ૧ ઈંડું વગેરેમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો, સાથે એક એક્સચેન્જ કેલ્શિયમ પણ લો. તેના માટે બ્રેકફાસ્ટમાં મિલ્ક, કર્ડ કે લસ્સીમાંથી કોઈ એકને સામેલ કરો.

મિસ ધ પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ
આપણામાંથી મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં એ જ ખાવાનું પસંદ કરીએ છીએ, જે પોતાને ગમતું હોય એટલે કે આપણે બ્રેકફાસ્ટમાં માત્ર આપણી જીભના સ્વાદનું ધ્યાન રાખીએ છીએ, જેના માટે મોટાભાગે બ્રેકફાસ્ટમાં હાઈ કાર્બ્સ લઈએ છીએ, જે આપણું બ્લડ શુગર લેવલ વધારીને તેને ફેટ્સમાં પરિવર્તિત કરવાનું કામ કરે છે. તે ડાયાબિટીસની સાથેસાથે અન્ય બીમારીનું પણ મોટું કારણ છે, જ્યારે પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ લેવાથી આપણા મસલ્સની હેલ્થ ઠીક રહે છે, સાથે તેના લીધે આપણને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જે આપણને પૂરો દિવસ એક્સ્ટ્રા કેલરી લેવાથી અટકાવવાનું કામ કરે છે. એટલું જ નહીં, પરંતુ પ્રોટીન રિચ બ્રેકફાસ્ટ ટીરોસિને નામક એમિનો એસિડનું લેવલ વધારવાનું કામ કરે છે, જે ડોપામાઈનને પેદા કરીને આપણી એનર્જી અને આપણા મૂડને બૂસ્ટ કરવાનું કામ કરે છે, પરંતુ બ્રેકફાસ્ટમાં પ્રોટીન ન લેવાની ભૂલ એટલે કે વધારે કાર્બ્સવાળો બ્રેકફાસ્ટ લેવાથી તમારા શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધે છે, સાથે મને જલદીજલદી ભૂખ પણ લાગવા લાગે છે, જે ઝડપથી વજન વધારવા માટે જવાબદાર છે.

ફેક્ટ : જે લોકો પ્રોટીનની સાથેસાથે બેલેન્સ વેમાં બ્રેકફાસ્ટ કરતા હોય છે, તેમને જલદીથી ભૂખ નથી લાગતી. સાથે તેમને પોતાનું વેઈટ મેનેજ કરવામાં સરળતા રહે છે.

ટિપ : દરરોજ બદલીબદલીને બ્રેકફાસ્ટ ન કરો. પ્રોટીન માટે તમે ઈંડા, પૂડલો, કેળા, દાળના પૂડલા, પાલક રેપ, દાળની રોટલી, ઓટમીલ જેવા ઓપ્શન પોતાની પસંદ મુજબ યૂઝ કરી શકો છો.

ફાસ્ટ ઈટિંગ
સિટ એન્ડ ઈટ, આ વાક્ય આપણે બધા બાળપણથી સાંભળતા આવી રહ્યા છીએ, પરંતુ આજે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણી પાસે પોતાના માટે તેમજ શાંતિથી બેસીને બ્રેકફાસ્ટ કરવાનો થોડોક પણ સમય નથી, જેથી ઘણી વાર આપણે ઊભાઊભા બ્રેકફાસ્ટ કરવા લાગીએ છીએ અથવા ઓફિસ, સ્કૂલ કે કોલેજ માટે લેટ થતા ચાલતાંચાલતાં બ્રેકફાસ્ટ કરી લેવાને ઉચિત સમજીએ છીએ. આમ કરવાથી ન તો આપણે બ્રેકફાસ્ટ એન્જેય કરી શકીએ છીએ કે ન ખોરાકને સારી રીતે ચાવી શકીએ છીએ, જેની આપણા પાચનતંત્ર પર વિપરીત અસર થવાની સાથે શરીરમાં ન્યૂટ્રિઅંટ્સનું અવશોષણ પણ સારી રીતે નથી થતું. આ રીતે ઉતાવળમાં ઘણી વાર વધારે ખાવાની ટેવ પણ તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે. તેથી સિટ એન્ડ ઈટ પ્રોપરલીનો સિદ્ધાંતને અપનાવીને બ્રેકફાસ્ટ કરવાની ટેવ પાડો. આ ટેવથી તમે ખોરાક સારી રીતે ચાવીચાવીને ખાઈ શકશો અને ખાતી વખતે ક્વોંટિટીનું ધ્યાન રાખી શકશો.

ફેક્ટ : રિસર્ચમાં સાબિત થયું છે કે જ્યારે લોકો નોર્મલ સ્પીડથી બ્રેકફાસ્ટ કરે છે ત્યારે ભોજનને વધારે એન્જેાય કરવાની સાથે તેમનું પાચનતંત્ર પણ બીજાની સરખામણીમાં વધારે સારું થાય છે.

ટિપ : તમારે સવારે ઊઠવાના ૨-૩ કલાકમાં બ્રેકફાસ્ટ કરી જ લેવો જેાઈએ, જેથી એલર્ટનેસ વધવાની સાથે તમારું એનર્જી લેવલ બૂસ્ટ થઈ શકે. તેનો અર્થ એ કે બ્રેકફાસ્ટ કરવાનો આઈડિયલ ટાઈમ ૮:૩૦ થી ૧૦:૦૦ની વચ્ચેનો હોવો જેાઈએ.

ટોટલી આઉટ કાર્બ્સ
જ્યારે પણ આપણે આપણા વજનને કંટ્રોલ કરવાનું વિચારીએ છીએ, ત્યારે સૌપ્રથમ ખોરાક અને તેમાં પણ ખાસ તો બ્રેકફાસ્ટમાંથી સંપૂર્ણ રીતે કાર્બ્સને આઉટ કરી દઈએ છીએ, જ્યારે તે આપણી બોડી તથા બ્રેનને લાંબા સમય સુધી ફ્યૂઅલ પ્રદાન કરવાનું કામ કરે છે, પરંતુ હવે તમે કોમ્પ્લેક્સ કાર્બ્સ, જેમાં વિટામિન, મિનરલ તથા ફાઈબર હોય છે તે બ્રેકફાસ્ટને ડાયટમાંથી બિલકુલ આઉટ કરી દો છો, તેના લીધે તમને થાક, ચક્કર આવવા જેવી ફરિયાદ રહે છે. સાથે તમે વધારે શારીરિક કાર્ય કરવામાં સમર્થ નથી બની શકતા. તેથી બ્રેકફાસ્ટ પ્રોટીન સભર લેવાની સાથે તેમાં બેલેન્સ કોમ્પ્લેક્સ કાર્બ્સ પણ હોવા જેાઈએ, જેથી તમે હંમેશાં એનર્જેટિક ફીલ કરી શકો.

ફેક્ટ : ઓટમીલ કોમ્પ્લેક્સ કાર્બ્સનો ખૂબ ઉત્તમ સ્રોત છે, જે તમારા શરીરને ઊર્જા આપે છે, સાથે તેમાં રહેલું ફાઈબર તમને હૃદય સંબંધિત બીમારીથી દૂર રાખવાનું કામ કરે છે.

ટિપ : તમારે દરરોજ બ્રેકફાસ્ટમાં કોમ્પ્લેક્સ કાર્બ્સ રૂપે ૨ એક્સચેન્જને જરૂર સામેલ કરવા જેાઈએ. તેના માટે તમે વેજિટેબલ પૌંઆ, વેજિટેબલ ઉપમા, વેજિટેબલ થુલી, ઓટ્સ વગેરેમાંથી કોઈ એકને લઈ શકો છો.

ફ્રૂટની જગ્યાએ જ્યૂસ લેવાની ભૂલ
મોટાભાગે આજે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલમાં મોર્નિંગ બ્રેકફાસ્ટમાં જ્યૂસ સામેલ થઈ ગયો છે, જ્યારે જ્યૂસ કેલરીમાં હાઈ હોવાની સાથે તેમાં ફાઈબર ઓછું થઈ જાય છે. જે ભલે ને તમારા ટેસ્ટને વધારવાનું કામ કરે, પરંતુ જ્યૂસને લાંબા ફાસ્ટિંગ પછી સવારે લેવાથી પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે સાથે તમને કબજિયાતની ફરિયાદ થઈ શકે છે. આ સ્થિતિમાં તમે બ્રેકફાસ્ટમાં જ્યૂસની જગ્યાએ ફ્રૂટ સામેલ કરો, કારણ કે તે ફાઈબર તથા ન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોવાથી તમને પૂરો દિવસ ખૂબ એનર્જેટિક રાખવાનું કામ કરશે. સાથે તે તમારી બોડીને પણ ડિટોક્સ કરવામાં મદદરૂપ બનશે.

ફેક્ટ : ૧ ગ્લાસ જ્યૂસમાંથી તમને ઝીરો ફાઈબર મળે છે, જ્યારે ૧ રો એપ્પલમાંથી તમને ૪ ગ્રામ ફાઈબર મળે છે.

ટિપ : તમારે રોજ લગભગ ૧૫૦ ગ્રામ જેટલું ફ્રૂટ લેવું જેાઈએ.
– પારૂલ ભટનાગર.

વધુ વાંચવા કિલક કરો....