આપણે એ સમજવું પડશે કે વિકાસ અને મહિલા ઉત્થાન બે અલગ બાબત નથી. તેમને બે અલગ દષ્ટિકોણથી જેાતા માત્ર નિષ્ફળતા જ હાથ લાગશે. મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો પ્રયાસ થાય જેથી તે?આત્મનિર્ભર અને જાગૃત થઈ શકે. મનમાં કંઈક સાહસિક અને દુષ્કર કરી બતાવવાની વાત નક્કી કરવી અને સફળતાપૂર્વક કરી બતાવવાનું આજની મહિલાઓએ શીખી લીધું છે. આ ૧૦-૨૦ વર્ષ પહેલાં સુધી મહિલાઓ વિચારી નહોતી શકતી પણ હવે તેમની પાસે રસ્તા અને હિંમત છે. મહિલાઓ એકબીજાના અનુભવથી પણ પ્રેરિત થઈ રહી છે. ભૂતકાળમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ બનેલી બોટમાં સવાર થઈને ૬ મહિલા અધિકારીઓએ એક સાહસિક અભિયાનને અંજામ આપ્યો. તે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૭નો દિવસ હતો જ્યારે ઐશ્વર્યા, એસ. વિજયા, વર્તિકા જેાશી, પ્રતિભા જમ્વાલ, પી. સ્વાતિ અને પાયલ ગુપ્તાએ આઈએનએસ બોટ પર પોતાની સફર શરૂ કરી. ૧૯ મે, ૨૦૧૮ના તે ૨૧,૬૦૦ નોટિકલ માઈલ્સ એટલે કે ૨૧૬ હજાર દરિયાઈ માઈલનું અંતર પાર કરીને પાછી આવી હતી. આ અભિયાનમાં લગભગ ૨૫૪ દિવસનો સમય લાગ્યો અને તેની સાથે આ ૬ નેવી મહિલા અધિકારીઓએ પોતાના નામને ઈતિહાસના પાને પણ નોંધાવી લીધું.

૨૧ મે, ૨૦૧૮ના રોજ તે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા થઈને ગોવા પહોંચી. તેમની સામે પણ એટલા જ પડકારો હતા જેટલા પુરુષો સામે આવે છે, પરંતુ તેમણે તેનો હિંમતથી સામનો કર્યો અને સફળતા મેળવી. આ છે આજની નારીની બદલાયેલી છબિ એટલે કે જાતે આગળ વધીને જેાખમનો સામનો કરનારી મહિલાઓ. આ પ્રગતિ ભલે ને ૧૯૪૭ની આઝાદીની દેન છે અથવા વિશ્વમાં આવતા પરિવર્તનની, ખૂબ સુખદ છે અને તેને ૭૫ દાયકા વીત્યા પછી યાદ કરવી એક સારી વાત છે. ભારતને આઝાદ થયે ૭૫ વર્ષનો સમય વીતી ગયો છે. આઝાદીને ૭ થી વધારે દાયકાની મુસાફરીમાં દેશની મહિલાઓનું જીવન ઘણું બદલાયું છે. તેમની સ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમને અનેક અધિકાર મળ્યા છે, તેમણે કેટલાય બંધનથી મુક્તિ મેળવી છે, અનેક પ્રકારના અધિકારની લડાઈ લડી છે, કેટલીય જગ્યાએ સફળતાના નવા ધ્વજ લહેરાવ્યા છે, કેટલાંય ક્ષેત્રમાં પુરુષો પાસેથી બાજી મારી છે. પરંતુ એ વાતને પણ નકારી શકાય તેમ નથી કે કેટલાય અર્થમાં તેમની જિંદગી આજે પણ પરંપરાગત યાતનાની સષ્ટ ભોગવી રહી છે. આજે પણ તેમને નિમ્ન દરજ્જે પ્રાપ્ત છે, આજે પણ તેમનું શારીરિક શોષણ થઈ રહ્યું છે અને આજે પણ તેમની મુઠ્ઠી ખાલી જ છે.

આવો જેાઈએ આ ૭૫ વર્ષમાં મહિલાઓની જિંદગીમાં કેવા પ્રકારનાં પરિવર્તન આવ્યાં છે.
ભારતના અંગ્રેજ શાસકોએ સમાજ-સુધારકો અને સામાન્ય સુધારા પર ઓછું ધ્યાન આપ્યું હતું. આઝાદી પછી બંધારણ બન્યું જેમાં મહિલાઓને દરેક જગ્યાએ સમાન તક મળી. હિંદુ કાયદામાં ૧૯૫૬ સુધી અનેક પરિવર્તન થયા જેનાથી એકથી વધુ લગ્નની પ્રથા સમાપ્ત થઈ. શિક્ષણનાં ક્ષેત્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા અનેક સ્કૂલ ખોલવામાં આવી જેમાં યુવતીઓને પણ પ્રવેશ મળ્યો. આઝાદી પહેલાં?આ બધા વિશે વિચારવાની ગવર્નર જનરલ ઈન કાઉન્સિલને ક્યારેય નવરાશ નહોતી. સમાજ અને પરિવારમાં મહિલાઓની સ્થિતિમાં ધીમેધીમે પણ અનેક હકારાત્મક પરિવર્તન આવી રહ્યાં છે.

નારી શિક્ષિત થઈ
અસ્તિત્વને ઓળખવા?અને પોતાની કાબેલિયતને પુરવાર કરવા માટે જરૂરી છે કે એક સ્ત્રી શિક્ષિત હોય. તે પોતાના હકને જાણે, ફરજને ઓળખે અને આગળ વધવાથી ન ગભરાય. મહિલાઓના વિકાસમાં શિક્ષણની સૌથી મોટી ભૂમિકા રહી છે. આઝાદી પછી મહિલાઓને સમાન અધિકાર મળ્યા જેથી તેમને વાંચનલેખનની તક મળે. અહીંથી અડધી વસ્તીની દુનિયા બદલાવાની શરૂઆત થઈ. શિક્ષણના લીધે મહિલાઓની ચેતના જાગૃત થઈ. તે પરંપરાગત અને જુનવાણી વિચારસરણીમાંથી બહાર આવી અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈ. જ્યારે તે શિક્ષિત થઈ ત્યારે નોકરી માટે ઘરમાંથી બહાર આવી, પુરુષોના આ સમાજમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી અને આર્થિક રીતે આત્મનિર્ભર બની. મહિલાઓ હવે માત્ર હાઉસવાઈફની ભૂમિકામાં નથી પરંતુ તે હોમમેકર બની ગઈ છે. ઘરપરિવાર ચલાવવામાં આર્થિક સહકાર આપી રહી છે. જેા મહિલાઓ વધારે શિક્ષિત નથી તે પણ પોતાની દીકરીઓને સારું શિક્ષણ આપીને કંઈક બનાવવા ઈચ્છે છે અને તેમને પોતાના પગ પર ઊભી કરવા ઈચ્છે છે. આ એક હકારાત્મક સંકેત છે.

છેલ્લા સાત દાયકામાં મહિલાઓની નોકરી કરવાના દરમાં સારો એવો વધારો થયો છે. આજે કેટલીય મહિલાઓ કંપનીની સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર બની રહી છે, ઊંચાંમાં ઊંચાં પદ પર કામ કરે છે. તે ન માત્ર પુરુષોના ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે પરંતુ આ તમામ પરિવર્તનનાં લીધે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે. તે પોતાની વાત બધાની સામે મૂકે છે. પોતાના અધિકારોને મેળવવા માટે તત્પર રહે છે. હવે તે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાની વાત રજૂ કરવા લાગી છે. મહિલાઓ સાથે જેાડાયેલ કેટલાય કેમ્પેઈન પણ આ માધ્યમ દ્વારા ચાલે છે, જેના હકારાત્મક પરિણામ જેાવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના એક રિપોર્ટ પ્રમાણે શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી મોટી છે. શિક્ષણ સંસ્થાઓ સુધી યુવતીઓની પહોંચ સતત વધી રહી છે. એક દાયકા પહેલાં થયેલા સર્વેક્ષણમાં શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી ૫૫.૧્રુથી વધીને ૬૮.૪્રુ પર પહોંચી છે. એટલે કે આ ક્ષેત્રમાં ૧૩્રુથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. આધુનિક ટેક્નિક પણ મહિલાઓની જિંદગીમાં શિક્ષણનું માધ્યમ બની છે. ગામની યુવતીઓ મોટીમોટી સ્કૂલ-કોલેજથી ઘરે બેઠા પોતાનો અભ્યાસ કરી રહી છે. પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈ રહી છે.

મનથી પણ સ્વતંત્ર થઈ છે મહિલાઓ
મહિલાઓ હવે પોતાના મનની વાત સાંભળે છે?અને તેની પર વિચાર પણ કરે છે. યોગ્ય નિર્ણય લેવાથી ખચકાતી નથી એટલે કે તે હવે મનથી પણ સ્વતંત્ર થઈ રહી છે. જેા તે કંઈક કરવાનું નક્કી કરી લે છે તો કરીને જ રહે છે. મનમાં કંઈક સાહસિક અને દુષ્કર કરી બતાવવાની વાત નક્કી કરવા અને સફળતાપૂર્વક કરી બતાવવાનું આજની મહિલાઓએ શીખી લીધું છે. આ ૧૦-૨૦ વર્ષ પહેલાં સુધી મહિલાઓ વિચારી પણ નહોતી શકતી પણ હવે તેમની પાસે વિકલ્પ છે અને હિંમત પણ. મહિલાઓ એકબીજાથી પ્રેરાઈ રહી છે. આ આઝાદી ભારતની મહિલાઓની ઊભરતી નવી છબિ છે.

સ્વયંને સાબિત કરી છે
કોઈ દેશનો વિકાસ તેના માનવ સંસાધન પર નિર્ભર હોય છે. તેમાં મહિલા અને પુરુષ બંનેનું સ્થાન આવે છે. આઝાદ થયા પછી આપણા દેશમાં પણ દરેક નાગરિકને સમાન અધિકાર મળે જેથી તેમના વિકાસનો માર્ગ ખૂલે. મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા અને પ્રતિભાને સાબિત કરી છે. રમતગમતનું ક્ષેત્ર હોય, રાજકારણ હોય કે કોર્પોરેટ વર્લ્ડ, અદાકારી હોય કે સૈન્ય ક્ષેત્ર, મેડિકલ હોય કે એન્જિનિયરિંગ મહિલાઓ દરેક જગ્યાએ પોતાની કાબેલિયત સાબિત કરી રહી છે. આજે વિદેશ અને રક્ષા જેવા મહત્ત્વપૂર્ણ મંત્રાલયની જવાબદારી મહિલાઓ પર છે અને તે ખૂબ સારી રીતે આ કામ કરી રહી છે. તે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી રહી છે. ફાઈટર પાઈલટ બનીને દેશના રક્ષણની જવાબદારી પણ નિભાવવા માટે તૈયાર છે. આ તમામ પરિવર્તન ખૂબ જ હકારાત્મક છે. હવે ઘરના પુરુષ ભલે ને પિતા હોય, ભાઈ કે પતિ તમામ મહિલાઓના યોગદાનને મહત્ત્વ આપી રહ્યા છે અને તેમને સહકાર પણ આપી રહ્યા છે.

મનમરજીથી જીવવું
ખાસ તો મુંબઈ અને દિલ્લી જેવા ભારતના મહાનગર અને અન્ય મોટાં શહેરોમાં રહેતી યુવતીઓ અને મહિલાઓની સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યાં છે. આજે તેમને શારીરિક પોષણ અને માનસિક વિકાસના સમાન અવસર મળી રહ્યા છે. રસ્તાઓ પર જરૂરી કામથી મોડી રાતે નીકળવા ઈચ્છે તો નીકળી શકે છે. નીડર થઈને પોતાની પસંદનાં કપડાં પહેરે છે. પોતાના દિલ અને ઈચ્છાની થાપ પર એક સાથ-સહકાર ગણગણે છે. ઈચ્છાથી પોતાનો સાથી પસંદ કરવાનો અધિકાર પણ મળવા લાગ્યો છે. દિલ ઈચ્છે તો તે બુરખો પહેરે છે અને મન થાય તો બિકીનિ પણ. તેની ઈચ્છા હોય ત્યારે લિપસ્ટિક લગાવવાનો અધિકાર છે અને ઈચ્છા થાય તો મેકઅપ વિના હરવાફરવાનો હક. લગ્ન કરવા કે ન કરવાનો નિર્ણય પણ લઈ શકે છે. તે પોતાની ઈચ્છાથી એકલી પણ રહે છે તો કોઈ તેની પર મહેણાં નથી મારતું. તેની પાસે પોતાની ઈચ્છાથી જેાબ કરીને આત્મનિર્ભર જિંદગી જીવવાની તક પણ છે. હા, એટલું દુ:ખ જરૂર છે કે આ ક્રાંતિ હજી મોટાં શહેરો સુધી સીમિત છે. નાનાં શહેરો અને ગામોમાં આજે પણ પંચાયત, સમાજ અને ખાપનું ચલણ ચાલી રહ્યું છે. કેટલીય જગ્યાએ નવાં કપડાં પહેરવાં પર પ્રતિબંધ છે.

ઘરમાં સન્માન
શિક્ષણ અને જાગૃતિની અસર ઘરેલુ હિંસા પર થાય છે. હવે આ પ્રકારનાં કેસ પહેલાંથી ઓછા થયા છે. રિપોર્ટ પ્રમાણે લગ્નજીવનમાં હિંસા સહન કરી રહેલી મહિલાઓની ટકાવારી ૩૭.૨ થી ઘટીને ૨૮.૮ ટકા રહી ગઈ છે. સર્વેમાં એ પણ તારણ આવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન માત્ર ૩.૩ ટકા ને જ હિંસાનો સામનો કરવો પડ્યો. એક સર્વેક્ષણ પરથી એ પણ સામે આવ્યું છે કે ૧૫ થી ૪૯ વર્ષની ઉંમરમાં ૮૪ ટકા પરીણિત મહિલાઓ ઘરેલુ નિર્ણયોમાં ભાગ લઈ રહી છે. આ પહેલાં ૨૦૦૫-૦૬માં આ આંકડો ૭૬ ટકા હતો. તાજેતરના આંકડા પ્રમાણે લગભગ ૩૮ ટકા મહિલાઓ એકલી અથવા કોઈની સાથે સંયુક્ત રીતે ઘર કે જમીનની માલિક છે.

આજના બદલાતા પરિવેશમાં જે રીતે નારી પુરુષ વર્ગ સાથે ખભાથી ખભો મિલાવીને પ્રગતિ તરફ અગ્રેસર થઈ રહી છે તે સમાજ માટે એક ગર્વ અને પ્રશંસાની વાત છે. આજે રાજનીતિ, ટેક્નોલોજી, સુરક્ષા સહિત દરેક ક્ષેત્રમાં જ્યાં મહિલાઓએ હાથ અજમાવ્યો છે તેમને સફળતા જ મળી. હવે એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાં આજની મહિલા પોતાની હાજરી ન નોંધાવતી હોય. આ બધું થયા પછી પણ તેણે એક હોમમેકર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે મહિલા સશક્તિકરણની દિશામાં અભૂતપૂર્વ પગલું ભરતા દેશની સંસદ અને રાજ્ય વિધાનસભામાં એક તૃતીયાંશ મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરેલી છે. જેાકે એક સત્ય એ પણ છે કે મહિલા અનામતનો માત્ર તે જ મહિલાઓ લાભ ઉઠાવી શકે છે જે શિક્ષિત કે યોગ્ય છે. આજે પણ જે મહિલાઓ પડદા પાછળ રહે છે તેમની સ્થિતિ એમની એમ જ છે.

વધુ પ્રયાસની જરૂર
સિક્કાની બીજી બાજુ પણ વિચારવા યોગ્ય છે જ્યાં આજે પણ મહિલાઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. રેપ કે બળાત્કાર થવા પર આપણો સમાજ એક મહિલાને આત્મહત્યા માટે મજબૂર કરી દે છે. જેનું વર્તમાન ઉદાહરણ મણિપુર છે. જ્યાં બે મહિલાઓ સાથે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો. મણિપુરમાં હિંસા તેની ચરમસીમા પર છે. સરકારનું મૌન દરેકને અકળાવી રહ્યું છે. મહિલાઓ સાથે થઈ રહેલા અપરાધને કોઈપણ સંજેાગોમાં સાંખી ન લેવાય.?આવનારા દિવસોમાં મહિલાઓની સલામતી માટે સરકાર શું પગલાં ભરશે તેની પર દરેકની મીટ મંડાયેલી છે. આજે પણ મહિલાઓને એટલી આગળ નથી આવવા દેવાતી જેટલી જરૂર છે અને તેનું સૌથી મોટું કારણ છે આપણા સમાજનું પુરુષપ્રધાન હોવું. પરિસ્થિતિ એવી છે કે મહિલા પુરુષ માટે ભોગવિલાસની વસ્તુ માનવામાં આવે છે. જાહેરખબર, ફિલ્મો જેવાં ક્ષેત્રમાં તેમને અશ્લીલ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે.

જેા આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ તો જેાઈશું કે આજે પણ આપણા દેશની મહિલાઓની સ્થિતિ સુધારવાની જરૂર છે. શિક્ષણને સમાજનાં છેવાડા સુધી પહોંચાડીને આપણે મહિલાને સશક્ત કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. મહિલા સશક્તિકરણની દિશામાં દેશમાં પ્રગતિ થઈ છે, પરંતુ અનેક એવાં ક્ષેત્ર છે જ્યાં વધારે પ્રયાસની જરૂર છે. લિંગ સરેરાશના સ્ટેજ પર દેશ વધારે પ્રગતિ નથી કરી શક્યો. શહેરી ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર થયો છે, તેથી પ્રસૂતિ મોતના કેસમાં ઘટાડો થયો છે. જેાકે ગામોની સ્થિતિ હજી વધારે નથી બદલાઈ. યૂનિસેફના મતે ભારતમાં પ્રસવ દરમિયાન થનારાં મોત ઘટ્યાં છે, પરંતુ હજી વધારે છે. દેશમાં દર વર્ષે લગભગ ૪૫ હજાર મહિલાઓનાં મોત પ્રસવ દરમિયાન થાય છે.

વેતન સંબંધી અસમાનતા
ચેરિટી સંગઠનનાં એક આંતરરાષ્ટ્રીય પરિસંઘ ઓક્સફેમનાં મત અનુસાર ભારતમાં પુરુષ?અને મહિલાઓ વચ્ચે વેતન અસમાનતા દુનિયામાં સૌથી ખરાબ છે. માન્સ્ટર સેલરી ઈંડેક્સ અનુસાર પુરુષ અને મહિલા બંને દ્વારા એક જ પ્રકારનાં કામ માટે ભારતીય પુરુષ મહિલાઓની સરખામણીમાં ૨૫ રૂપિયા વધારે કમાય છે. ભારતીય સમાજમાં મહિલાઓ ઉપર હિંસા એક મુખ્ય મુદ્દો છે. મહિલાઓની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે યુવતીઓને ‘યોગ્ય રીતે વ્યવહાર કરતા’ શીખવવાની સરખામણીમાં પુરુષોને ‘તમામ મહિલાઓનું સન્માન’ કરતા શીખવવું વધારે આવશ્યક છે. દેશની પિતૃસત્તાત્મક સંરચનાના લીધે ભારતમાં ઘરેલુ દુર્વ્યવહાર હજી પણ સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય છે. ભારતમાં યુવા પુરુષો અને મહિલાઓના એક સર્વેક્ષણ પ્રમાણે ૫૭ ટકા યુવાનો અને ૫૩ ટકા યુવતીઓનું માનવું છે કે મહિલાઓને તેમના પતિ દ્વારા માર મારવો ઉચિત છે. વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬ની વચ્ચે હાથ ધરાયેલા એક સર્વેક્ષણ પ્રમાણે ૮૦ ટકા વ્યવસાયી મહિલાઓને પોતાના જીવનસાથીના હાથે ઘરેલુ શોષણનો સામનો કરવો પડે છે. સેનામાં ભારતીય મહિલાઓની ભાગીદારી ખૂબ ઓછી છે અને તાજેતરનાં વર્ષોમાં તેમાં ઘટાડો થયો છે. પુરુષથી મહિલા સરેરાશ માત્ર ૦.૩૬ ટકા છે.

મહિલાઓને નથી મળી આ વસ્તુથી આઝાદી
સ્વતંત્રતા દિવસ દરેક ભારતીયો માટે ખાસ છે કારણ કે આ દિવસે આપણે અંગ્રેજેાની ગુલામીની બેડીઓ તોડીને આઝાદ થયા હતા પરંતુ વાત જેા મહિલાઓની સ્થિતિની કરીએ તો આજે પણ કેટલીય એવી વસ્તુ છે જેનાથી તેમને આઝાદી નથી મળી. મહિલાઓ જે દેશની ૪૯ ટકા વસ્તીનું ગઠન કરે છે હજી પણ સુરક્ષા, ગતિશીલતા, આર્થિક સ્વતંત્રતા, પૂર્વાગ્રહ?અને પિતૃસત્તા જેવા મુદ્દા સામે લડી રહી છે.

નિર્ણયનો હક નથી
આપણા જેવો પિતૃસત્તાત્મક સમાજ પુરુષોને નિર્ણય લેવાની શક્તિ આપે છે, પણ યુવતીઓને નહીં. મોટાભાગની યુવતીઓ પોતાની ઈચ્છાથી ભણી નથી શકતી, રમતગમત સ્પર્ધામાં ભાગ નથી લઈ શકતી, કરિયર નથી બનાવી શકતી ત્યાં સુધી કે જીવનસાથીની પસંદગીનો હક પણ તેમને નથી મળતો. અભ્યાસ કરવા કે કામ કરવાના વિકલ્પથી લઈને આર્થિક નિર્ણય અને કમાણીના ઉપયોગ જેવા મહત્ત્વનાં મુદ્દા પર ઘણીવાર મહિલાઓને પુરુષોની વાત માનવી પડે છે. પિતૃસત્તાવાળા આ સમાજનું પરિણામ જ છે કે ભારતમાં ભ્રૂણ હત્યાની ઘટનાઓ એટલી વધારે બને છે. તેમને દહેજનાં નામે સળગાવી દેવામાં આવે છે અને તેમની જિંદગી રસોઈ સુધી સીમિત કરી દેવામાં આવે છે.

હિંસા, દુર્વ્યવહાર અને શોષણથી મુક્તિ નહીં
ભારતમાં મહિલાઓને દરરોજ અહેસાસ કરાવવામાં આવે છે કે તે પોતાનાં ઘર, ઓફિસ અને પબ્લિક પ્લેસમાં કેટલી અસલામત છે. ઘરમાં દુર્વ્યવહાર, પતિની મારપીટ?અને સાસુનાં મહેણાં, કાર્યસ્થળ પર યૌન શોષણ કે માનસિક દબાણ, સોશિયલ મીડિયા પર ખરાબ કોમેન્ટ, રસ્તા પર છેડતી અને રેપ, મોબાઈલ પર બ્લેંક કોલ્સ જેવી ઘટનાઓમાંથી મહિલાઓએ દરરોજ પસાર થવું પડે છે. પતિથી વધારે કમાતી ૨૭ ટકા પત્નીઓ શારીરિક હિંસાની શિકાર છે તો ૧૧ટકા ને ઈમોશનલ બ્લેકમેલિંગ સહન કરવું પડે છે.

લગ્ન પછી કામ કરવાની આઝાદી
ભારતમાં અનેક મહિલાઓ આજે પણ હાઉસવાઈફની જેમ પોતાની જિંદગી વ્યતીત કરી રહી છે. તેમાંથી કેટલીક મહિલાઓ ઘરનાં કામથી ખુશ છે, પરંતુ કેટલીક મજબૂરીમાં બહાર કામ નથી કરતી. જેાકે આજે પણ કેટલીય જગ્યાએ મહિલાઓને લગ્ન પછી કામ કરવાની આઝાદી નથી. કેટલાક પુરુષ આજે પણ પત્નીનાં કામને પોતાનું અપમાન સમજે છે.

મનપસંદ કપડાં પહેરવાની આઝાદી
થોડા સમય પહેલાં ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતે મહિલાઓના ફાટેલા જીન્સને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે છે. તેમના ઘૂંટણ દેખાય છે.?આ કેવા સંસ્કાર છે? આ સંસ્કાર ક્યાંથી આવી રહ્યા છે? તેનાથી બાળકો શું શીખી રહ્યા છે અને મહિલાઓ?આખરે સમાજને શું સંદેશ આપવા ઈચ્છે છે? મોટાભાગે?આ પ્રકારના નિવેદન નેતાઓ કે દેશના કહેવાતા હિતચિંતકોના મુખે સાંભળવા મળી જાય છે. હવે જેા દેશને સંભાળનારની જ એવી વિચારસરણી હોય તો ત્યાં મહિલાઓને પોતાની પસંદનાં કપડાં પહેરવાની આઝાદી ભલા કેવી રીતે મળશે?

મહિલાઓએ અત્યાર સુધી મેળવ્યું છે તે સ્વયંના અનુભવ, આત્મવિશ્વાસ અને મહેનતના જેારે, પરંતુ પુરુષ સમાજ લૈંગિક વિચારસરણીની મર્યાદામાંથી બહાર નથી નીકળ્યો. સ્ત્રીને માત્ર સુંદર દેહ માનવાની માનસિકતા આજે પણ વ્યાપ્ત છે. ખાપ પંચાયતની મહિલાઓને લઈને તઘલખી ફરમાન કોઈનાથી છૂપા નથી. આ સમાજમાં દરરોજ બુલંદશહેર જેવી ઘટનાઓ આપણા પ્રગતિશીલ સમાજનું મોં કાળું કરે છે. દલિત, નિર્ધન અને અશિક્ષિત મહિલાઓની દરકાર લેવાની વાત તો દૂર રહી, શહેરી વસ્તી જ ખરાબ રીતે સામાજિક પરંપરાનો બોજ ખેંચવા વિવશ છે. વિશ્વભરની સંસદમાં મહિલાઓની સંખ્યાના મતથી ભારત આજે પણ ૧૦૩માં સ્થાન પર છે, જ્યારે નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સંસદમાં મહિલા સાંસદોની સંખ્યા કંઈક વધારે છે, જેને આપણે આપણાથી પણ વધારે પછાત માનીએ છીએ.

મંજિલ હજી દૂર
કુલ મળીને આજે આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ ભારતમાં મહિલાઓની સ્થિતિ સંતોષજનક નથી કહી શકાતી.?આધુનિકતાના વિસ્તારની સાથેસાથે દેશમાં દિનપ્રતિદિન વધતા મહિલાઓ પ્રત્યે અપરાધની સંખ્યાના આંકડા ચોંકાવનારા છે. તેમને આજે પણ અનેક પ્રકારના ધાર્મિક રીતરિવાજ, કુંઠિત માન્યતાઓ, યૌન?અપરાધ, લિંગ ભેદભાવ, ઘરેલુ હિંસા, નિમ્ન સ્તરની જીવનશૈલી, નિરક્ષરતા, કુપોષણ, દહેજ પ્રથા, કન્યા ભ્રૂણ હત્યા, સામાજિક અસલામતી, તથા ઉપેક્ષાનો ભોગ બનવું પડે છે. જેાકે કેટલીક મહિલાઓ આ તમામ પડકારોને પાર કરીને વિભિન્ન ક્ષેત્રમાં દેશના સન્માનજનક સ્તર સુધી પણ પહોંચી છે જેમાં શ્રીમતી ઈન્દિરા ગાંધી, પ્રતિભા દેવી સિંહ પાટિલ, સુષમા સ્વરાજ, નિર્મલા સીતારમણ, મહાદેવી વર્મા, સુભદ્રા કુમારી ચૌહાણ, અમૃતા પ્રીતમ, મહાશ્વેતા દેવી, લતા મંગેશકર, આશા ભોંસલે, અલકા યાજ્ઞિક, માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી, મેઘા પાટકર, અરુંધતી રોય, ચંદા કોચર, પી.ટી. ઉષા, સાઈના નેહવાલ, સાનિયા મિર્ઝા, સાક્ષી મલિક, પી.વી. સિંધુ, હિમા દાસ, ઝૂલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, ગીતા ફોગાટ, મેરી કોમ?અને વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વગેરે નામ ઉલ્લેખનીય છે. ભારત જેવા પુરુષપ્રધાન દેશમાં ૭૦ના દાયકાથી મહિલા સશક્તિકરણ તથા ફેમિનિઝમ શબ્દ પ્રકાશમાં?આવ્યો. બિનસરકારી સંગઠને પણ મહિલાઓને જાગ્રત કરીને તેમનામાં પોતાના અધિકારો પ્રત્યે ચેતના વિકસિત કરવા તથા તેમને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરેમાં કન્યા ભ્રૂણ હત્યાને અટકાવીને લિંગ સરેરાશના ઘટતા સ્તરને સંતુલિત કરવા તથા શિક્ષણનાં ક્ષેત્રમાં મહિલાઓની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના ચલાવવામાં આવી રહી છે. આઝાદી પછીનાં વર્ષોમાં મહિલાઓ માટે સમાન અધિકાર, તકની સમાનતા, સમાન કાર્ય માટે સમાન વેતન, અપમાનજનક પ્રથાઓ પર પ્રતિબંધ વગેરે માટે અનેક જેાગવાઈ ભારતીય બંધારણમાં કરવામાં?આવી. તેમના વધારાના દહેજ પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૧, કુટુંબ ન્યાયાલય અધિનિયમ ૧૯૮૪, સતી નિષેધ અધિનિયમ ૧૯૮૭, રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ ૧૯૯૦, ઘરેલુ હિંસાથી મહિલાઓનું સંરક્ષણ અધિનિયમ ૨૦૦૫, બાળવિવાહ પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૬, કાર્યસ્થળ પર મહિલાઓના શોષણ (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૧૩ વગેરે ભારતીય મહિલાઓને અપરાધની વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરવા તથા તેમની આર્થિક તેમજ સામાજિક દશામાં સુધારો લાવવા માટે કાયદાકીય જેાગવાઈ છે. અનેક રાજ્યોની ગ્રામ અને નગર પંચાયતોમાં મહિલાઓ માટે અનામત બેઠકોની જેાગવાઈ પણ કરવામાં આવી છે.

સ્ત્રી સુરક્ષા અને સમતા
સ્ત્રી સુરક્ષા?અને સમતામાં ઉઠાવાયેલ આપણું દરેક પગલું મહિલાની સ્થિતિ સુધારવામાં કારગત સાબિત થઈ રહ્યું છે તેમાં કોઈ બેમત નથી પરંતુ સામાજિક સુધારાની ગતિ એટલી ધીમી છે કે તેના યોગ્ય પરિણામ સ્પષ્ટ રીતે સામે નથી આવતા. આપણે વધારે ઝડપથી આ ક્ષેત્રમાં જનજાગૃતિ અને શિક્ષણ પહોંચાડવાના કામ કરવાની જરૂર છે. આપણે એ સમજવું પડશે કે વિકાસ અને મહિલા ઉત્થાન બંને અલગ બાબત નથી. તેમને ૨ અલગ દષ્ટિકોણથી જેાતા માત્ર નિષ્ફળતા જ હાથ લાગશે. મહિલાઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે પ્રયાસ કરવામાં?આવે જેથી તે આત્મનિર્ભર અને જાગૃત થઈ શકે.

આજે કોઈપણ મોટા મોલમાં જાઓ, દુકાનોમાં મહિલાઓનો સામાન વેચાઈ રહ્યો છે. સુપર માર્કેટમાં વધારે ખરીદી મહિલાઓ કરે છે. વાઈટ ગુડ્સ જેમ કે ફ્રિજ, એરકંડિશનર, ગેસની સગડી, ન્યૂ મોડ્યૂલ કિચન વગેરે પર નિર્ણય મહિલા કરે છે. ઈન્ટીરિયર ડેકોરેશન પર મહિલાઓનો મત લેવાય છે અને તે ધડાધડ નવી ડિઝાઈનનાં બેડ, વોર્ડરોબ, નવા પેઈન્ટ, પોલિશ બજારમાં છવાઈ રહ્યા છે, જેમની ગ્રાહક મહિલાઓ છે. મહિલાઓ દરેક દેશના સમગ્ર ઉત્પાદન એટલે કે જીડીપીની વૃદ્ધિમાં હવે મોટું યોગદાન આપી રહી છે અને ભારતમાં તે ઉત્પાદનમાં લાગેલી છે અને ગ્રાહક પણ.
– ગરિમા પંકજ.

વધુ વાંચવા કિલક કરો....