તમે ગમે એટલો સ્માર્ટ વેસ્ટર્ન ડ્રેસ પહેરો, પણ સાડીની વાત જ કંઈક જુદી છે. સાડી એલિગેન્ટ લુક આપવાની સાથેસાથે સેક્સી લુક આપવાનું કામ કરે છે. તમે કોઈ પણ પ્રસંગે સાડી પહેરીને તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી શકો છો. બસ તમને ખબર હોવી જેાઈએ કે કઈ સાડી ટ્રેન્ડમાં છે અને તેને કયા પ્રસંગે કેવી રીતે પહેરવી જેાઈએ.

આવો જાણીએ, લેટેસ્ટ સાડીના ટ્રેન્ડ વિશે :

ઓરગેંઝા સાડી
તમે પણ સાડી લવર છો, પરંતુ હેવી સાડીના ડરથી સ્પેશિયલ પ્રસંગે પણ સાડી વેર કરતા ડરો છો તો જાણી લો કે તમારા માટે લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહેલી ઓરગેંઝા સાડી બેસ્ટ છે, કારણ કે એક તો આ સાડી સિલ્ક લુક આપવાની સાથે રોયલ લુક આપે છે, સાથે લાઈટ વેટેડ, સોફ્ટ ફેબ્રિક અને એકથી એક ચઢિયાતી પ્રિન્ટ તેને દરેક પ્રસંગે ખાસ બનાવે છે. પછી પાર્ટી હોય, મેરેજ હોય કે પછી ગેટટુગેધર, તમે સરળતાથી તેને મિનિટોમાં પહેરીને અટ્રેક્ટિવ અને અમેઝિંગ લુક આપી શકો છો. તેના માટે તમે તમારી પસંદ મુજબ ઓરગેંઝા સાડી ખરીદી શકો છો.

ટ્રેન્ડમાં શું છે : બજારમાં તમને સિલ્ક ઓરગેંઝા સાડી, પ્લેન ઓરગેંઝા સાડી, બનારસી ઓરગેંઝા સાડી, કાંચી ઓરગેંઝા સાડી, ફેન્સી ઓરગેંઝા સાડી, ગ્લાસ ઓરગેંઝા સાડી, પ્રિન્ટેડ ઓરગેંઝા સાડી, ઓરગેંઝા ટિશ્યૂ સાડી વગેરે મળશે. જેને તમે પ્રસંગ, સાડીની ડિઝાઈન મુજબ ખરીદીને ખાસ દિવસ વધારે ખાસ બનાવી શકો છો. આ સાડી તમને ૨ હજારથી ૨૦ હજાર સુધીમાં મળી જશે.

સેલિબ્રિટી પણ પાછળ નથી : જેા વાત કરીએ આલિયા ભટ્ટની, જેણે એક ફેસ્ટિવલ દરમિયાન રેડ ફ્લોરલ ઓરગેંઝા સાડીને ન્યૂડ મેકઅપ, સિંપલ બિંદી અને હેવી ઝૂમખા સાથે કેરી કરીને બધાને અટ્રેક્ટ કર્યા અને તેના લુક અને સાડી જેાઈને દરેક વ્યક્તિ વ્હોટ અ લુક આલિયા કહ્યા વિના ન રહ્યું.

કરીના કપૂર : તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેબો નામથી ઓળખાય છે. જ્યારે તેણે પેસ્ટલ ઓરગેંઝા સાડી, જેની પર બેબો લખ્યું હતું, સાડીનો ફોટો શેર કર્યો, ત્યારે તેને કોમ્પ્લિમેન્ટ મળવાની સાથેસાથે ફેન્સ તેના આ લુકના દીવાના બની ગયા. આ સાડી સાથે કરીનાએ ઓફશોલ્ડર બ્લાઉઝ સાથે ડેંગલર્સ પહેરીને પોતાનો લુક એલિગેંસ બનાવ્યો.

શિલ્પા શેટ્ટીના લુક અને ફિગરની જેટલી પ્રશંસા કરીએ, એટલી ઓછી છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ તેને ઓફવાઈટ ફ્લોરલ ઓરગેંઝા સાડીમાં ફ્લોરલ બન, પિંક લિપ્સ સાથે ટુ લેયર રૂબી પર્લ નેકલેસમાં જેાઈને દંગ રહી ગયા, કારણ કે એક તો બ્યૂટિફુલ સાડી અને તેની પર તેનો પરફેક્ટ લુક.

નેટ સાડી
જેા વાત કરીએ સ્વયંને સ્ટાઈલિશ અને ટ્રેડિશનલ લુક આપવાની, તો સાડીથી બેસ્ટ આઉટફિટ બીજા કોઈ ન હોઈ શકે. ખાસ તો નેટ સાડીનો જવાબ જ નથી, કારણ કે આ લાઈટ વેઈટની સાથે કંફર્ટેબલ પણ છે, તેને પહેરવી સરળ છે. આ સાડી સેલિબ્રિટી અને ફેશનપસંદમાં માનુનીઓમાં પોપ્યુલર હોવાથી કેટલાય સેલિબ્રિટી દ્વારા તેને રેડ કાર્પેટ પર પહેરવામાં આવે છે. અલગઅલગ પેટર્ન અને ડિઝાઈનમાં હોવાથી તેને અલગઅલગ પ્રસંગે કેરી કરી શકાય છે. તમે તેની સાથે મેચિંગ જ્વેલરી પહેરીને સ્વયંને ટ્રેન્ડી અને ગોર્ઝિયસ બતાવી શકો છો. ખાસ વાત એ છે કે સાડી તમને સ્લિમ અને ઊંચા બતાવવાનું કામ કરે છે, જે તમને સેક્સી લુક પણ આપે છે અને સાડી લવર્સને આ જ જેાઈએ.

ટ્રેન્ડમાં શું છે : તમે લેસ બોર્ડરવાળી નેટની સાડી, લેંઘા સ્ટાઈલ નેટ સાડી, પ્રિન્ટેડ નેટ સાડી, ડબલ શેડેડ નેટ સાડી, સિલ્વર ગ્લિટર વિથ હેવી બોર્ડરવાળી નેટની સાડી, સ્ટોન વર્ક નેટ સાડી, પ્યોર નેટ સાડી, શિફોન નેટ સાડી વગેરેમાંથી કોઈને પણ પસંદ કરીને સ્વયંને બ્યૂટિફુલ લુક આપી શકો છો.

કયા સેલિબ્રિટીએ કેરી કરી : પ્રિયંકા ચોપરા, જે બોલીવુડની શાન છે. તેણે જ્યારે પીચ કલરની નેટવાળી સાડી સાથે વાળમાં ફ્લાવરની ફેશન કેરી કરી, ત્યારે બધાની નજર તેની પર અટકી ગઈ. હવે બધા તેના આ લુકને વારંવાર કોપી કરવાનું પસંદ કરે છે, કારણ કે સાદાઈમાં તેની સુંદરતા જેાવા લાયક હતી.

અનુષ્કાએ એક પાર્ટી દરમિયાન ગ્રીન વર્કવાળી સાડી સાથે સિલ્વર એક્સેસરિઝ કેરી કરીને ન માત્ર સ્વયંને સેન્ટર ઓફ અટ્રેક્શન બનાવી, પરંતુ તેના આ લુકને જેાઈને મહિલાઓ નેટની સાડીની દીવાની બની ગઈ છે.
કેટરિના કૈફ, જે ગ્લેમરસ છે, તેણે જ્યારે રસ્ટ કલરની હેવી એમ્બ્રોઈડરી વાળી સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરીને એન્ટ્રિ કરી, ત્યારે તેનો લુક લોકોની નજરમાં વસી ગયો. આ સાડીમાં તે સ્ટાઈલિશ લાગવાની સાથેસાથે ક્યૂટ પણ લાગી રહી હતી.

ઓમ્બ્રે સાડી
ઓમ્બ્રે સાડીને ડ્યૂલ ટોન સાડી પણ કહેવાય છે. જેમાં ૨ અલગઅલગ કલર હોય છે. આ સાડી ખૂબ ઈનોવેટિવ રીતે બનાવવામાં આવે છે, જેથી સાડીમાં કલર્સ, વર્ક અમેઝિંગ લાગે. આ સાડી રિચ લુક?આપે છે. આ સાડીને જ્યારે તમે કોઈના બર્થ-ડે પર અથવા કોઈ ફેમિલી ફંક્શનમાં કેરી કરો છો તો તે તમને રિચ, બ્યૂટિફુલ અને મોડર્ન લુક આપવાનું કામ કરે છે.

ટ્રેન્ડમાં શું છે : આ હાફહાફ સાડીની ડિઝાઈન, જેમાં એમ્બ્રોઈડરીની સાથેસાથે વર્ક કર્યુ છે. હાલમાં ખૂબ ડિમાન્ડમાં છે. તે અલગઅલગ ફેબ્રિકમાં હોવાની સાથેસાથે તમને તેમાં અલગઅલગ ડિઝાઈન મળી જશે. તેને તમે ઓફિસ પાર્ટી, એનિવર્સરી, ત્યાં સુધી કે કોકટેલ પાર્ટીમાં પણ કેરી કરીને સ્વયંને એલિગેંટ બતાવી શકો છો અને જેા તેની સાથે સ્ટોન જ્વેલરી હોય, હેન્ડ મેડ બેગ સાથે હાઈહીલ સેંડલ્સ પહેરો, તો સાડીનો ગ્રેસ વધી જાય છે.

કયા સેલિબ્રિટીએ કેરી કરી : દીપિકા પાદુકોણની ઓમ્બ્રે શેડેડ સાડીને કોણ ભૂલી શકે છે, જેમાં સાડીનો ગ્રેસ અને તેની સ્ટાઈલે તેને સ્ટનિંગ લુક આપવાનું કામ કર્યું. તેની સાડી અને લુક જેાઈને દરેક મહિલા તેને જ કોપી કરવા માંગે છે. જેાકે શિલ્પા શેટ્ટીનું પરફેક્ટ ફિગર અને કોન્ફિડન્સ પર કોઈ પણ સાડી સૂટ કરે છે, પરંતુ જ્યારે તેણે પર્પલ અને પિંક શેડની ઓમ્બ્રે સાડી પહેરી તો તેમાં તેની પર્સનાલિટી અલગ જ નિખરીને સામે આવી. તેને ઓમ્બ્રે સાડીની સ્ટાઈલને કેરી કરતા કેટલીય વાર જેાઈ છે. કેટરિના કૈફ, જેને લાઈટ વેટ સાડીમાં જ જેાઈ છે, પરંતુ જ્યારે તેણે ઓમ્બ્રે ઈફેક્ટવાળી પિંક સાડી પહેરી તો તેનો ગ્રેસ જેાઈને ફેન્સ તેને જેતા જ રહી ગયા.

થિન બોર્ડર સાડી
હેવી અને ભારે બોર્ડરવાળી સાડીને ગુડબાય કરવાનો સમય આવી ગયો છે, કારણ કે ૨૦૨૨ માં પાતળી બોર્ડરવાળી સાડીનો ક્રેઝ હતો. વાત હોય સેલિબ્રિટીની કે પછી મોડલ્સની, તેમણે મૂવી હોય કે પછી રેંપ પર મોડલિંગ, સ્ટાઈલ સ્ટેટમેન્ટ મુજબ ડિઝાઈનર પાતળી બોર્ડરવાળી સાડી પહેરીને આ સાડીની ફેશનને ઈન કરી છે. હવે મોટી પાર્ટી જ કેમ ન હોય, મોટાભાગની મહિલાઓ સિંપલ પણ રોયલ લુક માટે પાતળી બોર્ડરવાળી ડિઝાઈનર સાડી જ પહેરવાનું પસંદ કરે છે, કારણ કે ઈઝી ટુ કેરીની સાથેસાથે તેનો લુક પણ અમેઝિંગ લાગે છે.

ટ્રેન્ડમાં શું છે : તમને બજારમાં થિન બોર્ડરમાં ઝરી વર્ક, મિરર વર્ક, એમ્બ્રોઈડરી, જરદોશી વર્કવાળી બોર્ડરની સાડી મળી જશે. જેને તમે સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને પ્રસંગ મુજબ પહેરીને તમારા દિવસને વધારે ખાસ બનાવી શકો છો.

કયા સેલિબ્રિટીએ આ ફેશન કેરી કરી : દીપિકા પાદુકોણ હંમેશાં પોતાની ગોર્ઝિયસ સાડીના કલેક્શનથી ચર્ચામાં રહે છે, પરંતુ જ્યારે આ બોલીવુડ ક્વીને પાતળી બોર્ડરવાળી બ્રાઈટ રેડ જેાર્જેટની સાડી સાથે પર્લ જ્વેલરી પહેરીને પિક શેર કર્યો, તે જેાઈને ફેન્સ પ્રશંસા કરવા લાગ્યા. માધુરી દીક્ષિતે જ્યારે પિંક પાતળી મિરર વર્ક બોર્ડરની સાડી પહેરી તો બધાની નજર અટકી ગઈ, કારણ કે તેની બ્યૂટિ પર સાડી ગોર્જિયસ લાગી રહી હતી.

સિલ્ક સાડી
સિલ્ક સાડીની ફેશન હંમેશાં ટ્રેન્ડમાં છે. જેા તેને સદાબહાર સાડી કહેવામાં આવે તો કંઈ ખોટું નથી, પરંતુ ૨૦૨૨ માં આ સાડીને ખૂબ પસંદ કરવામાં આવી છે, કારણ કે આ સાડી સુંદર લુક આપે છે, સાથે તેના સોફ્ટ ફેબ્રિકના લીધે મિનિટોમાં પહેરી શકો છો. આ કોઈ પણ બોડી ટાઈપ અને સ્કિન ટોન પર મેચ કરે છે.

ટ્રેન્ડમાં શું છે : તમને તેમાં બનારસી સિલ્ક સાડી, ટસર સિલ્ક સાડી, આર્ટ સિલ્ક સાડી, મૈસૂર સિલ્ક સાડી, કાંજીવરમ સિલ્ક સાડી જેવી અનેક વેરાઈટી મળશે. તમે પ્રસંગ મુજબ સાડી ખરીદીને પહેરો. આ સાડી તમારી બ્યૂટિ વધારવાનું કામ કરશે.

સેલિબ્રિટી ઈન સિલ્ક સાડી : માધુરી દીક્ષિતે જ્યારે સિલ્કની ડ્યૂલ ટોન સાડી સાથે બ્યૂટિફુલ જ્વેલરી કેરી કરી, તો તે આ લુકમાં શાનદાર દેખાતી હતી. એક ઈવેન્ટ દરમિયાન પ્રીતિ સી બ્રાઉન ટોન સિલ્ક સાડી સાથે ફુલસ્લીવ કલરફુલ ફ્લોરલ બ્લાઉઝમાં કંગના સ્ટનિંગ લુકમાં જેાવા મળી. પ્રિયંકા ચોપરાએ સિલ્વર પ્રિન્ટવાળી સિલ્કની બ્લૂ સાડી પહેરીને બધાને તેની સ્ટાઈલનાં ઘેલા કરી દીધા.
– પારૂલ.

વધુ વાંચવા કિલક કરો....