તાજેતરમાં રૂચિ શાહને મળવાનું થયું ત્યારે તે કહેવા લાગ્યા, ‘‘શું કરું દીકરીને તો સમય જ નથી મળતો.’’
‘‘તે ક્યાં વ્યસ્ત રહે છે આટલી?’’ મેં પૂછ્યું.
‘‘શું જણાવું આજકાલ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સેલ્ફ ગ્રૂમિંગ કોર્સ જેાઈન કર્યા છે. સવારે ૧ કલાક જિમમાં જાય છે. અભ્યાસ તો ચાલુ છે.’’ આટલું બધું આખરે કેમ?
‘‘હવે જિંદગીમાં કંઈક કરવું જ છે તો પછી મહેનત તો અત્યારથી જ કરવી પડશે ને.’’ રૂચિ શાહનો જવાબ સાંભળીને હું ચુપ થઈ ગઈ, પરંતુ મનોમન વિચારવા લાગી કે એવું તે શું છે કે આટલી મહેનત કરે છે. મારી દીકરી પણ તેની સાથે જ ભણે છે ને અને તેને ખૂબ સમય મળે છે. ઈન્ટરનેટ પર ઘણું બધું છે… ઘરે આવીને જ્યારે હું અને મારી દીકરી સાથે કામ કરી રહ્યા હતા ત્યારે વાતવાતમાં મેં કહ્યું, ‘‘આજે મને રૂચિ શાહ મળ્યા હતા. તે જણાવી રહ્યા હતા કે તેમની દીકરી માયરા પૂરો દિવસ કંઈ ને કંઈ શીખતી રહે છે. ખૂબ વ્યસ્ત રહે છે અને એક તું છે જે ઈંસ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર સમય પસાર કરી રહી છે.
‘‘આવું તમે કેમ વિચારી રહ્યા છો મોમ? શું હું મારો પૂરો સમય ઈંસ્ટા અને યૂટ્યૂબ પર ફાલતુમાં પસાર કરું છું? હા, ઈન્ટરનેટ પર પણ ખૂબ સારા ઈન્ફર્મેટિવ વીડિયો આવતા હોય છે, હું તે જેાતી હોઉં છું. હા, ઈંસ્ટા પર પોતાના ઓળખીતા લોકોને મળું છું. આખરે મારે પણ મારી જિંદગી જીવવાની છે. શું હું એક ટાઈમ મશીન બનીને રહી જાઉં? ઓહ, મોમ તમે પણ કેમ કોઈની સાથે મારી સરખામણી કરી રહ્યા છો?
‘‘આ કોઈ નવી વાત નથી કે માયરા પૂરો સમય વ્યસ્ત રહે છે, પરંતુ શું તેની જિંદગી કોઈ જિંદગી છે? ન તે કોઈને મળે છે કે ન તેની પાસે કોઈની સાથે વાત કરવાની નવરાશ છે. બીજી એક જરૂરી વાત એ છે કે શું તે પોતે પણ ખુશ છે આવી જિંદગીથી?

જિંદગીમાં શું કરવું છે
‘‘ખુશ હશે ત્યારે જ તો કંઈક કરતી
હશે ને.’’
‘‘ના તમે કંઈ જ જાણતા નથી. તે ઘંટીના ૨ પડ વચ્ચે પિસાઈ રહી છે. તેના ડેડ તો તેને સીએ, એમબીએ કરાવીને એક અધિકારી બનાવવા ઈચ્છે છે અને તેની મોમ તેને મોડલ બનાવવા ઈચ્છે છે. તે પણ પોતાનો પૂરો સમય તેમની ઈચ્છાઓ પૂરી કરવામાં પસાર કરે છે. જાણે તેની કોઈ લાઈફ ન હોય.’’
‘‘તેના પેરન્ટ્સ પણ તેના ભલા માટે વિચારે છે ને.’’
‘‘હા જરૂર વિચારતા હશે, પરંતુ પહેલા બંનેએ એકબીજા સાથે બેસીને વાતચીત કરીને નક્કી કરવું જેાઈએ કે તેમને પોતાની દીકરીને શું બનાવવી છે. બિચારી ૨ નાવ પર સવાર થઈને ન તો ખૂલીને હસીબોલી શકે છે ન નક્કી કરી શકે છે કે આખરે પોતાની જિંદગીમાં તેને શું કરવું છે. થોડું પણ વજન વધ્યું નથી કે તેની મોમ તેના ખાવાપીવા પર પ્રતિબંધ મૂકી દે છે.’’
‘‘આખરે ક્યાં સુધી તે તેના માતાપિતાની ઈચ્છાના બોજા તળે દબાઈને આવી જિંદગી જીવી શકશે? અત્યારે સમય ઓછો પડી રહ્યો છે નહીં તો તેની મોમ તેને કથક ડાન્સ ક્લાસ પણ જેાઈન કરાવી દે. તેની મોમને તેનામાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની છબિ દેખાય છે.’’
‘‘તો પછી તારા મત અનુસાર તેણે આ બધું ન કરવું જેાઈએ? પોતાના માબાપ સામે બળવો કરવો જેાઈએ?’’
‘‘હા, બિલકુલ કરવો જેાઈએ. માન્યું કે તેના માતાપિતા ભણેલાગણેલા છે, સારું કમાય છે, બંને વર્કિંગ છે, કોઈ વસ્તુની અછત નથી તેમની પાસે, પરંતુ પોતાના સપનાનો બોજ તેઓ પોતાની દીકરી પર ન લાદી શકે ને. હું એમ જ કહું છું કે તેઓ ભણેલાગણેલા છે, પરંતુ સમજદાર નથી.’’
‘‘આ તું શું કહે છે?’’ મેં કહ્યું.

પોતાની પણ ઈચ્છા છે
‘‘હું સાચું કહું છું મોમ. જેા તે સમજદાર હોત તો પોતાની દીકરીના ગુણને ઓળખ્યા હોત. તમે જાણો છો તે ફ્રી પીરિયડમાં લાઈબ્રેરીમાં જાય છે અને ત્યાં આફ્રિકાના જંગલ અને પ્રાણીઓ વિશે વાંચે છે, અમારા પાસેથી ફોન લઈને ઈન્ટરનેટ પર વાઈલ્ડ લાઈફ જુએ છે. આ બધું કરતી વખતે તેના ફેસ પર અલગ જ ખુશી હોય છે. જેાકે અમે બધી સાહેલીઓ પણ તેના આ શોખમાં ખૂબ મદદ કરીએ છીએ.’’
અમે તેને પોતાના ફોન આપી દઈએ છીએ, જેથી તે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે. પેરન્ટ્સે તેના ફોન પર રેકેટ લગાવી દીધું છે, જેથી તે તેમની ઈચ્છા વિરુદ્ધનું કંઈ જેાઈવાંચી ન શકે. ઓહ, આ ખૂબ ખરાબ કહેવાય. આખરે તે પણ ફ્રી પીરિયડમાં પોતાની મરજીનું કંઈક કરવા ઈચ્છતી હશે ને.’’
‘‘શું કહેવા માંગે છે તું, તેણે પોતાના માતાપિતા સાથે આ બાબતે ઝઘડવું જેાઈએ?’’
ના મોમ, તેણે ઝઘડો ન કરવો જેાઈએ, પોતાના સપનાના બોજા તળે પોતાના જીવનને બરબાદ તો ન કરવું જેાઈએ, મનગમતા ક્ષેત્રની પૂરી જાણકારી મેળવીને માતાપિતા સાથે વાત કરવી જેાઈએ. તે જંગલ અને પ્રાણીઓને પ્રેમ કરે છે. માની લીધું કે આ ફિલ્ડ નવું છે, જેની જાણકારી તેના માતાપિતાને નથી. કદાચ આપણા જેવા લોકો સામાન્ય રીતે આ ફિલ્ડમાં જતા નથી, પરંતુ દરેક ફિલ્ડમાં કોઈને કોઈ સ્કોપ હોય છે. વળી, આજકાલ તો ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીનો પણ વિકાસ થયો છે.
‘‘નેશનલ જિયોગ્રાફિક ચેનલ અને ડિસ્કવરી ચેનલ પર આ વિષયે કેટલું બધું દર્શાવવામાં આવે છે. તે કોઈ ખાસ વિષય અથવા પ્રાણી-પક્ષી પર રિસર્ચ કરી શકે છે, પરંતુ તમને આ બધું જણાવવું અર્થહીન છે. તમે બધા નસીબના ભિખારી રહેવા ઈચ્છો છો જેમ કે તમે જે કંઈ કર્યું કે વિચાર્યું તે સિવાય દુનિયામાં બીજું કંઈ જ સારું નથી. મને તો ડર છે કે માયરા ક્યાંક સ્ટ્રેસ અને ફ્રસ્ટેશનનો શિકાર બનીને વાંચવું લખવું છોડી ન દે.’’
‘‘અરે ના, તે સારી છોકરી છે અને એવું ક્યારેય નહીં કરે.’’

સતત પ્રયાસ કરો
‘‘સારી છોકરી, માય ફૂટ. મોમ બસ પેરન્ટ્સ કહે તે જ કરે, શું તે જ છોકરી સારી કહેવાય? શું હું ખરાબ છોકરી છું. મારો પણ પોતાનો અલગ ઓપિનિયન હોય છે. હું રિસ્પેક્ટ કરું છું તમારા ઓપિનિયન સાથે મારી પોતાની ચોઈસની પણ. હું મારા સપનાંને સાકાર કરવા જ્યારે આંખો બંધ કરીને વિચારું છું ત્યારે મનોમન સ્વયંને કહું છું કે ‘યસ આઈ લિવ ડૂ ઈટ’ અને ત્યાર પછી તેના માટે સતત પ્રયાસ કરતી રહું છું. જેાકે તમે લોકોએ પણ તમારા સપનાનો બોજ મારી પર નાખ્યો નથી. હું જેનો અભ્યાસ કરવા ઈચ્છુ છું તેની પૂરતી છૂટ આપી છે.’’
‘‘વાસ્તવિકતા એ છે કે બધું મેં જ નક્કી કર્યું છે. જેા મને કોલેજમાં ભણાવવામાં આવે છે હું તેને એક દિવસ પહેલાં જ ઘરે વાંચી લઉં છું, કારણ કે મને તે બધું ગમે છે. મારે મારા વિષયોમાં વધારે મહેનત નથી કરવી પડતી, તેથી તમને પણ મારી વધારે મહેનત દેખાતી નથી અને હું પણ સમય કાઢીને થોડી મોજમસ્તી કરી લઉં છું.’’
‘‘હા, વાત તો તારી સાચી છે. તું તારી સાહેલીને કેમ નથી સમજાવતી કે તે પણ તેના માતાપિતા સાથે વાત કરે અને તેમને જણાવે કે તેઓ તેને ગમતી કરિયર પસંદ કરવા ઈચ્છે છે?’’
‘‘તેમને સમજાવીને એમ પણ કોઈ લાભ નથી મોમ, કારણ કે તેના માતાપિતા બંને એકબીજાને સમજાવી શક્યા નથી. બસ બંને પોતાની જિદ્દ પર છે કે એકના માનવા અનુસાર દીકરી મોડલિંગ કરે અને બીજાના મત અનુસાર દીકરી પૂરો સમય પુસ્તકોમાં ખોવાયેલી રહે. સૌપ્રથમ તેમણે પરસ્પર સમજવું જરૂરી છે અને બીજું એ વાત પણ જાણી લેવી જરૂરી છે કે તેમની દીકરી શું કરવા ઈચ્છે છે, પરંતુ તે બંને એટલા નાસમજ છે કે આ વિષયે પોતાની દીકરી સાથે ખૂલીને વાત નથી કરતા.’’
‘‘બસ તેમણે તેના માટે એક પગદંડી બનાવી રાખી છે અને જે રીતે ઘોડાની આંખ પર ડાબલા બાંધી દેવામાં આવે છે કે તે આમતેમ સાઈડમાં ન જુએ, માત્ર આગળ જેાઈને ચાલ્યા કરે, બરાબર તે જ રીતે તેણે માતાપિતાની નજરમાં તેમણે બતાવેલી પગદંડી પર ચાલવાનું છે.’’
‘‘હા, તું સાચું કહે છે.’’ મેં કહ્યું.

સપનાને જીવો
‘‘જેા તમને લાગતું હોય કે હું સાચું કહું છું તો તમે સમજાવો તેની મોમ અને ડેડને, નહીં તો ક્યાંક કોઈ દિવસે તે ખોટું પગલું ન ભરી લે. જેા તે બળવો કરશે તો પછી તે તેના મોમડેડથી ખૂબ દૂર થઈ જશે. શક્ય હોય તો તે કોઈ મોડલ અથવા ઉચ્ચ અધિકારી બની જાય, પરંતુ તેના માતાપિતાની આંખો તેને ક્યાં સુધી માર્ગ બતાવતા રહેશે. તે વાસ્તવમાં વાઈલ્ડ લાઈફ સફારીને મિસ કરે છે અને વિચારતી રહે છે કે એક વાર માબાપનું સપનું પૂરું કરશે, પછી પોતાના સપના પૂરા કરશે. આ જ રીતે જેા એક વાર મોડલિંગમાં જતી રહેશે તો પણ થોડા સમય પછી તેને છોડી દેશે અથવા કોઈ મોટી કંપનીમાં અધિકારી બની જશે તો પણ નોકરી છોડી દેશે અને જેા એવું ન કરી શકી તો પણ પૂરી જિંદગી અફસોસ કરતી રહેશે પોતાના અધૂરા રહી ગયેલા સપના સાથે. તેથી પોતાના સપનાને સાર્થક કરો. આખરે જિંદગી તેની પોતાની જ છે અને તેને જીવવાની છે. તેણે પોતાના સપના પૂરા કરવા માટે પ્રયાસ કરવા જેાઈએ ન કે પોતાના માતાપિતાના સપના સાકાર કરવા જીવવું જેાઈએ.’’
– રોચિકા અરુણ શર્મા.

વધુ વાંચવા કિલક કરો....