મા બનવું એક ઘણો ખૂબસૂરત અહેસાસ હોય છે. જેને શબ્દોમાં વ્યક્ત કરવો ન માત્ર મુશ્કેલ, પરંતુ અસંભવ લાગે છે. કોઈ પણ મહિલા મા તે દિવસે નથી બનતી જ્યારે તે બાળકને જન્મ આપે છે, પરંતુ તેનો સંબંધ નાનકડા જીવ સાથે ત્યારે બની જાય છે જ્યારે તેને જાણ થાય છે કે પોતે પ્રેગ્નન્ટ છે. ગર્ભાવસ્થાદરમિયાન બધી મહિલાઓના અનુભવ અલગઅલગ રહેતા હોય છે, પરંતુ આજે આપણે સામાન્ય સમસ્યાની વાત કરીશું, જેને જાણવી ખૂબ જરૂરી છે. આમ તો ગર્ભાવસ્થાના પૂરા ૯ મહિના મહિલાએ પોતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ શરૂઆતના ૩ મહિના પોતાના પર ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. પહેલા ટ્રાઈમેસ્ટરમાં બાળકના શરીરના અંગ બનવા શરૂ થાય છે, આ સ્થિતિમાં તમારે તમારા શરીરમાં થતા બદલાવ પર નજર રાખવી જેાઈએ અને જેા કઈ ઠીક ન લાગે તો ડોક્ટર સાથે ચર્ચા જરૂર કરો.

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખૂબ સારા હોર્મોનલ અને શારીરિક બદલાવમાંથી પસાર થવું પડે છે, પરંતુ તમે કેવી રીતે આ બધી સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો, તે વિશે અહીં જણાવી રહ્યા છે ગાયનેકોલોજિસ્ટ ડો. વિનિતા પાઠક :

શરીર પર સોજેા
શરીર પર સોજેા આવવો પણ ગર્ભાવસ્થાનું એક સામાન્ય લક્ષણ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં મહિલાનું શરીર લગભગ ૫૦ ટકા વધારે લોહીનું નિર્માણ કરે છે. ગર્ભમાં ઊછરી રહેલા બાળકને પણ માના શરીરમાંથી પોષણ મળતું હોય છે, જેથી માનું શરીર વધારે પ્રમાણમાં લોહી અને ફ્લૂઈડનું નિર્માણ કરે છે. આ દરમિયાન શરીર પર સોજેા આવવો એક સામાન્ય વાત છે, પરંતુ જેા સોજેા ખૂબ વધારે હોય તો તે ચિંતાજનક હોઈ શકે છે. સામાન્ય બોલચાલની ભાષામાં તેને ઓએડેમા કહે છે. આ દરમિયાન હાથ, પગ અને ફેસ પર સૌથી વધારે સોજેા દેખાય છે. સોજાને ઓછો કરવા માટે નવશેકા પાણીમાં મીઠું નાખીને પગને થોડો સમય ડુબાડેલા રાખો. રાત્રે પગની નીચે તકિયો મૂકવાથી પણ સોજામાં રાહત મળશે.

ગર્ભાવસ્થાની કબજિયાત ન કરી દે મસા
ગર્ભાવસ્થામાં યોગ્ય આહાર ન લેવાથી કેટલીક મહિલાઓને કબજિયાતની સમસ્યા થાય છે, જેથી આગલ જતા મસાની તકલીફ થવાનું જેાખમ વધી જાય છે. નિયમિત આહાર લેવાથી આ સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે જરૂરી છે કે તમારે પોતાના આહારમાં સફરજન, કેળા, નાસપતી, શક્કરિયા, ગાજર, સંતરા, કોળું જેવા ફળ અને શાકભાજીને સામેલ કરવા જેાઈએ.

મસાલેદાર ભોજનથી બિલકુલ દૂર રહો અને શક્ય તેટલું વધારે પાણી પીઓ.
ગેસ, અપચો અને પેટના દુખાવાન સમસ્યા ગર્ભાવસ્થા દરમિયાન ગેસ, અપચો અને પેટના દુખાવાની સમસ્યા પણ સામાન્ય રીતે મહિલાઓમાં જેાવા મલતી હોય છે. તેનાથી બચવા માટે સૌપ્રથમ પોતાના આહારમાંથી તળેલી વસ્તુને દૂર કરો. મસાલેદાર ખાવાથી પણ બચો અને એક જ વારમાં વધારે ભોજન ન કરો. ગેસ અને અપચાની સમસ્યાની સારવાર માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને પીઓ.

યૂરિન ઈંફેક્શન બને છે પરેશાનીનું કારણ
ગર્ભાવસ્થામાં યૂરિન ઈંફેક્શન થતા જરૂરી છે કે તમારે શક્ય તેટલું વધારે પાણી પીવું જેાઈએ, જેથી પેશાબ દ્વારા તમારા શરીરમાંથી બધા પ્રકારના હાનિકારક તત્ત્વો બહાર નીકળી જાય. તદુપરાંત વિટામિન સીથી ભરપૂર હોય તેવા ફળ અને શાકભાજી ખાઓ. દહીં અથવા છાશ પણ યૂરિન ઈંફેક્શનમાં ખૂબ લાભદાયી રહે છે.

સ્વસ્થ પ્રેગ્નન્સી માટે તૈયાર કરો ડાયટ ચાર્ટ
શરૂઆતના ૩ મહિનામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર વસ્તુ વધારે ખાવી જેઈએ. પોતાના ભોજનમાં દાળ, પનીર, ઈંડા, દૂધ, નોનવેજ, સોયાબીન, દહીં, પાલક, ગોળ, દાડમ, ચણા, પૌંઆ, મમરા વગેરેને સામેલ કરો. ફળ અને લીલા પાંદડાવાળા શાકભાજી પણ ખૂબ ખાઓ. બાળક ફ્લૂઈડમાં રહેતું હોય છે, તેથી શરીરમાં પાણીની ઊણપ બિલકુલ ન થવી જેાઈએ. દર ૨ કલાકમાં નિયમિત પ્રમાણમાં કઈ ને કઈ જરૂર ખાતા રહો.

ઓમેગાયુક્ત આહાર લો
બાળકના મગજ, તંત્રિકા પ્રણાલી અને આંખના વિકાસ માટે ઓમેગા -૩ ફેટી એસિડનું સેવન પણ વધારો. બાળકના મગજના વિકાસ માટે ઓમેગા ૩ અને ઓમેગા ૬ ખૂબ જરૂરી છે. ફિશ, કોડ લિવર ઓઈલ, ડ્રાયફ્રૂટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સરસવના તેલમાંથી તે સારા પ્રમાણમાં મળી જાય છે. આયર્ન અને ફોલિક એસિડની ગોળી ખાવી પણ શરૂ કરી દો. તેનાથી શરીરમાં લોહીની ઊણપ થતી નથી.
પ્રેગ્નન્સી દરમિયાન ખેંચ, હાઈપો-થાઈરાઈડ અને થેલેસેમિયા માટે પણ તપાસ કરાવવામાં આવે છે, જેા પેરન્ટ્સમાંથી કોઈ એકમાં પણ થેલેસેમિયાના લક્ષણ હોય તો બાળકની પણ તેનાથી પીડિત થવાની આશંકા ૨૫ ટકા વધી જાય છે. તપાસમાં બાળક ઈંફેક્ટેડ જેાવા મળે, તો ડોક્ટરની સલાહ લઈને એબોર્શન કરાવવું ઉત્તમ રહે છે.
– સોનિયા રાણા.

વધુ વાંચવા કિલક કરો....