તાજેતરમાં યુવાનોમાં સગાંસંબંધીને નજરઅંદાજ કરી મિત્રસાહેલીને મહત્ત્વ આપવાનો ટ્રેન્ડ વધી ગયો છે. હા સત્ય છે કે મિત્રતાનો સંબંધ અદ્ભુત હોય છે અને જે સમજદારીથી નિભાવવામાં આવે તો જીવન ખુશહાલ બની જય છે, પરંતુ દુખ એ વાતનું થાય છે કે વર્તમાન સમયમાં મોટાભાગે આસપાસના કેટલાક લોકોને જ મિત્ર બનાવી લેવાય છે અને માત્ર દેખાડા અને ટાઈમપાસ મિત્ર માટે સગાંસંબંધીને નજરઅંદાજ કરતા હોય છે અને તેમના પ્રત્યેની જવાબદારીથી પણ દૂર ભાગે છે. અવંતિકા તેના દીકરાની જન્મદિન પાર્ટીનું આમંત્રણ આપવા માટે સગાંસંબંધીનું લિસ્ટ તૈયાર કરી રહી હતી તો તે જેાઈને દીકરો પલાશ બોલ્યો, ‘‘અરે મમ્મી, આ આટલા સગાંસંબંધીનું લિસ્ટ કેમ તૈયાર કરી રહી છે? બધાને બોલાવીને શું કરીશ? હું આ વખતે મારો બર્થ-ડે મારા મિત્રો સાથે ઊજવીશ. મિત્રોને તો તું દર વર્ષે બોલાવે છે, આ વર્ષે પણ બોલાવજે, પણ તું સગાંસંબંધીને બોલાવવાની કેમ ના પાડે છે?’’ અવંતિકાએ આશ્ચર્યથી પૂછ્યું. પલાશે કહ્યું, ‘‘મમ્મી, સગાંસંબંધી તો તમારા છે ને. તેમની વચ્ચે હું કંટાળી જાઉં છું. આ વખતે મારો બર્થ-ડે હું માત્ર મારા મિત્રો સાથે કોઈ મોલ કે રેસ્ટોરન્ટમાં જ સેલિબ્રેટ કરીશ.

મિત્ર મારા અને સગાંસંબંધી તારા : પલાશના મોઢેથી આ વાત સાંભળીને અવંતિકા ચુપ થઈ ગઈ. ‘સગાંસંબંધી તો તમારા છે’ આ વાક્ય ઘણા સમય સુધી તેના કાનમાં ગુંજતું રહ્યું અને તે વિચારતી રહી કે શું હવે બાળકોની દુનિયા માત્ર તેના મિત્રો સુધી સીમિત રહી જશે? બાળકોને કાકી, ફોઈ, માસી, ભાભી જેવા સંબંધથી કોઈ લેવાદેવા નથી? હવે તે માત્ર અમારા સગાંસંબંધી છે? દિલ્લીની રહેવાસી સુમને જ્યારે તેની ભત્રીજીને, જે દિલ્લીમાં જ એક કંપનીમાં જેાબ કરે છે તેને પૂછ્યું કે તે ન્યૂ યરમાં તેના ઘરે બનારસ જઈ રહી છે કે નહીં? તો તેણે જવાબ આપ્યો કે તે નથી જઈ રહી, કારણ કે બીજા મહિને તેની એક સાહેલીનો જન્મદિન છે અને આ વખતે તે તમામ સાહેલી તેનો જન્મદિન ઊજવવા સિમલા જવાની છે. તેથી તેણે ન્યૂ યરમાં રજા લીધી તો પછી સાહેલીના જન્મદિનમાં જવા માટે તેને રજા નહીં મળે. તેથી તેણે ન્યૂ યરમાં ઘરે જવાનો વિચાર માંડી વાળ્યો, પણ તેણે કંઈ ના કહ્યું, તેની સામે ભાઈભાભીનો ચહેરો આવ્યો કે તે કેટલા ઉત્સુકતાથી તહેવારમાં દીકરીના ઘરે આવવાની રાહ જેાતા હોય છે, પણ તેના ન આવવાના સમાચાર સાંભળીને તે કેટલા ઉદાસ થશે

વિરોધાભાસ કેમ : યુવાનો સિવાય પરિણીત મહિલાઓ અને પુરુષમાં પણ આજકાલ પરિવારના સભ્યને નજરઅંદાજ કરીને કહેવાતા મિત્ર-સાહેલીને મહત્ત્વ આપવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. હું મારી એક પાડોશણના લગ્નની ૨૫ મી વર્ષગાંઠમાં જ્યારે ગઈ ત્યારે ત્યાં હાજર લોકોમાં માત્ર સાહેલી અને પાડોશીઓને જેાઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને મેં તેમને પૂછ્યું કે તારા કોઈ સગાંસંબંધી નથી દેખાતા? તેણે હસીને કહ્યું, ‘‘તમે લોકો પણ સગાંસંબંધી જ છો ને? યાર જેટલી મસ્તી મિત્રો સાથે મળીને કરીએ તેટલી શું સગાંસંબંધી સાથે થાય? તેમને બોલાવતા તો હજાર સમસ્યા થાય. પહેલાં તો તેમને ૧-૨ દિવસ રોકાવાની અને ખવડાવવા-પિવડાવવાની વ્યવસ્થા કરવી પડે. આખો દિવસ આવતાસ્વાગતામાં રહેવું પડે. તે પછી તેમના અલગઅલગ નખરાં જેાવાના તે અલગ.

મિત્રનું મહત્ત્વ કેટલું : હું મનોમન વિચારવા લાગી કે આટલી મોટી ખુશી, લાખોનો ખર્ચ અને આ ખુશીમાં સામેલ થવા માટે કોઈ સગાંસંબંધીને આમંત્રણ નહીં. આ કેવો સમય આવ્યો છે? પરિવારના સભ્ય વગર કોઈ ખુશી ઊજવો તેના કરતા સારું છે કે ન ઊજવો. સારિકાએ તેની સોસાયટીમાં કિટી જેાઈન કરી. શરૂઆતમાં તેને ત્યાં નવીનવી સાહેલી સાથે બેસવું અને તેમની સાથે વાતો કરવાનું ગમ્યું. તે વિચારવા લાગી કે તેને સારી સાહેલી મળી છે, પણ ધીરેધીરે તેણે જેાયું કે તેની તે સાહેલીઓ માટે સગાંસંબંધીથી વધારે કિટી પાર્ટીમાં સામેલ થનારી સાહેલીઓનું મહત્ત્વ છે. સારિકાએ જેાયું કે એક દિવસ તેની એક કિટી મેમ્બર આયશા કિટીમાં ન આવી. તેનો મેસેજ આવ્યો હતો કે તેની સાસુની તબિયત ખરાબ છે. તેથી તે નહીં આવે. સારિકા આ જેાઈને આશ્ચર્યચકિત થઈ કે આયશા સાથે સહાનુભૂતિ જતાવવા અને ફોન કરીને તેની સાસુના સમાચાર પૂછવાને બદલે કિટીમાં તેની વિરુદ્ધ વાત થવા લાગી કે અરે, તેની સાસુ તો રોજ બીમાર રહે છે, આ તો કિટીમાં ન આવવાનું બહાનું છે. આયશાને આવવું હોત તો તે દવા આપીને આવી જાય. ધીરેધીરે સારિકા નોટ કરવા લાગી કે તેની કિટીમાં કેવી રીતે મહિલાઓ પરિવારની ઉપેક્ષા કરીને આવે છે અને પછી તે વાત એ રીતે જણાવે છે, જેથી સાબિત થાય છે કે તેની નજરમાં સાહેલીનું મહત્ત્વ કેટલું વધારે છે, જેમને મળવા તે પરિવારજનોને જૂઠું કહીને આવે છે.

સિક્કાની બીજી બાજુ : મિત્ર બનાવવો અને મિત્રતા કરવી સારી વાત છે, પણ મિત્રની આગળ પરિવારની ઉપેક્ષા અને તેમને નજરઅંદાજ કરવા ખરાબ વાત છે. આપણી આસપાસ મિત્રોની ભીડ ભલે દેખાય, પણ તેમાં સાચો મિત્ર એક પણ હોય એ કહેવું મુશ્કેલ છે. મિત્રો સાથે બેસીને હસીમજાક કરવી, સમય પસાર કરવો સારી વાત છે, પણ શું આ વસ્તુથી તે એટલા પોતાના થઈ જાય છે કે તેમની આગળ સંબંધનું મહત્ત્વ ઝીરો થઈ જાય છે? મોબાઈલ, વોટ્સએપ અને ફેસબુકની દુનિયાના જમાનામાં મિત્રોની એક ફોજ તૈયાર કરવી સરળ છે. ઘરે બેઠા દિવસરાત તેમની સાથે ચેટિંગ કરતા રહેવાથી મનમાં ગેરસમજ પેદા થાય છે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે અને પછી તે જ મિત્ર તમારા સાચા હિતેચ્છુ લાગવા લાગે છે. જ્યારે હકીકત એ છે કે આવા મિત્રો ખુશીમાં તો સાથ આપે છે, પણ જ્યારે મિત્રતાની પરીક્ષામાં પાસ થવાનો સમય આવે છે ત્યારે ટાંયટાંય ફિસ થઈ જાય છે. દુખ-પરેશાનીમાં આવા મિત્રો ૨-૪ દિવસ તો સાથ આપે છે, પણ તે પછી સગાંસંબંધીની રાહ જુએ છે કે તે ક્યારે આવે અને તે છૂટા થાય.

– શન્નો શ્રીવાસ્તવ

વધુ વાંચવા કિલક કરો....