સામગ્રી :
૧ મોટી ચમચી ઓલિવ ઓઈલ
૨ કપ ભાત
ચપટી કેસર
૧/૨ કપ ડુંગળી સમારેલી
૧/૪ કપ સેલરી સમારેલી
૩-૪ તુલસીના પાંદડાં
૧/૪ કપ લીલું કેપ્સિકમ સમારેલું
૧/૪ કપ લાલ કેપ્સિકમ સમારેલું
થોડી લસણની પેસ્ટ
૨ મોટી ચમચી ટોમેટો સોસ
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી ખાંડ
૧/૨ કપ ટામેટાંની પ્યૂરી
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચોખામાં કેસર નાખીને પકાવો. પછી પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરીને ડુંગળી, સેલરી અને કેપ્સિકમ નાખીને ૨ મિનિટ સુધી ફ્રાય કરો. હવે ટોમેટો સોસ, ટામેટા, મસાલા અને ખાંડ નાખીને પકાવો. પછી તેમાં ભાત મિક્સ કરીને ગરમાગરમ સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....